પ્રકરણ 15માં આપણે જોયું કે મન અને માનવી શિક્ષકદિનની ઉજવણીના દિવસની રાહ જોઈ રહ્યા હોય છે . માનવી પિંક કલરની સાડી પહેરશે એવું તે નક્કી છે . હવે આગળ....
______________________________________
મન અને માનવી દરરોજની જેમ કોલેજ આવે છે . અને આજે બધા મિત્રો વચ્ચે ચર્ચાનો વિષય હોય છે , શિક્ષકદિનની ઉજવણી . આજે બધા શિક્ષક દિનની ઉજવણીમાં ભાગ લીધેલા સ્ટુડન્ટસને તેમનો વિષય પસંદ કરવાનું હોય છે. બધા ચર્ચા કરતા હોય છે કે કોને કયો વિષય આવશે.
બધા સ્ટુડન્ટ્સ ક્લાસરૂમમાં ગોઠવાઈ જાય છે . વિધિ મેડમ ક્લાસરૂમમાં આવે છે . જે વિદ્યાર્થીઓ એ શિક્ષક દિનની ઉજવણીમાં ભાગ લીધો હોય છે તે બધાને એક એક વિષય સોંપે છે . માનવી ના ભાગમાં એકાઉન્ટ વિષય આવે છે . માનવીને તો એકાઉન્ટ વિષય ખૂબ જ ગમતું હોય છે . તેથી તે ખુશ થઈ જાય છે.
વિધિ મેડમ કહે છે કે દરેકે આવતીકાલે પોતાના વિષય સાથે પૂરેપૂરી તૈયારી કરીને કોલેજમાં આવે , જેથી બધા સ્ટુડન્ટને ભણવાની પણ મજા આવે અને ભણાવવાની પણ . આમ કહીને વિધિ મેડમ ત્યાંથી જાય છે.
કોલેજ પછી બધા મિત્રો થોડીવાર વાતો કરે છે અને આવતી -કાલ માટે કોન શું પહેરશે એવી ચર્ચાઓ કરવા લાગે છે . બધી માનવીની બહેનપણીઓએ કહી દીધું કે, તે કયા રંગની સાડી પહેરવાની છે . પરંતુ માનવી કહે છે કે એ તો કાલે જ કહેશે. આજે હું નહીં કહું કે હું કયા રંગની સાડી પહેરવાની છું,એમ કહે છે . આમ બધા થોડી વાર વાતો કરીને પોતાના ઘરે જાય છે . મને માનવી બંને આવતીકાલ માટે ખૂબ જ ઉત્સાહમાં હોય છે.
હવે જે દિવસે કોલેજમાં શિક્ષક દિનની ઉજવણી હોય છે, એ દિવસ આવી જાય છે . માનવી ઘરે સાડી પહેરીને કોલેજ જવા માટે તૈયાર થતી હોય છે.
મન પણ આજે વિચારે છે કે તે પણ સારી રીતે તૈયાર થઈને કોલેજ જશે . મન તૈયાર થઈને કોલેજ પહોંચી જાય છે પણ હજી માનવી કોલેજ આવી હોતી નથી . મન કોલેજ આવીને માનવીની રાહ જોતો હોય છે.
માનવી તૈયાર થઈ જાય છે માનવીને આજે તેના પપ્પા કોલેજ મુકવા આવ્યા હોય છે . માનવીએ સાડી પહેરી હોય છે , તેથી તેને એકટીવા ચલાવતા ફાવતું નથી તેથી તેના પપ્પા તેને કોલેજ મૂકી જાય છે.
માનવીને આવામાં થોડું મોડું થઈ જાય છે અને કોલેજના પહેલા લેક્ચરનો સમય થઈ જાય છે તેથી બધા વિદ્યાર્થીઓને ક્લાસરૂમમાં બેસવું પડે છે . જેના કારણે મન માનવીને સાડીમાં તે વખતે જોઈ શકતો નથી . તે થોડું નિરાશ થઈને ક્લાસ રૂમમાં આવીને બેસી જાય છે.
