Unknown accompaniment - 2 in Gujarati Short Stories by Krishna books and stories PDF | અણજાણ્યો સાથ - ૨

The Author
Featured Books
Categories
Share

અણજાણ્યો સાથ - ૨

મિત્રો સપનાના સપના કઈ દિશામાં આગળ વધે છે તે જોઈએ હવે.
સપના કાનપુર પહોંચી મોક્ષ એને લેવા સ્ટેશન પર આવ્યો હતો, બંન્ને ભાઈ બેન એકબીજાને મળી ને ભાવુક થઈ જાય છે, ને કેમ ન થાય સપના ને મોક્ષ નો સંબંધ ભાઈ બેન કરતા વધુ દોસ્તી નો હતો, બંન્ને કોઈ પણ વાત એકબીજાથી છુપાવી ન શકે, એવી બોન્ડિંગ હતી બંન્ને વચ્ચે, ઘરમાં પ્રવેશ કરતાજ સપના સમજી ગઈ કે માં એ એના માટે એનીજ પસંદ નુ જમવાનું બનાવ્યુ છે, સપના તો રીતસરની તુટીજ પડે છે ખાવા પર, દિપક ભાઈ ટોકે છે તો કહે પપ્પા એક વરસ પછી આટલી સ્વાદિષ્ટ રસોઈ મળી છે, આજ ન રોકશો, ને બધા સપના ને જોઈને હસી પડે છે, જમીને બધા વાતોમાં વળગી રહ્યાં ત્યાં જ પાછળથી કોકે સપના ની આંખો પર હાથ રાખ્યો, સપના જરા અટકી પછી વીચાર કરી બોલી મમમમમમ કિરણ દી. એટલે કિરણ કે શું યાર સપના તે ઓળખી લીધી મને, પણ કેવી રીતે? આ મોક્ષ ના બચ્ચાંએ જ કિધુ હસે , ને મોક્ષ નો કાન મરોડવા લાગી, એટલે બીચારો મોક્ષ કે કિરુ દી મે નથી કહ્યું કઈ પણ, શું તમે હવે મુજ માસુમ ની જાન લેશો કે છોડો ને દી દુખે છે, બધા હસે છે ને કિરણ મોક્ષ ને છોડીને સપના પાસે આવીને ભેટી પડે છે, કિરણ સપના ને પુછે છે આટલા લાંબા સમય થી દુર છે, છતાં કઈ રીતે ખબર પડી કે હું જ છું?
તો સપના કહે છે કે દીદુ આપણે તો લોહીથી જોડાયેલ છીએ, શ્વાસ લો તોય ખબર પડે, આતો સાક્ષાત મારી મા સમાન બેનનો સ્પર્શ હતો, કેમ ન ઓળખાય. કહીને સપના જીભળા 😜😜 કાઢે છે ને બધા જોરથી હસે છે, વાતો ને વાતો મા ક્યાં રાત પડી ગયી કોઈને ખબર જ ન પડી, ૪ ભાઈ બેન અગાસી પર બેસીને મન મુકીને વાતો કરતા હતા, ૪ વાગ્યા હશે કદાચ મીરાં ને મોક્ષ સુુઈ ગયા, પછી તો કિરણ ને પણ ઊંઘ આવવા લાગી, હવે સપના એકલી જ જાગતી તી, એની ઊંઘ તો કદાચ મુંબઈ જ છુટી ગયી હોય એના રાજ પાસે. એમ સપના રાજ ના વીચારોમાજ ખોવાઇ જાય છે, એ આજ રાજ ને મીસ કરતી હોય છે, આ બાજુ રાજ પણ સપના ના સપના જોવામાં ખોવાઇ જાય છે, બંન્ને એકબીજા ને ખૂબ જ મીસ કરી રહ્યા હતા, પણ ત્યારે આજની જેમ મોબાઇલ ફોન નોતા કે કોઈ યાદ આવે એટલે તરતજ ફોન કરી શકાય, કે ડીપી જોઈ શકાય, હા લેન્ડ લાઈન ફોન નો જમાનો હતો એ, એટલે યાદ મા તડપવા સીવાય છુટકારો નોતો બંન્ને પાસેપાસે.
સવારે નીત્ય ક્રમ થી પરવારી ને સપના નાસ્તો કરવા બેસી એટલે દિપક ભાઈ એ કીધું કે બેટા જો એક વાત કરું તને ન ગમે તો ના કહી શકે છે, સપના બોલી હા પપ્પા બોલો ને, કેમ આજ આમ બોલો છો તે, આપણે તો ફ્રેન્ડ્સ છીએ ને પપ્પા, ને ફ્રેન્ડસ મા વાત કરવા આટલું બધું વિચારવું પડે? તમે કયો પછી મારે પણ તમને એક અગત્યની વાત કરવી છે, દિપક ભાઈ કહે છે સપના ની મા સાંભળ્યું આપણી નાની સપના મોટી થઈ ગયી છે, તો સાંભળ દીકા કિરણ ના દુરના કાકા સસરા ના દિકરા અંશ નુ તારા માટે માગુ આવ્યુ છે, જો તારી ઈચ્છા હોય તો આપણે વાત આગળ વધારીએ, પણ તારી મરજી હોય તો જ, નહિ તો મને ના પાડતા પણ સંકોચ નહિ થાય, મારી ઢીંગલી ની મરજી ને ખુશી થી વધારે મારી માટે કંઈ નથી, આટલું બોલી ને દિપક ભાઈ શાંત થઈ ગયા, હવે સપના વિચાર મા છે કે શું કરવું, છતાં મન મકકમ કરી ને દિપક ભાઈ ને કહે છે કે પપ્પા હું પણ તમને આવુજ કંઈક કેવાની હતી, પણ...........

