One and half café story - 17 in Gujarati Love Stories by Anand books and stories PDF | વન એન્ડ હાફ કેફે સ્ટોરી - 17

The Author
Featured Books
Categories
Share

વન એન્ડ હાફ કેફે સ્ટોરી - 17

વન એન્ડ હાફ કેફે સ્ટોરી
Anand
|17|
બ્રેકફસ્ટ

“તું ને જો ના કહા મે વો સુનતા રહા....હા....આઆઆ.....આઆઆઆઆ......
તું ને જો ના કહા.....એ રીયાડી પછી શું આવે, હા....ઇ મે સુનતા.....રહા.......હાઆઆઆઆઆઆઆઆઆ.........
દુખ પેલાથી છે જાજુ, સીંગલ કરતા ખર્ચો ડબલ......
સેવીંગ્સ બધી ખબર નહી ક્યાં જવાની......” મારો ફોન બુમો પાડવા લાગ્યો.
“એ હથોડા, બસ હવે સ્પીકર પતાવીશ કે.....” મે કહ્યું પણ મારો અવાજ સાંભળે કોણ એને તો ગાવાનું ચાલું જ રાખ્યું.
“રેડીયો હવે ગમતો નથી.....
તારા વગર સમતો નથી......હાઆઆઆઆઆઆઆ.....”
કોઇ સાંભળે કે ન સાંભળે પણ આ કલાકાર ને કોઇથી ફર્ક નથી પડતો. એને બસ મને હેરાન કરવાનો મોકો જોઇતો હોય અને કાયમ એને મળી પણ જાય.
“એ રાહુલ્યા જડભરત આ ફોન બ્લાસ્ટ થઇ જાય ત્યારે શાંતી લઇશ?” મે બુમ પાડી ને ફોનમાં કહ્યું પણ એને સાંભળ્યું જ નહોતું. “કૈલાશ ખેરની બીછડેલી ઓલાદ.” હું કાન પાસેથી ફોન આગળ લઇને બુમો પાડીને કહેવા લાગ્યો તોય એ સાંભળવા તૈયાર નથી. પીયા મારો હાથ પકડીને ચાલે છે. “કોણ છે?” એને મને ધીમેથી મને મારીને હોઠ ફફડાવતા પુછયું.
આછો સોનેરી તડકો ચોમેર પથરાવા લાગ્યો. દરીયો જેમ પાણીને ધકેલી મોજા બનાવે એમ સુરજદાદા તડકાને ધકેલવા લાગ્યાં. પીયાના સોલ્ડર ઉપર હવામાં જુલતા, વાતો કરતા ઘેરા કાળા વાળ અને એની મોહક આંખમાંથી અથડાઇને પાછો આવતો તડકો મને ઘડી-ઘડી એની સામે જોવા પ્રેરી રહ્યો છે. વારે ઘડીએ હું ફોન એકબાજુ કરીને એની સામે જોયા કરુ છું અને એ વાતની એને પણ ખબર છે.
“મને કે કોણ છે.” પીયા એ ફરી મને માર્યું.
“રીજેક્ટેડ અરીજીત સીંઘ....ઇન્ડીયાનો જસ્તીન બીબર....ઝ્યાન....ગમે તે કહી દે....” મારાથી બોલાઇ ગયું.
“નયન ને બંધ રાખીને મે જ્યારે ગોગલ્સ પહેર્યા છે.......હો પહેર્યા......હો પહેર્યા.....
તમે છો એના કરતા પણ વધારે તમને કાળા જોયા છે.....નયનને.....હા નયન ને.....” મે પીયાને સંભળાવવા પુરતો ફોન સ્પીકર કર્યો.
“કોણ છે આ પાગલ?” બોલતી વખતે એના ચહેરાના ભાવ કોઇને પણ ગમી જાય એટલી વીશ્મયતા અને આશ્ચર્યજનક હતા. થોડીવાર તો એણે મને નેણના ઈશારા થી પુછયુ એના વીશે. પણ હું બે માંથી કોને જવાબ આપુ એ સમજાતું નથી. ફોનમાં પાછળથી કોઇના હસવાનો અવાજ સંભળાયો ત્યારે ખબર પડી કે રીયા પણ રાહુલ્યાંની સાથે છે.
“ના પુછયુ હોત તો સ્ટ્રેસ જ ના આવેત.” મે કહ્યું.
“ઓહ ગોડ.....પણ આ હતુ શું.....” એનું મોંહ આશ્ચર્યથી ભેગુ જ ના થયું. “તારે પુછવુ જ હોય તો આ લે ફોન....” મે એની તરફ ફોન કર્યો પણ એને વાત કરવાની ના પાડી.
“એક મીનીટ હો. થોડુ ડીસ્ટર્બન્સ છે.” ફોન હોલ્ડ કરીને હું બોલ્યો. આ ટાઇમે મારો રાહુલ્યા કે રીયાનો લેક્ચર સાંભળવાનો કોઇ ઇરાદો નથી.