માનવી પણ આવીને સીધી સ્ટાફરૂમમાં જતી રહે છે . માનવીને છેલ્લા વર્ષના સ્ટુડન્ટ ના ક્લાસરૂમમાં ત્રીજા લેક્ચરમાં જવાનું હોય છે . માનવી પણ તેના ક્લાસમાં જવા માટે ખૂબ જ ઉત્સુક હોય છે . ઉત્સુક કેમ ન હોય ! મન એ ક્લાસરૂમમાં હતો એટલે . માનવી ત્રીજા લેક્ચરની રાહ જોવા લાગી.
પહેલું લેક્ચર શરૂ થાય છે . મનને લાગે છે કે પહેલા લેક્ચરમાં જ માનવી આવી જશે પરંતુ , પહેલા લેક્ચરમાં તો તેના ક્લાસ -માં રિયા આવે છે . મન પાછો નિરાશ થઇ જાય છે . આમ પહેલું લેકચર પૂરું થાય છે અને મન વિચારે છે કે હવે તો બીજા લેક્ચરમાં માનવી આવશે જ પરંતુ બીજા લેક્ચરમાં પણ માનવી આવતી નથી . બીજા લેક્ચરમાં માનવીની બેસ્ટ ફ્રેન્ડ રોશની આવે છે . મન પાછો નિરાશ થઈ જાય છે. હવે મન કંઈ પણ વિચારતું નથી કે ત્રીજા લેક્ચરમાં માનવી આવશે . તે તેના મિત્ર સાથે વાતો કરતો હોય છે.
ત્રીજુ લેક્ચર શરૂ થાય છે . માનવી તેના ક્લાસરૂમ માં આવે છે . મન તો તેના મિત્ર સાથે વાતો કરવામાં મશગુલ હોય છે. માનવી ક્લાસરૂમમાં આવે છે અને તે જુએ છે કે મન તેના મિત્ર સાથે વાતો કરતો હોય છે.
માનવી તેને ચોક ફેકી ને મારે છે અને કહે છે કે મારા ક્લાસ માં કોઈ એ વાત નહીં કરવાની અને અવાજ પણ નહી કરવાનો . આ અવાજ માનવીનો હોય છે , તેથી મન ખુશ થઈ જાય છે અને તેની નજર માનવી પર પડે છે.
માનવી એ સરસ પિંક કલરની સાડી પહેરી હોય છે . મન માનવીની જોઈને ખુશ થઈ જાય છે, અને માનવી પોતાનું ૪૫ મિનિટનો લેક્ચર લે છે . આ 45 મિનિટ દરમિયાન મન ની નજર માત્ર ને માત્ર માનવી પર ટકેલી હોય છે . માનવી પણ ખૂબ જ ખુશ થાય છે. આમ તેમનું ૪૫ મિનિટનો ટીચર અને સ્ટુડન્ટનો સબંધ પૂરો થાય છે.
બધા મિત્રો કોલેજ પછી વાતો કરવા ઉભા હોય છે . બધા મિત્રો કહે છે આજે તો ખૂબ જ મજા પડી ગઈ . બધી બહેન -પણીઓ માનવી ને કહે છે કે, તું આજે આ પિંક સાડીમાં ખુબ જ સુંદર લાગતી હતી . આમ બધા મિત્રો વાતો કરીને પોતાના ઘરે જાય છે.
હવે ત્યાં માત્ર મન અને માનવી ઉભા હોય છે.
મન માનવીની પૂછે છે કે તુ આજે એકટીવા નથી લાવી??
માનવી કહે છે કે આજે મેં પહેલી વાર સાડી પહેરી હતી તેથી મને સાડીમાં એકટીવા ચલાવવી ફાવતી નથી એટલે આજે પપ્પા મને મુકવા આવ્યા હતા . અત્યારે હું તમને ફોન કરીશ એટલે એ મને લઈ જશે.
