હેલ્લો મિત્રો,
કેમ છો?
કેવુ ચાલે છે કોરોના વેકેશન?
વધતા સંક્રમણથી કાનો સૌની રક્ષા કરે એવી પ્રાર્થના🙏🙏🙏
કોરોના ની વધતી જતી મહામારી ના લીધે સરકારે સંપૂર્ણ લોક ડાઉન નો નીર્ણય જાહેર કર્યો, લોકોને ઘરમાં રહેવાની ફરજ પડી, થોડા દિવસ તો બધાને સારું લાગ્યું, લોકોને પરીવાર સાથે સમય વીતાવવા મળ્યું, પણ આમા બીચારી સ્રીઓ ને તો નાકે દમ આવી ગયો, રોજ નવી નવી વાનગી ની ફરમાઈશ આવે ને એની કુકીંગ રીત ગોતવી, બનાવી ને પરીવાર ને ખુશ કરવા, સવાર થી સાંજ કેમ પડી જાય ખબર જ ન પડે.
આવાજ એક મધ્યમવર્ગીય પરીવાર ની એક સ્ત્રી ની, એક વહુ ની, એક માં ની આ વાર્તા એક સત્ય ઘટના છે, તો જોઈએ આપ સહુને કેવી લાગે છે તે.
મુંબઈ લોકો માટે સ્વપ્ન નગરી એક જાણીતા લેખક ની બે લાઈન યાદ આવે છે,
ચલ મન જોવા જઈએ રે, આ પુચ્છ વીનાની મગરી,
ચલ મન જોવા જઈએ રે, આ મુંબઈ નગરી.
નાના ગામમાં વસતા લોકો માટે સ્વપ્ન નગરી, પણ જે વસતા હોય એમનેજ ખબર હોય, કે સ્વપ્ન જોવા માટે સુવુ પડે, પણ પુરા કરવા માટે તો ઊંઘ વેચી ને ભાગવુ પડે. આવી જ ભાગમભાગ કરે છે સપના. હા સપના જોષી, મારી આજની વાર્તા ની સુપર સ્ટાર, ચાલો આપણે જાણીએ કોણ છે આ સપના જોષી, ને શું છે એના સપના.
દિપક શાહ તેમનાનાનકડા પરીવાર સાથે ઉત્તર પ્રદેશમાં કાનપુરમાં રેહતા હતા, મુળ વતની એ સૌરાષ્ટ્ર ના રાજકોટ ના, એમના દાદા એક શેઠ સાથે કાનપુર વેપાર માટે ગયા ને સંજોગ વશ ત્યાં જ સ્થાયી થયી ગયા. દિપક શાહ ના પરીવાર મા એમના પત્ની ત્રણ દિકરી ને એક દિકરો, સૌથી મોટી કિરણ, પછી મીરાં, મીરાં પછી સપના, ને પછી દિકરો મોક્ષ, દિપક ભાઈ ના ચારે સંતાનો ખુબજ સમજું ને હોશિયાર હતા, મોટી કિરણ એ ૧૨ પાસ કર્યુ ત્યાજ એના લગ્ન ના માગા આવવા લાગ્યા,
પરંતુ કિરણ ને એની સાથે ભણતા કુમાર સાથે લગ્ન કરવા તા,
પરંતુ પિતા ના પાડશે એવા ડરે કહી નોતી શકતી, પણ દરેક વખતે કિરણ તરફથી છોકરાને રિજેક્ટ કરાતાં દિપક ભાઈ ને એક દિવસ વીચાર આવ્યો કે કૈક તો છે જે દિકરી છુપાવી રહી છે, એક દિવસ બપોરે જયારે ઘરે કિરણ ને દિપક ભાઈ બેજ હતા ત્યારે લાગ મળેલ જોઈ ને કિરણ ને પાસે બોલાવીને પુછે છે, પેલા તો કિરણ ડર રાખીને કઈ બોલતી નથી, પણ જ્યારે દિપક ભાઈ વિશ્વાસ અપાવે છે કે તેઓ કિરણ ની ખુશી મા જ ખુશ છે, ત્યારે કિરણ કુમાર વિષે જણાવે છે, ને દિપક ભાઈ સાચા હૃદયથી દિકરી ની ખુશી મા ખુશ થાય છે, કુમાર ના પરીવાર ને મળી ને બન્ને ના લગ્ન એકદમ સાદી ને સરળ રીતે કરાવી આપે છે, હવે કિરણ તો એના સાસરે ખુશ હતી,છ મહીના થઈ ગયા હતા કિરણ ના લગ્ન ને,મીરાં નુ પણ આ વર્ષે ૧૨ મુ પુરુ થયુ, હવે તેના લગ્ન ના પણ માગા આવવા લાગ્યા, પણ મીરાં ને લગ્ન જ નોતા કરવા, એટલે એણે દિપક ભાઈ ને કહી દીધું કે જબરદસ્તી ન કરે નહિ તો એ કયાક ખોટું પગલુ ભરી બેસશે,
એટલે દિપક ભાઈ એ કોઈ દિવસ મીરાં પર લગ્ન નુ દબાણ કયુઁ જ નથી, હવે વારો હતો સપના નો, સપના ગ્રેજ્યુએશન કરી ને ફેશન ડિઝાઇનીંગ મા ડિપ્લોમા કરવા ઈચ્છતી હતી, ને એ પણ મુંબઈ જઈને, સપના નુ સપનું હતુ મુંબઈ, દિપક ભાઈએ એને રોકી નહિ.
