Sapsidi - 18 in Gujarati Moral Stories by Chaula Kuruwa books and stories PDF | સાપસીડી... - 18

Featured Books
Categories
Share

સાપસીડી... - 18


સાપસીડી 18...


મંદા કીની બેન ને તો ખૂબ વિશ્વાસ હતો .મહારાજ પર.કારણ મહારાજે જ એમને કહ્યું હતું કે બેન તમે રાજકારણમાં પડી સત્તા મેળવશો અને આગળ જશો .રાજ કરશો .વગેરે…. આ બધું વરસો પહેલા કહ્યું હતું..


ઘણા તો ત્યાં સુધી કહેતા કે આ સાધુ જ મદાબેનને રાજનીતિમાં લાવ્યા છે. નહીતો એમને તો એમના ઘરસંસાર અને પરિવારમાંથી જ ક્યાં ફુરસદ મળતી હતી.


આ સતા જ મહારાજના આશીર્વાદથી જ પાર્ટીને મળી છે ત્યાં સુધી કહેનારા કહેતા અને સાંભળનાર સાભળતા . ત્યાં સુધી કે આવી વાતોનું ખંડન ખુદ મોટા સાહેબે કયારેય કર્યું નહોતું.

પ્રતિકના માટે નવાઈની વાત એ હતી કે

ખુદ મોટા સાહેબ મહારાજને બહુ મlન આપતા. જોકે તેમની બધી વ્યવસ્થા અને અlગતા સ્વાગતl તો બેનના શિરે હતી.


લાઇન મોટી હતી. અને મહારાજ નમ્બર પ્રમાણે જ બધાને મળતા હતા .વચ્ચે વચ્ચે બધાને સમૂહમાં પણ મળી લેતા હતા. કઇક વ્યવસ્થl આમ હતી. એક મોટા હોલમાં મહારાજ ને લોકો બેઠા હતા.કીર્તન ને પ્રવચન જેવું ચાલ્યા કરે. પછી થોડી વારે મહારાજ સાથે અlવેલા લોકો માંથી કોઈ સમૂહને બીઝી રાખે .અને મહારાજ વિરામ લે કે અલગ મુલાકાતો ચલાવે .


વળી ખાણી પીણીમાં એટલેકે પ્રસાદ લેવા પણ એટલાજ લોકો જતા રહેતા . બધાને ટોકન અપાયેલ એટલે વ્યવસ્થ્lપકો કહે તેમ તમારે જવાનું. બધું જ સાથે ચાલે. મહારાજની અલાયદી મુલાકાતો...કીર્તન ….પ્રવચનો અને પ્રસાદ….ક્યાંય કોઈ અવ્યવસ્થા નહિ. શાંતિ અને ભક્તિ ,પ્રાર્થના નું વાતાવરણ અlખા જ ફાર્મ હાઉસના વાતાવરણ માં પ્રસરેલું જોઈ શકાય.

મળવા અlવેલાઓમાં બધાજ રાજકારણીઓ હોય તે શક્ય નહોતું. વેપારીઓ ,અધિકારીઓ કે બીજા લોકો પણ હતા . કોઈ બીમારી માટે ,કોઈ કાયદાકીય સમસ્યામાં અટવાયેલા કે કોઈ પ્રમોશન માટે તો કોઈ છોકરા છોકરીના લગ્ન માટે અને અન્ય પ્રશ્નો માટે પણ આવ્યા હતા.


બે દિવસ સત્સંગ જેવુ વતાવરણ હતું. . દિવસ દરમ્યાન આવેલા બધા બીમારી કે લગ્ન જેવી સામાન્ય સમસ્યાવાળા બહારગામથી આવેલા લોકો વધારે હતા. વહેલા સવારે કેટલાક મોટા અને ખાસ લોકો પોતાની વાત લઈને મળી ગયા . બાકીના ખાસ નો વારો સાંજે અને રાતના આવતો હતો.

પ્રતીકને વાતાવરણ જોઈ થયું ડે સ્પેન્ડ થાય તો વાંધો નહિ .આમ પણ તેણે આજના બધા કાર્યક્રમો માં આ જ મીટીંગ ...રાખી હતી. બધા ને કહી દીધું હતું અગત્યની મિટિંગમાં બીઝી છું. આજે કોઈ અન્ય બાબત નહીં થાય.

