Guilt. - 4 - A heartbreaking tale of love, friendship and betrayal in Gujarati Fiction Stories by Vijay Shihora books and stories PDF | અપરાધ. - 4 - પ્રેમ, દોસ્તી અને દગાની દિલધડક દાસ્તાન

Featured Books
Categories
Share

અપરાધ. - 4 - પ્રેમ, દોસ્તી અને દગાની દિલધડક દાસ્તાન

અપરાધ-4

( અનંત અને સંદીપ સંજનાને મદદ કરવાના હેતુથી તેની પાસે જઈ થોડી વાતચીત કરવાનો પ્રયાસ કરે છે. સંજના દ્વારા કોઈ સારો પ્રતિચાર ના મળવા છતાં અંતે સંદીપ તેને એક એનજીઓનું કાર્ડ આપે છે. જે લઈ સંજના ત્યાંથી નીકળી જાય છે.)

હવે આગળ........
“શું યાર તને દર વખતે મોનિકા જ યાદ આવી જાય છે.”સંદીપે હસતાં હસતાં કહ્યું.
“કેમ એની પણ તારે તો મદદ જ કરવી હતી ને?”
“હા, પણ મને થોડી ખબર હતી કે એ મને ટોપી પહેરાવીને નીકળી જશે.”
“તો પણ ભાઈ તો સુધર્યા નહી અને હજી બસ છોકરી જોઈ નથી કે..”
“એને છોડને યાર જોઈએ હવે આ સંજના કોન્ટેક્ટ કરશે તો જવાબ આપીશું.”
બંને વાતો કરતાં કરતાં પોતાના ક્લાસ તરફ આગળ વધ્યા. કોલેજનો સમય સવારથી બપોર સુધીનો હતો. એટલે બપોરે કોલેજથી છૂટીને બંને મિત્રોએ આજે સંદીપના ઘરે જવાનો પ્લાન બનાવ્યો હોવાથી તરત એ બાજુ રવાના થયા.

