પાર્ટ ૧૩
અભયસિંહ પ્રવીણને નશાની હાલતમાં જોઇને એકદમ જ ઉશ્કેરાઇ જાય છે. અંત્યત આક્રોશ સાથે પોતાના હાથની મુઠ્ઠી વાળીને પ્રવીણના મોઢા પર જોરદાર મુક્કો મારી દે છે. પ્રવીણ નશાની હાલતમાં હોવાથી આમ અચાનક થયેલા પ્રહારથી પોતાના શરીરનું બેલેન્સ ગુમાવી બેસે છે અને બેહોશ થઈને જમીન પર ફસડાઈ પડે છે. અભયસિંહ સુરેશ ને આદેશ આપતા કહે છે કે" સુરેશ લઈ જાવ આ હરામીને અને પેલા મુકેશ હરજાણી સાથે એક જ લોક-અપમાં બાંધીને બંને ઉપર ઠંડું પાણી છાંટીને બંનેને હોશમાં લાવવાની કોશિશ કરો. જ્યાં સુધી બંને જણા પૂરી રીતે હોશમાં ના આવી જાય ત્યાં સુધી બરફનું ઠંડું પાણી બંને માથે રેડો જેથી આ પ્રવીનનો નશો ઉતરી જાય અને બંનેના મોઢા માંથી સત્ય ઉકેલવા માટે જો થર્ડ ડિગ્રીનો ઉપયોગ કરવો પડે તો એ પણ કરો" વેલ ડન સંધ્યા આખીર તે પ્રવીણ ને શોધી જ કાઢ્યો. આઈ એમ પ્રાઉડ ઓફ યુ સંધ્યા.
સંધ્યા :- thank you sir!
સુરેશ પ્રવિણનો કાંઠલો ઝાલીને તેને ઢસડીને લોક-અપમાં લઈ જતો હોય છે ત્યાંજ તેના ફોનની રીંગ વાગે છે સુરેશ ફોનની સ્ક્રીન પર જોવે છે તો ફોરેન્સિક લેબમાં થી ફોન આવ્યો હોય છે. સુરેશ ફોન ઉપાડીને વાત કરે છે અને અભયસિંહ ને જણાવે છે કે" સર હમણાં જ ફોરેન્સિક લેબમાં થી ફોન હતો જાણવા મળ્યું છે કે પેલી ચોથી જે વ્યક્તિના ફિંગર પ્રિન્ટ મળ્યા હતા તે હોટેલ માં કામ કરતી રિસેપ્શનિસ્ટ મિસ કવિતા શર્માના છે.
અભયસિંહ:- શું એટલે કે કવિતા શર્મા પણ આ મર્ડરમાં સામેલ છે? મતલબ સુરેશ! શરૂઆતથી જ કવિતા શર્મા બધું જાણતી હતી છતાં પણ આપણને જાણી જોઈને ગુમરાહ કરવામાં આવ્યા. અચ્છા તો એટલે કવિતા શર્મા પોતાની માતાની તબિયત બગડી હોવાનું બહાનું કાઢીને હોટલમાંથી અચાનક જ ગાયબ થઈ ગઈ. સુરેશ આ કેસ તો વધારે ગુચવાતો જાય છે. હોશમાં લાવો આ હરામખોરો ને અને સંધ્યા તારી સાથે એક ટીમને લઈને કવિતાના ઘરે થી તેને અહીંયા પોલીસ સ્ટેશનમાં ઉપાડી લાવો. અરેસ્ટ કરો એ કવિતા શર્માને અને સુરેશ પ્રવીણ પાસેથી મળેલી આ પેન ડ્રાઈવને ચેક કરો કે એમાં એવો તો શું સબૂત છે જે પ્રવીણ ને ગુનેગાર સાબિત કરી શકે છે. કાલની સવાર પડતાંની સાથે જ આ રોશની મર્ડર કેસમાં આવતા અડચણોને દૂર કરીને તેના નરાધમ અપરાધીઓને સજા ફટકારવી છે.
