Sapna Ni Udaan - 37 in Gujarati Motivational Stories by Dr Mehta Mansi books and stories PDF | સપના ની ઉડાન - 37

Featured Books
  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

  • मोमल : डायरी की गहराई - 47

    पिछले भाग में हम ने देखा कि फीलिक्स को एक औरत बार बार दिखती...

  • इश्क दा मारा - 38

    रानी का सवाल सुन कर राधा गुस्से से रानी की तरफ देखने लगती है...

Categories
Share

સપના ની ઉડાન - 37

પ્રિયા એ પોતાનો બર્થડે ખૂબ સારી રીતે મનાવ્યો અને તેણે જીવન ની સિખ પણ મેળવી. ઘરે જતા પ્રિયા સૂતા સૂતા આખા દિવસ ના બધા પ્રસંગો યાદ કરી રહી હતી.. એવામાં તેને એક વિચાર આવ્યો... રાત ના ૨ વાગી રહ્યા હતા.. તે એ વિચાર રોહન ને કહેવા માંગતી હતી..પ્રિયા સવાર પડવાની રાહ જોઈ શકી નહિ, તેણે તરત રોહન ને ફોન લગાડ્યો. રોહન એ તરત ફોન ઉપાડી લીધો.

પ્રિયા : રોહન તું હજી સુધી જાગતો હતો ?
રોહન : હા, તું પણ જાગે જ છો ને..!
પ્રિયા : હા ..હું આજ ના દિવસ ના બધા પ્રસંગો વિશે વિચાર કરી રહી હતી.. કેટલી મજા આવી .. હે ને રોહન !
રોહન : હા , ખૂબ મજા આવી . હું પણ એ જ વિચારતો હતો. પણ પ્રિયા તે આટલી રાત્રે કોલ કેમ કર્યો ? કંઈ કામ હતું ?
પ્રિયા : હા, મને એક વિચાર આવ્યો તો હું તને એ જણાવવા માંગતી હતી.. ખબર નહિ હું સવાર સુધી રાહ જોઈ જ ના શકી. એટલે અત્યારે જ કોલ કરી દીધો..
રોહન : ઓહ.. એવો કયો વિચાર છે વળી ?
પ્રિયા : હું વિચારતી હતી કે આપણે એક એવી હોસ્પિટલ ખોલીએ જ્યાં દરેક વ્યક્તિ નો ફ્રી માં ઈલાજ થાય.. તારું શું કહેવું છે ?
રોહન : તારો વિચાર ખૂબ સારો છે પણ કંઈ હોસ્પિટલ ખોલવી સહેલી વાત નથી.. અને બીજું કે આટલો બધો ફંડ લાવીશું ક્યાંથી ? આપણી એનજીઓ માં પણ પૂરતું ફંડિંગ મળતું નથી . તો હોસ્પિટલ ખોલવા માટે તો કરોડો નો ખર્ચ થાય .

પ્રિયા : હા , રોહન હું બધું જાણું છું.. પણ હું અત્યારે જ ખોલવાનું નથી કહેતી.. હું માત્ર એ માટે તૈયારી શરૂ કરવાનું કહું છું. આ વિચાર આપણે દુનિયા સામે મૂકવો તો પડશે ને. આપણે તેમને સમજાવવાનો પ્રયત્ન તો કરી શકીએ ને..

રોહન : પણ એ કઈ રીતે ?

