*શિક્ષણનું ઘડતર*
આજે નટુ સાહેબ કૈક અલગ મૂડમાં હતા. બાળકો પણ એમના વર્ગમાં આજે આનંદનો અનુભવ કરી રહ્યા હતા. નટુ સાહેબ આજે બાળકોને કવિઝ રમાડી રહ્યા હતા. વર્ગખંડને ત્રણ ભાગમાં વહેંચવામાં આવ્યું હતું. એ બી સી અમે.
અમુક બાળકો સારા જવાબ આપી રહ્યા હતા તો અમુક બાળકોને જવાબના આવડતા બાળકો એને ચિડાવી રહ્યા હતા. એવામાં ઘોંઘાટ થતાની સાથે પ્રિન્સીપાલની ઓફીસમાંથી બેલ વાગે છે ને પટ્ટાવાળાને આચાર્ય સાહેબ કહે છે " જાવ તો નટુભાઈના વર્ગમાંથી બવ ઘોંઘાટ આવે છે તો અમને જરાક બોલાવી લાવજો તો."
"હા સાહેબ જરૂર હું થોડી વારમાં બોલાવીને આવું" ( પ્રકાશ મોં ચડાવીને નટુ સાહેબના વર્ગમાં જાય છે)
"ઓ.....સાહેબ.... તમને કહું છું સાંભળો..તમને બોલાવ્યા છે તો આવજોને..અને હા પાછા જરાક જ બોલાવ્યા છે હો..."
આવું બોલીને બંને એકબીજાની સામે જોઇને હસવા લાગે છે તો બાળકો ચિચિયારીઓ નાખવા લાગે છે અને સમૂહમાં બોલે છે " નટુસાઇબ પાછા જરાક જ જજો હો આખાના જતા.."
બધા હસવા લાગે છે.
નટુ સાહેબ હસીને બધાને ચૂપ કરાવે છે ત્યાં રીસેસ પડી જાય છે અને બાળકો દોડીને વર્ગખંડની બહાર નીકળવા લાગે છે.
નટુ સાહેબ આચાર્ય સાહેબની ઓફિસમાં અંદર પ્રવેશ માટે આચાર્ય પાસેથી પરવાનગી માંગે છે.
"હા... સાહેબ બોલોને મને બોલાવ્યો.?"
"અરે...ના..ના..તમને તો પ્રકાશને મન થયુ હસેને એટલે બોલવા આવ્યો હશે."
થોડી વાર માટે નટુ સાહેબ મૌન ધારણ કરી લે છે.
"શું..નટુભાઈ તમે આયોજન બુક જોડે લાવ્યા છો..?"
"ના સાહેબ એ સ્ટાફ રૂમમાં પડી છે થોડીવાર માં લઈને આવું સાહેબ."
"ના..ના.. રેવા દો કાંઈ જરૂર નથી તમે જ કાઈ દો કે કેટલો કોર્સ બાકી છે??"
આચાર્ય સાહેબ ફરી વાર " કોર્સ પૂરો કરી નાખ્યો હશે તો જ તમે અમને રમાડી રહ્યા હસો કેમ??."
"તમને ખબર છે કે વાલીઓ કેટલા ગુસ્સે થાય છે ખબર છે જ્યારે એમના દીકરા કે દીકરીને સારા ગુણના આવે તો!"
"એ બધા મને કહે છે કે તમે શિક્ષકોને કાઈ કેતા જ નથી" અમે કરી મારે સરમાવું પાડે છે.
નટુ સાહેબ " સાહેબ હવે ભૂલ નહિ થાય અને તમે કોર્સનું કેતા હતો તો કહી દવ કે મેં મારો કોર્સ પૂરો કરીને જ રમત રમાડી રહ્યો હતો. "
" સારું તમે જવા દો અને તમારી આયોજન બુક મને જોવા આપજો.."
નટુસાહેબ સ્ટાફ રૂમમાં જાય છે અને પોતાના ટેબલ પર બેસીને એકાદી ચોપડી વાંચવા લાગે છે. ત્યાં તો બીજા શિક્ષક બોલ્યા " અરે નટુભાઈ તમને પેલો મારા વિશે તો કંઈ કહેતો નતો ને??"
નટુ સાહેન "ના" માં માથું હલાવીને કહી દે છે.
ફરી પાછી સ્ટાફરૂમમાં ભણવા જોડે બીજી ઘણી બધી વાતો સારું થઈ જાય છે.
પ્રકાશ આવીને " સાહેન લાવોને તમારી આયોજનબુક જોસે નય ત્યાં સુધી તમને કે મને શાંતીથી ઝપવા નહિ દે."
" હા આલો." એમ કરીને પ્રકાશ આયોજન બુક લઈને ચાલ્યો જાય છે.
થોડી વારમાં રીસેસ પુરી થાય છે. બધા શિક્ષકો પોતપોતાના વર્ગખંડમાં જાય છે. રીસેસ પછીના પિરિયડ સારું થાય છે. અને નટુ સાહેબ એમના હળવા સ્મિત અને ખુસમુના વાતાવરણ બનાવીને ભણાવાનું શરૂ કરે છે.