સવારના 05:30 વાગી ગયા હતા. શિયાળાની સવારના પહોરમાં ઘોર અંધકાર છવાયેલો હતો. સૂર્યના કિરણો હજી ધરતી પર પોહોચ્યા ન હતા. શિયાળાની ધ્રુજાવી નાખે તેવી કડકડતી ઠંડીમાં સંધ્યા પોતાની ટીમને લઈને કવિતાને એરેસ્ટ કરવા માટે નીકળી ગઈ હતી. પોલીસ સ્ટેશનની બાજુમાં આવેલી ચાની કીટલી પર સવારના પહોરમાં ચા બનાવવાની તૈયારી થઈ રહી હતી. પોલીસ સ્ટેશનમાં થઈ રહેલી અવરજવરને જોઈને ચાની દુકાનમાં કામ કરતો છોટુ પોલીસ સ્ટેશનમાં દોડી આવ્યો. અને અભયસિંહને પોતે તેમના માટે ચા લઈ આવે તેવું પૂછે છે. અભયસિંહ પણ અકળાઈને કહે છે કે" હા યાર છોટુ જલ્દીથી કડક ચા લઇ આવ સાલું માથું ફાટી રહ્યું છે. એમ કહેતા અભયસિંહ ઊંડા વિચારોમાં સરકી જાય છે. અને આ કેસની એક એક કડીને ઉકેલવાનો પર્યતન કરે છે. એટલામાં જ કંઈક અવાજ તેના કાને પડઘાઈ છે. અભયસિંહ પોતાની ખુરશી ઉપરથી ઊભો થઈને તે અવાજ તરફ દોરી જાય છે અને જુએ છે તો લોકઅપમાં પ્રવીણ અને મુકેશ હરજાણી એકબીજા સાથે બાથ ભીડી રહ્યા હતા. અને એક બીજા પર આક્ષેપ લગાવી રહ્યા હતા.
મુકેશ હરજાણી:- હરામ ખોર તું ધોકેબાજ નીકળો તે જો ચૂપ ચાપ રોશનીને અમારા હવાલે કરી દીધી હોત તો આજે હું અહીંયા જેલના સળિયા ના ગણતો હોય.
પ્રવીણ:- એ એ એક શબ્દ પણ મારી રોશની વિશે નહિ બોલતો નહિ તો હજુ એક ખૂન કરતાં મને વાર નહિ લાગે.
મુકેશ હરજાણી:- એની પેહલા તો હું તને જીવતો નહિ છોડુ ( એમ કહેતા મુકેશ પ્રવીણ ને મોઢા ઉપર જોરદાર એક મુક્કો મારી દે છે અને પ્રવીણ જમીન પર ફસડાઇ પડે છે)
અભયસિંહ લોકઅપની બહાર ઊભા રહેલા બે પોલીસ કોન્સ્ટેબલને ઇશારાથી લોકઅપ ખોલી ને પ્રવીણ ને ઉભો કરવાનું કહે છે અને પોતે મુકેશ હરજાણી પાસે જઈને એકદમ આક્રોષથી તેને જોરથી એક લાફો ચોડી દેતા કહે છે કે " આ પોલિસ સ્ટેશન છે. તારી હોટેલનો ખુફિયા રૂમ નથી હરામ ખોર. કેમ હવે ગુના સામે આવી ગયા એટલે પેન્ટ ગીલી થાય છે. જેથી એક બીજા પર આક્ષેપ લગાવો છો. સુરેશ પ્રવીણ ને મારી કેબિનમાં લઈ જઈ ખુરશી પર બેસાડો મારે એની સાથે થોડી પૂછતાછ કરવી છે." અને બીજા બે પોલીસ કોન્સ્ટેબલ ને મુકેશ હરજાણી પર કડક નજર રાખવાનું કહી પોતાની કેબિનમાં આવીને પોતાની ખુરશી ઉપર બેસી પ્રવીણને પોતાના સવાલોના જવાબ આપવાનું સૂચન કરે છે. ને કહે છે કે " હા તો પ્રવીણ હું જે પૂછું એનો સાચે સાચો જવાબ આપજે એમ પણ તે હમણાં જ એક ખૂન કર્યા નું કબૂલ કરી જ લીધું છે એટલે તું એમ ના સમજ કે તું બચી જઈશ. પણ તે એ ખૂન કોનું કર્યું છે રોશનીનું કે નિલેશનું?