“અરે ઇટસ ઓકે ના.....કરી લે ને વાત એની જોડે....” એને કહ્યું. ચાલતા-ચાલતા અમે હોટેલ પાસે પહોંચવા આવ્યાં.
“થેન્કસ.” મે કહ્યું.
મે ફોન અનહોલ્ડ કર્યો.
“ભાભી આવે એટલે અમને હોલ્ડ કરી દેવાના એમ.....જોવાઇ ગયું તારુ તો....તને ખબરને મે કેટલો માર ખાધો છે તારુ સેટીંગ કરાવા પાછળ અને તું.....હા....હા.....” રાહુલ્યા એ નાટક માંડયા ને ઓછામાં પુરુ મને પાછળ પીયાનો હસવાનો અવાજ સંભળાયો.
“પેલા તો આ લવારો બંધ કર અને આ રીયા ત્યાં શું કરે છે? છો ક્યાં બેય કે તો મને.....” મને થોડી ચીંતા થઇ. એ બેય પાગલ સાથે હોય ત્યારે શું કરી બેસે એની એમને પોતાને ક્યારેક તો ખબર નથી હોતી.
આગળ બોલવા ગયો ત્યાં પીયા મારી સામે આવીને નાના છોકરાની જેમ ઉભી રહી ગઇ. “મને નહી મળાવે તારા ફ્રેન્ડઝ જોડે.” એને ભોળો ચહેરો બનાવીને મારી સામે જોઇ રહી. મને ગભરામણ થવાની હવે શરુ થઇ. આમ તો સ્વભાવે રીયા અને પીયા બેય સરખા, ઉપરથી રાહુલ્યો હોય એમાં કેમ ભેગુ ન થાય. હું વીચારમાં થોડીવાર એમનો એમ ઉભો રહ્યો.
બીજી બધી ચાલુ વાત એ હતી નહોતી રીયા એ કરી નાખી. “કે ને.....ઇન્ટ્રો.....તો કરાવ....ઇડીયટ.” મને ફોનમાં એટલું સંભળાયું. અઘરી હાલતમાં હું હતો કે બે માંથી કોની વાત પર ધ્યાન આપવું. રીયાને પીયા સાથે વાત કરાવું અને જે વાત અત્યારે નથી કરવાની એ ભુલમાં બોલી જાય તો. મારો ડર હવે વધવા લાગ્યો છે. “પ્લીઝ....પ્લીઝ....પ્લીઝ....” પીયાએ મારી સામે એવો ભોળો ચહેરો બનાવ્યો કે મારી પાસે બીજો કોઇ રસ્તો નહોતો.
“ક્યાં જાવુ તારે ઇન્ટ્રોડકશન કરીને....” મે ફોન નજીક લઇને કહ્યું.
“આપને એને.....બધુ તને કેવાનું.....” ફોનમાંથી અવાજ આવ્યો.
“જાને.” મે કહ્યું. “હોશીયારી.”
વચ્ચે-વચ્ચે પીયા આવીને એવી રીતે રીક્વેસ્ટ કરે છે કે મને સમજાતું નથી કે મારે હવે શું કરવું જોઇએ. ભોળો ચહેરો બનાવવાની આવી એક્ટીંગ કોઇ છોકરી કરી શકે એ મને આજે સમજાયું.
“ઇટસ ઓકે લાવ ફોન આપ મે સાંભળી લીધુ.” પીયા એ અચાનક મારી પાસે ફોન માંગ્યો અને મારા ધબકારા વધવાના શરુ થઇ ગયા કે એ બેય કાંઇક ન બોલવાનુ બોલી નાખશે તો.
“હાઇ.....” પીયા એ મારી સાથે વાતો કરે એવા મીઠા અવાજ માં કહ્યું.
ફોન સ્પીકર પર છે એટલે મનેય બધુ સંભળાય છે. પીયાના ચહેરો જોવો મને એટલો ગમે છે ને કે એના બદલામાં હું કાંઇપણ કરવા તૈયાર છું. બસ મને એટલી ગમવા લાગી છે કે એનાથી વધારે મારે કાંઇ નથી જોઇતું.
એક હાથમાં ફોન પકડી રાખીને આંખ પર ઘડી-ઘડી આવી જતા વાળને એ કાનની પાછળ રાખીને સરખા કર્યાં કરે છે ત્યાં ફરી પાછી બીજી લટ એની આંખ પર આવી પડે છે. બીજા હાથમાં એનુ પર્સ અને ફોન પકડીને થોડી મારા તરફ જુકીને ઉભી છે. મારાથી એની અગવડતા જોવાતી નથી એટલે મે એના વાળની લટ હાથથી લઇને કાન પાછળ કરી આપી અને “હું પકડું ફોન.” કહીને એના હાથમાંથી ફોન લઇને મારા હાથમાં રાખ્યો. એના મુલાયમ વાળનો સ્પર્શ અને એ જે રીતે મારી સામે જોઇ રહી એ ચહેરો અને એ હાસ્ય હું ક્યારેય ભુલવાનો નથી. મનનું ધાર્યુ થાય તો હું અત્યારે જ એને પ્રપોઝ કરી દેત.
