Bhayank safar (afrikana jangaloni) - 25 in Gujarati Fiction Stories by જીગર _અનામી રાઇટર books and stories PDF | ભયાનક સફર (આફ્રિકાના જંગલોની) - 25

Featured Books
Categories
Share

ભયાનક સફર (આફ્રિકાના જંગલોની) - 25

જંગલીનું તીર હાથીની આંખમાં વાગ્યું.
**********************



ગાઢ અંધારામાં હાથી ઝડપથી દોડી રહ્યો હતો. હાથી ઉપર બેઠેલો રોબર્ટ નીચે ગબડી પડવાની બીકે થર થર ધ્રુજી રહ્યો હતો. થોડીવાર થઈ ત્યાં હાથીની દોડવાની ગતિ ધીમી પડી. હાથીની દોડવાની ગતિ મંદ પડી એટલે હાથી ઉપર બેઠેલા રોબર્ટે રાહતનો દમ ખેંચ્યો. પણ હાથી એને ક્યાં લઈ જઈ રહ્યો હતો એ રોબર્ટ વિચારવા લાગ્યો. રોબર્ટ થોડીકવાર વિચારોમાં ડૂબ્યો.


ચન્દ્ર આકાશમાં આવી ચુક્યો હતો. ચંદ્રની આછી ચાંદની ધરતી ઉપર રેલાઈ રહી હતી. ત્યાં તો કેટલાક માણસોનો એને અવાજ સંભળાયો. એણે હાથી ઉપર બેઠા બેઠા જ દૂર નજર કરી તો એને વીસ પચીસ માણસો વચ્ચે કોઈકને ઢસડતા લઈ જઈ રહ્યા હોય એવું એને લાગ્યું. હાથી પણ એ માણસો જે તરફ જઈ રહ્યા હતા એ તરફ જ દોડતો જઈ રહ્યો હતો.


પાછળ હાથી આવી રહ્યો છે એ વાતનો આભાસ થતાંની સાથે જ પેલા બધા માણસો આમતેમ ભાગવા લાગ્યા. થોડીકવારમાં તો બધા અદ્રશ્ય બની ગયા. ફક્ત એક જ માણસ જમીન ઉપર ઢળી પડ્યું. રોબર્ટ અને પેલો આથી જે માણસ ઢળી પડ્યું હતું એનાથી થોડાક દૂર હતા. એટલે ચંદ્રના આછા અજવાસમાં એ માણસ કોણ હશે એની ખાતરી રોબર્ટ કરી શક્યો નહીં. હાથી નજીક પહોંચ્યો ત્યારે એને ખબર પડી કે જે માણસ નીચે જમીન ઉપર ઢળી પડ્યું હતું એ તો મેરી હતી. મેરીને આવીરીતે જમીન ઉપર પડેલી જોઈને રોબર્ટનું હૈયું દ્રવી ઉઠ્યું.


મેરી જ્યાં જમીન ઉપર પડી હતી. ત્યાં આવીને હાથી થોભી ગયો. હાથી જેવો થોભ્યો કે તરત જ કંઈ પણ વિચાર્યા વગર રોબર્ટ હાથી ઉપરથી નીચે કૂદી પડ્યો. રોબર્ટ નીચે પડ્યો એવો તરત જ ઉભો થઈ ગયો અને ઝડપથી મેરી પાસે પહોંચ્યો. મેરી ત્યાં નીચે પડી પડી ધ્રુસકે ધ્રુસકે રડી રહી હતી.


"મેરી વ્હાલી.' રોબર્ટ નીચે નમીને મેરીને ઉભી કરતા રડી પડ્યો.


અચાનક રોબર્ટ આવીરીતે ગયો એટલે મેરી આવેગમાં આવીને રોબર્ટને ભેંટી પડી. રોબર્ટની પણ લાગણીઓ એકદમ બહાર ઘસી આવતા રોબર્ટે પણ મેરીને પોતાના બાહુપાશમાં જકડી લીધી.


"રોબર્ટ ભાગો અહીંયાથી. આ લોકો ખુબક્રૂર છે.' મેરી ભયભીત નજરે આજુબાજુ જોતાં બોલી.


ડરના કારણે મેરી ધ્રુજી રહી હતી. કારણ કે જે લોકો એને માંચડા ઉપરથી ઉઠાવી લાવ્યા એ બહુજ ક્રૂર અને ઘાતકી હતા એ વાતનો અનુભવ મેરીને થઈ ગયો હતો કારણ કે ઘાયલ મેરીને એ લોકો છેક માંચડા ઉપર ઢસડતા અહીં સુધી લઈ આવ્યા હતા.