આચાર્ય સાહેબ રાઉન્ડમાં નીકળતા જોઈને સાવ સ્મશાનવત શાંતી થઈ ગઈ.
બાળકોને રજા પડી જાય છે ને ફરી પાછો પ્રકાશ નટુસાહેબને બોલવા માટે આવે છે.
"સાહેબ જરાક આવજો તો તમને આચાર્ય સાહેબ બોલાવે છે."
"હા" અમે કહીને નટુસાહેબ આચાર્યની ઓફીસમાં જાય છે.
આચાર્ય બોલે છે " નટુભાઈ આવતી કાલથી શરૂ થતી શિક્ષણતાલીમ કેન્દ્રમાં આપણી શાળા વતી તમારે જવાનું છે."
"હા સાહેબ.."
નટુ સાહેબની વિચાર અને વાણી જોઈને તાલીમકેન્દ્રમાં આવેલા અધિકારીઓ ખૂબ જ પ્રભાવિત થાય છે. તાલીમ પૂર્ણ થાય બાદ એક અધિકારી પૂછે છે "તમારા માટે સાચું શિક્ષણ કોને કહેવાય નટુભાઈ..?"
"સાહેબ હું મારું માનું તો બસ બાળકની જેટલી યાદ રાખવાની ક્ષમતા હોયને એટલું જ ભણાવાય અને આ ગૃહકાર્ય અને અસાઈમેન્ટમાં હું બવ ઓછું માનું છું. કેમ કે આ બધું કરવાથી બાળક જાતે મહેનત કદી નય કરે અને ગોખણપટ્ટી શરૂ કરી દેશે. જ્યાં સુધી હું માનું ત્યાં સુધીતો બળકો જેટલું રિલેક્સ થઈને ભણશે તેટલી યાદ શક્તિ વધુ આવશે!"
આ બધી વાતો સાંભળીને આજુબાજુમાં ઉભેલા અન્ય શિક્ષકો નટુ સાહેબની ટીકા કરવા લાગે છે.
અંતમાં નટુસાહેબ એટલું જ કહે છે " જ્યાં સુધી હું મારા વર્ગમાં હયાત છું ત્યાં સુધી હું મારા એકેય બાળકને નબળો નહિ રેવા દવ. મારા મત મુજબ તો એક વિદ્યાર્થી મારા માટે મારું મન અને તેને ભણાવવુંએ મારી પૂજા છે. કોઈ વિધાર્થીને મારીને કે પછી બોલીને અપમાનિત કરીને શું અમને હોશિયાર બનાવી શકાશે? શું અમને ૧૦વાર લખવા આપવાથી આવડી જશે? સાહેબ જો એવી બધાને શીખી જતા હોતને તો આજે આજે કોઈ સ્થળ પર શાળા હોત જ નહીં. કેમ બાળકોના વાલીઓ અમને લખવી લખાવીને હોશિયાર બનાવી દેત.
સાહેબ આપડે બી.એડમાં કરતા હતા ત્યારે એક પાઢ આવતો હતો ખબર હોય તો 'વર્ગ અને સ્વર્ગ' એમાં એવું જ શીખવામાં આવ્યું હોતું કે વર્ગખંડ જ એક સ્વર્ગ છે માનો તો અને સ્વર્ગમાં કોઈ પણ વસ્તુ શીખવી એ અસંભવ નથી!.
દરેક બાળક એક શ્રેષ્ઠ વિદ્યાર્થી જ છે છેલ્લી પાતળી પર બેસવા વાળો બાળક છેલ્લા નંબરથી પાસ થાય તો શું એ ઠોઠ વિદ્યાર્થી..? એના પાસે પણ કંઈક આવડત છે તેને કંડારવાનું કર્યા એક શિક્ષકનું છે. છેલ્લી પાટલી પર બેસલા વિદ્યાર્થીની આવડતને ઓળખ આપવીએ કામ એક શિક્ષકનું છે. શિક્ષક એટલે માત્ર ભણતર જ નહીં પરંતુ તેનો ઉછેર તેનું જતન કરવાનું કાર્ય પણ એક શિક્ષકનું જ છે.."
" જો હું મારા વખાન નથી કરતો પણ વાસ્તવિકતાને દેખાડું છું, મારા વર્ગના દરેક વિદ્યાર્થીને શાળા પર ભણવા માટે આવવાનો જુસ્સો હોય છે અને જ્યારે ઘરે જાયને ત્યાં દુઃખી થઈને જાય છે કે હવે કાળ ક્યારે પડેને હું ક્યારે શાળા પર જાવ."
આમ કરીને નટુસાહેબ વાતને પૂર્ણવિરામ મૂકે છે.
આજુબાજુમાં ઉભેલા બધા અધિકારીઓ અને શિક્ષકો તાળીઓના ગડગડાથી વધાવે છે.
આ વાતને લાગી આવતા થોડો જ સમયમાં નટુસાહેબ જિલ્લા શિક્ષણ અધિકારી તરીકે તથા શાળાના આચાર્ય તરીકે નિમણૂક કરવામાં આવે છે.
✍🏻~દુશ્મન