પ્રિયા : ઈન્ટરનેટ દ્વારા.. જો સૌ પ્રથમ આપણે આ વિચાર લોકો સુધી પહોચાડવા એક ફોર્મેટ તૈયાર કરશું. તેમાં આપણે આ પ્રોજેક્ટ અને એ માટે ડોનેશન ની માહિતી લખીશું. પછી તેને વોટ્સેપ , ઈન્સ્ટાગ્રામ, ફેસબુક, ટ્વીટર, અને બીજી બધી સાઈટ્સ માં વાઇરલ કરી દેશું.. સિમ્પલ.
રોહન : હા, આ વિચાર મને કેમ ના આવ્યો ?..
પ્રિયા : ઓહો ! રોહન તું પણ ને.. અરે વિચાર આવવા માટે મગજ તો જોઈએ ને .. જે તારી પાસે નથી .
રોહન : ( સ્માઈલ કરી ને ) યસ ... ધેટ્સ માય પ્રિયા... યાર તારી આ બધી વાતો મે બહુ મિસ કરી હતી..
પ્રિયા : હા, હવે ડ્રામા ના કર . સુઈ જા હવે..
રોહન : ઓકે મેડમ..

રોહન ફોન મુકીને સ્માઈલ કરવા લાગ્યો.. અને પછી બંને સુઈ ગયા..

બીજા દિવસે પ્રિયા એ અને રોહન એ પોતે વિચાર્યું હતું એ મુજબ ફોર્મેટ બનાવી સોશિયલ મીડિયા માં વાઇરલ કરી દીધું. પ્રિયા હવે પહેલાં જેવી થતી જતી હતી તે ફરી રોહન ના બકવાસ જોક્સ પર હસવા લાગી હતી , લાઈફ ને એન્જોય કરવા લાગી હતી.

પ્રિયા હવે ઘરે લેપટોપ માં ડોનેશન આવ્યું કે નહિ એ ચેક કરતી હતી. રોહન પણ આવેલો હતો. હવે તો રોહન ને એનજીઓ , કેમ્પ અને આ પ્રોજેક્ટ શરૂ કરવાના લીધે પ્રિયા ના ઘરે રોજ આવવાનું થઈ ગયું હતું. મહેશભાઈ પણ ત્યાં બાજુ માં બેસી છાપુ વાંચી રહ્યા હતા. પરી પણ આવેલી હતી. એટલામાં પ્રિયા ને એક ફોન આવ્યો..
પ્રિયા : હેલ્લો ! આઇ એમ ડૉ.પ્રિયા . તમે કોણ?

સામેથી એક લેડિસ નો અવાજ આવ્યો...
" હેલ્લો ! ડૉ પ્રિયા.. હું વનિતા અગ્રાવત. હું ' જીવન ચરણ ' એનજીઓ દીવ માં છે ત્યાંથી બોલું છું.. અમે તમારું ફોર્મેટ વાચ્યું.. અમને તમારો વિચાર ખૂબ પસંદ આવ્યો છે. "

પ્રિયા : ( ખુશી સાથે ) thank u so much..
વનિતા : વેલકમ.. અમારી એનજીઓ પણ એ પ્રોજેક્ટ સાથે જોડાવા માંગે છે. તો તમે દીવ આવી શકો ? અમારે એ વિશે તમારી સાથે થોડી વાત કરવી છે .
પ્રિયા : દીવ ?
વનિતા : હા, સોરી પણ અમે ત્યાં આવી શકીએ તેમ નથી.. એટલે જ તમને આવવાનું કહું છું.
પ્રિયા : હું તમને થોડી વાર રહીને જણાવું...
વનિતા : ઓકે.

ફોન મુકતા જ પ્રિયા એ ઉત્સાહપૂર્વક આ વાત બધાને જણાવી.
મહેશભાઈ : અરે વાહ ! આ તો બહુ ખુશી ની વાત છે...
રોહન : હા , યાર.. ઇટ્સ રીયલી વેરી ગુડ ન્યૂઝ..
પ્રિયા : પણ એક પ્રોબ્લેમ છે..
રોહન : શું ?
પ્રિયા : એ માટે દીવ જવું પડશે..
મહેશભાઈ : પણ દીવ જવામાં પ્રોબ્લેમ શું છે ?
પ્રિયા : હું એકલી એટલે દૂર કેમ જાઉં..?
મહેશભાઈ : અરે ! પરી છે ને એ આવશે તારી સાથે..
પરી : ના , પપ્પા. હું નહિ જઈ શકું.. એમાં એવું છે ને કે વિશાલ ના એક ફ્રેન્ડ ના મેરેજ છે તો અમારે બંને ને ત્યાં જવાનું છે...અને એ જરૂરી પણ છે.
મહેશભાઈ : બેટા ! હું આવેત પણ તને તો ખબર છે ને હમણાં થી મારી તબિયત ઠીક નથી રહેતી..
પ્રિયા : ના , અંકલ કંઈ વાંધો નહિ..
પરી : અરે પ્રિયા ! રોહન છે ને ! તમે બંને જ દીવ જતા રહો ને . કામ પણ થઈ જશે અને ફરવાનું પણ