"ચાલને રોબર્ટ જો એ લોકો ફરી આવી ગયા તો આપણને જીવતા નહીં છોડે.' રોબર્ટને વિચારોમાં ડૂબેલો જોઈને મેરી એકદમ ધ્રુજતા અવાજે બોલી.


"હંહ.. હા ચાલ.' આમ કહીને રોબર્ટે મેરીનો હાથ પકડ્યો. અને એ જે તરફ પેલો હાથી હતો એ તરફ પાછો ફર્યો.


રોબર્ટે હાથી સામે પ્રેમપૂર્વક જોયું. અને હાથીની સૂંઢ ઉપર વ્હાલપૂર્વક હાથ ફેરવ્યો. આજે હાથીના કારણે મેરીનો જીવ બચ્યો હતો. જો આજે હાથી રોબર્ટને લઈને આ જંગલી લોકોની પાછળ ના પડ્યો હોત તો કદાચ મેરી ક્યારેય રોબર્ટના હાથ લાગત નહી.


રોબર્ટે હાથીની સૂંઢ ઉપર હાથ ફેરવ્યો કે તરત જ હાથી ત્યાં નીચે બેસી ગયો. હાથી નીચે બેઠો એવા તરત જ મેરી અને રોબર્ટ હાથીની ઉપર બેસી ગયા. મેરી અને રોબર્ટ હાથીની ઉપર બેઠા એવો તરત જ હાથી હળવેકથી ઉભો થયો અને પહેલા જે દિશામાંથી રોબર્ટને લઈને અહીંયા આવ્યો હતો એ જ દિશામાં પાછો જવા લાગ્યો.


હાથી ધીમી ગતિએ તળાવ તરફ જઈ રહ્યો હતો. ત્યાં તો પાછળથી એક જંગલી માણસે હાથી ઉપર તીર ચલાવ્યું. તીર સીધું હાથીની પૂંછડી ઉપર વાગ્યું. તીર વાગ્યું એટલે હાથી ગુસ્સે ભરાયો અને એ તરત પાછો ફર્યો. જંગલીએ તીર માર્યું એ હાથીની પૂંછડીમાં વાગ્યું એ વાતથી મેરી અને રોબર્ટ અજાણ હતા.તેથી હાથી આમ અચાનક પાછળની બાજુએ ફર્યો એટલે એ બંને નવાઈ પામ્યાં.


હાથી જેવો પાછો ફર્યો એવું જ મેરીનું ધ્યાન સામે તીર કામઠું લઈને ઉભેલા જંગલી માણસ ઉપર પડ્યું. ત્યાં તો પેલા જંગલીએ આ વખતે મેરીને નિશાન બનાવીને તીર ચલાવ્યું. મેરી આ જોઈને હાથી ઉપર બેઠી બેઠી ધ્રુજી ઉઠી. એના મોંઢામાંથી ચીસ નીકળી ગઈ. જેવું પેલા જંગલીએ તીર મેરી તરફ તીર છોડ્યું ત્યાં તો ગુસ્સે ભરાયેલા હાથીએ એની સૂંઢ ઊંચી કરીને ચીંઘાડ પાડી. હાથીની ચીંઘાડથી આજુબાજુનું આખું જંગલ ધ્રુજી ઉઠ્યું. પેલા જંગલીના તીર છોડી રહેલા હાથ પણ ધ્રુજી ગયા. એનું નિશાન ચૂક્યું અને એણે છોડેલું તીર સનનન કરતા હાથીની જમણી આંખમાં ઘૂસી ગયું.


**********************************




નદીના પીળા પાણીનું રહસ્ય.
***************



"આ નદીનું પાણી કેમ પીળું છે ? ગર્ગે માયરા તરફ જોઈને પશ્ન કર્યો.


"નદીનું પાણી પીળું નથી.' માયરા બોલી.


"શું કહ્યું પાણી પીળું નથી ? તો અમને કેમ પીળું દેખાઈ રહ્યું છે ? માર્ટિન વચ્ચે બોલી ઉઠ્યો.


"ખરેખર પાણી પીળું નથી. જો તમને વિશ્વાસ ના આવતો હોય તો તમે એકવાર નદીના પાણીને હાથમાં લઈને જોઈ શકો છો.' માયરા બધા સામે જોતા બોલી અને પછી એ નદી તરફ આગળ વધી.


નદી એકદમ ધીમી ગતિએ વહી રહી હતી. નદીનું વહેણ એટલું બધુ ધીમું હતું કે સામેના કિનારે જવુ હોય તો તરીને સરળતાથી જઈ શકાય એમ હતું. માયરા નદીના કિનારે આવીને નીચે ઝૂકી. ઝૂકીને એણે પાણીમાંથી પોતાનો ખોબો ભર્યો. પાણીનો ખોબો ભરીને માયરા બધા સામે ફરી.


