રાષ્ટ્રપતિ ભવનના મિટિંગ ખંડમાં, ઉત્તરપ્રદેશમાં સત્તા વિરુદ્ધ જે વિદ્રોહ થયો હતો તેની ચર્ચા ચાલી રહી હતી. સર્વસત્તા પોતાના હાથમાં રાખતા સત્તાધીશો માટે નાનો વિરુદ્ધ પણ આવનાર ભવિષ્યમાં જાનલેવા સાબિત થતો હોય છે. એ વાતથી દેશનો વડો સુંદર વાકેફ હતો. છેલ્લા પાંચ વર્ષમાં દેશમાં નામ પૂરતી જ અમુક વિદેશી કંપની રહી હતી. ઘણી કંપનીને બૉમ્બ ફેંકી નેસ્તનાબૂદ કરી નાખવામાં આવી હતી. ઉત્તરપ્રદેશના મેરઠમાં જનરલ મોટર નામની કંપની લગડધગડ ચાલી રહી હતી. એમને પણ હવે ભય હતો કે ક્યારે એમની પર બૉમ્બ ફેંકવામાં આવે કે પછી પુરી કંપની સરકાર હસ્તક કરી અમેરિકાને લાત મારવામાં આવે એ ખબર ન હતી.
સુંદરના રાજમાં ભણેલો હોઈ કે અભણ હોઈ તમામ ને સમાન કામ કરવાનો આદેશ જારી થયેલો અને તેના વિરોધમાં મેરઠના યુવાનો એ સતત વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી આંદોલન કરવાનો પ્રયત્ન કર્યો, યુવાનો એકઠા પણ થયા, જેવી માર્ચ કાઢવામાં આવી તરત ત્યાંની સેનાએ ઉપર લેવલ પર જાણ કરી અને આદેશ આવ્યો કે લાઠીચાર્જ કરો અને જો ટોળા ન વિખેરાઈ તો ગોળીઓ છોડી તમામ વિરોધીને મોતને ઘાટ ઉતારી આંદોલન કચળી નાખો અને પુરા દેશમાં એક સંદેશ જાય કે સત્તા સામે બાયો ચડાવવાનું પરિણામ શુ આવે છે એ દેશવાસી જોઈ લેજો...
ઉત્તરપ્રદેશમાં થયેલો વિરોધ જોતા સુંદરે આ મિટિંગ બોલાવી હતી. જેમાં એક નિર્ણય લેવાનો હતો, નાનો અમથો પણ જો ક્યાંય વિરોધ થતો દેખાય તો એ માણસના પૂરા પરિવાર ને કેદ કરી લેવામાં, એ માટે દેશની અનેક મોટી કોલેજોમાં એક કેમ્પ ઉભો કરવામાં આવે અને એ કેમ્પમાં કેદીઓને માનસિક અને શારીરિક યાતના આપવા આવે જેથી બહાર રહેલા લોકો વિરોધ ન કરી શકે, સાથે સાથે જે સરકારી અધિકારીઓ સત્તા ખિલાફ જવાનું વિચારે તો પણ એ આ યાતના જોઈને જ ધ્રુજી જવા જોઈએ.
