Kalank ek vaytha - 10 in Gujarati Fiction Stories by DOLI MODI..URJA books and stories PDF | કલંક એક વ્યથા.. - 10

Featured Books
Categories
Share

કલંક એક વ્યથા.. - 10

કલંક એક વ્યથા...10

બિંદુએ રાકેશનું ધર છોડી દીધું હતુ. એરપોર્ટ તો પહોંચી ગઈ હતી. પરંતુ અહીંથી આગળ કયાં જશે ? શું કરશે .. પાસપોર્ટ વગર ....જોઈએ આગળ...

ગાડીમાંથી ઉતરી ઝડપભેર પર્સ માંથી પૈસા કાઢી ડ્રાઈવરના હાથમાં રાખ્યા, આમતેમ જોતી દુપટ્ટો મોઢે સરખો કરતી ઉતાવળા પગલે એરપોર્ટ તરફ ચાલવાલાગી, એ બધું સામેની બાજુ ઊભેલો એક ટેક્સીનો ડ્રાઇવર જોઈ રહ્યો હતો. એને કઈ અજુગતુ લાગતા એણે એબાજુ જરા ધ્યાનપૂર્વક નજર રાખી, એટલામાં પુરઝડપે આવતી કોઈ કાર
નો ધડામ્અઅ....ધડામ્અઅ....અવજ આવ્યો...એ ડ્રાઇવર અને પેલો બિંદુને લઈને આવેલો ડ્રાઇવર કઈ વિચારે એ પહેલા તો દોડધામ મચી ગઈ. બંને ડ્રાઇવર પણ એ અવાજ વાળી દિશા તરફ દોડ્યા અને ટોંળુ વળેલી મેદની વચ્ચે જઈને
જોયું તો બિંદુ લોહીલુહાણ હાલતમાં જમીન પર પડી હતી. દુપટ્ટો મોઢેથી ખસી ગયો હતો, પરંતુ ચહેરા પર લોહી આવી ગયું હતુ. એટલામાંતો એમબયુલંસનો પણ અવાજ આવવા લાગ્યો. બિંદુને સ્ટ્રેચરમાં નખાતા જ માનવ મેદની જાદુની જેમ જાણે કઈ બન્યુજ ન હતુ એમ ગાયબ થઈ ગઈ. અને પોત પોતા ના રસ્તે ચાલી.... બંને ડ્રાઈવરને બિંદુ વિષે મનમાં કઈંક મુંઝવણ હતી. એ બંને એમબયુલંસને જતી તાકી રહ્યા. બીજો ડ્રાઈવર ભારતીય હતો. પણ એ ત્યાની ભાષા જાણતો હતો. એણે પેલા ડ્રાઈવર સાથે વાત કરી અને બંને એમબયુલંસની પાછળ ગયા.

બિંદુ ઘરેથી ભારતના સપના જોતી નીકળી તો ખરી પણ એના સપનાને તો જાણે ટુંટવાની ટેવ પડી હતી,- કે એને સપના જોવાનો હક ન હતો એ આજ સુધી સમજાયું નહતુ.
જયારે પણ સપના જોવાની હિંમત કરે એને કોઈ નવી મુસીબતનો સામનો થઈ જતો. અને બિંદુ એનો પોતાની હિંમત અને સાહસથી મુકાબલો કરતી. હાર જીતની પરવાહ કર્યા વગર....

હોસ્પિટલના બેડ પર પડેલી બિંદુને હજુ કયાં ભાન હતુ, કે- એ કયાં જવા નીકળી હતી અને કયાં પહોંચી ગઈ હતી. એનો સુરજ હોસ્પિટલમાં ઉગશે એવી એને કયાં ખબર હતી.
એનો ખાલી શ્ર્વાસ જ ચાલતો હતો. એક જીવતી લાશ હતી.
ડોક્ટર્સ આવ્યા. આજુ બાજુ જોયું એની સાથે કોઇ ન હતુ.
પેલા બંને ડ્રાઇવર આવી ગયા. એ ડોક્ટર્સની નજીક આવ્યા, મનમાં એક સ્ત્રીની મદદનો વિચાર હતો. એમને ડોક્ટર્સને કહ્યુ,
" અમારી દોસ્ત છે , રસ્તો પસાર કરતા એક્સીડન્ટ થયું છે."
ડોક્ટર્સ એ બંનેની સામે જોયું અને સવાલ કર્યો,

" નામ..? "

" અલી.."

" તમારુ નહીં ! મેડમનું..."