આ સાંભળી પ્રિયા એ તરત રોહન ની સામું જોયુ.
રોહન : પ્રિયા જેમ કહે તેમ..
પ્રિયા : ના મને કંઈ પ્રોબ્લેમ નથી..
રોહન : ( ખુશ થઈ ) ઓકે તો હું આવીશ... મજા આવશે.. નહીં પ્રિયા ?
પ્રિયા : ( થોડી અચકાતા ) હા..

આમ બોલી તે ત્યાંથી જતી રહી. તેને ખૂબ અજીબ ફીલ થતું હતું. તેના ધબકારા વધી ગયા હતા. તે રૂમ માં આમતેમ ફરી રહી હતી અને મન માં વિચારતી હતી કે , " યાર.. આજે મને શું થાય છે.. પહેલાં તો આવું ક્યારેય નથી થયું. હું તો રોહન સાથે હોવ જ છુ, પણ આજે તેની સાથે જવાની વાત આવી તો આટલી નર્વસ કેમ થાવ છું ! રોહન ઇઝ માય બેસ્ટ ફ્રેન્ડ.. તેની સાથે જવામાં શું વાંધો ? "

આમ બોલી તે ફરી બહાર જતી રહી . પ્રિયા રોહન ની બાજુમાંથી નીકળી તો રોહન એ તેને બોલાવી..
" પ્રિયા ! ....."
પ્રિયા : હં...
રોહન : આપણે ક્યારે જવાનું છે ?
પ્રિયા : ( થોડી ચિડાઈ ને ) તારે બોવ જલ્દી છે દીવ જવાની ?
રોહન : ના.. આતો પેકિંગ કરવાની ખબર પડે એટલે પૂછ્યું..પણ તું ગુસ્સો શા માટે કરે છો ? તું મારી સાથે આવવામાં કંફર્ટેબલ તો છો ને ?

પ્રિયા આ સાંભળી શાંત થઈ ગઈ અને થોડું અચકાતા બોલી,
" હા... બિલકુલ. આપણે કાલે બપોરે જવાનું છે."
રોહન : ઓકે... તો હું ઘરે જાઉં અને પેકિંગ કરું.. બાય..
પ્રિયા : હા.. બાય..

પ્રિયા અને રોહન બીજા દિવસે બપોરે દીવ જવા બસ માં બેસી ગયા. આશરે ૭ વાગે તેઓ દીવ પહોંચ્યા. અંધારું થવા આવ્યું હતું.. તે બંને હવે આજુ બાજુ એક સારી હોટલ શોધવા લાગી ગયા. પણ બીજા દિવસે શનિવાર અને પછી રવિવાર હતો એટલે ત્યાં પ્રવાસીઓ ની વધુ ભીડ હતી એટલે તેમની નજીકની કોઈ હોટલ માં રૂમ ખાલી હતા નહિ. આશરે ૨ કલાક થઈ ગઈ હતી પણ તેમને રૂમ મળ્યો નહોતો. તે બંને હવે થાકી ગયા હતા. તે બંને હવે એ એરિયા ની છેલ્લી હોટલ માં ગયા. ત્યાંના રિસેપ્શન કાઉન્ટર પર એક છોકરી હતી તે બોલી,
" હેલ્લો સર ! હેલ્લો મેમ ! આઇ એમ હેલી. હું આપની શું મદદ કરી શકું ? "

