શ્રી રાધાવતાર....
લેખક :શ્રી ભોગીભાઈ શાહ
પ્રકરણ 19 :શ્રી રાધા કૃપાર્થે ગોપીભાવ અનિવાર્ય....
વિવિધ વિષયોથી શોભતું કૃતિનું વિષયવસ્તુ.,....
દરેક નવું પ્રકરણ નવો વિષય ,વિચાર દ્રષ્ટિ, નવો ભાવ નવા નવા પાત્રો દ્વારા પીરસે છે આમ છતાં સમગ્ર કેન્દ્રમાં તો રહે છે ફક્ત રાધા રાણી.....
ઉદ્ધવજીની લાક્ષણિક વકૃત્વ શૈલીથી આનંદ મગ્ન બનેલા રુકમણીજી કૃષ્ણ ભવન પર પહોંચ્યા ત્યાં શ્યામસુંદર હજુ વધારે આનંદ આપવા પાર્થ સાથે રુકમણી ની રાહ જોઈ રહ્યા હતા. રુકમણીજીને થયેલા આનંદનું કારણ સમજાવતાં શ્રી કૃષ્ણ લીલા કથાને મહત્વનો વિષય ગણાવે છે.
દિવ્ય અવતાર કથાની વાત જ એવી છે કે સ્વયં શંભુ ઉમા પણ વારંવાર વ્રજભૂમિના દર્શન કરવા જાય છે. અને આમ વાત કરતાં કરતાં શ્રી કૃષ્ણ રુકમણી જી સમક્ષ એક નવી વાત મૂકે છે કે કોઈપણ દેવ, યક્ષ, કિન્નર યા માનવ પુરુષ સ્વરૂપે વ્રજમાં જઈ શકતા નથી. પાર્થ પણ તેમાં હકાર ભણે છે તેથી રુકમણી જી શંકામાં ડૂબી જાય છે.
શ્રીકૃષ્ણ તેનું રહસ્ય જણાવતા કહે છે કે નારદ અને ઉદ્ધવજી મારી ગેરહાજરીમાં ગયા તેથી તેઓએ ગોપીભાવ હૃદયસ્થ રાખવો ફરજિયાત હતો. અને હવે મૂળ વાત પર આવીએ ગોપીભાવના મહત્વને સમજાવે છે. સાથે સાથે બલરામની વાત કરે છે અને તેનામાં રહેલા પુરુષ તરીકેના અહંકારને કારણે તે રાધાજી ને મળી ન શક્યા તે વાત રૂક્ષ્મણીજી ને કહે છે.
આ વાતો સાંભળી રુકમણી જી ગોપીભાવ વિશે વધારે જાણવા જિજ્ઞાસુ બને છે અને પ્રશ્ન પૂછે છે તેના જવાબમાં શ્રી કૃષ્ણ શંકર અને ઉમાની વાત કરી ગોપીભાવ ને સમજાવે છે. શરદ પૂર્ણિમાએ શ્રી કૃષ્ણ રાધાને મહાદેવ બ્રાહ્મણ રૂપે મળ્યા તે ઘટના વર્ણવે છે. અને મહાદેવે પૂછેલા પ્રશ્નના જવાબમાં શ્રી કૃષ્ણએ ગોપીભાવ નું મહત્વ સમજાવ્યું છે, ત્યારે લેખકે કૃષ્ણના પાત્ર દ્વારા ગોપીભાવ ને ખૂબ જ સુંદર રીતે વ્યાખ્યાયિત કર્યો છે.
"ગોપીભાવ એટલે પ્રેમ રસ, પ્રેમલીલા અને પ્રેમ સમાધિનું પ્રેમ શાસ્ત્ર"
ત્યારબાદ દેવર્ષિ નારદ કેવી રીતે નારદિ માં પૂર્ણ થયા તે ઘટના વર્ણવી સાથે-સાથે વૃંદાવન ને પોતાના શરીર સાથે સરખાવી ,યમુનાજીને શુદ્ધ દેહની સુષુમ્ણા નાડી ગણાવે છે અને વ્રજધામ ની પવિત્રતાને વર્ણવે છે.
આ પ્રેમ રસ ભરી વાતચીતની વચ્ચે શ્રી કૃષ્ણ રુકમણી જી ને એક વાત કહે છે કે આ તેમના અવતારકાર્ય નો છેલ્લો મોકો છે જ્યારે રુકમણી છે સાથે આટલી શાંતી અને પ્રસન્નતાથી વાત કરે છે આમ કહી અને પોતાના ભાવિમાં દેખાતા અંધારાનો સંકેત આપી દે છે. અને આગળનો દોર અર્જુનને સોંપે છે.
શ્રી અર્જુન યુદ્ધ પશ્ચાતના પોતાના અનુભવો વર્ણવે છે એક વખત ફરતાં ફરતાં યમુનાજી ના કાંઠે આવે ત્યારે ભાવવિભોર કૃષ્ણ પોતાની બાળલીલાઓ ની વાત કરે છે. મને બાળ સ્વરૂપે પાર્થ ને પોતાના દર્શન કરાવે છે શ્રી અર્જુન તેનાથી એટલા પ્રભાવિત થઈ જાય છે કે ગોપીભાવ ની પ્રાપ્તિ ની ઈચ્છા કરે છે.શ્રીકૃષ્ણ તેને કુંડમાં સ્નાન કરી ને પરબાલાવિધ્યા સમજાવે છે અને ત્યારબાદ મલય નિરઝર નામના સરોવરમાં સ્નાન કરવાથી સુંદર ગોપીના રૂપમાં ફેરવાઈ છે.અને એ સ્વરૂપે પોતાની મનોકામના પૂર્ણ થઇ એમ જણાવી પોતાના સ્વસ્થાને જાય છે.
અને અંતે શ્રી કૃષ્ણ રુકમણી જીને છેલ્લી અને મહત્વની વાત સમજાવે છે.....
ગોપીભાવ એટલે ભક્તિ ની ચરમસીમા.....
પ્રેમલક્ષણા ભક્તિનું સાતમું સોપાન..,..
ગોપીભાવ ના લક્ષણો વર્ણવી મજાકના સૂરમાં રુકમણી જીને નિદ્રાધીન થવા કહે છે.
🍂 સાતમો ભાવ
ગોપીભાવ હૃદયે
ઓગળે આત્મા 🍂
અને લેખક શ્રી કૃષ્ણ ના પાત્ર દ્વારા ખૂબ જ સુંદર રીતે વાચકોને ગોપી ભાવમાં તરતા કરે છે અને આ વાંચી નિર્ગુણ નિર્મોહી કૃષ્ણને પામવા ગોપી ભાવની શ્રદ્ધા હૃદયમાં જાગૃત થાય છે.