પ્રવીણ :- રોશનીનું મર્ડર હું શુકામ કરું સાહેબ! અમે બંને એક બીજાને પ્રેમ કરતા હતા. મે રોશનીને પ્રોમિસ આપ્યું હતું કે હું બધું છોડીને હંમેશા માટે તારી પાસે આવી જઈશ. પરંતુ સાહેબ આ લોકો એ મારી રોશનીને મારી નાખી( એમ કહેતા પ્રવીણ ધ્રુસકે ધ્રુસકે રડી પડે છે). અને અભય સિંહની સામે આક્રંદ કરતાં આજીજી કરતાં કહે છે કે " સાહેબ મને પણ રોશની પાસે જવું છે રોશની વગર આ ફાની દુનિયા માં મારું શું કામ છે. તેના વગર નહી જીવી શકું મને પણ મોકલી આપો મારી રોશની પાસે. હા હું નિલેશનાં ખૂનનો ગુનેગાર છુ મારા જ હાથે નિલેશ નું ખૂન થયું છે. હું સ્વીકારું છું સાહેબ અને હું ખુદ ચાહું છું કે મને ફાંસી ની સજા મળે.
અભયસિંહ:- અચ્છા તો તે નિલેશનું ખૂન કેમ કર્યું? એ તારો બચપણનો દોસ્ત હતો ને?
પ્રવીણ:- હા સાહેબ નિલેશનુ ખૂન મારા હાથે જ થયું છે પરંતુ મે જાણી જોઈને આ ખૂન નથી કર્યું. મે નિલેશને ખૂબ સમજાવ્યું કે હવે આ કાળા કામ છોડી દે પરંતુ તે માન્યો જ નહિ.
અભય સિંહ:- કાળા કામ કેવા કાળા કામ? અને આ મુકેશ હરજાણી નો શું રોલ છે આમાં?
પ્રવિણ:- સાહેબ! હું ને નિલેશ મુકેશ હરજાણી માટે જ કામ કરતા હતા નવી નવી છોકરીઓ ને પોતાના પ્રેમની જાળમાં ફસાવીને તે લોકો સાથે અશ્લીલ વીડિયો બનાવીને તે લોકોને બ્લેક મેઇલ કરતાં જેથી એ લોકો અમારા દબાણમાં આવી ને મુકેશ હરજાણી અને તેમના બિઝનેસ ક્લાઈન્ટ અને મુકેશ હરજાણના મિત્રોને ખુશ કરી શકે. મુકેશ હરજાણી એ હોટેલના બેઝમેન્ટમાં એક ખુફિયા રૂમ બનાવી રાખ્યો છે. જેની એક ચાવી નિલેશ પાસે પણ રેહતી. જ્યારે પણ કોઈ ક્લાઈન્ટ કે મિત્ર ને ખુશ કરવાના હોય ત્યારે નિલેશ તે રૂમમાં છોકરી અને શરાબની વ્યવસ્થા કરતો.
અભયસિંહ એકદમ ગુસ્સામાં ત્રાડ નાખીને બોલી ઊઠે છે "નરાધમો શરમ નથી આવતી તને હોટેલની આળમાં છોકરીઓને બલેક મેઇલ કરીને આવા કાળા કામ કરાવતા હતા તે લોકોની મજબૂરીનો ફાયદો ઉઠાવતા શરમ નથી આવતી." પરંતુ રોશનીનું ખૂન શુકામ કર્યું?
પ્રવીણ:- સાહેબ મે રોશનીનું ખૂન નથી કર્યું. રોશનીનું ખૂન નીલેશે કર્યું હતું? હું તો રોશનીને ખૂબ પ્રેમ કરતો હતો. હું એનું ખૂન કરી જ ના શકું આટલું કહેતા પ્રવીણ ફરી ધ્રુસકે ધ્રુસકે રડી પડે છે.
અભયસિંહ:- પરંતુ તું તો પરણેલો છે ને તારે એક સંતાન પણ છે તો પછી રોશની પ્રત્યે આટલો પ્રેમ કેમ? તે ક્યારેય તારી પત્ની અને બાળક વિશે ના વિચાર્યું કે તારા ગયા પછી એ લોકોનું શું થશે?
ક્રમશ...