Kalank ek vaytha - 8 in Gujarati Fiction Stories by DOLI MODI..URJA books and stories PDF | કલંક એક વ્યથા.. - 8

Featured Books
Categories
Share

કલંક એક વ્યથા.. - 8

કલંક એક વ્યથા..8


આગળ જોયું આપણે બંસી અને સંજયની. સગાઈ નકકી થઈ ગઈ છે. બિંદુ પાસે તો એનો ભૂતકાળ વાગોળવા સીવાય હાલ કોઈ રસ્તો નથી. પણ રસ્તો શોધતી રહેતી બિંદુ હવે થાકી ગઈ હતી. શારીરીક અને માનસિક બંને પ્રકારે, હવે સહન શક્તિ પણ જવાબ દઈ ગઈ હતી. મોનીકાનો ગુસ્સોઘરની જવાબદારી અને રાકેશનો શારીરીક અત્યાચાર.....


પગમાં ટુંટેલી કાચની ડીશની કરચો ખૂંપી અને લોહીના ટસ્યા ફુટી આવ્યા. પરંતુ એ તો એના ક્રમ મુજબ ધીમે ધીમે લંગડાતા પગે, મોઢેથી ઉંહકાર પણ કર્યાં વગર કામે વળગી. મોનિકા ગુસ્સામાં વ્હીલચેરને પોતાની જાતે ધકકો મારતા પોતાના ઓરડામાં ગઈ. દાદા,દાદી,દર્શને ગયા. સવારના


નવ વાગયા હતા. રાકેશ પણ જાગી ફ્રેશ થવા બાથરૂમાં ગયો. હજુ રાતનો નશો માથે સવાર હતો એટેલે પગ લથડીયા લેતા હતા. એણે બાથરૂમમાં જઈ શાવર ચાલુ કર્યો.


બિંદુએ રાકેશના ઓરડામાં નજર કરી, એ નહીં દેખાયો એ સમજી ગઈ,- કે એ બાથરૂમમાં છે એટલે એને પંદર વિસ મીનીટ તો અંદર થસેજ એ સમયનો બિંદુ રોજ ઉપયોગ કરી ઘરમાં, રાકેશના વોર્ડરોબ,ડ્રોઅર, ઓફિસ બેગ, બધુ વિખી લેતી, પરંતુ હજુ એને જે શોધતી હતી એ નહતું મળ્યુ. આજ તો એણે જોયુ ડ્રોઅરમાં લાખો રૂપિયાના બંડલ્સ પડ્યા હતા. એ જોઈ થોડી વાર તો એને એક આશાની કીરણ દેખાઈ પોતાની આઝાદી માટે, પણ એ લઈ જવું ક્યા..? ભારત જવા માટે પાસપોર્ટ જોવે એ જ મળતો ન હતો. પોતે ભણેલી હતી,પરંતુ ગણેલી નહતી,એમાં પણ અત્યાચારથી જાણે એની બુધ્ધી, સમજણ, સુજબુજ, વિચાર શક્તિ, બધુ ક્ષિણ થઈ ગયું હતુ. રૂપિયાના બંડલ્સ જોઈ એક કીડો સળવળ્યો મગજમાં એના આઝાદીની લાલચ ઉભરી આવી. બિંદુ એના ઓરડામાં ગઈ અને મગજ વિચારોના ચકરાવે ચડયું હતુ. એને ચેન ન હતુ પડતુ,એ ઓરડામાં આવી પલંગ પર લમણે હાથ રાખી રઘવાઈ થતી બેઠી આંખો ઓરડાની દિવાલો પર ચકળવકળ ફેરવતી હતી. એજ સમયે મગજમાં કઈ ચમકારાની જેમ વાત આવતા એ એક મીનીટ સ્થિર થઈ ગઈ.


અને દાંત ભિંસતા એક જ શબ્દ નીકળ્યો મોઢેથી, ' ફાઈનલ હવે જે થવુ હોય એ થાય, યા તો ઘરે પહોંચીશ અથવા તો મોત મળશે કોઈ પણ રીતે આ નર્ક માંથી તો છુટકારો મળશે.


બિંદુએ મનોમન કંઈક બબડી અને એક ઊંડો શ્ર્વાસ લઈ ઊભી થઈ અને રસોડા તરફ ગઈ. રસોઈ બનાવી બધાને જમાડ્યા, રાત પડવાની વાટ જોતી મગજમાં કયાં જશે..? શું કરશે..? કેવી રીતે કરશે..? ના પ્લાન મનમાં ગોઠવવા લાગી હતી. જીવ જરાપણ કામમાં ન હતો. એક જીદ અને ઝનુન હતુ મગજમાં કઈ પણ થાય આજ અહીંથી નીકળી જવું છે. એનો જીવ કામમાં ન હતો એ મોનીકા ત્રાંસી નજરે જોતી હતી. કયારે પણ બિંદુને ગમે એટલી મારી હોય પણ એ કામ કરતી ત્યારે જાણે પોતાને એ કામમાં ડૂબાડી દર્દ ભૂલવાની કોશીશ કરતી, પરંતુ આજ બિંદુના આસાર કંઈક અલગ હતા.એ મોનીકાને સમજાતુ હતુ. બંને વચ્ચે એવો કોઈ સંબધ ન હતો કે એક બીજાને સવાલ પણ કરી શકે....


બધાના પોતાના ઓરડા અલગ હતા. એટલે બિંદુએ ફરી આજ બપોર પડતા રાકેશના ઓરડામાં જઈ પંલગથી લઈને તિજોરીના ચોર ખાના સુધી બધુ ચેક કર્યું. રૂપિયા થોડી થોકડી લઈ સફાઈ કરવાના ગાભામાં છુપાવી પોતાના ઓરડાના પલંગમાં છુપાવ્યા. અને ફરી એ ઓરડામાં જઈ કબાટમાં ચોર ખાના સુધી ચેક કર્યું. માત્ર એક કાગળ એવો મળ્યો જેનાથી પોતે કોણ છે એ સાબીત થતુ હતુ. પરંતુ એ પણ જૂઠ જ તો હતુ. દુબઈ આવવાની લાલચ અને પરિવારની મજબૂરીને ટાળવા બનાવેયેલો જૂઠો કાગળ. ભારત જવા પુરતો ન હતો. એનો પાસપોર્ટ હજુ ન હતો મળ્યો. પરંતુ એણે તો આજ મનોમન નકકી કર્યું હતુ જે થાય આવી જીંદગી જીવવા કરતા મોત સારી, પણ પરિવારને મળવાના પ્રયાસ કર્યાં વગર તો મોત પણ સ્વિકારવુ ઠીક નથી. ધીરે ધીરે સુરજ એની લીલા સંકેલી પોતાના દેશ તરફ રવાના થવા લાગ્યો....અહીં બિંદુએ પણ હવે જાણે સૂરજને કહી જ દીધુ આપણી મુલાકાત હવે.


ભારતમાં થશે નહીં તો કયારેય નહીં થાય. એને સૂરજ પણ જાણે બિંદુના મકકમ ઈરાદાને સાથ આપતો હોય એમ ધીમે પગલે બિંદુ સામે ફરીફરી જોતો હોય એમે આગળ વધવા લાગ્યો........


હવે આગળના ભાગમાં વાંચીશુ બિંદુ અને આભમાં ઊગતા સૂરજની મુલાકાત થશે કે નહીં...? બિંદુની નવી સવાર કેવી હશે..?


(ક્રમશ....)


🙏જય શ્રીકૃષ્ણ 🙏


✍ડોલી મોદી 'ઊર્જા '


ભાવનગર