For the first time in life - 22 in Gujarati Love Stories by Nidhi Parmar books and stories PDF | For the first time in life - 22

Featured Books
Categories
Share

For the first time in life - 22

સમય પાણીની જેમ વહી રહ્યો છે અને એના પ્રવાહમાં અભિનવ ની યાદો વહી રહી છે. ખબર નહિ આ પ્રવાહ ક્યારે રોકાશે.બસ હું કોઈ કિનારાની રાહ જોઈ રહી છું...
કિનારાની શોધ માં હું અંદર ને અંદર કોઈ વામણ માં ફસાઈ રહી છું.જેટલી બહાર નીકળવાની કોશિશ કરું છું એટલી જ આમાં ફસાતી જાવ છું. હવે કોઈ આશા નજર નથી દેખાતી.બસ જ્યાં જોઈએ ત્યાં બસ પાણી જ પાણી છે અને કીનારો ક્યાંય જ નથી.

આ બધા માંથી બહાર નીકળવા કોઈના સહારા ની જરૂર છે પણ કોઈનો સહારો મળે એવો ક્યાંય નજર નથી આવતો.આમ ને આમ ૬ મહિના નીકળી ગયા. પણ બધું એવું ને એવું જ હતું.આદિ થોડી પણ બદલાઈ ન હતી. અને પેલા પ્રોફેસર પણ દરરોજ મને કઈ ને કઈ વાત માં બોલતા જ હતા. હું કોઈ મસ્તી કરું કે કોઈ ના જોડે વાત કરું તો એ મને બોલતા હતા.ખબર ન હતી પડતી કે એ કેમ મારા જોડે આમ કરતા હશે.પણ આ બધું હું દિલ પર લેતી જ ન હતી કારણ કે અભિનવ ના ગયા પછી મારા જોડે દિલ નામની વસ્તુ રહી જ ન હતી.
એક દિવસ હું કૉલેજ માં જઈ રહી હતી ત્યાં એક ગ્રુપના લોકો વાતો કરતા હતા કે નવા પ્રોફેસર એ અભિનવ ની ફેમિલી ના છે. આ સાંભળી હું સ્તંભ થઈ ગઈ કારણ કે જ્યારે પણ મારી સામે અભિનવ નું નામ આવતું એ વખતે મારો શ્વાસ રોકાઈ જતો હતો.પણ આ વાત નું કઈ તથ્ય તો હતું જ કારણે કે જ્યારે હું ખુશ થતી ત્યારે એ મને ટોકતા હતા. હવે મારે એમને મળવું હતું એટલે મે એમના ઘર નું સરનામું શોધી નીકાડ્યું . બસ હવે કૉલેજ પૂરી કરી ને એમના ઘરે સાંજે જઈશ..જેમ જેમ કૉલેજ નો છૂટવા નો સમય થતો હતો એમ એમ મારા ધબકારા વધતા જતા હતા . કારણ કે આજે મને કારણ જાણવા મળવાનું હતું કે અભિનવ મને કેમ છોડી ને જતો રહ્યો છે.
કૉલેજ પૂરી કરી ને હું સર ના ઘરે ગઈ. મેં ઘર ની બેલ વગાડી એટલા માં એમની પત્ની એ દરવાજો ખોલ્યો . અને પૂછવા લાગ્યા કોણ છો...? એમનો અવાજ થોડો ખારાશ વાળો હતો. એમને ચશ્મા પહેર્યા અને થોડી વાર મારી સામે જોઈ રહ્યા. હું કઈ બોલું એના પેલા કીધું અંદર આવ બેટા. હું અંદર ગઈ એટલે એમને મને કીધું કે તારું નામ ધ્યાની છે ને...? મે કીધું હા પણ તમને ક્યાંથી ખબર. એમને કીધું તું બેસ હું પાણી લઈ આવું.મે એમને ના પાડી એટલી વાર માં સર એમના રૂમ માંથી બાર આવ્યા. એમને કીધું કે બેટા તું અહીંયા ક્યાંથી....? કોઈ પણ કઈ બોલે એના પેલા મે મારા બે હાથ જોડયા અને કીધું...
Please where is Abhinav
Last 6 months I am find everywhere but where is he...
Please God shake tell me where is Abhinav.
મારે એને પૂછવું છે કે એ કેમ મને મૂકી ને જતો રહ્યો. બસ મારે જવાબ જ જોઈ છે . એના જવાબ વગર હું મારી જિંદગીમાં આગળ નથી વધી શકતી. હું આગળ વધવા જાવ છું એટલે એક જ વાત માં હું અટકી પડું છું કે એ કેમ મને છોડી ને જતો રહ્યો.મારી આંખમાંથી આશુ એક ધારે વહી રહ્યા હતા. હું આ રીત થી બોલતી હતી એટલે પેલા સર ના પત્ની પણ એક ધ્રુસકે રડવા લાગ્યા એ કઈ બોલે એના પેલા સર એ ના પાડી દીધી એમને કે કઈ ના બોલતી..અને મને કહ્યું બધું જાણી જોઈને કેમ આજે તને અભિનવ ની યાદ આવી. જ્યારે તને બોલાવી એ સમયે તું આવી નહી અને આજે કેમ આવી છે તું....?બસ પાછો એક નવા વળાંક એ આવી ને પોહચી મારી જિંદગી.....