Father of daughter in Gujarati Women Focused by Sachin Patel books and stories PDF | દીકરીનો બાપ

Featured Books
Categories
Share

દીકરીનો બાપ

" બાપ " શબ્દ થોડો ઓછો લાગણીશીલ લાગે , કદાચ એટલે જ લાઈબ્રેરીઓમાં " માં " ની સરખામણીમાં " બાપ " ના પુસ્તકો ઓછા જોવા મળશે . ખેર આજની વાતનું કેન્દ્રબિંદુ છે " દીકરીનો બાપ " . આજે એક સ્ત્રીમિત્રની સમસ્યા સાંભળી એટલે આ વિષય ઉપર મારા વિચારો રજૂ કરવાનું મન થયું .

લગભગ બાવીશ વર્ષ દીકરીની ઉંમર અને દેશની વહીવટી સેવામાં જોડાવવાનું તેનું સપનું . બંગલામાં નોકર - ચાકર કામ કરે તેટલું અમીર ખાનદાન . પિતાએ લાડકોડથી ઉછેરીને દીકરીનું ગ્રેજ્યુએશન પૂરું કરાવ્યું ત્યાં સુધીમાં લગભગ કોઈ કમી આવવા નહી દીધી હોય . પરંતુ આગળ જણાવ્યું તેમ દીકરીનું સપનું થોડુંક વધારે ઊંચાઈ વાળું ' દેશની વહીવટી સેવા ' માં જોડાવવાનું . તેમાં મહેનત સાથે કદાચ સમય પણ વધારે ખર્ચાય જતો હોય છે . પરંતુ દીકરીની આ ઉંમરે , કોઈ પણ પિતા પોતાનું એક સપનું પૂરું કરવામાં લાગી જતા હોય છે , " દીકરીને યોગ્ય છોકરા સાથે પરણાવવાનું તેનું સપનું " અને એ સપનું પૂરું કરવામાં દીકરીના ઘણા સપના તો અધૂરા જ રહી જતા હોય છે . ભણવાના , પગભર થવાના અને કંઈક કરી બતાવવાના સપના .... ... ...

અહીં મારી વાતનો ઉદ્દેશ બાપની બુરાઈ કરવાનો જરાય નથી . માં-બાપનો નિર્ણય ખોટો હોય શકે કદાચ , પણ તેમની નિયત ક્યારેય ખોટી હોતી નથી . દરેક દીકરીના પિતાનું સપનું હોય છે , દીકરી માટે યોગ્ય છોકરો પસંદ કરવાનું . કોઈ એવો સંસ્કારી અને અમીર ઘરનો છોકરો જે તેની દીકરીને બધાંથી વધારે પ્રેમ આપે , તેને ખુશ રાખી શકે . પિતાની યોગ્ય છોકરાની શોધ પુરી થતા તે કદાચ એવું વિચારે છે , કે મારી દીકરી ભણેલી ગણેલી તો છે જ , ને હવે તેનું સાસરિયું પણ અમીર અને ખાનદાની છે . તો મારી દીકરીને જિંદગીમાં કોઈ સમસ્યા નહિ આવે... ... ...

અને આ વિચાર પાછળ જ કદાચ તેની ભૂલ છે , કારણ કે દીકરીના સસરિયાની અમીરાઈ એક ગૌણ બાબત છે. દીકરીનું સાસરિયું ગમે તેટલું પૈસાદાર હશે, પણ જો દીકરી પગભર નહિ હોય તો તેના સસરિયાની સંપત્તિ તેના માટે નકામી. કોઈ પણ આવક વગર ખર્ચ કરવા તેને પૈસાની માગણી તો તેના પતિ પાસે જ કરવાની અને અહીં વાત આવે છે સ્વાભિમાનની. બેશક તેનો પતિ ખૂબ પ્રેમાળ હોય અને જરા પણ લોભ ન કરે તેની પત્ની પાછળ ખર્ચ કરવામાં, પણ દરેક દીકરીને પોતાનું અધૂરું સપનું અને સ્વાભિમાનનું થયેલું હનન જરૂર સતાવતું હોય છે તે સમયે ... ... ...

દીકરીના પગભર હોવાના ઘણા ફાયદા છે , એક તો અગાઉ વાત કરી એ મુજબ સ્વાભિમાન અને બીજું સમયના ચક્રમાં સાસરિયા ઉપર જો સંકટ આવ્યું તો તે સંકટ સમયની સાંકળ બની શકે છે . દીકરી સાસરિયે જઈને પણ ઘરની આવકમાં પોતાનું નોંધપાત્ર યોગદાન આપી શકે છે . છેલ્લે સૌથી મહત્વની વાત કે જિંદગીભર કોઈ અફસોસ વગર સપનું પૂરું કર્યાનો અહેસાસ એક સ્ત્રી માટે પણ એટલો જ અગત્યનો છે જેટલો એક પુરુષ માટે .... ... ...

ટૂંકમાં દીકરીને ભણાવીને પરણાવી દેવાથી પિતાની ફરજ પૂર્ણ નથી થઈ જતી . તેનું પગભર હોવું પણ આ સમયમાં એટલું જ મહત્વનું છે . તેથી છોકરો અમીર શોધવો એ ગૌણ બાબત છે . પોતાની દીકરીને જ પગભર થવા દેવામાં વધારે ડહાપણ છે ... ... ... ...

- સચિન (SK)





Women are economically empowered when they have control over their own finances and wellbeing , and when they have a voice in the financial decisions to shape their lives and the lives of their families . Women are socially empowered when they have a personal sense of autonomy , self-confidence, and the power to control their private and public lives .

Dedicated to All Fathers of Daughter !
Thanks for Reading !