7 habit of Successful persons in Gujarati Motivational Stories by Ashish books and stories PDF | સફળ વ્યક્તિઓ ની 7 આદતો

The Author
Featured Books
Categories
Share

સફળ વ્યક્તિઓ ની 7 આદતો

ઇસપની એક મશહૂર લોકકથા છે.
ખેડૂત અને સોનાના ઇડા આપતી મરઘીની
કથા. એક ગરીબ ખેડૂત પાસે એક મરથી
હોય છે. એક દિવસ તે એક સોનાનું ઇન્ડુ
મૂકે છે. ખેડૂત જયારે તે જુએ છે ત્યારે તેને
ખૂબ જ આશ્ચર્ય થાય છે. પરંતુ ચકાસણી
બાદ ઇન્ડુ સાચે જ સોનાનું નીકળે છે, ત્યારે
તે ખૂબ ખુશ થઈ જાય છે. આમ, દરરોજ
મરથી તેને એક-એક સોનાનું ઇન્ડુ આપતી
હોય છે. ધીરે ધીરે ખેડૂતની આર્થિક સ્થિતિ
સુધરતી જાય છે અને એ પૈસાપાત્ર બનતો
જાય છે, જેમ પૈસા વધે છે તેમ લોભ પણ
વધે છે અને તેની ધીરજ, સંતોષ વગેરે ઓછું
થતું જાય છે. એક દિવસ તેને વિચાર આવે
છે, લાવને મરઘીનું પેટ ચિરીને એકસાથે બધા
જ ઈંડા મેળવી લઉં, રોજ-રોજની માથાકૂટ
ટળે અને હું એકદમ સુખી, સૌથી વધુ માલદાર
બની જાઉં. આમ વિચાર કરી તે છરી લાઈન
મરઘીનું પેટ ચીરી નાંખે છે અને અંતે કશું
પામતો નથી, પણ દરરોજ સોનાનું ઈન્ડા દેતી
મ૨ઘી પણ ગુમાવે છે.
અત્યાર ના આધુનિક યુગમાં
આપણામાંના મોટા ભાગના માણસોને આ
કથા લાગુ પડે છે. પેલા મૂર્ખ ખેડૂતની જેમ આપણે પણ લાંબા ગાળાના ટકાઉ લાભ કરતા ટૂંકા ગાળા માં મળતા પરિણામો કે લાભો માં વધુ રસ લઇએ છીએ. આપણે સાચી રીતે કાર્યો કરવાને બદલે કાર્યો ની સાચી રીત શું છેં, એ પાછળ ભાગીયે છીએ અને ટૂંકા ગાળા ના લાભ મેળવવા મારે લાલવિત રહીયે છીએ અને અંતે આપણી હાલત પણ પેલા લાલચુ ખેડૂત જેવી થયી જાય છેં.
લોકો સાથે નો આપણો વ્યવહાર માત્ર પ્રભાવશાળી નહીં, પરંતુ હૃદય સુધી પહોંચે તેવો હોવો જોઈયે.
દરેક નવી મુલાકાત કે
નવા સંબંધ વખતે આપણે એકબીજા સાથે
*લાગણીનું ખાતુ” ખોલીએ છીએ. બેંક
એકાઉન્ટની જેમ જ તેમાં પણ જમા-ઉધાર
હોય છે. પરંતુ જ્યારે આપણે માત્ર લેવાની
જ આશા રાખીએ ત્યારે ખાતામાં ઈમ્બેલેન્સની
સ્થિતિ સર્જાય છે. “લાગણીના ખાતા''માં
સૌથી મહત્ત્વની અને ધ્યાન રાખવાની બાબત
એ છે કે અહીયાં બેંકના ખાતાની જેમ નથી
ચાલતું. અહીંયા તો થોડા થોડા વખતે
લગાતાર, કંઈ ને કંઈ જમા કરાવતું રહેવું
પડે છે.
આ ડિપોઝીટ વિનમ્રતા, આદર, કૃપા,
સેવા, ઇમાનદારી કે સહાનુભૂતિ કોઈ પણ
રીતે જમા કરાવી શકાય છે. જ્યારે ગુસ્સો,
જૂઠું અભિમાન, ભૂલ કરીને માફી ન માગવી
અને માનવીય સંબંધોનો અનાદર વગેરેની
બાદબાકી થતી રહેવી જોઈએ. જ્યારે આપણે
લાગણીના નામે કોઈને કશું આપીએ છીએ
ત્યારે માત્ર ઉપર છલ્લા વ્યવહારને બદલે
હૃદય થી આપવું જોઈએ, નહીંતર સામેના
માણસને લાગશે કે તેને છેતરવામાં આવી
રહ્યો છે અને તેનામાં આપના તરફ
અવિશ્વાસનો ભાવ પેદા થશે. આ ઉપરાંત
તે આપની સાથે વ્યવહાર કરવાનું પણ ટાળશે.
પરંતુ જો હૃદયપૂર્વક લાગણીનું ખાતું ખોલવામાં
આવ્યું હોય તો આપ આપના મિત્રવર્તુળ,
પરિવારજનો અને સહયોગીઓમાં જરૂરથી
વિશ્વાસ અને સફળતા પામશો.
આ પ્રસ્તાવના સાથે હું આપને સફળ
અને પ્રભાવી માણસોની સાત આદતો વિશે
જણાવવા ઇચ્છીશ. આ માણસોની સફળતાનું
રહસ્ય તેમની આદતો જ હોય છે.
મોટાભાગના માણસો આદતના નામે
પોતાની નબળાઈઓ છૂપાવતા હોય છે. જ્યારે સફળ માણસો એવી આદતો કેળવે છેં જે તેમની સફળતાના પગથિયા બની જાય છે.
આદતો કુદરતી હોય છે, તેમને કેળવી શકાતી નથી, એ વાત બિનપાયાદાર છે. સારી આદતો ચોકકસ કેળવી શકાય છે. આપણા રોજિંદા વર્તનમાં જ્ઞાન, સારો
દષ્ટિકોણ અને આવડતનો ઉમેરો કરી આપણે પણ સફળ બની શકીએ છીએ.
સફળ વ્યક્તિઓ રોજે રોજ નવી નવી વાતો અને પ્રભાવશાળી આદતો પોતાના જીવનમાં વણતા જતા હોય છે. અણગમતી વાતોને પચાવી દરેક બાબતમાં સારી વસ્તુ ખોળી કાઢવી, એ એમની સૌથી સારી લાક્ષણિકતા હોય છે.
સાત આદતો જે વ્યક્તિને
સફળ બનાવે છે તે જોઈએ :
સાતત્યતા :
અંગતદષ્ટિકોણ એટલે માત્ર કોઈ વસ્તુ કે વિચાર તરફનો એકપક્ષી દૃષ્ટિકોણ નહીં,
તે પરન્તુ આપણે શું વિચારીએ, અથવા તો કરીએ છીએ એ કાર્ય અથવા તો વિચાર પ્રત્યેની જવાબદારીનો પણ સમાવેશ થઈ જાય છે.
જવાબદારીનો સ્વીકાર, અને કાર્ય પ્રત્યે સમર્પિત અભિગમ વ્યક્તિને સફળ બનાવે છે. મનઃસ્થિતિ અને પરિસ્થિતિઓથી
વિચલીત થયા વગર જે કાર્ય કર્યે રાખે છે
એ વ્યક્તિ સફળતાને વરે છે.
આપણે જેટલા ઉત્સાહથી સ્વતંત્રતા
વિશે વિચારીએ છીએ એટલા જ ઉત્સાહથી આપણી જવાબદારીઓ વિશે પણ વિચારવું રહ્યું. સફળતા મેળવવા માટે આપણે કોઈ પણ સ્થિતિના નિર્ણાયક બનવા કરતા પ્રકાશ બનવાની કોશિશ કરવી જોઈએ, જ્યાં સત્ય અને અસત્ય, સારું અને ખોટું દરેક સ્થિતિ ઓળખાય આવે. વિવેચક બનવા કરતા આદર્શ બનવું વધુ સલાહભર્યું છે. કોઈ વસ્તુ અથવા
તો માણસની વિવેચના કરતા પહેલા આપણે
આપણા આચરણ દ્વારા જ આપણા વ્યક્તિત્વની ઓળખ આપવી ઘટે. આ વાત માત્ર પ્રસંગોપાત ન બની રહેતા આપણા
રોજિંદા જીવનનો એક ભાગ બની રહેવી જોઈએ.

