Dear Pandit - 13 in Gujarati Fiction Stories by Krishna Timbadiya books and stories PDF | પ્યારે પંડિત - 13

Featured Books
Categories
Share

પ્યારે પંડિત - 13

મૃણાલ. કુંદન બોલી પડી.
મૃણાલનું નામ સાંભળીને ક્યારા ધાડમ કરતા ચકર ખાઈને સીડી પર ઢળી પડી.
કુંદન અને મમ્મી એને રૂમમાં લઈ ગયા. એના પપ્પાને પણ બોલાવી લીધા અને ડોક્ટરને બોલાવી તપાસ કરવા કહ્યું. તમે કહ્યું નહીં કે શું થયું છે? સવાણી સર એ ડોક્ટરને પૂછ્યું.
કઈ નથી થયું.
કઈ નથી થયું તો આટલા ટાઇમથી બેહોશ કેમ પડી છે એ.
એણે કોઈ ખબર અચાનક જ સાંભળી હશે એટલે અથવા તો તમે એના મેરેજ એવી જગ્યાએ તો નથી કરાવતાને જ્યાં એ કરવા ના માંગતી હોય.
આ તમને કઈ રીતે ખબર?
ફેમિલી ડોક્ટર છું એટલે પૂછયું.
હા એક જગ્યાએ વાત તો ચાલતી હતી પણ ત્યાં એને પસંદ નથી.
ઓકે તો તમે શું કર્યું?
એ જ જે એક સારા બાપે કરવું જોઈએ. કાલે કોલ કરીને ના પાડી દઈશ.
Good. અને હા એક વાતનું ધ્યાન રાખજો કે એની સામે આ બધી વાતો થોડા ટાઇમ ના કરતા. ઠીક છે કઈ બીજો પ્રોબ્લેમ થાય તો કોલ કરજો. Bye

ક્યારાને હજુ હોશ આવ્યા ન હતા એની મમ્મી બાજુમાં બેસી એને જાગવાની રાહ જોઈ રહી હતી. ત્યાં ઊંઘમાં ક્યારા બબડી રહી હતી કે આ મૃણાલ કોણ છે કુંદન?

આ શું પૂછી રહી છે? એની મા એ કુંદન સામે જોઈ બોલી
એ પૂછી રહી છે કે મૃણાલ કોણ છે? કુંદન ફરીથી રિપીટ કર્યું.
એ બતાવાની જગ્યાએ પૂછે છે કેમ?
કુંદન એ ઇશારાથી એની માં ને એક સાઇડ બોલાવી કહ્યું કે એમાં એવું છે ને કે મેં છોકરાનું પૂરું નામ નથી કહ્યું ને એ વાત એના મગજમાં બેસી ગઈ છે એટલે.
તો મૃણાલ એનું પૂરું નામ નથી?
ના. અસલમાં એનું નામ મૃણાલ પણ નથી. મારો કહેવાનો મતલબ હતો કે મૃણાલ. મૃણાલ એટલે બધાથી અલગ.
મતલબ?
અરે હું નામની વાત નથી કરતી. હું તો કેરેક્ટરની વાત કરતી હતી. મારો મતલબ એના જેવો કોઈ છે જ નહીં. ગોળ ગોળ વાત કરતા જવાબ આપી દીધો કુંદન.
કઈ નહીં એ તો હું સમજી શકું છું. થોડીવાર તો મને એમ લાગ્યું કે તું પંડિત શુભાશિષના છોકરાની વાત કરે છે. હે ભગવાન. આ ઉઠે એટલે બોલાવ જે હું નીચે જઈને તારા પપ્પા સાથે વાત કરી લઉં.