મન કહે છે કે તને કોઈ વાંધો ન હોય તો હું તને મારી બાઈક ઉપર તારા ઘરે મૂકી જઉ??
માનવી કહે છે કે હું એક બાજુ બેસીશ તો તું મને પાડી તો નહીં દેને??
મન હસીને કહે છે કે, ના ના કંઈ નહીં પાડું, ચિંતા નહીં કર. એમ કરી માનવી મનની બાઈક પર બેસી જાય છે.
પહેલીવાર માનવી મનની બાઈક ઉપર આવી રીતે એક બાજુ બેઠી હતી . માનવીએ તેનો હાથ મનના ખભા ઉપર મૂક્યો હતો.
મનને પણ સારું લાગી રહ્યું હતું . જે મન ફૂલ સ્પીડમાં ગાડી ચલાવતો હતો , એ આજે માનવી પાછળ બેઠી હોવાને કારણે તેની ગાડીની સ્પીડ ઓછી થઈ ગઈ હતી . તેને માનવી સાથે સમય વિતાવવો હતો.
માનવી પણ ખુશ હતી . તેના મનમાં પણ અલગ પ્રકારની લાગણી ઓ ઉદ્ભવતી હતી . મન માનવીને ઘરની બહાર ઉતારે છે . માનવી ઘરની અંદર જતી હોય છે, ત્યારે મન તેને અવાજ આપી ને કહે છે કે, માનવી તું આજે સાડીમાં ખુબજ સુંદર લાગે છે. મનના મોઢેથી તારીફ સાંભળીને માનવી થોડુ શરમાઈ ને એના ઘરે જાય છે અને મન પોતાના ઘરે જાય છે.
માનવી પોતાના રૂમમાં બેસીને મન સાથે વિતાવેલી ક્ષણોને જ યાદ કરે છે . તેને મનના વિચારો જ આવતા હોય છે . હવે તેને પણ વિશ્વાસ થઈ ગયો હોય છે કે તેને મન સાથે પ્રેમ થઈ ગયો છે. માનવી આ બધું વિચારીને થોડી શરમાય છે અને ખુશ પણ થાય છે . માનવી વિચારે છે કે શું મનને પણ તેની સાથે પ્રેમ હશે કે નહીં ? માનવી એમ વિચારે છે કે જો મનને હું મારા દિલની વાત કરીશ તો તે અમારી મિત્રતા તો નહીં તોડી દે ને ? આમ વિચારીને તે નક્કી કરે છે કે તે મનની કંઈ પણ નહીં કહે.
મન અને માનવી આમ બંને મિત્રોની જેમ જ દરરોજ કોલેજ મળતા અને વાતો કરતા . હવે બંને એકબીજાને પ્રેમ કરવા લાગ્યા હતા, પરંતુ બંનેના મનમાં એક જ બીક હતી કે આ વાતને લીધી અમારી મિત્રતા તૂટી તો નહી જાય ને !! જેના કારણે બંનેના મનમાં પ્રેમ હોવા છતાં તે એકબીજા ને સાચું કહી નહતા શકતા.
આમને આમ કોલેજમાં બંનેની સેમેસ્ટર પાંચ ની પરીક્ષા આવી જાય છે . બંને પરીક્ષા આપે છે અને બંને દર વર્ષની જેમ પ્રથમ અને દ્વિતીય નંબર મેળવે છે . હવે બંનેની કોલેજ પૂર્ણ થવામાં માત્ર ને માત્ર 6 મહિના જ બાકી હતા.
હવે આ છ મહિના દરમિયાન બંનેમાંથી કોઈપણ એક પોતાની વાત બીજાને કહી શકશે કે ના, કે આમ ને આમ મિત્રતા સુધી જ આ સબંધ પૂર્ણ થશે એ બધું આપણે પ્રકરણ ૧૭મા જોઈશું.
આભાર
Dhanvanti jumani (Dhanni)