Unknown accompaniment - 2 in Gujarati Short Stories by Krishna books and stories PDF | અણજાણ્યો સાથ - ૪

The Author
Featured Books
Categories
Share

અણજાણ્યો સાથ - ૪

અહીં વસંત ભાઈનાં ઘરે તો જાણે મેળો જામ્યો હોય એવુ વાતાવરણ હતુ, આજ ખુશ ખુશાલ બંન્ને પરીવારની આંખોમાંથી જાણે ઊંઘ કોક ચોરી ગયુ હતુ, દિપક ભાઈ દિકરી માટે ખૂબ જ ખુશ હતા, ને વસંત ભાઈ, વસંત ભાઈ તો રાજ -સપના ની જોડી જોઈ સમાતા નોતા, ને કેમ ન હોય? સંતાનો નો ઉજ્જવળ ભવિષ્ય ને એકબીજા માટે અટુટ પ્રેમ ને સમર્પણ જોઈ એમની છાતી ગદગદિત થઈ જતી હોય છે, ને મનથી એકજ આશીર્વાદ નીકળે છે ખુશ રહો, બસ સદા ખુશ રહો.
પણ કહ્યું છે ને કે જો એકસામટી ખુશી મળે પછી પેલો ઈશ્વર દુખના પહાડ પરથી એવો ધક્કો મારે છે કે મનુષ્ય પોતાની બધી જ સાનભાન ભુલી બેસે છે, આવુજ કઈક થયુ સપના સાથે.
આટલા સુધી સતત સુખનાં સમુદ્રમાં હિલોળા લેતી આપણી સપના દુઃખ ના ડુંગરો કેમ પાર કરે છે એ જોઇએ.

