મેનકાએ માલતિને તેની ઘરે મોકલી દીધી. પછી મેનકા પરત પોતાનાં રૂમમાં ગઈ. જ્યાં હિતેશ હજારો સવાલો સાથે મેનકાની રાહ જોઈને બેઠો હતો.
"આ વાત હું મુંબઈમાં રહેતી ત્યારની છે. મારી બહેન અંજલી અભિનેત્રી બનવા માંગતી હતી. તે તુષાર ચૌધરીને એ બાબતે મળી પણ હતી. તેણે એક બહું મોટી ફિલ્મમાં મારી બહેનને મુખ્ય ભૂમિકા ભજવવાનો મોકો પણ આપ્યો. પણ જ્યારે ફિલ્મ રિલીઝ થઈ. ત્યારે તેણે કાલ જેવી જ એક પાર્ટી તેની રાખી.
એ પાર્ટીમાં હિમાંશુ જાદવ અને માનવ મહેતા પણ આવ્યાં હતાં. એ બધાંએ મળીને મારી બહેનની માસૂમિયતનો ફાયદો ઉઠાવી તેનાં શરીર સાથે એક રમકડાંની માફક રમત રમી. મારી બહેન એ બધાંને રોકવાનો વ્યર્થ પ્રયત્ન કરતી રહી. પણ જ્યાં સુધી એ લોકોની હવસ સંતોષાઈ નહીં. ત્યાં સુધી એ લોકો નાં રોકાયાં. એ બધું પણ ઓછું હતું, કે તુષાર ચૌધરીએ મારી બહેનનાં ચહેરા પર એસિડ ફેંકી. તેની ઈજ્જત સાથે તેની સુંદરતા પર પણ કલંક લગાવી દીધું." મેનકાએ બે વર્ષ પહેલાંની આખી કહાની માનવને કહી સંભળાવી. ત્યાં સુધીમાં મેનકાનો ચહેરો આંસુઓથી ખરડાઈ ગયો હતો.
હિતેશ પણ મેનકાની બહેન સાથે જે થયું. એ સાંભળીને હેરાન રહી ગયો. કેમ કે મેનકાએ જે લોકોનાં નામ આપ્યાં હતાં. એ બધાં ખ્યાતનામ ડિરેક્ટરો હતાં. એ બધાંને કેટલાંય એવોર્ડ અને સન્માન મળી ચુકેલા હતાં. જેનાં હકદાર તેઓ કદાચ હતાં જ નહીં.
"તો આ બાબતે તારે પોલિસ ફરિયાદ કરાય ને.. એ તારી મદદ જરૂર કરેત." હિતેશે તેને યોગ્ય લાગ્યું. એવી સલાહ આપી.
"મેં એ પણ કર્યું હતું. પણ તુષાર ચૌધરીની પહોંચ બહું લાંબી હતી. તેણે ત્યાં પણ પોતાનો રસ્તો કાઢીને, મારી બહેનને જ દોષી ગણાવી દીધી. મારી બહેનને જ ઓછાં સમયમાં મોટું નામ કમાવવાનો શોખ હતો. જેનાં લીધે તે સામે ચાલીને ડિરેક્ટરોને રિઝવતી. એવી વાતો તેણે આખાં મુંબઈમાં ફેલાવી દીધી." કહાનીનો બીજો ભાગ કહેતી વખતે મેનકાની આંખોનાં આંસુઓએ એક ભયંકર સ્વરૂપ ધારણ કરી લીધું હતું.
"તારી બહેન...એ ક્યાં છે અત્યારે??" હિતેશે ધીમાં અવાજે પૂછ્યું.
"એ આજે પણ જીવે છે. પણ તેનું જીવન વેરાન બની ગયું છે. તેનો પતિ છે. એક નાની છોકરી છે. પોતાનો એક પરિવાર છે. પણ તેને એ કાંઈ યાદ નથી. એ બધું ભૂલી ગઈ છે. એ પાગલ થઈ ગઈ છે. એનો જીવ તો બચી ગયો. પણ જીવન બરબાદ થઈ ગયું.
એ ત્રણ નરાધમોએ મારી બહેનનું જીવન બરબાદ કર્યું. એની સુંદરતા છીનવી લીધી. એટલે જ મેં તેમને મોતની સજા આપી. જેની તેણે કલ્પના પણ કરી નહીં હોય. કેમ કે, હું બીજી અંજલી બનવા માંગતી ન હતી. હું મારી ઈજ્જત ગુમાવવા માંગતી ન હતી. હું મારી સુંદરતા ખોવા માંગતી ન હતી. મેં મારી સુંદરતા ટકાવી રાખવા એ લોકોને દુનિયામાંથી જ ગાયબ કરી દીધાં. નહીંતર આજે મારી હાલત પણ મારી બહેન જેવી જ હોત." મેનકાની વાતોમાં એક દર્દ હતો. જે તેણે આજ સુધી બધાંથી છૂપાવી રાખ્યો હતો.