ક્યારા ક્યારા! ઉભી થઈ જા. મમ્મી જતી રહી છે. કુંદને ક્યારાને જગાડી બોલી
ક્યારા ઉભા થતા જ કુંદનના ગાલ ઉપર તમાચો મારી દીધો અને ગુસ્સાથી એની સામે જોઈ રહી.
કોણ છે એ મૃણાલ? પેલો કામિનો. પંડિત શુભાશિષનો છોકરો. એક નંબરનો લોફર એનું નામ લીધું તે અને કહ્યું કે હું એને પ્રેમ કરું છું. આવું વિચારે છે તું મારા વિશે. તને લાગ્યું કે કોઈ પણ વ્યક્તિનું નામ મારી સાથે જોડી દઈશ અને હું ચૂપ રહીશ. ખાલી એટલા માટે કે હું તકલીફમાં છું. અરે તકલીફ ગઈ ભાડમાં. અને જો એ લોફરનું નામ લઈને તકલીફ ટળે છે તો બિલકુલના ટળે. હવે જો બીજી વખત એનું નામ લીધું છે ને તો મો તોડી લઈશ તારું. ક્યારા ખરેખર ગુસ્સામાં આવીને જે મનમાં આવે તે બોલ્યે જતી હતી.
તો મારી વાત પણ સાંભળી લે ક્યારા. એ વાત તો મેં ક્યારની બદલી નાખી છે. મમ્મીએ પણ એ જ વિચાર્યું કે પંડિતજીના છોકરાની વાત કરે છે.
તો? કોની વાત કરી રહી હતી?
અરે હું મારો કહેવાનો અર્થ એ હતો કે કેરેક્ટરમાં મૃણાલ. મતલબ કે એના જેવો કોઈ છે જ નહીં.
Omg! ક્યારા ને પછતાવો થયો કે એને આ શું કર્યું. તે મને પહેલા કેમ ના કહ્યું? બહુ જ ખરાબ છું ને હું? કેટલી જોરથી થપ્પડ મારી દીધી તને.
કુંદનના ગાલ પર હાથ મૂકીને કહ્યું આઈ એમ સોરી. પ્લીઝ
ઠીક છે તારી બહેન છું એટલે માફ કરી દીધી બસ. કુંદન હલકું હસતાં બોલી.
*
મૃણાલ ઘરે આવતા જ અવની એ એના હાથમાંથી ટિફિન લઈ લીધું. અરે આજે જે તો બધું જ ખાઈ ગયો તું. મૃણાલ બોલ્યા વગર રૂમમાં જવા લાગ્યો. અવની એ હાથ પકડી ને ઊભો રાખ્યો. શું વાત છે? કેમ કઈ બોલતો નથી? તને કહ્યું હતું કે સારો માણસ બની જા પણ હવે એટલો સારો પણ ના બની જા કે તારાથી ડર લાગવા લાગે.
હું મારી ડિગ્રીના સર્ટિફિકેટ ગોતું છું પણ ખબર નહીં ક્યાં રાખી દીધા છે? મૃણાલ બોલ્યો
હવે એની શું જરૂર છે?
મારે કામ છે એટલે. થોડી ચા પીવડાવી દે પછી શોધીશ સર્ટિફિકેટ.
ઠીક છે બનાવું છું કહી અવની રસોડામાં જતી રહી.
મૃણાલ રૂમમાં આવી દરવાજા બંધ કરી રડી પડ્યો એ એના મેડલ જીત્યો હતો એને જોઈ રહ્યો અને પછી આંસુ લૂછીં અરીસામાં પોતાને જોઈ રહ્યો. હસવાની કોશિશ કરી રહ્યો હતો પણ આંસુ રોકવાનું નામ લેતા ન હતા. ક્યાંય સુધી એમ જ બસ રડી લીધું. અને પછી હાથ મો ધોઈને ફ્રેશ થઈ ગયો.
*
અનુજ સવાણી. ક્યારાના પપ્પા કૈંક વિચારતાં એના ગાર્ડનમાં ઉભા હતા. સવાણી સાહેબ નવ વાગ્યાના સમાચાર શરૂ થઈ ગયા છે સાંભળી લો. મીરા તેને બોલવા આવી. ના આજે મન નથી. ટીવી બંધ કરી દે. આ સાંભળી મીરા તેની પાસે આવી, બધું ઠીક છે ને! કઈ પરેશાની તો નથી ને?
ના! કઈ પરેશાની તો નથી પણ એની વાત યાદ આવે છે તો મને લાગે છે કે મેં કૈંક ખોટું કર્યું છે.
પણ હોંશમાં તો આવી ગઈ છે અને જમી પણ લીધું છે. અને જો કઈ વાત નો ડર છે તો બોલાવી ને વાત કરી લ્યો.
હું એની વાત નથી કરતો.
તો પછી કોની વાત કરો છો?
અરે! પેલા પંડિત શુભાશિષનો છોકરો છે ને! શું નામ છે એનું.
મૃણાલ
હા! મૃણાલ. સવાણી સાહેબ ને યાદ આવ્યું હોય એમ બોલ્યા.
અરે! નહીં એવી કોઈ વાત નથી. પેલા તો હું પણ એ જ સમજી હતી કે તે એ મૃણાલની વાત કરે છે પણ પછી ખબર પડી કે એ તો એના કેરેક્ટરની વાત કરતી હતી.