ચોક્કસ ધ્યેય :
આપણી પાસે ચોક્કસ ધ્યેય હોવું જરૂરી છે. કાર્ય, વ્યવહાર, સાચા અને ખોટા વિચારો વચ્ચે ગોથા ખાતો માણસ કયારેય સફળ થઈ જ ન શકે. સાચી સમજણ કરતા
પણ મહત્ત્વ છે કોઈ પણ બાબતને સંપૂર્ણપણે સમજી લેવી. આમ કરવાથી મનના ગૂંચવાડાઓથી બચી શકાશે અને ધ્યેય પ્રાપ્તિ સરળ બનશે. નેતૃત્વ એ મેનેજમેન્ટનું એક અંગ છે, પરંતુ બન્નેના ગુણ અને લાક્ષણિક્તાઓ એકબીજાના તદ્દ્ન વિરોધી છે.
જેમ કે આયોજન કરતી વખતે ધ્યેય અને
તેની પ્રાપ્તિ માટે લગાતાર અને એકધારા
પ્રયત્નો જરૂરી છે.
સફળ માણસ કોઈપણ કાર્ય કરતા
પહેલા તેની કાલ્પનિક રૂપરેખા બનાવી લે
છે. તેઓ કોઈપણ વસ્તુની કે વિચારની
અગત્યતા અને મૂલ્ય નક્કી કરી લે છે. કાર્યને અગ્રતાક્રમ મુજબ નક્કી કરે છે અને ત્યારબાદ એક પછી એક કાર્ય સિદ્ધ કરવામાં લાગી જાય છે.
જ્યારે નિષ્ફળ માણસો આજુબાજુના
વાતાવરણ, તેમની પોતાની આદતો અને
મનઃસ્થિતિના ગુલામ બની, કાર્ય અથવા
ધ્યેયપ્રાપ્તિની નિષ્ફળતા અંગે બહાના શોધતા રહે છે.
એક ઇમારત બનાવતા પહેલા જેમ
તેની બ્લ્યુપ્રિન્ટ કાઢવામાં આવે છે, તેવું જ
કોઇપણ કાર્યનું છે. બ્લ્યુપ્રિન્ટ જેટલી સારી
હશે એટલી જ ઇમારત સારી બનશે. એ જ
પ્રમાણે વિચારો અને આયોજન જેટલા સારા હશે, એટલી જ ધ્યેયપ્રાપ્તિ સરળ અને ઝડપી બનશે. આખરે ગુણવત્તા, જો કોઈ કાર્ય પતી ગયા પછીની નહીં પરન્તુ કાર્ય કરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબત છે.
પ્રથમ કાર્ય સર્વપ્રથમ
-શક્તિગત આયોજન એ સૌથી મહત્ત્વની બાબત છે. વિવિધ કાર્યો અને બાબતોનું ઘડતર, આયોજન અને સમય બાબતની તાકેદારી એ વ્યક્તિગત અથવા સંસ્થાકીય, કોઈ પણ કાર્યમાં મોટો ભાગ ભજવે છે.
આપણામાંના મોટાભાગનાને તાત્કાલિક કાર્યો સર્વપ્રથમ કરવાની આદત હોય છે, પછી તે ખરેખર કેટલા મહત્ત્વના છે તે જાણવા અંગે આપણે એટલી ઉત્સુકતા
કરતા શીખવું જરૂરી છે. દરેક તાત્કાલિક કાર્ય અતિમહત્ત્વનું હોય તે જરૂરી નથી, માટે
તાત્કાલિક કરતા અતિમહત્ત્વનું કાર્ય પહેલા
થવું જોઈએ.
આપણો સ્વભાવ છે કે Urgent
લખેલું કોઈપણ કાર્ય આપણે પહેલા હાથમાં
લેશું. મહત્ત્વહીન કાર્ય કે બાબતો કરતા
મહત્ત્વની બાબતો તરફ લક્ષ્યને પ્રાથમિકતા
આપવી ઘટે.