દિપક ભાઈ આટલું સાંભળી ને સમજી ગયા કે સપના કેમ મુંજાય છે, એ સપના ને માથે હાથ ફેરવે છે, એને બાથમાં લઈ ને પુછે છે, કે કોણ છે એ જેણે મારી ઢીંગલી નુ મન મોહિ લીધું? મને નહિ કે બેટા, વીના સંકોચ બોલી દે દીકરા, તારી ખુશી મા જ અમારી ખુશી છે, હવે સપના વિના ડરે રાજ ની વાત દિપક ભાઈ ને કરે છે, એટલે દિપક ભાઈ કહે છે કે જો રાજ ના પરીવાર ને મંજૂર હોય તો આવતા મહિને જ તમારી સગાઈ કરી દઈએ ને તારુ ભણવાનુ પુરુ થાય એટલે લગન. હવે રાજ ના ઘરે મને ફોન લગાવી દે એટલે હું વાત કરી લઉં. સપના ખુબ જ ખુશ થઈ જાય છે, પણ અચાનક કંઈક યાદ આવતા આંખો ભરાઇ આવે છે, ને કહે છે કે પપ્પા આપણે ના પાડશુ તો કિરુ દી ને સાસરે ત્રાસ કરશે તો?? મારા લીધે દી ને તકલીફ ન પડવા દઉં હું, એટલે દિપક ભાઈ કહે છે કે, બેટા તું ચિંતા ન કર હું સાચવી લઈશ.
દિપક ભાઈ સૌ પ્રથમ અંશ ના પપ્પા ને ફોન લગાડી ને કહે છે કે મારી સપના હજુ ભણવા માગે છે ને તમને લગ્ન ની ઉતાવળ છે, પણ હું મારી ઢીંગલી નુ ભણતર અધુરુ ન મુકાવી શકું, માટે મને માફ કરજો આ સંબંધ નહિ થાય 🙏🙏.
હવે સપના રાજના ઘરે ફોન લગાવે છે ને દિપક ભાઈ ને આપે છે, સામે રાજના પપ્પા વસંત ભાઈ ફોન રીસીવ કરે છે, હવે સાંભળીએ બંને વચ્ચે નો સંવાદ:
દિપક ભાઈ: હેલ્લો હું કાનપુર ઉત્તર પ્રદેશ થી દિપક બોલુ છું, શું હું રાજના પપ્પા સાથે વાત કરી શકું છું?
વસંત ભાઈ: હસતા હસતા દિપક ભાઈ કાનપુર એટલે અમારી સપના ના પપ્પા, બરોબર ને?
દિપક ભાઈ: હા પણ આપ કોણ?
શું આપ મને ઓળખો છો???
વસંત ભાઈ: ના દિપક ભાઈ ઓળખતો નથી પણ કાનપુર કીધું તમે એટલે અંદાજ લગાવી શકયો.
મારા રાજ ની એકજ સ્ત્રી મિત્ર છે ને એ છે તમારી સપના, એટલે ખબર પડી કે તમે એજ સપના ના પપ્પા છો.
દિપક ભાઈ: તમને મળી ને ખૂબ આનંદ થયો, અ્અઅ્અઅ
વસંત ભાઈ: વસંત જોષી, રાજ નો પપ્પા. N nice to meet you Dipak bhai Namaste🙏🙏🙏