હું પણ એના કેરેક્ટરની જ વાત કરું છું. આજે ખબર પડી કે તે આપની મિલની એક છોકરીને હેરાન કરી રહ્યો હતો.
કમીનો! જરા પણ વિચાર નથી કે એનો બાપ કોણ છે. હું તો કવ છું ધક્કો મારીને કાઢી મૂકો એને.
કાઢી મૂક્યો. પણ હવે પછતાઈ રહ્યો છુ. અનુજ નીસાશો નાખતા બોલ્યા
આ કોઈ પછતાવવાની વાત થોડી છે? આ વાત પર તો ખુશ થઈ જાઓ. સારું કર્યું તમે. અને હવે પંડિતજીની સારી નિયત જોઈને અફસોસ થાતો હોય તો મળે તો તરત જ કહી દેજો કે આવો છોકરો છે તમારો.
એ ટાઇપનો નથી એ. હવે મને એમ લાગે છે કે તે એ પ્રકારનો નથી. આ ટાઇપ ના છોકરાઓ ને જોયા છે મેં. એવો કોઈ વ્યક્તિ આટલા confidence થી એના બોસ સાથે વાત ના કરી શકે અને ના તો બે દિવસ પહેલા મળેલી નોકરી ને લાત મારીને કહે કે મારા પપ્પાને જણાવજો કે, હું પણ એ જોવા માંગુ છું કે મારા પપ્પાને ક્યાં ક્યાં મારા પર વિશ્વાસ ના હતો. એ છોકરી વિશે જાણ્યું તો ખબર પડી કે એ તો આપણાં મેનેજર મિસ્ટર વ્યાસ સાથે બેસી અત્યારે હોટલમાં ડિનર કરે છે. અને એને તો મને મેમો આપ્યો હતો.
જો એવી જ વાત છે તો પાછો બોલાવી લો એમને. મીરા એ solutions આપતાં કહ્યું.
હું તો બોલવી લઈશ પણ શું એ આવશે બીજી વાર જોબ કરવા? અને એ પણ આટલી insult કર્યા પછી. આઇ ડોન્ટ થેન્ક સો.
*
મૃણાલ ફ્રેશ થઈને બેડ પર બેઠો હતો. ત્યાં અવની આવી. આ લે તારા બધા સર્ટિફિકેટ. માથા પર માલિશ કરી દઉં?
ના! આજે નહીં!
અવની એની બાજુમાં બેસી ગઈ. તારી જોબની position પર ગુસ્સો આવે છે. તો ગુસ્સો ના કર. બધાને beginning માં આવું જ હોય છે. ખબર છે adisan પેલા શું કરતો હતો? અવની example આપી સમજાવી રહી હતી.
તું મારી વાત કર. મને નથી લાગતું કે હું ક્યારેય મોટો માણસ બની શકીશ.
તો શું આપણાં દાદા ખોટું બોલતા હતા, મમ્મી કહેતી હતી કે દાદા તને ખોળામાં લઈને કહેતા કે જો જે શુભાશિષ આ એક દિવસ મોટો આદમી બનશે.
મૃણાલને અવનીની વાત પર હસવું આવી ગયું.
હસે છે કેમ? તે જ મનમાં નકકી કરી લીધું છે કે તું મોટો આદમી નહીં બની શકે. અને અવની ત્યાંથી ચાલી ગઈ. મૃણાલ અવની ને જતી જોઈ રહ્યો અને કહ્યું કે એને કેમ સમજાવે કે હવે એની આગળ નોકરી પણ નથી રહી.
*
કુંદન ક્યારાની વાત વિચારી ને બેડ પર પડી વિચારતી હતી ત્યાં દરવાજા પર કોઈએ નોક કર્યું. કોણ છે? જોયું તો ક્યારા અંદર આવી રહી હતી.
હજુ નારાજ છો મારાથી? ઠીક છે તો તું પણ મને થપ્પડ મારી લે.
હવે જા જા! આવું થોડું હોય છે કે મોટી બહેનના ગાલ પર તમાચો મારી દઉં.
ક્યારા કુંદનનો હાથ પકડીને બોલી તો ઠીક છે સોરી. Promise હવે ક્યારેય પણ નહીં થાય આવું.
આ વાતને તો તું રહેવા જ દે ક્યારા. તું ખાલી મને એ બતાવ કે મૃણાલથી તને એટલી નફરત કેમ છે?
મને એનાથી નફરત નથી. Who is he?
એ મારી બેસ્ટ ફ્રેન્ડનો મોટો ભાઈ છે. અને તને ખબર છે કે કેટલી સારી છે એ.
હું તો એ પણ જાણું છું કે પંડિતજી બહું જ સારા વ્યક્તિ છે પણ મૃણાલ શું છે? ક્યારા દલીલ કરતા બોલી
તું અને હું આ બાબતે કોઈ નિર્ણય કેમ લઈ શકીએ કે કોણ કેવું છે? અને હવે તું મારા પર ગુસ્સો કરીશ કે મેં એનું નામ કેમ લીધું. પણ ગુસ્સો કરતી નહીં અને લોજિક આપીને સમજાવ કે આપણે કોઈને જોઈને કેવી રીતે ખબર પડી જાય કે કોણ કેવું છે? અથવા તો કેવો સંબંધ છે એની જોડે.