દરેક છોકરી માટે તેની ઈજ્જત અને તેની સુંદરતા તેનાં જીવનનો અમૂલ્ય ખજાનો હોય છે. જેને તે જીવે ત્યાં સુધી ગુમાવવા નથી માંગતી. મેનકા પણ એમાંની જ એક હતી. જેણે તેની સુંદરતા ટકાવી રાખવા, તેની ઈજ્જત ટકાવી રાખવા અને પોતાની બહેન સાથે જે થયું તેનો બદલો લેવાનો એક પ્રયાસ કર્યો હતો.
"હું તારી સાથે છું. આ વાત મારાં સુધી જ રહેશે. હું આ વાત પોલિસને પણ નહીં જણાવું." હિતેશ મેનકાને પોતે કોઈને કાંઈ નહીં જણાવે. એવી બાંહેધરી આપીને જતો રહ્યો.
એક વર્ષ પછી....
પોલિસને કોઈ સબૂત નાં મળતાં તેમણે ત્રણેય મર્ડર કેસની ફાઈલ બંધ કરી દીધી હતી. મેનકાએ પોતાની સુંદરતા ટકાવી રાખવા ઉપરાઉપરી ત્રણ ડિરેક્ટરોના મર્ડર કર્યા હતાં. પરંતુ એક દિવસ હિતેશને બધી ખબર પડી ગઈ. પણ મેનકાએ તેની બહેનને ન્યાય અપાવવા અને પોતાની સુંદરતા તેની બહેનની જેમ છીનવાઈ નાં જાય. એ માટે બધું કર્યું હતું. તેનાં લીધે હિતેશે બધાંથી એ વાત છૂપાવી રાખી.
જેનાં લીધે આજે કાર્તિક અને મેનકા લગ્નનાં કપડામાં મુંબઈનાં મેન્ટલ હોસ્પિટલમાં કેતન અને સ્વીટી સાથે અંજલીને મળવાં આવી પહોંચ્યા હતાં.
મેનકાએ કાર્તિક સાથે એક નવાં જીવનની શરૂઆત કરી દીધી હતી. તે બંને અંજલીને મેન્ટલ હોસ્પિટલમાંથી પોતાની ઘરે લઈ ગયાં. જ્યાં મેનકાએ પોતાની ફિલ્મી દુનિયા છોડીને અંજલી, કાર્તિક, કેતન અને સ્વીટી સાથે એક અલગ જ દુનિયા વસાવી લીધી હતી.
મેનકાએ અંજલીની કહાની હિતેશને સંભળાવી. તેનાં બે દિવસ પછી હિતેશને કાર્તિક અને મેનકાના સંબંધ વિશે ખબર પડી ગઈ હતી. કેમ કે, મેનકાએ ખુદ ન્યૂઝ ચેનલમા કાર્તિક અને પોતાનાં સંબંધ વિશે જણાવ્યું હતું. અને ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝ છોડવાં પાછળનું કારણ પણ કાર્તિક છે. એવું જણાવ્યું હતું. જેનાં લીધે હિતેશે મેનકાને પોતાની યાદોમાં જ વસાવીને પોતાનાં જીવનને એક નવી દિશા આપી દીધી હતી.
અનંત જાદવ અમદાવાદમાં પોતાનાં બંગલાની અંદર બેઠાં હતાં. તેમનાં હાથમાં હિમાંશુ જાદવનો ફોટો હતો. એ સમયે જ હિમાંશુનો એક મિત્ર અનંત જાદવની ઘરે આવ્યો. તે સીધો અનંત જાદવ પાસે જઈને બેઠો.
"તમને ખબર છે, કે હિમાંશુનુ મર્ડર મેનકાએ જ કર્યું હતું. તો તમે કોઈને જણાવ્યું કેમ નહીં??" હિમાંશુના મિત્રએ અનંત જાદવને પૂછ્યું.
"હિમાંશુએ જે કર્યું હતું. તેની સજા કદાચ એ જ હતી. તો એ વાત હવે ફરી ક્યારેય કોઈ સામે આવવી નાં જોઈએ." અનંત જાદવે સમજાવટ સાથે એક ચેતવણી આપીને હિમાંશુના મિત્રને ચૂપ કરાવી દીધો. અનંત જાદવનો જવાબ મળતાં જ હિમાંશુનો મિત્ર પણ કાંઈ પણ બોલ્યાં વગર જતો રહ્યો.
"મેનકા" તું છે એક અઘરી પહેલી,
તને સુલઝાવવી નથી એટલી સહેલી!!
ટકાવી રાખવા તે તારી સુંદરતા,
તું શીખી એક નવી રાહ પર ચાલતાં!!
બનવા નારી શક્તિ માટે મિશાલ,
તે જલાવી આજે આગની મશાલ!!
એક નારીના આત્મસન્માનને કાજે,
બની તું તો એક રણચંડી આજે!!
શત શત વંદન એ દેવી તુજને,
ગર્વ છે આજે તુજ પર મુજને!!
"મેનકા" તું છે એક એવી પહેલી,
તને સમજવી નથી એટલી સહેલી!!
હિમાંશુના મિત્રનાં ગયાં પછી અનંત જાદવ હિમાંશુના ફોટાને જોઈને, મેનકાને યાદ કરતાં જ તેનાં વખાણમા એક કવિતા રટવા લાગ્યાં.
સમાપ્ત