Sapna Ni Udaan - 38 in Gujarati Motivational Stories by Dr Mehta Mansi books and stories PDF | સપના ની ઉડાન - 38

Featured Books
  • आखेट महल - 19

    उन्नीस   यह सूचना मिलते ही सारे शहर में हर्ष की लहर दौड़...

  • अपराध ही अपराध - भाग 22

    अध्याय 22   “क्या बोल रहे हैं?” “जिसक...

  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

Categories
Share

સપના ની ઉડાન - 38

આપણે આગળ જોયુ કે હોટેલ ના રૂમ ની સજાવટ રોમેન્ટિક મૂડ બનાવવા માટે પૂરતી હતી. રોહન અને પ્રિયા રૂમ માં આમ તેમ નજર ફેરવી જોઈ રહ્યા હતા...

પ્રિયા એ પોતાનો સામાન મૂક્યો અને બેગ માંથી થોડા હળવા કપડા લઈ રોહન ને કહ્યું,
" રોહન ! હું થોડી વાર માં ફ્રેશ થઈને આવું હો.. "
રોહન : ઓકે ઓકે.

પ્રિયા જેવી બાથરૂમ માં ગઈ એટલે રોહન એકદમ ખુશી સાથે ત્યાં એક હાર્ટ શેપ નું ઓશિકું હતું તે લઈ જાણે પ્રિયા સાથે ડાંસ કરતો હોય તેમ કપલ ડાંસ કરવા લાગ્યો.. એ સમયે એકાએક તેનાથી ટેબલ પર પડેલો કાચ નો ગ્લાસ પડી ગયો.. અને તેના ટુકડા થઈ ગયા.. આ અવાજ સાંભળી પ્રિયા અંદર થી બોલી...
" રોહન.... શું પડ્યું ? "

રોહન : સોરી..સોરી..પાણી પીવા જતો હતો તો ગ્લાસ હાથ માંથી પડી ગયો..
પ્રિયા : કંઈ વાંધો નહિ.. તને વાગ્યું તો નથીને...
રોહન : ના..

ત્યારબાદ રોહન ધીમેથી બોલ્યો..
" રોહન... કંટ્રોલ કંટ્રોલ... "
આમ બોલી તે ફરી પોતાની સાથે જ વાત કરતા બોલ્યો...
" શું કંટ્રોલ...? આમાં કંટ્રોલ કઈ રીતે કરવો.? આ રૂમ ની એક એક વસ્તુ મને પ્રિયા તરફ આકર્ષે છે....... બહાર મંદ મંદ ફૂંકાતી ઠંડી હવા અને અંદર આ ગુલાબ ની ખુશ્બૂ ની મહેક અને મીણબત્તી ની મંદ મંદ રોશની અને એમાં પણ પ્રેમ ના રસમાં ડૂબેલા આ બે હંસલા ની જોડ ના સ્ટેચ્યુ અને સાથે ચાંદ ને પણ પોતાની સુંદરતા માં પાછો પાડે અને ચાંદની ની માફક સફેદ અને તેજસ્વી મન મોહક રૂપ ધરાવતી મારી પ્રિયા.. મને મારી લાગણી ને બહાર આવવા મજબૂર કરે છે..
રોહન..... ચાલ લાગી જા.. ભાઈ.. "

આમ બોલી તે બેડ પર પાથરેલી ગુલાબ ની પાંખડીઓ સાફ કરવા લાગ્યો.. પછી તેણે બધી મીણબત્તીઓ ઓલવી નાખી અને લાઇટ ઓન કરી.. હાર્ટ શેપ ના બલૂન હતા એ બધા કાઢી લીધા અને તેમાં ભરેલી હવા કાઢી નાખી.. હંસલા ની જોડ વાળા બંને સ્ટેચ્યુ લઈ તેને એક ખૂણામાં મૂકી દીધા. તેણે તો રૂમ ની કાયાપલટ જ કરી નાખી.. પછી તે બોલ્યો . " હમમ.. હવે ઠીક છે.. "

આ સાથે પ્રિયા બાથરૂમ માંથી નીકળી અને રૂમ ની કાયાપલટ જોઈ તેણે રોહન સામે જોયુ તો રોહન અચકાતા બોલ્યો..
" હા.. એ .. મે રૂમ સાફ કર્યો.. મને લાગ્યું કે તું અહી કંફર્ટેબલ નથી તો ... "

પ્રિયા એ માત્ર માથું હલાવી.. " હમ્મ.. " એટલું કહ્યું અને તે આવતી હતી ત્યાં ગ્લાસ તૂટવાથી કાચ નો એકાદ ટુકડો કદાચ ત્યાં રહી ગયો હતો એટલે તે પ્રિયા ના પગ માં વાગી ગયો...
પ્રિયા : આઉચ....