*****

“દીદી તમે મારા કારણે કોલેજ છોડવાનો સાવ ખોટો નિર્ણય લીધો છે.”બેડ પર સુતા સુતા સંજનાના ભાઈ અલયએ કહ્યું.
સંજનાની મમ્મીએ અલયની પાસે બેસતાં કહ્યું,“હા સંજુ, ભાઈની વાત સાચી છે. એ તો થોડા સમયમાં ઠીક થઈ જશે અને ઘરનું તો જેમ તેમ કરીને ચલાવી જ લઈશું. અને તારા પપ્પાનું પણ સપનું હતું કે તું ખુબ આગળ વધે..”
“પણ બીજો કોઈ ઓપ્શન પણ ક્યાં છે મમ્મી, ભાઈના પગના ઓપરેશન માટે પપ્પાની ફે.ડી પણ તોડવી પડી. અને અત્યાર સુધી સરકારી કોલેજમાં અભ્યાસ કર્યો હોવાથી વધુ ખર્ચ નથી થયો પણ હવે....” આટલું બોલી સંજના અટકી ગઈ.
“પણ હવે શું મારા એક એક્સીડેન્ટથી તારું એજ્યુકેશન બગડે એ તો યોગ્ય ન જ કહેવાય ને?”
સંજનાએ થોડીકવાર વિચારીને કહ્યું, “એક એનજીઓનો કાર્ડ છે. કોન્ટેક્ટ કરવાની ટ્રાય કરું તો?”
“હા કદાચ કોઈ હેલ્પ મળતી હોય તો કરાય જ”
“એક કામ કરને બેટા, રૂબરૂ જ જઈ આવ કારણ કે ફોન પર સરખો જવાબ મળે ના મળે...”
સંજનાએ પોતાનું બેગ ઉપાડતા કહ્યું, “ મમ્મી, તારી વાત બરાબર છે. હું રૂબરૂ જ જઈ આવું.”
સંજના બરાબર ત્રણ વાગ્યા આસપાસ કાર્ડમાં આપેલ એડ્રેસ મુજબ એનજીઓએ પહોંચી. જેવી મેઈન ગેટની અંદર પ્રવેશી ત્યાં એક આધેડ ઉંમરની મહિલાએ તેને ઉદ્દેશીને પૂછ્યું, ક્યાં જવું છે તમારે ? કોનું કામ છે?”
સંજનાએ એ મહિલાનું એક ક્ષણવાર નિરીક્ષણ કર્યું. પહેરવેશ પરથી ત્યા નાની મોટી સારસંભાળ રાખતી હોય તેવું જણાયું. પોતાની વાત કઈ રીતે રજુ કરવી તેના અસમંજસમાં કઈક વિચાર મગ્ન થઈ ગઈ.
સંજના હજી સંકોચ કરતાં કઈ બોલે તે પહેલાં પેલી મહિલાએ કહ્યું, “આગળ ડાબી બાજુ મુખ્ય ઓફીસ છે.”
રજીસ્ટર સંજના સામે લંબાવતા તે મહિલાએ પુનઃ કહ્યું. “આ રજીસ્ટરમાં તમારું નામ અને એડ્રેસ લખી આપો. અહી જે પણ મુલાકાતી આવે તેની નોંધ માટે..”
“ok” આટલું કહી સંજનાએ રજીસ્ટરમા ડીટેઇલ લખી અને આભાર વ્યક્ત કરવામાં માટે નાનકડું સ્મિત કરી આગળ ઓફીસ તરફ ચાલી.
“થોડીવાર અહી બેસો સાહેબ થોડા વ્યસ્ત છે.” મેઈન ઓફિસની બહાર ખુરશી તરફ ઈશારો કરતાં એક કાર્યકર્તાએ કહ્યું.
સંજના ત્યાં ખુરશી પર બેસીને સમય પસાર કરવા માટે આજુબાજુની દીવાલો વગેરે પર દાતાશ્રીઓના નામ, એનજીઓની પ્રવૃતિઓના ફોટોગ્રાફ વગેરે જોવા લાગી. અચાનક દીવાલ પર એક તસ્વીર જોઈ થોડું અચરજ થયું. મનોમન પોતાને જ કહેવા લાગી, “અરે આ તો પેલા બંને જ છે જેમણે મને આ કાર્ડ આપ્યું.”
અનંત અને સંદીપ અનાથ આશ્રમના બાળકોને પુસ્તકો વગેરે આપતાં હોય તેવો ફોટો દીવાલ પર બરાબર વચ્ચે ટીંગાળેલો હતો.
થોડીવારમાં તે જ કાર્યકરે કહ્યું, “તમે અંદર જઈ શકો છો.”
ઓફિસમાં પચાશેક વર્ષની ઉમરના વ્યક્તિ મેઈન ચેર પર બિરાજમાન હતા. ઉંમરના કારણે ત્વચા પર થોડી થોડી કરચલીઓ પડવાની શરૂ થઈ હતી. લાંબા સમયથી ચશ્માં પહેરતા હોય તેમ ચશ્માની ફ્રેમ નાકની દાંડીની છેક મધ્ય સુધી આવી ચુકી હતી. સહેજ ઉચું જોઈ સંજના તરફ દ્રષ્ટિ કરી ચશ્માને સરખી કરવાની થોડી તસ્દી લઈ તે વ્યક્તિએ શાંત સ્વરે આગંતુકને આવકારતા સામે પડેલ ખુરશી તરફ ઈશારો કરતાં કહ્યું, “આવો બેટા, બેસો”
સંજનાએ પણ વિનયપૂર્વક બેસતાં કહ્યું. “ નમસ્તે સર!”
“હા તો બોલો બેટા શું સમસ્યા છે?” સંજનાના હાવભાવ જોઇને તે વ્યક્તિએ કહ્યું.
સંજના અવાચક બનીને તે વ્યક્તિ સામે જોઈ રહી.
સંજનાના પૂછ્યા વગર જ તેના પ્રશ્નનો જવાબ આપતાં હોય તેમ કહ્યું,“એમાં આશ્ચર્યચકિત થવાની જરૂર નથી, છેલ્લા પંદર વર્ષથી આ એનજીઓ સાથે જોડાયેલો છું. અહી સામે વ્યક્તિ બેસે એટલે એટલો અંદાજ તો આવી જ જાય.”
સંજનાએ પોતાની સ્થિતિ વિશે બધી વિગતે વાત કરી.
“અહી એનજીઓમાંથી ઘણા વિદ્યાર્થીઓને મદદ કરવામાં આવી જ છે બેટા પણ....”
“પણ શું સર?”

વધુ આવતાં અંકે........
આપનો અભિપ્રાય ચોક્કસ આપજો.
તેમજ મારી બીજી એક નવલકથા “પ્રેમ કે પ્રતિશોધ” માતૃભારતી પર અચૂક વાંચશો.

‘સચેત’