“પીયા.....રાઇટ....” રીયા એ એની મોજમાં આવી ને કહ્યું. પીયાએ મારી સામે આશ્ચર્યથી મોઢું ફેરવ્યું અને આંખ અને હોઠ બીડાવીને મને કહી દીધુ. “ડોઢડાયા.”
“એબ્સલ્યુટલી રાઇટ. બટ હાઉ ડુ યુ નો મી?” કહીને એને ફરી મારી સામે હોઠ બીડાવ્યાં.
“ખોટુ નહી કઉ બટ....પેલા પાગલ એ કહ્યું.” મારી ઇજ્જતની તો એને જરાય પડી નહોતી. ઉલટાની પીયાને પણ મારા વીશે આવુ સાંભળીને મજા આવે છે.
“ધેટસ ગ્રેટ. થોડો વધારે પડતો જ ઉત્સાહી છે. રાઇટ.” સામે પીયા એ પણ કહ્યું. “એન્ડ યોર નેમ ઇઝ રી......યા.....રીયા રાઇટ....”
“યેસ, રીયા એન્ડ પીયા, આપણી ફ્રેન્ડશીપ બઉ જામશે.” રીયા એ કહ્યું. “પણ ઓલો પાગલ હેરાન નથી કરતો ને વધારે.....કયાં ગયો એ.....એને બધાને હેરાન કરવાની થોડી ટેવ છે....”
“અરે ના ના એ બીચાડો કાંઇ હેરાન નથી કરતો. ઉલટાનો હું એને હેરાન કરું છુએ એ તો બઉ સ્વિટ છે ને એમાય મને તો ટી પાર્ટનર મળી ગયો.” પીયાએ મારી સામે હસીને કહ્યું. “આ રહ્યો જો.” મારો ગાલ ખેંચીને મારી મજાક ઉડાડતા કહ્યું. એની ટી પાર્ટનર વાળી વાતનો રીયા અને રાહુલ્યો આગળ જઇને શું અર્થ કરશે એ મને બરોબર રીતે ખબર છે. પણ પીયા કોઇસાથે પહેલી વાર વાત કરવામાં પણ અચકાતી નહોતી. એને કોઇનો ડર નથી. એ જાણે ખુલ્લા આકાશનું આઝાદ પક્ષી છે.
“ચલો એ તો બઉ....જ સારુ થયું. એને વધારે ચા પીતો અટકાવજેને ખાલી બાકી એ પાગલ વાતો-વાતોમાં કેટલી ગરકાવી જશે એ એને જ નહી ખબર હોય. ન માને ને તો છેલ્લે તારી તો એને જાપટ મારજે. એમ છતા ન માને ને તો તારી કસમ આપી દેજે એટલે એ સામેથી બંધ થઇ જશે.” રીયા એ વાત અટકાવી. “લે આ રાહુલને આપું.”
મને રીયા પર ગુસ્સો ય આવે છે અને સાબાસી આપવાનું મન ય થાય છે. એની કસમ વાળી વાત મને લાગી આવી. એને આ વાત કરીને મારુ કામ કરી આપ્યું.
“સ્યોર. ડોન્ટ વરી હું પીવા જ નહી દઉં એને વધારે ચા.” બોલીને મારી સામે ગુસ્સો કરીને જોયું.
પીયાએ મારી સામે જોઇને પુછયું. “હવે આ કોણ.”
“તારો આશીક, તારો અરીજીત સીંઘ જે કેવું હોય તે.” મે કહ્યું.
“હાઇ માઇ સેલ્ફ રા....રા...હુલ. આનંદયાનો જુનામાં જુનો....ભાઇબંધ.....” રાહુલ્યાનો ડર ફરી ચાલુ થયો જેવો રીયા વખતે થયો હતો એવો જ “કેમ છો.” એનાથી આગળ કાંઇ બોલી જ ન શક્યો.
“હાઇ રાહુલ.....આઇ એમ પીયા....” પીયા એ ધીમા અવાજ માં કહ્યું. “કેમ છો તમે....”
રાહુલ્યો પીગળી ગયો. “બસ મજામાં.....” કહીને ફોન રીયાને આપી દીધો.
“એની વીકેટ પડી ગઇ.” રીયાએ હસીને કહ્યું. “ચલો બાય......ઇન્જોય. ટેક કેર. ફોટોસ મોકલતા રહેજો હો ને. પીયા મજા આવી તારી સાથે વાત કરીને. આનંદ સાહેબ બઉ હેરાન ના કરતા હાં બીચાડીને હો.”
“હો.” મે હોઠ બીડાવીને કહ્યું. પીયા એ મને કોણી મારીને કહ્યું “ સરખી રીતે હા કે તો.”.
“હા. રીયા માતે....બાય....” મે તો પણ એવી જ રીતે કહ્યું.
“બાય રીયા.” કહીને પીયા એ મારી સામે જોયું. “મજા આવી તમારી સાથે વાત કરીને.”