દિપક ભાઈ: વસંત ભાઈ મને ગોળ ગોળ વાત કરતા નથી આવડતું તો સીધા મુદ્દાની વાત કરું તો ચાલશે ને, તમને ખોટું નહિ લાગે ને??
વસંત ભાઈ: ના ના દિપક ભાઈ હું પણ સીધી રીતે જ ડાયરેક્ટ મુદ્દાની વાત કરવા માજ માનુ છ, કહો શું કયો છો તમે, કેમ આજ યાદ કરયા મને?
દિપક ભાઈ: વાત એમ છે વસંત ભાઈ કે સપના ને રાજ હવે ફક્ત મિત્રો નથી, તેઓ એકબીજા સાથે જીવન વીતાવવા માગે છે, પ્રેમ કરે છે, લગ્ન કરવા માગે છે, ને મને મારી દિકરી ની પસંદ પર પુરો વિશ્વાસ છે, એટલે એક બાપ હોવાના નાતે તમારા રાજ ને મારા જમાઈ તરીકે માગુ છું, જો આપની પણ હા હોય તો સપના ને રાજ ની સગાઈ આવતા મહીને કરાવી દઈએ, ને લગ્ન ભણતર પુરુ થઈ જાય પછી. બોલો હવે વસંત ભાઈ.
વસંત ભાઈ: અરે અરે દિપક ભાઈ આતો તમે મને ૪૪૦ નો ઝટકો આપ્યો છે, હું સપના દિકરી ને સારી રીતે ઓળખું છું, ને મને ને રાજની માને પણ છેલ્લા કેટલાક દિવસો થી રાજને જોઈને આજ વિચારો આવતા તા, ને આજે તમારો ફોન આવ્યો, મને તો લાગે છે કે સાચે ગયા જનમના કોક પુણ્ય હશે જયાં આ સપના મારા ઘરમાં લક્ષ્મી બનીને આવશે.
પણ દિપક ભાઈ એક વિનંતી કરું, સપના ને કેજો કે સગાઈ ની વાત રાજને ન કરે,હવે હું એને ૪૪૦ નો ઝટકો આપીશ, એ પણ સગાઈ ના દિવસે જ, ત્યાં સુધી એની મજા લઈશું.
તમે બધા આવતી ૧૫મે અહીં આવી જાઓ, ૨૦મે સગાઈ કરીશું, તૈયારી બઘી અમે કરી રાખીએ છીએ, તમે ફક્ત તમારા ખાસ નજીક ના સગા લોકોને લઈ ને સમયસર આવી જાજો.
દિપક ભાઈ: જી જેવી તમારી મરજી, હું ૨ દિ પછી તમને ફોન કરું છું કે અમે કેટલા લોકો આવીશું.
જયશ્રી કૃષ્ણ કહીને ફોન વિચ્છેદ થાય છે, ને બંને બાજુએ હરખના આંસુઓ હોય છે.


હવે સપના ને રાજ સાથે આગળ જતાં શું શું થાય છે તે જાણવા આવતી કાલે જરૂર મલજો મને,
ત્યાં સુધી આવજો, ધ્યાન રાખજો,
જયશ્રી કૃષ્ણ🙏🙏🙏