સગાઈના બીજા દિવસે દિપક ભાઈ ને એમનો પરીવાર કાનપુર પાછા ફરવાની તૈયારી કરી રહ્યા હતા, ત્યાં જ વસંત ભાઈ રાજ સાથે આવે છે, ને કહે છે કે દિપક ભાઈ એક વિનંતી કરી શકું? દિપક ભાઈ કહે છે અરે અરે વેવાઈ તમે આમ હાથ જોડીને વાત કરો એ સારું ન લાગે, તમે હુકમ કરો, હું મારી બનતી કોશિશ કરીશ, વસંત ભાઈ કહે છે કે જો તમને વાંધો ન હોય તો સપના થોડા દિવસ અમારી સાથે રહે, એવી મારી ને રાજ ની માં ની ઈચ્છા છે, પણ જો તમે રાજીખુશીથી સહમતિ આપો તોજ. એટલે દિપક ભાઈ સપના ને પુછે છે કે બેટા મારી ના નથી, તારી શી ઇચ્છા છે? સપના કહે છે જેવુ તમને યોગ્ય લાગે પપ્પા. એટલે દિપક ભાઈ સપના ને વસંત ભાઈ સાથે મોકલી પોતે પરીવાર સાથે કાનપુર પાછા જવા નીકળ્યા.
આપણા ગુજરાતીમાં કહેવત છે ને કે આપણે કોના નસીબે સુખ ભોગવી રહ્યા છીએ એતો પેલો કાળીયો ઠાકોર જ જાણે, ને નસીબે લખેલું બદલી શકાય નહીં, કંઈક એવુજ હતુ દિપક ભાઈ ના નસીબે લખેલું, કાનપુર એક્સપ્રેસના ૬ ડબ્બા પાટા પરથી ખસી જઈને નીચે નદીમાં પડયા, બદનસીબે સપનાનો આખો પરીવાર એકજ પળમાં હતુ નહતું થઈ ગયુ, રેસ્ક્યુ ટીમ, સ્થાનિક મરજીવાઓ, અગણિત પોલીસ ટીમો, ન્યુઝ ચેનલ વારાઓ, બધાજ ઘટના સ્થળે પહોંચી ગયા, ટીવી પર ન્યુઝ ફ્લેશ થતાં બધાને ખૂબ આઘાત લાગ્યો, કોઈ ને કઈ સમજાતું નોતુ કે શું કરવું, સપનાની તો બીચારીની દુનિયા જ લુંટાઈ ગયી, ચકકર આવતા પડી ગયી, ને બેહોશ થઈ ગયી, રાજે પાણી છાંટીને હોશમાં લાવાની કોશિશ કરી પણ કોઈ અસર ન થઈ, વસંત ભાઈ અને રાજ સપનાને હોસ્પિટલ લઈ જાય છે, ત્યાં ડૉક્ટર તરતજ સારવાર આપે છે ને ઈંજેક્શન આપે છે, પછી વસંત ભાઈ ને જણાવે છે કે હોશ આવતા ૨-૩ કલાક લાગશે, એટલે વસંત ભાઈ રાજ ને સપના પાસે રહેવાનું કહી ને પોતે ગાડી લઈને ઘટના સ્થળે પહોંચી જાય છે, જયાં રેસ્ક્યુ ટીમ હજુ પણ બધી લાશોને બહાર કાઢવા માટેની મહેનત કરતી હોય છે, ત્યાં ચારે બાજુ પોલીસે સખત નાકાબંધી કરી રાખી છે, પોતાના સગા વહાલાનાં આવા સમાચાર સાંભળ્યા પછી અસંખ્ય લોકો ત્યાં પહોંચી ગયા હતા, પોતાના સ્વજનો ગુમાવ્યાનો દુઃખ લોકોનું જોર જોરથી બૂમાબૂમ, રુદન જોઈ કોઈ કઠણ હૃદયના માણસનું પણ હૃદય દ્વવી ઉઠે, એવા ચિત્કાર વચ્ચે વસંત ભાઈ પોતાની જાતને કેમ સંભાળી શકે, પણ સપના નો માસુમ ચહેરો આંખો સામે આવતા, એમણે ખૂબ જ હિંમતથી કામ લીધું, પણ પાણીમાં વધુ સમય સુધી રહેવાને કારણે લાશો ફુલીને ફુગ્ગા જેવી થઇ ગયેલી, લોકોને પોતાના સ્વજનો ને ઓળખવામાં પણ સમય લાગતો હતો, ને પાણી ને લીધે લાશોમાં થી વાસ આવવા માડીતી, એકદમ અસહ્ય વાતાવરણ થઈ ગયુ હતુ, દિપક ભાઈ ને ૯ લોકો હતા, (દિપક ભાઈ, એમના પત્ની, મીરાં, મોક્ષ, કિરણ, કિરણ નો પતિ કુમાર, કિરણ ના સાસુ, સસરા, દિયર) ૯ માંથી ૮ લાશને વસંત ભાઈ એ ઓળખી કાઢી, પણ પણ દિપક ભાઈ ની લાશ હજુ મળી ન હતી, બીજી ૩ કલાક ની જહેમત બાદ માંડ દિપક ભાઈ ની લાશ એક મરજીવા ને નીચે વનસ્પતિઓમાં અટવાયેલી મળી, દિપક ભાઈ ને જોઈ વસંત ભાઈ પોક મૂકીને રડવા લાગ્યા, પણ રડવાથી ક્યાં કોઈ પાછા આવે છે, ત્યાંના પોલીસે વસંત ભાઈ ને સમજાવી શાંત કરીને એમ્બ્યુલન્સ બોલાવી ને વસંત ભાઈ ને ઘરે મોકલ્યા,
આ બાજુ સપના ને હોસ્પિટલ થી રજા લઈને રાજ ઘરે લઈ આવ્યો પણ સપના પોતાની સુધબુધ ખોઈ બેસે છે, આંખો સુકાઇ ગઇ છે, હોઠ સીવાય ગયા છે, જાણે કોઈ બેજાન લાશ ન હોય, હા શ્વાસ ચાલતા હતા સપના ના, પણ ફકત શરીર જીવંત રાખવા કદાચ, વસંત ભાઈ ઘરે પહોંચ્યા, ને બધા ની અંતિમયાત્રા ની તૈયારી કરવા લાગ્યા, ત્યાં જ સપના ને જોઈ ને માંડ પોતાને રોકી શક્યા, પણ રાજ, છેલ્લા બે દિવસ થી ખુદને સંભાળતા રાજનો આંખો નો બંધ ટુટી ગયો, પપ્પા કહીને પોક મૂકીને રડતાં રાજ ને વસંત ભાઈ સાચવે છે, નનામીઓ બંધાઈને તૈયાર હતી, બધા ને અંતિમ વિદાય આપવા માટે હવે રાજ સપનાને નીચે લઇ આવે છે, ફરી બધું જોઈ બેહોશ થઈ જાય છે, ડૉક્ટર આવી ઈંજેક્શન આપે છે ને કહે છે કે સપના નું રડવું જરૂરી છે, એને રડાવો, નહિતર એની માનસિક હાલત ખરાબ થઇ જશે ને કદાચ કોમામાં પણ જઈ શકે છે, રાજ હવે પોતાને સંભાળે છે, સપના પાસે જઈને એને ખભેથી હચમચાવી ને કહે છે કે સપના જો પપ્પા, મમ્મી, કિરણ દિ, મીરાં, આપણો મોક્ષ, જો સપના બધા આપણને મુકીને જતા રહ્યા, સપના છેલ્લી વાર જોઈ લે બધા ને જાય છે, એ લોકો, રાજ નાં શબ્દો સપના ના કાને પડતાં જ સપના પોકાર કરીને રડવા લાગી, આંખોનો સાગર છલકાઈ ગયો, સપના નું આક્રંદ જોઈ અંતિમયાત્રા માટે આવેલા બધાની આંખો ભીંજાઇ ગયી, ને રામ નામ સત્ય હૈ સાથે બધી નનામી સ્મશાન ગૃહે પહોંચી, હવે બધા મુખાગ્નિ આપવા માટે રાજ ને કહે છે, કેમ કે રાજ જમાઈ છે, પણ રાજ ના પાડે છે, ને કહે છે કે આ સપના નો અધિકાર છે, એટલે સપના ના હાથે બધાનાં અંતિમ સંસ્કાર કરવામાં આવે છે, જોત જોતાં જ બધા પંચમહાભૂતમાં વિલીન થઈ જાય છે, ને સપના આક્રંદ કરતી જોતી રહી જાય છે, વસંત ભાઈ બધા લોકો ની અસ્થિ ને, રાજ ને સપના ને લઇ ને ભારી હૈયે ઘરે પાછા આવે છે, હવે પરંપરાગત રીતે બધી વિધિ કરી ને મૃતકોના આત્માને શાંતિ માટે ને અસ્થિ વિસર્જન માટે સપના ને રાજ ને લઇ હરીદ્વાર જાય છે.


મિત્રો, મને ક્ષમા કરજો, મને ખબર છે કે આ વાંચી આપ પણ રડયા હશો, પણ સ્ટોરી ને આગળ વધારવા માટે જરૂરી હતુ,ને લખતા લખતા હું પણ રડી છું. હવે કદાચ આગળ હજુ પણ આવુજ કઈક આવશે, પણ તમે મારો હાથ ને સાથ ન છોડો એની મને ખાત્રી છે.
તમને આ આજનો ભાગ કેવો લાગ્યો એ કોમેન્ટ કરી ને જરૂર જણાવજો.
જયશ્રી કૃષ્ણ🙏🙏🙏