“તમે નહી તું. આપણે મળીએ જલ્દીથી. બાય.” કહીને રીયા એ ફોન મુક્યો.
“કુલ વાળા ફ્રેન્ડઝ છે હો તારા.” મારા ખભ્ભા પર હાથ મુકીને પીયા એ કહ્યું અને પછી મારી સામે જોઇ રહી.
“એટલે હું કુલ નથી એમને.” મે કહ્યું. એ થોડીવાર કાંઇ ન બોલી પછી અચાનક “ના. તુ બોરીંગ.” બોલીને મને રેતીમાં ધક્કો મારીને મસ્તીના મુડમાં દોડીને નીકળી ગઇ.
“ધેટસ નોટ ફેર યાર પીયા....” મે હાથ પગ રેતીમાંથી બહાર કાઢીને કહ્યું. “એ ઉભી રે ક્યાં જાય છે.”
“એવરીથીંગ ઇઝ ફેર.” કહીને મારા ચારા પાડવા મને જીભ બતાવે છે.

મને એવું લાગતું કે હું જ નાનો હતો પણ આને જોઇને લાગે કે પાગલ મોટી જ નથી થઇ.
એ બસ એની મોજમાં પાણી બાજુ દોડતી જાય છે. એના સોલ્ડર સુધી લહેરાતા વાળ ઉડીને ઘડી-ઘડી એની આંખમાં આવી જાય છે અને વારે-વારે એ સરખા કર્યા કરે છે.
“પાગલ સાવ.” મારાથી કહેવાઇ ગયું. મારા ચહેરા પર એ ઘડીભર આવી જતુ સ્મિત અને નિર્દોષ હાસ્ય એ મને કાયમ માટે યાદ રહી જવાનું. “મને પકડીને દેખાડ પેલા.” કહેતા એ દોડયા જ જાય છે.
“મને ઘડી-ઘડી હાથ પકડીને બાળપણમાં લઇ જનારી આ છોકરી મને ગમવા લાગી છે.” મારુ મન આવા વીચારોથી છલકાય છે. મારે એને કહેવું છે પણ મન શરમાય છે.
એને મારાથી દુર તો નહી જ જવા દઉ નહીતર અમે બેય ખોવાઇ જવાના....
“ચેલેન્જ એમ. મને ચેલેન્જ.” મે કહ્યું.
“હા તને જ જા હવે શું કરીશ?” મારી સામે જોઇને દુર જઇ મારા આવવાની રાહ જોતા મારી મજાક કરીને એને કહ્યું.
હું બેઠો થઇને પાછળ દોડયો. સારો એવો દોડયા પછી મારા હાથમાં આવી ગઇ અને મે પાછળથી એને વળગીને પ્રેમથી પકડી રાખી. “ચોર પકડા ગયા આખીર.” એના કાન પાસે જઇને મે ધીમેકથી કહ્યું. એને ખબર નહી શું મજા આવે છે એ હસ્યા જ કરે છે. “હાથકળી ખોલ એટલે કઉ કોણ ચોર.” મારી આંખમાં જોતા એ બોલી. આ સેકન્ડે બેય એકબીજામાં સાવ જાણે ઓતપ્રોત થઇ ગયા.
“ક્યાંય જવા નહી દઉ તને હવે.” મે એને કમરથી પકડીને મારી તરફ ફેરવી.
“હું ક્યાંય નહી જાઉ બાબા. હવે તો મુકી દે મને.” એને બાળક જેવો ભોળો ચહેરો બનાવ્યો એટલે હું માની ગયો. “ગુડ ગર્લ બની જઇશ બસ.”
“તું સાચે બરોડા જઇને મને ભુલી નહી જા ને?” એનો સીધો સવાલ આ જ હતો. જેનો મારી પાસે કોઇ જવાબ જ નથી. લાખો અને હજારો વર્ષોથી અવિરત્ વહેતા ઝરણાં ના ધોધની વચ્ચે કાન દઇને મને ટહુકો સંભળાયો એવું મે માન્યું.
“આ લાઇફમાં તો ભુલી જા,સાથ છોડવાનો નથી તારો.” મે પણ એના કાનમા ધીમેકથી કહ્યું.
“હું ભુલવા દઇશ ત્યારે ને.” એને મને કાનમાં કહ્યું. બેયને હાશકારો થયો અને એકબીજાને જોઇતા જવાબો મળી ગયા.
“એન્ડી....આજનો શું પ્લાન.” મારી આંખમાં જોઇને એણે મને પુછયું. જેની હા માં હા અને ના મા ના હોય. સવાલ ઘણા બધા થાય પણ એના જવાબ ના હોય. આવો નિર્દોષ હસતો અને રમતો, રમતીયાળ પાતળો અમસ્તો તાંતણો જે નિશ્વાર્થ પ્રેમના નામે બધાના મોંહ પર સરી પડતો હોય એ કદાચ પ્રેમ કહેવાતો હોવો જોઇએ.
