Radhavtaar - 20 in Gujarati Book Reviews by Khyati Thanki નિશબ્દા books and stories PDF | રાધાવતાર.... - 20

Featured Books
  • आखेट महल - 19

    उन्नीस   यह सूचना मिलते ही सारे शहर में हर्ष की लहर दौड़...

  • अपराध ही अपराध - भाग 22

    अध्याय 22   “क्या बोल रहे हैं?” “जिसक...

  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

Categories
Share

રાધાવતાર.... - 20

શ્રી રાધાવતાર.,.
લેખક: શ્રી ભોગીભાઈ શાહ

પ્રકરણ-20: શ્રીકૃષ્ણની આખરી ધર્મ સભા..,...

દરેક પ્રકરણની પૂર્વભૂમિકા, મધ્યસ્થ કથાવસ્તુ અને અંતે પ્રકરણ સાર......રાધાવતારને વિશિષ્ટતા બક્ષે છે.
રાધાઅવતાર નું વીસ મું પ્રકરણ આધ્યાત્મિક નવલકથા તરીકે રાધાઅવતાર ને ઉચ્ચકક્ષાએ સ્થાન અપાવે છે. જે માંગલિક પ્રસંગ ના ઉલ્લેખ થી નવલકથાની શરૂઆત થઈ છે, તે નવગ્રહ શાંતિ યજ્ઞ ને એક જ પ્રકરણમાં સમાવી લીધા છતાં આ જ પ્રકરણ સૌથી વધારે કૃષ્ણ અવતાર અને રાધા અવતાર ને સ્પષ્ટ કરે છે.

નવગ્રહ યજ્ઞનું શબ્દદેહે આલેખન લેખક દાદ માગી લે છે. બેઠક વ્યવસ્થા થી માંડી કલાત્મક સમીયાણા, યજ્ઞશાળા અને રંગમંડપ નું વર્ણન અદભુત છે. સમગ્ર પ્રસંગ ને બે વિભાગમાં વહેંચવામાં આવ્યો હતો. દરરોજ સૂર્યોદયથી મધ્યાહન સુધી દરરોજ એક ગ્રહની યજ્ઞાસુતી અને મધ્યાહન પછી રંગમંડપની રંગભૂમિ પર ભક્તિ સંમેલન નું આયોજન. આ ભક્તિ સંમેલનમાં રંગમંડપ ના સંચાલનમાં યુવરાજ પ્રદ્યુમન અને કલા મંડપ માં તેના પુત્ર અનિરુદ્ધ, આમ બધી જ પેઢીઓ એકસાથે ધર્મિષ્ઠ કામમાં જોડાયેલી છે. આ બધાની સાથે એક ગોપિત પરંતુ વિશિષ્ટ કાર્યક્રમ પણ આવવાનો હતો આખરી ધર્મ સભા જેને નીરખવા ખુદ દેવો પણ ઉત્કંઠિત હતા.

સંધ્યાકાળે શ્રીકૃષ્ણ નારદજી સાથે સાગર વિહાર માટે જાય છે જ્યાં એકાંત ધ્યાનની સાગર શીલા પર બેસી પરમ સુખ અનુભવે છે.એવું સ્થાન છે જ્યાં શ્રીકૃષ્ણ ઘણી વખત સઘળી ચિંતાઓ, વેદનાઓ ,અજંપો લઇને આવે છે અને પરમ સંતોષ અને આનંદ લઈને પાછા વળે છે. નારદજી સમક્ષ પ્રાકૃતિક ભૂરચના પરિપ્રેક્ષ્યમાં શ્રી કૃષ્ણ આધિભૌવિક અને આધિ દૈહિક સત્ય ઘટના વર્ણવે છે.