મારી આગળ બહુ જ સિમ્પલ લોજિક છે કે હી ઈઝ નો બડી ફોર મી. હા બે દિવસ અગાઉ ખબર પડી કે પપ્પાની મિલમાં જોબ કરે છે. ઠીક છે એમ્પ્લોયી છે આપણો. અને એક નંબરનો કામચોર છે. યાદ છે ને કે ઓફિસ ટાઇમ પર ત્યાં ગ્રાઉંડ પર બેસી મેચ જોતો હતો.
હવે એ આપણો એમ્પ્લોયી નથી રહ્યો ક્યારા. પપ્પાએ એને નોકરીમાંથી કાઢી મૂક્યો છે. મિસ મનસ્વી એ છેડતીની complain કરી છે એના પર. કુંદન બોલી.
આ સાંભળી ક્યારા હસી પડી.
અને પપ્પા આજે એટલે જ એના દુઃખમાં ગાર્ડનમાં ફરતા હતા. કુંદન ગંભીર થઈ ગઈ
કેમ? ક્યારા પણ ગંભીર થઈ ગઈ.
કારણકે ઘરે આવીને એમને લાગ્યું કે મૃણાલ ગુનેગાર નથી. પોતાની જાતને કોશી રહ્યા હતા.
તને કોણે કહ્યું આ બધું?
મમ્મીએ. અને એ પણ કહ્યું કે જમ્યા પણ નથી સરખી રીતે.
હા, તો પપ્પાને એ નહીં ખબર હોય કે મેં મારી આંખોથી એને મનસ્વીની ગાડીમાંથી નીકળતા જોયો હતો. ક્યારા ગુસ્સે થઈ ગઈ. બિચારી એ લિફ્ટ આપી હશે અને એને એમ થયું હશે કે પટાવી લીધી એને. કુંદન ક્યારા સામે જોઈ રહી.
હા, એટલે જ તો accidents થયું હશે. એ પોતાની જાતને બચાવી રહી હશે બિચારી.
પ્લીઝ, તો આ વાત જઈને પપ્પાને જણાવને. કુંદન વ્યંગ કરતાં કહ્યું
એમાં શું છે. કહી દઈશ.
અને પછી પપ્પા જે કહે એ સાંભળીને અવાજે.
એવું તો શું કહેશે?
એક પછતાયેલ આદમી શું કહી શકે. મમ્મી તો કહેતી હતી કે પપ્પાનું ચાલે તો એને જઈને સોરી કરે. અને પંડિત શુભાશિષ પાસે જઈ પોતાના વ્યવહાર બદલ માફી માગે.
જો એવી જ વાત હોય તો પાછો બોલાવી લે એને. બીજીવાર જોબ પર રાખી લે. ક્યારાને એમ કે આ વિશે કોઈએ વિચાર્યું પણ નહીં હોય એમ સલાહ આપી.
હવે તે પાછો નહીં આવે.
કેમ નહીં આવે?
એ પંડિત શુભાશિષનો છોકરો છે. ભલામણથી મળેલી નોકરીને લાત મારી ગયો. તને ખબર છે જ્યારે એ મેચમાં સટ્ટો રમાતો હતો ને ત્યારે અવની મને કહેતી પણ એને ક્યારેય એવું ના હતું કહ્યું કે મારો ભાઈ કોઈ છોકરીની ઈજ્જત નથી કરતો. એકવાર પૂછ્યું કે કોઈને પ્રેમ તો કરતો હશે. ત્યારે કહ્યું કે ખબર નહીં કરતો હશે પણ કોઈને એનું નામ નથી કહેતો. બન્ને ક્યાંય સુધી ખામોશીથી બેસી રહી. એ બન્ને પણ મૃણાલ પર દયા આવી રહી હતી.

વધુ આવતા અંકે..