“તું પહેલા કે.” મારા મનમાં દરીયા અને કાંઠા સીવાય બીજું કાંઇ આવતું નથી એટલે મે એને જ પુછયું. શું આ મારી દોસ્તી આગળ વધવાની નીશાની છે.
“ના હું નો કઉ.” કહીને મારી સામે જોઇ રહી.
“કેમ પણ.” મે એને ખભ્ભેથી હચમચાવી.
“ના.”
“બસ. મે કહ્યું એટલે માની લેવાનું.” એણે મારો હાથ પકડીને કહ્યું.
“ઓકે ધેન. લેટમી થીંક.” જગ્યા મારા મનમાં નક્કી જ હતી તોય મે કહ્યું. “મારું એન્ગ્રી બર્ડ.”
“તો જા બોલાવતો જ નહી ક્યારેય મને.” કહીને મને કોણી મારી. “જા પેલી મંકી જેવી છોકરી ક્યારની તારી સામે જોવે છે એની સાથે જ જજે.”
“હા યાર કેવી ક્યુટ લાગે છે. હું જાવ એના નંબર લઇને આવું હો.” મે જાણી જોઇને કહ્યું. “થેન્કસ પીયું....બ્લેક પણ પહેર્યૃ છે.”
“સીરીયસલી, તને એ મંકી ગમે એમ....અને મને મુકીને તુ એની સાથે ફરવા જઇશ એમ.” એના ચહેરા પરમે આટલો અણગમો પહેલીવાર જોયો.
એ રીસાઇને મારાથી ઉંધી ફરીને ઉભી રહી ગઇ. “પીયા. પીયા. આવુ ન કરાય. ચલો-ચલો ગુસ્સો નહી કરવાનો. મને મારી લે ચલ. તને ખબરને તારા વગર મને મજા નહી આવે તો કેમ આવુ કરે છે. મજાક કરતો તો યાર. તારા જેટલું ક્યુટ કોઇ છે જ નહી અને તે પણ બ્લેક તો પહેર્યું છે.” મારાથી બોલાઇ ગયું.
“માનું જ નહી ને. તું છે જ એવો એટલે એવું જ કરીશ જા.” એને હોઠથી રીસ ચઢાવી.
“તો તને મનાવવા માટે મારે શું કરવું પડશે.” મે એને પકડીને મારી તરફ ફેરવી. “બીજી કોઇ ગર્લ્સને નંબર નહી આપે. ટ્રીપ પર કાયમ મારી સાથે જ જઇશ. મને ક્યારેય હેરાન નહી કરે અને પ્લેસ કાયમ તુ જ નક્કી કરીશ. ચલ પ્રોમીસ કર તો જ હું તારી સાથે આવીશ.” એને મારી ઉપર શરત મુકી.
હું ખાલી વીચારતો રહી ગયો કે “આટલું બધું.”
“હો.” મે કહ્યું.
“એમ નહી સરખાયે કે, ગુડબોયની જેમ.” મારી સામે ખોટી સ્માઇલ કરીને એને કહ્યું.
“પીયા, તું કઇશ એ બધી વાત માનીશ અને તને ક્યારેય હેરાન નહી કરું, ક્યારેય બીજી કોઇ ગર્લ્સ સાથે તને મુકીને નહી જાઉં. ગુડબોય બની જઇશ અને બધી પ્લેસ હું જ નક્કી કરીશ.” મે ઘુંટણ પર બેસીને કહ્યું.”હેપી ને. હવે તો હસી દે.”
પછી એ ખડખડાટ હસવા લાગી. “આવો જ ગુડબોય રેજે કાયમ હોને.” કહીને મારા ગાલ ખેંચ્યા.
“પ્લેસ?” એને વચ્ચે પુછયું.
“બીચ પર જ જઇએ.” મે તરત કહ્યું.
“ઓકે.” એને પ્રેમથી કહ્યું.
“ચલ ફ્રેસ થઇ જઇએ પછી જઇએ ઓકે?” મે પુછયું.
“ઓકે કેપ્ટન.” મને સલામ કરતા કહ્યું.
“ચલ હું છોડી જઉ તને તારા રુમ સુધી.” મે કહ્યું.
“હું ચાલી જઇશ ને.” એને મારી સામે મોંહ ફુલાવીને કહ્યું. “ના” મે કહ્યું.
“પણ કેમ?”
“બસ મે કીધું એટલે ચલ હવે નાટક નહી કર ખોટા.”
પછી અમે બેય એકબીજા સાથે લડતા-જઘડતા આગળ વધ્યાં.
***


“ઓય પાગલ હવે કેટલો ટાઇમ લાગશે તને?” અને દરવાજો ખખ્ડયો. “પીયા બસ બે જ મીનીટ યાર.”
“દસ કાઉન્ટ કરીશ....ખાલી દસ કાઉન્ટ કરીશ એટલીવારમાં જો તુ બહાર નથી આવ્યો ને તો જોઇ લેજે.....”ત્યાં દરવાજો ખુલ્યો અને એને ધક્કો લાગ્યો. એ પાછળની બાજુ તરફ નમી ગઇ અને મે એને કમરથી પકડી લીધી. અચાનક દેવાઆનંદ ની રોમેન્ટીક મુવી જેવો સીન થઇ ગયો. “તો શું કરીશ.” મે એના કાન પાસે આવીને કહ્યું.