પ્રિયા એ તરત પગ ઉંચો કર્યો. તેને પગ ના તળિયે કાચ વાગવાથી લોહી નીકળી રહ્યું હતું.. રોહન આ જોઈ તરત પ્રિયા પાસે આવ્યો અને તરત તેને ઉંચકી ને બેડ પર બેસાડી.. રોહન પ્રિયા નો પગ લઈ તેને જ્યાં વાગ્યું હતું ત્યાં ફુક મારવા લાગ્યો.. પછી તે ઉભો થઇ આમતેમ જોવા લાગ્યો..
પ્રિયા : રોહન હું ઠીક છું.. આ બસ નાનો એવો ઘાવ છે...

રોહન એ તેનું કંઈ સાંભળ્યું નહિ તે હજી આમતેમ કંઇક શોધી રહ્યો હતો.. ટેબલ ના એક ખાનામાં તેને ફર્સ્ટ એઇડ બોક્સ મળ્યું તે એ લઈ તરત પ્રિયા પાસે આવ્યો.. અને પ્રિયા ના ઘાવ પર મલમ લગાવવા લાગ્યો.. આ સમયે પ્રિયા માત્ર રોહન ની સામે જોઈ રહી હતી.. તે રોહન ની પોતાના પ્રત્યે આટલી ચિંતા ને અનુભવી રહી હતી.. તેને ખબર જ રહી નઈ કે ક્યારે રોહન એ તેને પાટો પણ બાંધી દીધો...
રોહન : હવે કેવું લાગે છે... ?

રોહન ની વાત સાંભળી પ્રિયા નું ધ્યાન તેના પગ પર ગયું તો .. પગ માં પાટો પણ બંધાઈ ગયો હતો . તેને આ સમયે જરા પણ દર્દ નો અનુભવ થયો નહિ..
રોહન : પ્રિયા તું હવે આરામ કર.. અહી બેડ પર સુઈ જા.. હું સોફા પર સુઈ જઈશ..

આમ બોલી તે પણ ફ્રેશ થવા જતો રહ્યો.. તે બહાર આવ્યો ત્યાં પ્રિયા સુઈ ગઇ હતી.. તે સોફા પર જઈ ને બેસી ગયો.. બેઠા બેઠા તે પ્રિયા ના ચહેરા ને જોઈ રહ્યો હતો.. પ્રિયા સૂતા સૂતા ખૂબ માસૂમ લાગી રહી હતી.. રોહન ને પહેલીવાર પ્રિયા ને આ રીતે જોવાનો મોકો મળ્યો હતો.. થોડા સમય માં તેની પણ આંખ મીંચાઈ ગઈ.. તે બેઠા બેઠા જ સુઈ ગયો.. અડધી રાત્રે પ્રિયા જાગી તો તેણે જોયું કે રોહન બેઠા બેઠા જ સુઈ ગયેલો છે અને તેને ઠંડી પણ લાગી રહી છે.. એટલે પ્રિયા રોહન પાસે ગઈ અને તેને સરખી રીતે સુવડાવ્યો.. અને એક ચાદર લઈ તેને ઓઢાડી ...

સવારે ૭ વાગ્યા આસપાસ રોહન ની આંખ ખુલી ગઈ તેણે જોયું કે પોતે ચાદર ઓઢેલી છે એટલે તેણે તરત પ્રિયા તરફ જોયું અને સ્માઈલ કરી. પછી તે બાથરૂમ માં જતો રહ્યો...

રોહન જેવો બાથરૂમ માં ગયો ત્યાં પ્રિયા ની આંખ ખુલ્લી.. સામે રોહન ને ના જોતા તે ઊભી થઈ રોહન ને આમતેમ શોધવા લાગી.. તે બહાર ગેલેરી માં પણ જોઈ આવી પણ રોહન ત્યાં પણ નહોતો.. અચાનક તેનું ધ્યાન બાથરૂમ પર ગયું.. તો તેનો દરવાજો અંદર થી બંધ જોઈ તેને જીવ માં જીવ આવ્યો... પછી તે પોતાનો ફોન ચેક કરવા લાગી..
કલાક થઈ ગઈ પણ રોહન બાથરૂમ માંથી બહાર ના આવ્યો એટલે પ્રિયા બોલી...
" રોહન... હજી કેટલી વાર... "
રોહન : બસ અડધી કલાક...
પ્રિયા : હે ! હજી અડધી કલાક...! રોહન તું એક કલાક થી બાથરૂમ માં છો .. આપણે ૧૦ વાગે એનજીઓ એ પહોંચવાનું છે.. એતો ખબર છે ને...
રોહન : હા..હા..