વિજયી વિચારધારા :
જીત અને કેવળ જીત. એ વિચારધારા
કેવળ આપને જ નહીં પરંતુ આપ જે
વાતાવરણ અથવા સમુહમાં રહો છો તેને પણ પ્રભાવિત કરે છે.
પરિવાર હોય કે ઉદ્યોગગૃહ, દરેક
જગ્યાએ સફળતા સંઘભાવનાને જ સફળતા મળે છે. વ્યક્તિગત પ્રયાસો કરતા સામૂહિક પ્રયાસોમાં જો ઐકય હોય તો તે વધારે સફળ થાય છે. પરન્તુ આમાં પણ વ્યક્તિ તો એકબીજાના વિચારો સાથે સાંમજસ્ય સાધીને કાર્ય કરે તો વધુ સારૂ પરિણામ આવી શકે છે. વ્યક્તિની સ્વતંત્ર વિચારધારા એક બાબત છે, અને અન્ય વ્યક્તિઓને પોતાની વિચારધારામાં સહેજપણે સમ્મિલીત કરવા એ તદ્દન અલગ પરન્તુ અતિમહત્ત્વની બાબત
છે. જીત મેળવીને જ જંપવાની માનસિકતા
ધરાવતી વ્યક્તિને જયાં સુધી સંતોષકારક
પરિણામ નમળે ત્યાં સુધી દરેક વિકલ્પ ચકાસી જાય છે. આ વિશ્વમાં બધા માટે પૂરતી તકો રહેલી છે એવો વિશ્વાસ ધરાવતા લોકો સફળતાને વરે છે. જ્યારે કાર્યપ્રત્યે ગમે તેટલો ઉત્સાહ અને લગન ધરાવતા લોકો પણ માત્ર વિજયી અભિગમ ન ધરાવતા હોવાને લીધે હાર માનીને બેસી જાય છે અને ગમે તેટલા પ્રયાસો પછી પણ સફળ નથી થઇ શકતા.
આશિષ શાહ
પ્રતિભાવો whatsapp કરો
9825219458
માતૃભારતી પર 9 મહિના થી જ લખવાનું ચાલુ કયુઁ છેં.