“આમ ડોળા ન કાઢ નથી સારો લાગતો. દુર હટ મને જવા દે તો.” મને ધક્કો મારીને બ્લસ કરતા-કરતા શરમાઇ ગઇ અને બીજી બાજુ જોઇ ગઇ.
દરીયાકાંઠાની ગમ્મત જ કાંઇ એવી હોય. ક્યારેક નરમ તડકાને રાજ કરવા દે તો ક્યારેક તો ધોમધખતા તડકાને ય વાયરો વવડાવીને ભગાડી મુકી. આ તો કરમની લીલા છે. દરીયાદેવ રીજે એટલે રાજી અને ખીજે એટલે ધનોતપનોત કાઢી નાખે.
સવારનો કુમળો તડકો ફેરવાઇને ગરમીનું સ્વરુપ ધારણ કરશે કે કેમ એ તો દરીયાદેવને જ ખબર. હાલ જોતા તો તડકામાં છાયો અને ક્યાંક છાયામાં તડકો વધઘટ થાય છે. દુર નજર માંડતા દેખાય ત્યાં સુધી દરીયાદેવ મોજા સાથે રમે છે. બીચ ઉપર રખડપટી કરવાવાળા ઢબુક-ઢબુક કરતા મહેરામણ હવે નજરે પડતા જણાય છે. ક્યાંક દુર-દુરથી ઘડીક ઇડલી સંભાર જેવી સુગંધ ઘડીક આવે છે અને ઘડીકમાં ખોવાઇ જાય છે. ઠંડા લહેરાતા વાયરામાં ઉભા રહેવાની મોજ કેવી હોય એ તો ત્યાં હોય એ જાણે.
“સહહહ....” એને મારા હોઠ પર આંગળી રાખી. “ચલો જઇએ.” એને મારી તરફ હાથ આગળ કર્યો. “ચલો” મારો હાથ પ્રેમથી એને ખેંચ્યો. અને હું શાંત થઇ ગયો.
પીયા મને કાયમ આ દરીયા જેવી જ લાગે.
વીચારવાની રાહ જોયા વગર મે પણ એના હાથ પર હાથ રાખ્યો. “કોઇ જોઇ જશે તો યાર.” મારાથી જરુર વગર બોલાઇ ગયું.
“તો શું?” મારા મનની વાત જાણી લેવા છતા અજાણ્યાં થઇને મને સારુ ફીલ કરાવવા માટે એને મને કહ્યું. આવુ હોય પણ શકે અને ન પણ કદાચ તો મારા મનનો ખાલી વહેમ જ હોય.
“આટલો બધો બીવે છે શું બાબા. બોયફ્રેન્ડ એની ગર્લફ્રેન્ડ સાથે ટાઇમ સ્પેન્ડ કરે એમાં ખોટુ શું છે....એ કહીશ મને.” એને મારો હાથ પકડી લીધો. “ આવું બધુ વીચારવાની મે તને ના પાડી છેને તો શું કરવા વીચારે છે. દુનીયા જલતી હે તો જલને દે....એનાથી કાંઇ ફરક નહી પડતો.”
“પણ....” બોલીને હું અટકી ગયો.
“પણ, બણ કાંઇ નહી. ચલ સ્માઇલ કરી દે એકવાર.” મારો કોર્લર પકડીને એને કહ્યું. એની સેકન્ડો મારા માટે કીંમતી બનતી જાય છે. દર એક ઘડીએ એ મારી સાથે વધારે ને વધારે હળતી-મળતી જાય છે. મને એના વગર ચાલતું નથી અને એને મારા વગર. મને એની ટેવ પડી ગઇ છે.

“જો એની સાથેની બધી મોમેન્ટસ આટલી ક્યુટ હોય તો મારે એની સાથે આખી લાઇફ વીતાવવી છે.” હું મનમાં એમનમ બોલ્યાં કરુ છું પણ શું એ ખબર નથી.

“મારો બી.એફ. છે ને?” એને માર હોઠ પર મને બોલવા ન દેવા માટે આંગળી રાખી ને કહ્યું અને મારી પાસે “હા” એમ બોલાવ્યું.
“તો ડરવાનું શું કરવા?” આ સેકન્ડે મને લાગ્યું એ બસ મારી અને મારી જ છે.
“થેન્કસ. પીયું....” મે કહ્યું. ત્યાં એને મારા હોઠ પર આંગળી રાખીને મને ચુપ કર્યો “કાંઇ નથી બોલવું આપડે.” અને હું સમજી ગયો.
“પણ આપણે કયાં જઇએ છીએ?” પીયાએ સહજતાથી પુછયું.
“જે જગ્યાં જોઇને મારી પીયા હેપી...હેપી...થઇ જશે.” મે કહ્યું.
“ક્યાં?” એને મારો હાથ ખેંચીને કહ્યું.