આવો એક કેમ્પ પહેલેથી જ ગૃપ્ત રીતે દિલ્હીની જેએનયુ યુનિવર્સિટી માં ચાલતો જ હતો. ગુન્હેગાર નાની ઉંમરનો હોઈ કે મોટી ઉંમરનો યાતના તો એક સરખી જ આપવામાં આવતી હતી. એ ગૃપ્ત કેમ્પ માંથી એક બનાવ લીક થયો હતો. કદાચ લીક કરાવવામાં આવ્યો હોય એવું લોકોને લાગતું હતું. માર્ગી નામની એક પંદર વર્ષીય કિશોરીએ ભૂખ સંતોષવા માટે સરકારી ખેતરમાં એક દાડમની ચોરી કરી હતી. આ ચોરી પણ મોટા ભ્રષ્ટાચાર ની નજરે જોવામાં આવી, માર્ગીને કેદ કરી જેએનયુના કેમ્પમાં લઈ જવામાં આવી, ત્યાં ખૂબ જ માનસિક ત્રાસ આપવામાં આવ્યો, દારૂના નશામાં ધૂત ત્યાંના અધિકારીઓ એ એ નાજુક કિશોરી પર વારાફરતી રેપ કર્યો, માર્ગી ચિખો પાડી ને રહેમની ભીખ માંગતી રહી પણ જાનવર જેવા અધિકારોઓને કોઈ જ અસર નહોતી થતી. એક નાના પટ્ટાવાળા થી લઈને કેમ્પના હેડ ઓફિસર સુધી તમામ લોકોએ માર્ગીને પીખી નાખી. માર્ગીના શરીર પર સિગારના ડામ આપતા, એના વક્ષ પર જલદ પ્રવાહીના ટીપા પાડવામાં આવતા, યોનીમાં લોખંડનો રોલ નાખ્યો ત્યારે માર્ગી બેહોશ થઈ ગઈ, તમામ દર્દની લિકર પાર થઈ ચૂકી હતી. હેવાન અધિકારી માર્ગી હોશમાં આવે એની રાહ જોતા રહ્યા, એવું કૃત્ય પુરી રાત ચાલુ રહ્યું. બીજે દિવસે સવારે માર્ગીના પેટમાં તીક્ષ્ણ ખંજર મારી અધિકારીઓ માર્ગીએ ચોરીને ખાધેલ દાડમ શોધી રહ્યા હતા. ગરમ રક્તની વહન સાથે માર્ગી પણ કાયમ આ યાતનામાંથી મુક્ત થઈ ગઈ. એમના પ્રાણ છૂટી ગયા. નરભક્ષી હેવાનો દ્વારા રાષ્ટ્રપતિ ભવન પર રિપોર્ટ મોકલવામાં આવ્યો, " એ કિશોરીએ ચોરેલું દાડમ મળ્યું નથી...."
એ જ દિવસે એક ફરમાન આપવામાં આવ્યું કે જો લોકો ભ્રષ્ટાચાર કરશે તો એનું પરિણામ આવું આવશે. પુરી ઘટના સાંભળી દેશની પ્રજા ફફળી ઉઠી. જે લોકો સત્તા વિરુદ્ધ યોજનાઓ રચી રહ્યા હતા એ બધા ચૂપ થઈ સરકારી આદેશનું પાલન કરવા લાગ્યા.
બસ આવા જ યાતના કેમ્પ હરેક શહેરમાં શરૂ કરવા માટે નિર્ણય લેવામાં આવ્યો, ત્યાં જ યાસેક લેફ્ટનન્ટ જનરલ વિદર્ભ અગ્રવાલ લાપતા છે એ સમાચાર લઈ આવ્યો અને ચર્ચા નો રુખ બદલાય ગયો હતો.
હવે ચર્ચા એ હતી વિદર્ભની આવી કાળજા કંપિત કરતી હત્યા કોને કરી હશે..?
હજુ તો માંડ મોગલ ગાર્ડન પાર કર્યું હશે જોસેફની ગાદીએ ત્યાં જ મોબાઈલ ફોનની રિંગ વાગી ઉઠી, સામે છેડે રાષ્ટ્રપતિ ભવનના લેન્ડલાઈન નંબર હતા, " કામરેડ જોસેફ તમે અત્યારે જ પાછા રાષ્ટ્રપતિ ભવન આવો ઇમરજન્સી છે..." કોલ કટ થઈ ગયો. જોસેફે ડ્રાઇવર ને કહ્યું "ગાડી રિટન વાળો..." જોસેફ ને કઈ સમજાયું નહીં અનાચક પાછું વળવાનું કહ્યું, કઈ અબનાવ તો નથી બની ગયો ને....
ગાડી જેવી ઉભી રહી ક્ષણની ઓન પ્રતિક્ષા કર્યા વગર જોસેફ ફટાફટ મિટિંગ હોલમાં પહોંચી ગયો. સેલ્યુટ કરી, "કામરેડ કોઈ ઇમરજન્સી.....?"