રોહન : અમારે રૂમ જોઈએ છે...
હેલી : ok. હું ચેક કરી જોઉં...
હેલી : યસ સર.. તમે ખૂબ સારા સમય એ આવ્યા છો, અમારી પાસે તમારી જેવા કપલ માટે સ્પેશિયલ હનીમૂન સ્વીટ છે... એન્ડ યુ આર લકી, બિકોઝ આ હનીમૂન સ્વીટ રજા ના દિવસો માં તો ફુલ જ હોય.. પણ આજે હમણાં જ એક કપલ એ ચેકઆઉટ કર્યું છે.. એટલે તે અત્યારે ખાલી છે.

આ સાંભળતા પ્રિયા અને રોહન એ એકબીજાની સામું જોયુ અને પછી બંને એકસાથે બોલ્યા...
" વી આર નોટ કપલ.. "
હેલી : ઓહ આઈ એમ સોરી... તમને જોઈ ને લાગ્યું કે તમે કપલ છો..

પછી તે થોડી સ્માઈલ કરી ને બોલી,
" યોર પૈર ઇઝ લુક લાઈક મેઇડ ફોર ઇચ અધર.. સો આઇ ગેસ.. યુ બોથ આર કપલ.. "

આ સાંભળી તે બંને કંઈ બોલ્યા નહિ, પણ રોહન મનમાં જ ખુશ થતો હતો..હવે હેલી એ ફરી કોમ્યુટર માં ચેક કર્યું અને બોલી..
" સોરી.. પણ તેના સિવાય કોઈ રૂમ ખાલી નથી.. "
રોહન : વોટ ? ચાલ પ્રિયા અહીં પણ રૂમ નથી..

આમ બોલી રોહન ત્યાંથી જવા જતો હતો ત્યાં પ્રિયા એ તેનો હાથ પકડી ખેંચી લીધો અને બોલી,
" હા, કંઈ વાંધો નહિ એ રૂમ ચાલશે.. "

આ સાંભળી રોહન એ આશ્ચર્ય સાથે પ્રિયા ની સામે જોયું. પણ પ્રિયા એ તેને કંઈ જવાબ આપ્યો નહિ. તે ચાવી લઈ રોહન સાથે જવા લાગી,
રોહન : પ્રિયા ! આ હનીમૂન સ્વીટ છે હો ! અને આપણે બંને એક રૂમ માં કેમ રહી શકીએ ?
પ્રિયા : મને ખબર છે રોહન પણ અત્યારે સમય તો જો.. હવે બીજી હોટલ સુધી જવાની મારી તાકાત નથી.. આજ ની રાત ચલાવી લઈએ.. કાલે કંઇક કરીએ .. અને રહી વાત રૂમ શેર કરવાની તો આપણે ક્યાં કંઈ ખોટું કરીએ છીએ...

આ સાંભળી રોહન કંઈ બોલ્યો નહિ. તે બંને રૂમ માં ગયા તો રૂમ ગુલાબ અને તેની પાંખડીઓ થી ખૂબ સુંદર સજાવેલો હતો. ચારે બાજુ કેન્ડલ્સ મુકેલી હતી. આ સાથે હાર્ટ શેપ ના બલૂન દીવાલ પર લગાડેલા હતા , અને બે હંસલા ની જોડી ના બે સ્ટેચ્યુ બેડ ની બંને બાજુ રહેલા ટેબલ પર મૂકેલા હતા. તે બંને આ જોઈ દંગ રહી ગયા. રોહન તો વિચારવા લાગ્યો કે અહીંયા તે પોતાની પ્રિયા પ્રત્યેની ફિલીંગ બહાર આવતા કેવી રીતે રોકી શકશે ? કેમ કે રૂમ એવો હતો કે તેને જોઇને જ કોઈનો પણ મૂડ રોમેન્ટિક થઈ જાય...

To Be Continue...