રોડ પર ચાલવાને બદલે સાંજથી ઠંડી રેતીમાં ચાલવાની વધારે મજા પડે છે. મારે બસ લાઇફ ટાઇમ આવી જ રીતે એની સાથે ચાલવું છે. દરીયાકાંઠે બેય એકબીજાનો હાથ પકડીને ચાલ્યા જ કરીએ. “આઇ વીસ કે આપડી આ ટ્રીપ ક્યારેય પુરી જ ન થાય.” મારા કહેવા પહેલા તો એને કહી નાખ્યું. મને લાગ્યું મારા દીલનો અવાજ એને સંભળાયો. અને મારી સામે એવી વીશ્મયતાથી જોઇ રહી કે એને મારા જ જવાબની રાહ હતી. મારે કાંઇ બોલવુ હતુ પણ કાંઇ જ ન બોલી શક્યો. “કાંઇ તો બોલ યાર, પ્લીઝ.” ધીમેથી કોણી મારીને એને મને ચાલતા અટકાવ્યો. “તું કે નહીતર નહી જવા દઉં અને તને બોલાવીશ ય નહી જા.”
“હો.” મારાથી બોલાઇ ગયું. “બોવ જીદ્દી થઇ ગઇ હો પીયું....”
“તુ જીદ્દી.” એને સામું વ્યંગમાં કહ્યું.
“તુ ડબલ.” મે કહ્યું.
“તુ ડબલ નો ય ડબલ.” કહીને મારી સામે જીભ કાઢી.
“હો.” મે કહ્યું. “જઇએ. પીયું....”
“પીયા....” મારી સામે પ્રેમથી એને હોઠ બીડાવ્યાં.
“પીયુ....” મે કહ્યું
“ઇટસ પીયા....” એને ફરી કહ્યું.
વહેલી સવાર કરતા ગરમી વધતી જાય છે પણ ઠંડા રેતાળ પટ પર ચાલવાની મજા આવે છે. પીયાને કાંઇક મનમાં આવે એટલે વચ્ચે અટકચાળાં કર્યા રાખે છે. બુટ ભીના ન થાય એટલે અમે પાણીથી દુર ચાલતા હતા. પણ વાતો કરતા-કરતા ક્યારે પાણીમાં આવી ગયા ખબર ન પડી. શીતળ દરીયાને પીયાને કાંઇક સુજ્યુ તો ઘડીભર ઉભી રહી ગઇ અને બુટ કાઢીને હાથમાં લઇ ચાલવા લાગી. થોડીવાર જીદ્દ કરીને મારા પણ બુટ એને કઢાવ્યાં. પણ ઠંડા પાણીમાં ચાલવાની મજા અલગ છે. ગમતા વ્યક્તિનો સાથ અને જગ્યાના પ્રભાવે મારા મન પર જાદુ કરીને રાખ્યાં છે. પહેલા દીવસે ચોમાસા જેવું લાગ્યું પણ હવે તો વાતાવરણ જોઇને કાંઇ જ ખબર નથી પડતી.
મને વળતી વેળા એ જ વીચાર આવે છે કે જ્યારે આર.જે. વાળી વાતની પીયાને ખબર પડશે તો એ કેટલી હર્ટ થશે. અત્યારે એને રાજી રાખવા માટે હું જે કરી રહ્યો છું એ એની સાથે ચીટ કર્યા બરોબર નથી? મને આવા વીચારો આવે અને મારે કાયમ વીચારવાનું બંધ કરી દેવું પડે છે.
“ના પાડી ને મે ઓવરથીંકીંગની તને.” અચાનક એને કેમ ખબર પડી ગઇ એ મને ખબર નથી પણ હું ફરીથી જાગી ગયો.
“ઓકે પીયું.” મારાથી બોલાઇ ગયું.
“પી....યા.... સીમ્પલ.” એને હસીને મારો કાન ખેંચ્યો. “મારો ક્યુટી પાઇ.”
“એમ.” મે કહ્યું.
“હો.” વાળ સરખા કરતા એને મારી સામે જોયું. “ક્યાં લઇ જાય છે હવે એ કઇશ મને.”
“પેલા આ તારી આ ઝુલ્ફોની લટ સવારી લે....” આટલું બોલીને હું અટકી ગયો “હું કરી આપું.”
“યેસ.” કહીને એ શરમાઇ ગઇ.
“તારી આ લટ ઘડી-ઘડી આંખ પર આવી જાયને ત્યારે તું બઉ ક્યુટ લાગે....” બોલીને હું અટક્યો. “એટલી ક્યુટ કે તારા જેટલું ક્યુટ આ દુનીયામાં કોઇ છે જ નહી....”
“ના હવે એવું કાંઇ ન હોય.” એ શરમાઇને તરત નીચે જોઇ ગઇ.
“પીયુ....સાચું કઉ છુ....તારી આગળ ખોટું નઇ બોલતો હું ક્યારેય....” મે એના વાળ કાન પાછળ રાખીને સરખા કર્યા.