રોહન ત્યાર પછી અડધી કલાક રઈ નીકળ્યો.. બહાર પ્રિયા ગુસ્સામાં આમતેમ ફરી રહી હતી.. રોહન ના બહાર આવતા જ તે ગુસ્સામાં તેની પાસે ગઈ અને બોલી..
" રોહન .... તું દોઢ કલાક થી અંદર શું કરી રહ્યો હતો ? "
રોહન : અરે ! બાથરૂમ માં શું કરવાનું હોય.. નહાવાનું જ હોય ને !
પ્રિયા : રોહન નહાવા માં આટલો સમય વળી કોણ લગાડે ?
રોહન : અરે! કોણ લગાડે એટલે.. હું લગાડું...
પ્રિયા : વાહ...! તને જ્યારે તારી પત્ની આવશે ને ત્યારે જ ખબર પડશે...

આમ બોલી તે ગુસ્સામાં બાથરૂમ માં જતી રહી. રોહન આ સાંભળી ધીમેથી બોલ્યો..
" પ્રિયા જો તું મારી પત્ની બનીશ તો હું મારી બધી આદતો પણ બદલી દઈશ.. પણ એકવાર... "

પછી તે આગળ ના શબ્દ અધૂરા મુકીને જ તૈયાર થવા લાગ્યો. ૧૦ વાગ્યે પ્રિયા અને રોહન એનજીઓ એ ગયા.. અને પ્રિયા એ તેમને આ પ્રોજેક્ટ વિશે વિસ્તારથી સમજાવ્યું.. તે લોકો ને પ્રિયા નો વિચાર ખૂબ ગમ્યો.અને તેઓ એ પણ આ પ્રોજેક્ટ સાથે જોડાવા હા કહી દીધી અને જરૂરી પેપર્સ માં સાઈન પણ કરી લીધી. તેઓ પણ આ પ્રોજેક્ટ માટે ફંડ એકત્ર કરશે એ પણ જણાવ્યું. પ્રિયા અને રોહન જે કામ માટે આવ્યા હતા એ સારી રીતે પતી ગયું.

પ્રિયા : રોહન તો આપણે આજ સાંજ ની બસ માં નીકળી જઇએ.
રોહન : વોટ ? નો.. હજી તો આપણે આખું દીવ ફરવાનું છે.. હું તો કાલ સુધી અહી જ રહેવાનો છું હો.
પ્રિયા : પણ રોહન..
રોહન : પ્લીઝ પ્લીઝ પ્રિયા માની જા ને આપણે કેટલા ટાઇમ પછી ક્યાંક બહાર આવ્યા.
પ્રિયા : ઓકે ઠીક છે...
રોહન : thank you...so let's enjoy..

તે બંને રૂમ પર ગયા અને તૈયાર થઈ ફરવા માટે નીકળી ગયા. સૌ પ્રથમ તે બંને ચર્ચ માં ગયા. ત્યાંથી કિલ્લો જોવા ગયા. બંને એ ત્યાં ખૂબ ફોટા પડયા અને ખૂબ મજા કરી. ત્યાંથી ગંગેશ્વર મહાદેવ ના મંદિરે ગયા. અને ત્યાંથી બીચ પર આવ્યા. બીચ થી તે લોકો ની હોટલ નજીક હતી... બીચ પર આવ્યા ત્યાં જ સાંજ પડી ગઈ હતી. બંને ઘડીક દરિયા ના મોજા નો આનંદ લેવા પાણી માં જઈ ઊભા હતા.. અને ફોટા પણ પાડતા હતા. પ્રિયા ખૂબ જ ખુશ હતી.. ઘણા સમય પછી તે આવી રીતે બહાર આવી હતી. તેનું માઈન્ડ એકદમ ફ્રેશ થઈ ગયું હતું. સાથે રોહન નો મસ્તીભર્યો સ્વભાવ પ્રિયા ને હસવા મજબૂર કરી દેતો હતો.

હવે સનસેટ નો સમય થઈ ગયો હતો. તે બંને આ સનસેટ નો આનંદ ઉઠાવવા બીચ પર જ રેતીમાં સુઈ ગયા.. એ સમય અત્યંત શાંતિદાયક અને મન ને પ્રસન્ન કરી દે તેવો સુંદર હતો. તે બંને ઘણા સમય સુધી ત્યાં જ કંઈ પણ બોલ્યા વગર એ દ્રશ્ય અને સમુદ્ર ના નિરંતર આવતા ધ્વનિ ને માણી રહ્યા હતા.

To Be Continue...