સુંદરે પાર્સલમાં આવેલ બોક્સ તરફ ઈશારો કર્યો. ધીમા પગલે એ ટેબલ પર રાખેલા બોક્સ તરફ આગળ વધ્યો, અંદર જોયું..... ઓ.......હ..... લેફ્ટનન્ટ જનરલ વિદર્ભ.... કોને આવું કાર્ય કર્યું..." ગંભીર અવાજે પણ શાંત શબ્દમાં જોસેફ બોલી ગયો. આ શબ્દ સાંભળતા જ સુંદરની મગજનો પારો હદ વટાવી ચુક્યો હતો....
"આ પ્રશ્ન મારે તમને પૂછવાનો હોઈ જોસેફ આ કઈ રીતે બન્યું અને આની માટે જવાબદાર કોણ છે..." સુંદર બરાડી ઉઠ્યો.
"કામરેડ હું તમને સાંજ સુધીમાં તમામ રીપોર્ટ આપું છું, અને જે આરોપી હશે તેને આનાથી પણ ભયાનક સજા આપીશ હું મારા જ હાથે..." આશ્વાસન આપતો હોય એમ જોસેફ નીચું મોઢું કરી બોલતો હતો.
" સાંજ સુધી નો સમય છે આરોપી જ્યાં હોઈ ત્યાંથી મારી સમક્ષ હાજર કરો હું એને સજા આપીશ, સત્તા વિરુદ્ધ જવાનું પરિણામ શુ આવે એ હું એમને બતાવેસ. જેથી દેશનો કોઈપણ માઈનોલાલ આપણી સામે નજર ઉપર કરીને પણ ન જોઈ શકે. જો સાંજ સુધીમાં આરોપી ન મળ્યો તો તમારું પદ જોખમમાં છે એ યાદ રાખજો જોસેફ..." જોસેફની લુખ્ખી ધમકી આપી. સુંદર ખુરશી પર બેસી ગયો.
"યાસેક આ બોક્સ ને મારી નજર સામેથી દૂર કરો, એની સામે મારી નજર જાય અને માથું ફાટી જાય છે..." ગુસ્સામાં જ બેનર્જી બરાડા પાડી રહ્યો હતો. સેલ્યુટ મારી વાતાવરણની પરખ કરી જોસેફ ત્યાંથી નીકળી ગયો.
વાતાવરણ ગંભીર હતું, સુંદર સિવાય કોઈનામાં એક હરફ સુધા ઉચ્ચારવાની હિંમત ન હતી. કક્ષમાં રહેલા તમામ લોકો જાણતા હતા કે અનેક હિટલર મરે ત્યારે આવો ક્રૂર તાનાશાહ પેદા થાય છે.
શાંતિનો ભંગ કરતો સુંદર બોલી ઉઠ્યો, " જનરલ માર્ક તમે કેમ્પની તૈયારી અત્યારે જ ચાલુ કરાવો, ટુક સમયમાં જ આપણને એની વિપુલ જરૂર પડવાની છે. સામંતશાહી માંથી કે કંપનીશાસનમાંથી મુક્ત કરાવેલી પ્રજા હવે આપણને જ ડંખવા ઉભી થાય એવા ભણકારા મારા કાનમાં સંભળાય રહ્યા છે. બગાવતનો સુર બુલંદ થાય એ પહેલાં જ બાગી અવાજની જીભ કાપી નાખો."
"જી કામરેડ અત્યારે જ તૈયારી ચાલુ કરાવું છું..." માર્ક શાંત સ્વરે એક આદેશવાહક બાળકની જેમ બોલ્યો.
"તમે બન્ને જઈ શકો છો મારે એકાંત ની જરૂર છે..."
જનરલ માર્ક અને યાસેક સેલ્યુટ મારી ચાલ્યા ગયા. સુંદર ખુરશી માંથી બેઠો થયો દીવાલ પર લટકી રહેલ સ્ટાલિન, લેલીન, માઓ અને વર્તમાન ચીનના સર્વેસર્વા જૉ ચેંગ ની છબીને જોઈ રહ્યો હતો.....
(ક્રમશ:)
મનોજ સંતોકી માનસ