“આઇ. કે.” બોલીને થોડીવાર મારી આંખમાં જોઇ રહી. “આ કોમ્પલીમેન્ટ હોય તો પીયું....ને બઉઉ...જ ગમ્યું.”
“ક્યુટી.” કહીને મે એના ગાલ ખેંચ્યા અને ફરી આગળ ચાલવાનું શરુ કર્યુ.
“હવે તો કે ક્યાં લઇ જાય છે.”
“સર્પરાઇઝ.” મે કહ્યું.
જે જગ્યા એ જવાનુ છે એ થોડી દુર છે. મે પીયાને કહ્યું કે થાકી જઇશ તોય એને મારી સાથે ચાલીને જ ત્યાં જવું છે. થોડા આગળ પહોંચ્યાં ત્યાં એક મસ્ત કોફી શોપ જેવી જગ્યા દેખાઇ. દોડીને અમે ત્યાં પહોંચ્યા અને વગર વીચાર્યે ત્યાં જ રોકાઇ ગયા.
“મસ્ત જગ્યા છે નહી.”
“હા યાર.” મે કહ્યું.
“તે આજે નાસ્તો કર્યો સવારથી કાંઇ?” મે પુછયું.
“ના.”
“કેમ. પાગલ.?”
“મુડ નહોતો યાર.”
“કેમ?” મે કહ્યું.
“ખબર નહી.” એનો એજ જવાબ મને ફરી મળ્યો.
“કાંઇ ઓર્ડર કરીએ. ચલ.”
“મને નથી કરવો નાસ્તો તું કરી લે.” પીયા એ મારી સામે જોયું.
“કેમ.” મે સહજતાથી પુછયું.
“બસ. એમજ. મુડ નથી.” એને ફરી કહ્યું.
“એમ કેમ મુડ નથી.?” મે પુછયુ.
“ના.”
“મારી પાસ એક સર્પરાઇઝ છે. તુ આવો ફેસ રાખીશ તો નહી બતાવું.” હું કેવી વાતો કરવા લાગ્યો આજકાલ. કાયમ એવું કહેતો કે મને કોઇને મનાવતા આવડે નહી ને આજે કેટલી સરળતાથી પીયાને મનાવી રહ્યો છું. “શું?” એને નીર્દોષ બાળકની જેમ પુછયુ. એની સહજતા બાળક જેવી છે કોઇને પણ ગમી જાય. કોઇને પણ એમ થાય કે જોયા જ કરીએ.
“પહેલા સ્માઇલ કરી દે.” મે શરત મુકી.
“ના પહેલા તું કે.” એને સામી શરત મુકી.
“નો.” મે એનો મારો હાથ પ્રેમથી એના હાથ પર મુક્યો. “કેટલી ક્યુટ લાગે સ્માઇલ કરે ત્યારે. પ્લીઝ.”
મારી વાત ટાળવાનું એને ગમતું નથી. એના ગુલાબી ચહેરાની રેખાઓ બદલાયી અને હોઠ પર ફરી હાસ્ય જરવા લાગ્યું. “મારુ સર્પરાઇઝ આપ.” એને હકથી કહ્યું. “નાસ્તો કરીશ ને? પેલા હા કહી દે.” મે કહ્યું.
“પણ મને આવું કાંઇ બહારનું નથી ખાવું.” નાનું બાળક રીસ ચઢાવે એમ એને હોઠ બીડાવ્યા. “મારે ઘરનું બનાવેલું કાંઇક ખાવુ છે. એ ક્યાંથી મળે હવે.”
“બસ આટલી જ વાત.” મે એની હાથ પર મારો બીજો હાથ મુક્યો. “મારી પીયુ... ને જોઇ એ ન મળે તો આનંદ શું કામનો?” હું એને “પીયુ...” કહીને બોલાવું એ હવે તો એને પણ ગમવા લાગ્યું છે.
આંખ બંધ કરીને ત્રણ ગણ. “ઓકે....એક....બે....ત્રણ....”
મે મારુ બેગ ખોલીને એક ડબ્બો એના હાથ પર મુક્યો. એને ડબ્બો ખોલ્યો અને એમાં થેપલા હતા. “ઓય....આ ક્યાંથી લાવ્યો.” એ રાજી થઇને સીધી કુદી પડી અને મારા ગળે આવીને મળી. “થેન્કસ યાર. યુ આર ધી બેસ્ટ આનંદ એવર.”
વળતી ઘડીએ મને આર.જે. આનંદનો વીચાર આવ્યો અને ચાલ્યો ગયો.
“થેંન્કસ રીયાને કહેજે.” મે પણ એની સાથે ગળે વળગતા કહ્યું.
“ઓકે સેન્ટીમાસ્ટર....” એને પ્રેમથી મારુ નાક ખેંચ્યું. “ચા હું મંગાવીશ ઓકે.”
“ઓકે....” મે એના વાળ સરખા કરીને કહ્યું.
મે રીયાનો મેસેજ જોયો અને પીયા અમારા બેય માટે ચા લેવા ગઇ.

ક્રમશ: