Adhuro Prem Season 2 - 1 in Gujarati Love Stories by CA Aanal Goswami Varma books and stories PDF | અધૂરો પ્રેમ (સીઝન ૨) - 1

Featured Books
  • My Wife is Student ? - 25

    वो दोनो जैसे ही अंडर जाते हैं.. वैसे ही हैरान हो जाते है ......

  • एग्जाम ड्यूटी - 3

    दूसरे दिन की परीक्षा: जिम्मेदारी और लापरवाही का द्वंद्वपरीक्...

  • आई कैन सी यू - 52

    अब तक कहानी में हम ने देखा के लूसी को बड़ी मुश्किल से बचाया...

  • All We Imagine As Light - Film Review

                           फिल्म रिव्यु  All We Imagine As Light...

  • दर्द दिलों के - 12

    तो हमने अभी तक देखा धनंजय और शेर सिंह अपने रुतबे को बचाने के...

Categories
Share

અધૂરો પ્રેમ (સીઝન ૨) - 1

લેખક તરફથી: મારી નોવેલ અધુરો પ્રેમ જે બાર ભાગમાં છે એની આ બીજી season છે. એ વાંચ્યા પછી આ નોવેલ વાંચવામાં આવે, તો વધારે માણી શકાય.


આ વાત છે સિદ્ધાર્થ અને તારાની. પહેલી નજરે એકબીજાના પ્રેમમાં પડેલા, તારા અને સિદ્ધાર્થ એક બીજાથી અલગ થઈ ગયા. પોતાના શહેરને, પોતાની નોકરીને, સિદ્ધાર્થને છોડીને તારા બીજા શહેરમાં આવી ગઈ. એણે એક નાની બાળકી ને દત્તક લીધી જેને નામ આપ્યું "સિતારા", સિદ્ધાર્થ અને તારાની "સિતારા".


હવે આગળ::::


પોતાના માં બાપ અને સિતારા સાથે રહેતી તારા આજે પાંચ વર્ષ પછી પોતાની નોકરીમાં એક ઉચ્ચ મુકામ હાંસિલ કરી ચુકી હતી આજે એમની કંપનીમાં વાર્ષિક દિવસે એનું સન્માન થવાનું હતું. એ "બેસ્ટ એમ્પ્લોયી ઓફ ધ યર "એવોર્ડ જીતી ચુકી હતી. પિંક કલરની સાડીમાં ઓફીસ જવા માટે સજ્જ તારા ખૂબ સુંદર લાગી રહી હતી. પોતાને મીરરમાં જોઈ સ્માઈલ કરી એનું ફેવરિટ એજ વિક્ટોરિયા સિક્રેટનું perfume લગાવીને પોતાની કારમાં જવા નીકળી.


તારા જેવી ઓફીસ પહોંચી બધા ઉભા થઇ ગયા અને તાળીઓના ગડગડાટથી એનું સ્વાગત કર્યું. બધા કૉંફરેન્સ રૂમમાં ભેગા થયા અને તારાને વધાવવા કેક કાપી. એને ઘણા બધા બુકે મળ્યા, જેમાં અલગ અલગ ફૂલો હતા પણ એને જે ફૂલોની તલાશ હતી, જે વ્યક્તિની આજે સૌથી વધારે જરૂર હતી એ, તારાનો સિદ્ધાર્થ આજે અહીંયા ન હતો. એ આજે સિદ્ધાર્થને ખૂબ મિસ કરી રહી હતી. પોતાના કેબિનમાં બેઠેલી તારા, સિદ્ધાર્થનો dp જોઈને બોલી, "સિદ્ધાર્થ આજે મારા માટે બહુ મોટો દિવસ છે. જો આપણે આજે સાથે હોત તો મારી ખુશીની કોઈ સીમા ન હોત. "


સિદ્ધાર્થ હમેંશા તારાને પ્રોત્સાહિત કરતો હતો. એણે તારા પર હંમેશા વિશ્વાસ કર્યો હતો. એ તારાને હમેશા કહેતો કે " I am your biggest fan". તારા અત્યારે સિદ્ધાર્થએ AGM પછી આપેલ હગ, ખૂબ મિસ કરી રહી હતી.


એટલામાં જોરથી એના કેબિનનું બારણું ખુલ્યું. આવું આખી ઓફિસમાં ફક્ત એકજ જણ કરી શકતું. અર્જુન,

અર્જુન ભાટિયા. તારા નો આ શહેરમાં એક માત્ર મિત્ર.


બન્ને પાંચ વર્ષથી સાથે જ કામ કરતા હતા. સેમ પોઝિશન પણ તારા કંપની સેક્રેટરી અને અર્જુન પરચેજ મેનેજર. બન્ને પોતપોતાના કામના પાક્કા હતા અને એટલે શરૂઆતમાં એકબીજાના કટ્ટર દુશ્મન હતા પણ પછી એકબીજાને સમજી ગયા હતા અને ખૂબ ખંત અને સમજણથી પોતાનું કામ કરી રહ્યા હતા. અર્જુને મળ્યાના છ મહિનામાં તારાને પ્રોપોઝ કર્યું હતું પણ તારાએ એને સિદ્ધાર્થ નું નામ આપ્યા વગર પોતાના પ્રેમ વિશે, પોતાની પાછલી જિંદગી વિશે બધું કીધું અને એના પ્રેમનો અસ્વીકાર કરીને પોતાનો મિત્ર બનવા પ્રપોઝ કર્યું જે અર્જુને સહર્ષ સ્વીકાર્યું.


હવે બન્ને ખૂબ સારા મિત્રો હતા અને ઓફિસમાં આ વાત સૌ કોઈ જાણતા હતા. અર્જુન હજી પણ તારાને ખૂબ પ્રેમ કરતો હતો પણ એ તારા પર પોતાને થોપવા ન માંગતો હતો અને એણે તારા માટે આખી જીંદગી રાહ જોવાનું નકકી કરી લીધું હતું. મનોમન એ તારના એ પ્રેમીની ઈર્ષા કરતો જે તારાથી શારીરિક રીતે તો દૂર હતો પણ એનાથી વધારે તારાની નજીક કોઈ ન હતું.


અર્જુને આવતા વેંત તારા ને હગ કરીને સતત ત્રીજી વખત "બેસ્ટ એમ્પ્લોયી ઓફ ધ યર" જીતવા પર અભિનંદન આપ્યુ અને ફરી એક વાર પોતાના મજકિયા અંદાજમાં પૂછી લીધું કે હવે કેટલી રાહ જોવડાવીશ? તારા એને ખભા પર મારતા બોલી કે તને કેટલીવાર કહું અર્જુન" હમ દિલ દે ચુકે "અનેં પછી અર્જુનની સાથે હાથ મિલાવતા એને "બેસ્ટ એમ્પ્લોયી ઓફ યર" રનર અપ જીતવા પર અભિનંદન આપ્યા . એ પણ આ એવોર્ડ સતત ત્રીજી વખત જીતી રહ્યો હતો. બંને છુટા પડ્યા.


આજે આખી ઓફીસનો સ્ટાફ ચાર વાગે નીકળી જવાનો હતો. આઠ વાગે શહેરના એક માત્ર banquet હોલ માં પાર્ટી અને એવોર્ડ ડિસ્ટરીબ્યુશન સમારંભ હતો.


ચાર વાગ્યે નીકળીને તારા પોતાના ઘરે ગઈ અને તૈયાર થઈને સિતારા અને પોતાના મમ્મી-પપ્પા સાથે આઠ વાગ્યે પાછી હોલમાં પહોંચી. બ્લૅક બ્રોકડે સાડી અને ગોલ્ડન બ્લાઉસમાં એ કોઈ આસમાનની અપ્સરા જેવીજ લાગતી હતી. અર્જુને એને જોઈને પડી જવાની એકટિંગ કરી અને તારા હસી પડી.

બધા તારાને ઘેરી વળ્યાં અને શુભેચ્છાઓ પાઠવવા લાગ્યા. સિતારા દોડીને અર્જુન પાસે જતી રહી. અર્જુન એના મમ્મી સાથે આવ્યો હતો. એના પપ્પા નહોતા રહ્યા.


તારાની સાથે સિતારા પણ એવોર્ડ લેવા સ્ટેજ પર ગઈ. સ્પીચ પછી જ્યારે એ નીચે ઉતરી ત્યારે સીતારાએ જે રીતે " I am your biggest fan" કહીને તારાને વળગી પડી એને સિધ્ધાર્થની યાદ અપાવી ગઇ. સિદ્ધાર્થ એના માટે એજ વાક્ય બોલતો ,પોતાના માટે તાળી પાડતો દેખાયો! એની આંખોમાં આંસુ આવી ગયા. હર્ષના, કે સિદ્ધાર્થની યાદના, એતો એ આંસુ જ જાણે!

સિદ્ધાર્થ યાદ તો રોજ આવતો પણ આજે એનુંના હોવું તારાને ખૂંચી રહ્યું હતું. આ ક્ષણે એ ફક્ત અને ફક્ત સિદ્ધાર્થને ઝંખી રહી હતી. સિદ્ધાર્થ સાથેની એક ક્ષણ માટે એ કઈ પણ કરી છુટવા તૈયાર હતી. ત્યાંજ અર્જુન આવ્યો એને સ્ટેજ પર બોલાવા. બધા વિજેતાઓના ફોટા પાડવાના હતા. અર્જુન અને તારા સ્ટેજ પરથી ઉતરવા જતા હતા કે MD સરે એમને રોક્યા અને કહ્યું કે એ એક એનાઉસમેન્ટ કરવા માંગે છે. એમણે કહ્યુકે આપણી ઓફિસમાંથી બે જણ આપણને છોડીને જઇ રહ્યા છે. એમના જવા પાછળનું કારણ એમની મહેનત છે. એ લોકોની પ્રમોશન સાથે બદલી થઈ રહી છે મુંબઇ ખાતેની હેડ ઓફિસમાં અને એ બે નામ છે તારા અને અર્જુન.


એકદમ થયેલી આ જાહેરાતથી તારા એકદમ ચોકી ગઈ! અર્જુન એને નીચે લઈને ગયો. અર્જુન બોલ્યો તું આમ ચિંતા કેમ કરે છે? તારું પોટેનશિયલ આકામથી આશહેરથી ઘણું વધારે છે. તારા બોલી કે સિતારા ,મમ્મી પપ્પા બધા અહિયાં સેટ થઈ ગયાં છે અને આમ અચાનક ચાલી જવું! આટલું બોલીને એ ચૂપ થઇ ગઈ! તારા પોતાના અંગત પ્રશ્નો જલ્દીથી શેર ના કરતી. હા સિદ્ધાર્થને એ બધું કહી શકતી પણ હવે તો સિધ્ધાર્થ એની જોડે નથી.


પોતાના એક નિર્ણયના આધારે એક જ ઝાટકામાં પતિ, શહેર, નોકરી અને પોતાના સિદ્ધાર્થને છોડી દેનાર તારા, પોતે સમજી ન શકી કે એ શું વિચારીને ડરી રહી છે? એ ચૂપ થઇ જતાં અર્જુને કહ્યું હમણાં આ બધું છોડ, કાલે વાત કરીશું. અત્યારે આ પાર્ટી એન્જોય કરીએ.


તારાએ અર્જુનને તો કઇ ના કીધું પણ મનોમન વિચારી રહી કે શુ આ કોઈ સંકેત છે, શું એની જિંદગીમાં કોઈ બદલાવ આવવાનો છે? એની જિંદગીમાં હવે આવો કોઈ વળાંક આવશે એ તો તારાએ વિચાર્યુજ ન હતું. ત્યાંજ સિતારા આવી અને એનો હાથ પકડીને ડાન્સ કરવા માટે લઈ ગઈ.


શુ સિદ્ધાર્થ પણ તારાને મિસ કરતો હશે ? શુ એ લોકો ફરી ક્યારેય મળશે ?


વાંચો આગળના ભાગમાં


©Ca આનલ ગોસ્વામી વર્મા

તમારા અનમોલ પ્રતિભાવ ચોક્કસ આપજો.