આજ ખાસિયત હતી દિપક ભાઈ ની એ એમના સંતાનો માટે કોઈ દિ અવરોધ ન બન્યા, પછી ભલે વાત કિરણ ના લગ્ન ની હોય, મીરાં ના લગ્ન ન કરવાની હોય, કે પછી સપના ના મુંબઈ જવાના સપના ની હોય, તેઓ એક અતીશય પ્રેમાળ પતિ ને આદઁશ પિતા સાબિત થયા, ને સપના ને મુંબઈ લઈ ગયા એડમિશન માટે, સપનાની માકઁશીટ જોઈને તરતજ એડમિશન મળી ગયું, ૧ મહીના પછી કોસઁ ચાલુ થવાનો હતો. એટલે કાનપુર પાછા ફર્યા અને ૧મહીનામા મુંબઈ લાવવા માટે સપના ને બધીજ તૈયારી કરાવી દિધી. હવે મુંબઈ જવાનો દિવસ પણ આવી ગયો આ વખતે તેમના પત્ની ને દિકરો મોક્ષ પણ સાથે આવ્યા, સપના માટે પીજી મા એક ઘર પણ નક્કી કરી આપ્યું, પછી બધા મુંબઈ દશઁન ગયા ૨ દિવસ મુંબઈ ફરી ૩ કાનપુર પાછા ફર્યા, ને અહી શરુંઆત થઈ સપના ના સપના ની.
સપના ના ડીપ્લોમા કોસ ના ૨ વર્ષ ના પહેલા વર્ષનો પહેલો દિવસ, સપના એકદમ સરળ સિમ્પલ વગર મેકઅપે પણ શોભે એવી હતી, એકદમ રુપસુંદરી તો નહિ પણ જોતાજ પરાણે ગમી જાય એવી હતી, ઓછા બોલી, પણ બિંદાસ, એકદમ તેજ દિમાગ. પોતાનામાં જ વ્યસ્ત રેહતી,
કાનપુરમાં પણ એના કોઈ મીત્રો નોતા. પહેલો દિવસ હતો એટલે કોઈ કોઈને ઓળખતું નોતુ,એટલે બધા શાંત બેઠા તા, ત્યારે એક સ્માર્ટ, ગુડ લુકિંગ, પહેલી નજરે જોતાજ પ્રેમ થઈ જાય એવો એક યુવાન ક્લાસ માં આવે છે, બધા ને ગુડ મોર્નિંગ કહે છે, બધા સામે રીપ્લાય કરે છે સીવાય એક સપના. હા સપના ને તો ખબર જ નથી કે કોક આવ્યું છે તે, એતો પોતાના જ વિચાર મા ખોવાયેલી હતી, પેલા યુવકે જોયુ કે સપના નું ધ્યાન નથી પણ પહેલો દિવસ હોવાથી કઈ બોલ્યો નહી, ને બીજા બધા ને પોતાની ઓળખાણ આપી. Hi I'm Raj.
Raj Joshi, & I'm your professor, I'll teaching u fashion designing advance diploma, ab aap sab apna apna intro de fir hum hmara first lecture start krenge. બધા પોતાના પોતાનો intro આપી ચુકયા હતા, પણ આપણા સપના મેડમ હજુ પણ સપના માજ હતા,
રાજથી હવે ન રેહવાતા એ સપના ની ડેસ્ક પર ગયો, બાજુમાં બેઠો ને અચાનક જ જોરથી બોલ્યો Hiiiii, સપના જબકિ ગયી, એને ગુસ્સો આવ્યો એ રાજ પર જોરથી ચિલ્લાઈ How dare you to behave like this, koi ldki se ese baat krta hai kya, or aapki himmat kese hui hmare sath hmari seat pr baithneki, chlo utho or jao yha se.
સપનાની આવી વાતો સાંભળી આખો ક્લાસ હસવા લાગ્યો, એટલે સપના થોડી ભોંકી પડી, પછી રાજ ને સોરી કીધું ને પુછ્યું કોણ છે એ, ખબર પડી કે આજ સર છે જે શીખવાડવના છે, એટલે ફારીથી માફી માંગી, રાજે પણ એને માફ કરી, ને આગળ જતો રહ્યો, હવે સપના નુ ધ્યાન રોજ ક્લાસ માં જ હોય, ને રાજ નુ સપના પર, ધીરે ધીરે બંન્ને વચ્ચે સારી ટ્યુનિંગ થઈ ગઈ, હવે બંન્ને શિક્ષક - વિધ્યાર્થી થી આગળ સારા દોસ્ત બની ગયા હતા, ક્લાસ પછી પણ એકબીજા સાથે સમય પસાર કરતાં, ધીરે ધીરે પ્રેમ કરવા લાગ્યા, જોતજોતામાં ૧વરસ પુરુ થઈ ગયુ, હવે વેકેશન પર સપના કાનપુર જવાની હતી, ને રાજ વીષે દિપક ભાઈ ને વાત કરવાની હતી.
હવે આગળ સપના ના જીવન મા શું થાય છે, એ જાણશુ આવતા ભાગ મા.
તમારો કિમતી અભિપ્રાય જરૂર આપજો.
જયશ્રી કૃષ્ણ 🙏🙏🙏