"લો જુઓ હવે. ક્યાં છે પાણી પીળું.!' બધાને પોતાનો પાણી ભરેલો ખોબો બતાવતા માયરા બોલી.


બધાએ માયરાના હાથમાં રહેલું પાણી જોયું તો એ પાણી પીળું હતું જ નહીં. એ પાણી સામાન્ય પાણી જેવું એકદમ પારદર્શક હતું. ગર્ગે ફરીથી આંખો ચોળીને નદીના પાણી તરફ જોયું. તો નદીનું પાણી એને પીળું જ દેખાઈ રહ્યું હતું જયારે માયરાના ખોબામાં જે પાણી હતું એ પીળું હતું જ નહીં. આવું શા માટે હશે એ એન્થોલી સહીત બધા સાથીદારો વિચારવા લાગ્યા.


"માયરા પાણીને નદીના પાણીને દૂરથી જોઈએ તો કેમ પીળું દેખાય છે.' એન્થોલીએ પૂછ્યું.


"આ નદી સાવ ધીમી ગતિએ વહે છે. એટલે દરિયામાં થતી એક શિર્ત નામની વનસ્પતિ આખી નદીના તળિયે ઉગી નીકળી છે. આ વનસ્પતિના પાંદડાઓ અલગ જ પ્રકારના હોય છે. સૂર્યનો તડકો જયારે નદી ઉપર પડે છે ત્યારે સૂર્યના અમુક કિરણો છેક નદીના તળિયે શિર્ત વનસ્પતિના પીળા પાંદડાઓ ઉપર આપાત થાય છે. જેવો સૂર્યનો પ્રકાશપાંદડાઓ ઉપર આપાત થાય છે ત્યારે નવો પીળો પ્રકાશ ઉદ્દભવે છે અને એ પ્રકાશ સમગ્ર નદીના પાણીમાં ફેલાઈ જાય છે એટલે નદીનું પાણી આપણને દૂરથી પીળું હોય એવું દેખાય છે.' મેરી નદીના પીળા પાણીનું રહસ્ય બતાવતા બોલી.


"ઓહહ.! એમ વાત છે.' માયરાની વાત સાંભળીને ગર્ગ નવાઈ પામતા બોલ્યો.


"હા હવે ચાલો આપણે આગળ વધીએ.' માયરા ગર્ગ સામે હસીને બોલી અને પછી નદી કિનારે આગળ વધી.


બધા માયરાની પાછળ પાછળ નદીના જમણી તરફના કિનારે આગળ વધવા લાગ્યા.આ પીળા પાણીવાળી નદીનો કિનારો ખુબ જ સુંદર અને રમણીય હતો. નદી કિનારે ઠેર ઠેર મોટા વૃક્ષો ઉગી નીકળ્યા હતા. ગર્ગ વારે ઘડીએ માયરા સાથે જે બીજી યુવતી હતી એના તરફ જોઈ લેતો હતો. બધા અડધો કલાક જેટલું ચાલ્યા ત્યારે કિનારે એક હોડી પડી હતી એ જગ્યાએ બધા આવી પહોંચ્યા.


"એલિસ અહીંયા તો બે હોડીઓ હતી. એક ક્યાં ગઈ ? માયરા એની સાથે રહેલી યુવતી તરફ જોતાં બોલી.


"ઓહહ.! તો આનું નામ એલિસ છે એમ.' ગર્ગ કોઈ સાંભળે નહીં એ રીતે પેલી યુવતી તરફ વાંકી નજરે જોતાં બબડ્યો.


"કદાચ કોઈ લઈ ગયું હશે.' એલિસે માયરાને ટૂંકો જવાબ આપ્યો અને એ હોડીમાં બેઠી. એલિસની પાછળ માયરા પણ હોડીમાં બેઠી.


"ચાલો બધા આવી જાઓ હવે આપણે નદી પાર કરીને સામે હાથીઓના જંગલમાં જવાનું છે.' માયરા બધા સામે જોતાં બોલી.


માયરાએ કહ્યું એટલે બધા વારાફરતી હોડીમાં બેસી ગયા. ગર્ગ તો જાણી જોઈને એલિસની બાજુમાં બેઠો. પછી જ્હોન અને માયરા હોડીને હલેસાઓ વડે સામેના કિનારા તરફની દિશામાં ધકેલવા લાગ્યા.


(ક્રમશ)