" શ્રી રાધાજી યમુના કિનારે પોતાના ચરણ યમુના જળમાં બોળી ને બિરાજમાન છે એમના સમગ્ર મનોભાવ એકત્રિત થઈને એમના ચરણ કમળ દ્વારા યમુના જળમાં સંક્રમિત થાય છે અને જળના માધ્યમ દ્વારા પરિવહિત થતા શ્રી રાધા ના મનોભાવ એમની હ્રદય ઈચ્છા, એમનો સંદેશ વિદ્યુત વેગે ગતિમાન થઇ ને કૃષ્ણ સુધી પહોંચે છે. બંને દૂર હોવા છતાં અભૂતપૂર્વ આપ-લેનો આનંદ માણે છે."

🍂દૂરના સુર
સાંભળે શ્રી કેશવ
આનંદે રાધા 🍂

આ ભાવ સમાધિમાં શ્રીકૃષ્ણ નારદજી પાસે પોતાના અતિ સુંદર બાળ સ્વરૂપ ને અંતના યોગેશ્વર સ્વરૂપને યાદગાર બનાવવા નું વચન લે છે. આ સમયને યોગ્ય સમજી શ્રી નારદજી શ્રી સત્યા રાણી દ્વારા તૈયાર થયેલા ચિત્ર પરથી શિલ્પ કંડારવાની અનુમતિ શ્રીકૃષ્ણ પાસેથી લે છે.તો શ્રી કૃષ્ણ અનુમતિ આપી તે ચિત્ર છેલ્લે વ્રજમાં મોકલવાનું કહે છે જેથી ભવિષ્યમાં સુંદર શિલ્પ વ્રજમાં તૈયાર થઈ શકે.

અને પ્રકરણના અંતે આખરી ધર્મ સભા....... સિદ્ધ યોગી મહારાજ શ્રી દ્વારા અભિવ્યક્ત કરેલું રહસ્ય સૌના હૃદયને સ્પર્શી ગયું વસુદેવ જ્યારે કૃષ્ણને ગોકુળમાં મૂકી ગયા ત્યારથી.શ્રીકૃષ્ણ વ્રજભૂમિમાં અગિયાર વર્ષ અને બાવન દિવસ રહ્યા ત્યાં સુધી કૃષ્ણમાં અક્ષરાતીત પરમાત્મા નો આત્મા અને અક્ષર બ્રહ્મનો આત્મા એમ ત્રણ આત્માના દિવ્ય પ્રભાવ માં હતા શ્રીકૃષ્ણ. બાવન મી રાત્રિએ વૃંદાવનમાં રાસલીલા ખેલ્યા બાદ અક્ષરાતીત પરમાત્માનો આત્મા અક્ષરાતીત માં જતો રહ્યો અને અક્ષર બ્રહ્મનો આત્મા અક્ષરબ્રહ્મ જતો રહ્યો.ત્યાર પછીના સાત દિવસ ફક્ત ગોલોકેશ્વર નો આત્મા જ ત્યાં વસ્યો. મથુરા ગયા પછી ગોલોકી કૃષ્ણ તથા શ્રી વિષ્ણુ એમ બે આત્મા પ્રવિષ્ટ થયા. ચોથા દિવસે મથુરામાં યમુના સ્નાન કરતી વખતે શ્રી કૃષ્ણે પોતાનો ગોપવેશ ઉતારી નાખ્યો અને આ વસ્ત્રોમાં પોતાનો ગોલોકિ કૃષ્ણ આત્મા પણ મૂકી દીધો.તે દિવસથી માંડીને આજદિન સુધી શ્રીકૃષ્ણના માનવદેહમાં કેવળ ભગવાન વિષ્ણુનો જ આત્મા વિદ્યા માન છે.જે તેમના દેહોત્સર્ગ બાદ વૈકુંઠમાં ચાલ્યો જશે.હવે આ બાજુ પોતાના ગોપવસ્ત્રો સાથે આત્મા પણ વ્રજમાં મોકલી આપ્યો જેથી વ્રજવાસીઓને તેમના નંદકુંવર મળી ગયા.

આવી રસ ભીની કથામાં પ્રકરણ ક્યાં પૂરું થઈ જાય છે ખબર જ નથી પડતી.... રાધે રાધે......