બંને એકબીજાની સામે જોતા હતા. નામ એનુ કોઈને ખબર ન હતી. ભારતીય ડ્રાઈવર જરા ખચકાતા અવાજે બોલ્યો,

" સરોજ "

" તમારુ નામ ..? "

" મનજીત સિંહ..અને મારો મિત્ર અલી "

ડોક્ટરે બંનેને થોડી ફોર્માલીટી પૂરી કરવા કહ્યુ. અને કહ્યું,

" લોહી બહુ નીકળી ગયું છે. અમે કોશીશ કરીશુ પણ બચવુ મુશ્કેલ છે. "

બિંદુને ઑપરેશન થિયેટરમાં લઈ જવામાં આવી. બહાર બંને
ડ્રાઇવર મનોમન વિચાર કરતા આંટા મારાતા હતા .કે કોઈને
મદદ તો કરી છે, પણ આપણે એને ઓળખતા પણ નથી તો
કોઈ મુસીબત તો નથીને વોહરીને આપણે....

અલીએ મનજીતસિંહને બધી વાત કરી. એને કયાં એરીયામાંથી એણે લીફટ આપી હતી. ગાડીમાં પણ એ ગભરાયેલી હતી. સામાન પણ જાજો નહતો. આ બધી જ વાત કરી...

સામાન યાદ આવતા બંને પાછળ ફરી જોયું, ત્યાં બાકડા પાસે એક નાનું બેગ પડ્યું હતુ. મનજીતસિંહે એ બેગ લીધું. એ જોઈ અલી બોલ્યો,

" હા ..! આ જ હતું."

મનજીતસિંહે બેગ ખોલી અંદર જોયું ,બે જોડ કપડા અને થોડા પૈસા હતા. "કોઈ અટલા પૈસા માટે ચોરી તો ન કરે..!"
મનજીતે વિચાર કર્યો. બીજુ કઈ ન હતુ. એક ખાનામાં એક કાગળ નીકળ્યો. જે એનુ ઓળખ માટેનો હતો. એના પરથી સમજાઈ જતું હતુ કે જે કઈ થઈ રહ્યુ છે કે એ સ્ત્રી સાથે જે
પણ થયું છે બહુ ખોટું થયુ છે. અલી અને મનજીતસિંહે મળી એનો સાથ આપવાનું નકકી કર્યું.
ઑપરેશન થિયેટરનો દરવાજો ખુલ્યો. ડોક્ટર્સ બહાર આવ્યા.
ડોક્ટર્સને આવતા જોઈ અલી અને મનજીતસિંહ બે કદમ આગળ આવી ઉત્સુકતાથી પુછવા લાગ્યા.

" ડોક્ટર, કેમ છે સરોજ ને...?"

ડોક્ટરે પણ થોડી મુસ્કાન સાથે જવાબ આપ્યો.

" ચિંતા નહીં કરો, ઑપરેશન સફળ થઈ ગયું છે. કલાકમાં
હોશમાં આવી જશે...."

એ સાંભળી બંનેના ચહેરા પણ હલકી મુસ્કાન આવી અને બંને પોતપોતાના ભગવાનનું નામ લીધું અને બાકડે બેસી ગયા.
બિંદુની ભાનમાં આવવાની વાટ જોવા લાગ્યા.

આમનામ સવાર થઈ ગઈ. બિંદુ ભાનમાં તો આવી ગઈ હતી પણ હજુ કોઈ જવાબ આપી શકે એવી હાલત ન હતી. એટલે અલી અને મનજીતને એને પુછવાનું બરાબર ન લાગ્યુ. બંને વારા ફરતી બિંદુ પાસે રહી પોતાના ઘરે જઈ આવ્યા. આજનો દિવસ બિંદુનો તો હોસ્પિટલમાં જ વિતી ગયો. અને એની સાથે બે અજાણ્યા માણસો હતા. અલી. અને મનજીતસિંહ,
બિંદુ વાત કરવાની કે પુછવાની હાલતમાં ન હતી,- કે એ લોકો કોણ છે..? એની મદદ શું કામ કરી રહ્યા. એને તો આ બંનેમાં પણ રાકેશની ચાલબાઝી જ દેખાતી હતી. એટલા બધા વિશ્ર્વાસઘાત પછી બિંદુ માટે કોઈ આજાણ્યા પર વિશ્વાસ કરવો મુશ્કેલ હતો. એ તો એ બંને ને જોયા કરતી હતી.

આગળના ભાગમાં જોશુ હવે અલી અને મનજીતસિંહ બિંદુની મદદ સાચે કરે છે કે એ રાકેશશેઠના માણસો છે.
અહીં રાકેશશેઠના ઘરે બિંદુ ન મળવાથી કેટલી તકલીફ અને ભાગદોડ મચે છે એ જોઈશું..?

🙏જય શ્રીકૃષ્ણ 🙏

✍ડોલી મોદી ' ઊર્જા '
ભાવનગર