મંદાબેન સવારે જ આવી મહારાજના ને સંતોના દર્શન કરી ચાલ્યા ગયા હતા. માયા અને તેના ગ્રુપના લોકો હતા. એ પણ બધા થોડા સમયમાં વિખરlતા હતા. કોઈ દર્શન કરીને અને પ્રસાદ લઈને તો કોઈ કિર્તનમાં થોડો સમય બેસીને પણ જતા હતા. બધાને તેમની અલગ મુલાકાત નહોતી કે નહોતી કોઈ સમસ્યા..તો બીજી તરફ થોડા એવા પણ હતા, મોટા ભાગે બહારગામથી આવેલા તેઓ માટે જ જાણે એ ખાસ વ્યવસ્થા હતી. આમ તો આશ્રમ તરફથી જ જાણે બધી વ્યવસ્થા હોય એમ લાગતું હતું.

પણ પ્રતિકને આ બધા સાથે લેવા દેવા નહોતી. તેણે એટલું ખાસ જોયું કે મીડિયા માંથી કોઈ નહોતું તો પાર્ટી માંથી પણ ખાસ કોઈ ઓળખીતો ચહેરો નહોતો.


તેની સાથે હતા તે લોકો તેમના કોઈ મિલકતના પ્રશ્નો માટે આવેલા બીજા કોઈ બીમારી માટે હતા . માયા મહારાજ સાથે તેનો પરિચય કરlવી કોઈ બીજા કામમાં વ્યસ્ત થઈ ગઈ.


થોડીવાર રાહ જોઈ ત્યાં એક ભાઈએ આવીને તેને કાનમાં કઈ કહ્યું .પ્રતીક ઉઠીને બહાર લોબીમાં ગયો ત્યાંથી એક આગંતુક તેને ઉપર દાદર ચડીને લઈ ગયો.

એક સુંદર સજાવેલા રૂમમાં પૂજાની સામગ્રી વચ્ચે મહારાજ આસન પર બેઠા હતા .બે રૂમ વચ્ચે ઓળગીને આ કમરામાં તે પહોંચ્યો હતો. . કોઈ ગેસ્ટહાઉસના કમરl જેવો લાગ્યો.


રૂમમાં મહારાજની સાથે તે એકલોજ હતો ...હવે….થોડી ક્ષણતો તે ધ્રુજી ગયો..ખબર નહિ કેમ...એને આમ પણ આ લોકો માં બહુ આસ્થા તો નહોતી જ…. વળી શંકા પણ ખરી...આ રાજકારણીઓની સાથેના જ હતા વળી…

પ્રતિક ઊંડો શ્વાસ લઈને કુંડળી મહારાજ સામે મૂકી, પગે લાગી પલાંઠી વાળીને મહારાજ સામે મુકેલ આસન પર બેઠો.



…..જીવન સાપસીડી જેવું છે ..ખાસ તો રાજકારણ …. તેમાં ઉત્તર ચઢાવ ચાલ્યા કરતા હોય છે. ...તું આ બધા માટે તૈયાર છે ને….મહારાજે ધlરદાર નજરે અને ગંભીર અવાજે પ્રતીક સામે જોઈ ને સવાલ કર્યો.

…હા , જો પેસl હોય તો સતા તો રાજકારણમાં આવ જl કર્યા કરતી હોય છે….પ્રતિકે મહારાજને બહુ સુચક જવાબ આપ્યો .


બે લાખ મહારાજની મુલાકાત પૂર્વે જ તે આપી ચુક્યો હતો. એડવાન્સ કહો કે ફી કહો….માયા એ તેને આ રકમ મહારાજના માણસને આપવા જણાવેલ તે તેણે ગઈ કlલે સંlજેજ મોકલી આપી હતી.


