jhon red - 2 in Gujarati Adventure Stories by Parixit Sutariya books and stories PDF | જ્હોન રેડ - ૨

Featured Books
  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

  • मोमल : डायरी की गहराई - 47

    पिछले भाग में हम ने देखा कि फीलिक्स को एक औरत बार बार दिखती...

  • इश्क दा मारा - 38

    रानी का सवाल सुन कर राधा गुस्से से रानी की तरफ देखने लगती है...

Categories
Share

જ્હોન રેડ - ૨

બધા રાત્રી ના સમયે કુંડાળું વળી ને તાપણું કરવા બેઠા કે જ્યાં વડીલ સદસ્ય જ્હોન ના દાદા અહીં પોતાની સહસકથા બધા ને કહેતા કેવી રીતે જંગલ માં આવ્યા, શુ મુશ્કેલી પડી વગેરે વગેરે...



જ્હોન મેરી ની બાજુ માં બેઠો હતો જેવું દાદા ની સ્ટોરી પુરી થઈ કે તરત બે જણ પોતાની ઝૂંપડી માંથી ઢોલ લઈ આવ્યા.




આ ઢોલ વાગતા જ બધા પોતાની જગ્યા પર થી ઉભા થઇ ગયા અને મેરુ સમૂહ નું નૃત્ય કરવા લાગ્યા જેમાં જ્હોન ના પિતા સૌથી આગળ લીડર ની ભૂમિકામાં હતા બાકી ના બધા તેની પાછળ પાછળ નૃત્ય કરતા હતા.જ્હોન હજુ બીજે જ ખોવાયેલો હતો ત્યાં મેરી એ જ્હોન ના માથા પર હાથ ફેરવ્યો અને પોતાના ખોળામાં જ્હોન નું માથું મૂક્યું, ગર્ભવતી પત્ની ના ખોળા માં માથું મુકતા જ જ્હોન ને મેરી ના પેટ માંથી અવાજ આવ્યો અને હાથ અને લાત પેટ પર દેખાતા હતા , તે હસતા હસતા મેરી સામું જોઈ બોલ્યો જો મારો શેર નાચી રહ્યો છે !!

એક સવારે ત્યાંથી દૂર એક વિચિત્ર અવાજ આવ્યો એટલે જ્હોને પોતાનું તીરકામથું લઈ અવાજ બાજુ કૂચ કરી ઘણો દૂર ગયા પછી ત્યાં તેને જોયું કે વિક્ટર અને તેના લોકો ત્યાં બેઠા હતા જ્હોને અંદાજો લગાવ્યો કે આ એ જ લોકો હતા જેણે પેલા આદિવાસી સમૂહ પર હુમલો કર્યો હતો, જ્હોન ફટાફટ પોતાના ભાઈ ઓ ને બોલાવી લાવ્યો અને તે લોકો પર અચાનક જ હુમલો કરી દીધો બદનશીબે જ્હોન તેના ભાઈઓ ને બોલાવવા ગયો તેટલા સમય માં તે રાની ના મહેલ તરફ રવાના થઈ ગયો હતો, અચાનક થયેલા હુમલાને કારણે વિક્ટર ના બધા સાથીઓ મૃત્યુ પામ્યા અમુક ઘાયલ અવસ્થા માં હતા , જ્હોન અને તેના ભાઈઓ એ ઘાયલો પર ફરી ચાકુ ફેરવી મોત ને ઘાટ ઉતારી દીધા.

આ આખા બનાવ ની જાણકારી જ્હોન અને તેના ભાઈઓ એ પોતાના પિતાને અને વડીલો ને સંભળાવી એટલે એ લોકો એ ખતરા ને ટાળવા માટે તૈયાર રહેવા કહ્યું .

વિક્ટર ને આ વાત ની ખબર પડી એટલે તેણે તપાસ માટે આદેશ આપ્યો જેમાં એ લોકો ફરી જ્હોન ના કબિલા નજીક આવી પહોંચ્યા બધા ત્યાં દૂરથી જ આદિવાસી ઓ પર નજર રાખી રહ્યા હતા. વિક્ટર ના સાથીઓ માંથી એકનો પગ એક લાકડી પર પડ્યો જેનાથી લાકડી તૂટવાનો અવાજ આવતા જ બધાના ધ્યાન વિક્ટર ના સાથીઓ પર ગયા. જંગલી આદિવાસીઓ ના કાન ખૂબ તેજ હોય છે નાની નાની વસ્તુ નું ખૂબ ધ્યાન રાખતા હોય છે વિક્ટર ના સાથીઓ ને જોતા જ બન્ને વચ્ચે લડાઈ જામી અને એકવાર ફરી વિક્ટર ના સાથીઓ પકડાઈ ગયા પણ એક હજુ દૂર ઉભો આ બધું જોઈ રહ્યો હતો તે હજુ સુધી જ્હોન અને તેના ભાઈઓ ના ધ્યાનમાં આવ્યો ન હતો એટલે તેને અહીંથી જતા રહેવામાં જ પોતાની ભલાઈ સમજી અને વિક્ટર ને બધી ઘટના સમજાવી.

આ વાત રાણી સુધી પહોંચી ગઈ હતી , રાણી વિક્ટોરિયા એ ગુસ્સા માં આદેશ આપ્યો કે ગમે તેમ કરી એ લોકો ને પકડી લાવો.

ફરી બીજા લોકો ને મોકલ્યા આમ અવારનવાર કોઈને કોઈ આવતું રહ્યું અને જ્હોન અને તેના સાથીઓ બહાદુરી થી તેમનો સામનો કરતા જ્હોન અને તેના ભાઈઓ ની ચર્ચા બીજા આદિવાસી સમૂહો માં પણ થવા લાગી અને જ્હોને રેડ ટેરર નામનું ગ્રુપ બનાવ્યું જેમાં તેના ભાઈઓ સામેલ હતા અને બીજા ઘણા એવા લોકો કે જે રાણી ના ત્રાસ થી તંગ આવી ગયા હોય એવા બધા રેડ ટેરર ના સદસ્યો બની ગયા.

અને ફરી જામી રાણી અને જ્હોન વચ્ચે ની તકરાર...