મહારાજ જાતે જૂજ દક્ષિણl માત્ર લેતા હતા . બાકીનો હિસlબ તેમના શિષ્યો અને સહાયકો કરતા રહેતા .વળી તેમના સાંદિપની આશ્રમમાં જમા થતા . તો કીર્તન કે કથા સમયે ભંડાર માં પણ જમા લોકો કરતા રહેતા…

પેસl જોઈને કામ થતા હતા .કૃપાદ્રષ્ટિ પણ પેસા પ્રમાણે જ વરસતી હતી.


સ્થૂળ અને ભૌતિક દુનિયાના કામો પણ સ્થૂળ અને ભૌતિક નિયમોનુસાર રહેતl હોય છે.

કામ કરાવવા આવેલી વ્યક્તિની સ્થિતિ જોઈને ફી નક્કી થતી. તો કામ નું મહત્વ પણ જોવાતું. કામ કેટલlનું છે તેનો અંદાઝ કાઢીને પણ આ લોકો રકમ નક્કી કરતા એટલેકે કેટલી રકમનો ફાયદો છે તે જોવાતું.

જેમકે બીમારી કે જીવન બચાવવા જેવા કેસોમાં વ્યક્તિની સ્થિતિ જ જોવાતી.


જ્યારે અદાલતના,રાજકારણના કે પોઝિશન, પોસ્ટ કે મિલકત વગેરે કેસોમાં તેમના ફાયદાનો કયlસ પણ કાઢવામાં આવતો.

પ્રતીકનો કેસ માત્ર પેસા નો ને પોઝિશન નો રાજકીય હતો એટલે સ્વાભાવિક રીતે ફાયદો વિશેષ હતો અને કિંમત પણ ઊંચી….

માયા એ પ્રતીક માટે મહlરાજને ખાસ કહેલ કે મહત્વકાંક્ષી અને હોનહાર છોકરો છે મહેનતુ પણ ...એટલે કાયમી ઘરાક સમજવાનો છે….આપણો અંગત છે….


બસ પછી તો મહારાજ પણ સ્પષ્ટ કહેલ ...કામ બધા પુરા થશે અને પેસl પણ ખર્ચવા પડશે...લાંબી કારકિર્દી રાજકlરણમાં જોઈએ અને પોઝિશનો પણ એટલી જોઇતી હોય તો ગ્રહોને પણ રીઝવવા પડશે અને ખુશ રાખવા જોઈએ.. દેવ દેવીઓને પણ પ્રસન્ન રાખવા પડશે.

આગામી ચૂંટણીમાં ટિકિટ અને જીત એ પહેલી માંગ હતી તેની...પછી મંત્રી પદ અને તે પણ મલાઈદાર પોર્ટફોલિયોમાં….

બસ આ જ નજદીકના ભવિષ્યનો એનો એજન્ડા હતો.

મહારાજે થોડી વિધિ કરી... અને સંકલ્પ લેવડાવ્યા. બાકીનું કામ તેઓ અને તેમના સાથીઓ કરશે એકાંત માં… તેમ કહી 45 મિનિટમાં મીટીંગ પતાવી.


કેટલીક બીજી આડીઅવળી વાતો પણ થઇ. .મહારાજે પ્રશ્નો કર્યા અને પ્રતિકે ઇન્ટરવ્યૂમાં આપે તેમ જવાબો આપ્યા.


તેના પરિવાર , સંબધો ,લગ્ન ,મિત્રો કેરિયર અભ્યાસ નોકરી વગેરે સંબધે… અને તેણે ક્યાંક ટૂંકમાં તો ક્યાંક વિસ્તારથી પણ નિખાલસતાથી બધા પ્રત્યુત્તર પણ વlળ્યાં..

મહlરાજ ચંદ્ર કિશોરને જાણવું હતું તે જાણીને જે જણાવવું હતું તે પણ જણાવી દીધું.


એટલે કે તેમને આવા કામો માટે લોકો બહુ કિંમતી ભેટો અને રોકડ અlપે છે.

આવા કામો માં કરોડો ખર્ચવામાં આવે છે..વગેરે વગેરે…

કાર કે સોનુ કે જમીનની ,ફ્લેટની ભેટ તો બહુ સામાન્ય છે. તેમના માટે..તેઓ અનેક મોટી ને જાણીતી વ્યક્તિઓના સંપર્કમાં છે અને તેમના કામો હાથ પર લે છે….