Har ki Dun - The Unforgettable Experience - 1 in Gujarati Fiction Stories by Kishan Desai books and stories PDF | હર કી દૂન - ધી અનફોર્ગોટબ્લ એક્સપીરીન્સ - 1

Featured Books
Categories
Share

હર કી દૂન - ધી અનફોર્ગોટબ્લ એક્સપીરીન્સ - 1

CHAPTER – 1

The Beginning

“કોઈ જોડે તમને પ્રેમ થાય, એની જોડેની છેલ્લી મુલાકાત હોય, ફરી કદાચ મળી પણ ન શકવાના હોવ અને તમે એને ‘હું તને પ્રેમ કરું છું’ જણાવી પણ ના શકો. છતાં ત્યારે તમારો પ્રેમ વધુ સંવેદનશીલ થતો હોય છે”

સ્વયંમ્ પોતાની ડાયરીના પહેલા પાને લખે છે. એ આજથી ડાયરી લખવાનો છે. એણે ગયા અઠવાડિયે દિલ્હી એરપોર્ટ પરના crosswordમાંથી જ ખરીદી હતી. આ ડાયરીમાં એક નાનકડું લૉક છે અને એનો પાસવર્ડ ખાલી એની પાસે છે એટલે આ ડાયરી એની મરજી વગર કોઈ વાંચી શકે તેમ નથી.

“મેં કદી પોતાના વિશે લખ્યું જ નથી. કહી શકાય કે મને મોકો જ મળ્યો નથી. પણ આજે નક્કી કરી લીધું છે કે મારે લખવું છે.”

‘એકધારા જીવનથી કંટાળી ન જવાય એ માટે જીવનમાં પ્રવાસ ખૂબ મહત્વનો છે.’

“’મારો પ્રિય પ્રવાસ’ નિબંધમાં મેં આ દરવખતે લખ્યું છે. કદાચ તમે બધાએ પણ લખ્યું જ હશે. પણ એનો અર્થ કોઈએ સમજાવ્યો જ નથી. પરંતુ આજે મેં અનુભવી લીધો છે.”

“હમણાં જ ધોરણ ૧૨ની પરીક્ષા પૂરી થઈ. ૨ વર્ષથી ઘણી જ મહેનત કરી છે. અને છેલ્લા બે વર્ષથી કરેલી મહેનત ત્રણ કલાકમાં પેપરમાં રજૂ કરી છે મેં અને જેની ચકાસણી નિરીક્ષક ત્રણ મિનિટમાં જ કરવાના છે.”

“એક દિવસ મોબાઇલમાં એડ આવી ,

‘Are you interested in hiking? If yes then this is only for you.’

મસ્ત મજાનું ત્રણ મહિનાનું વેકેશન હતું અને પપ્પાએ પણ કશેક ફરવા જવા માટે કહ્યું હતું એટલાા માટે  મે ગુગલ પર સર્ચ કરવાનું ચાલુ કરી દીધુંં,  બધા મિત્રોને પૂછ્યું, ઘણી બધી જગ્યાના ફોટા જોયા, રીવ્યુ વાંચ્યા અને મને જગ્યા પસંદ પડી ‘હર કી દૂન.’”

“હર કી દૂન” આહા! શું ફોટા છે! નદીના પ્રવાહ એ ચાલવાનું, ટેન્ટમાં રહેવાનું. અદભુત!”

“તરત જ મેં પેલી એડવાળી કંપનીમાં એડવાન્સ ભરી દીધા. પપ્પાએ ટ્રેનની ટિકિટ પણ બુક કરાવી દીધી. એક જ અઠવાડિયા પછી મારે જવાનું હતું. પહેલીવાર એકલા ફરવાનું હતું. થોડી ચિંતા હતી મને અને મારા મમ્મી પપ્પાને પણ.”

“હું તરત Decatlon ગયો. Decatlon એટલે સ્પોર્ટ્સ ની વસ્તુ માટે નો ભંડાર. ટ્રેકિંગ પર ૧૦ માંથી ૯ ટ્રેકર્સ પાસે આ જ કંપનીની વસ્તુ વાપરતા દેખાય.”

“એમ તો પપ્પાનો સમાનાર્થી શબ્દ દાદાગીરી હોય છે. પણ આ વખતે તેમણે મને 2000 રૂપિયા આપેલા અને કીધું કે એમાંથી એક રૂપિયો પણ પાછો નથી લાવવાનો.”

“મનમાં કાઉન્ટ ડાઉન શરૂ થઈ ગયેલું. ઘણી ચિંતાઓ હતી પણ એ જગ્યા મને એના તરફ બોલાવતી હોય એવું લાગતું હતું.”

“જોઈતું બધુ જ પેકિંગ થઈ ગયું હતું. ખબર નહિ પણ ગુજરાતી ફેમિલીમાં નાસ્તાનું મહત્વ જાણે અન્ય વસ્તુઓ કરતા પણ વધારે હોય છે. મારી ઈચ્છા ન હતી તો પણ મમ્મીએ જરૂર કરતાં વધુ નાસ્તો મૂકી દીધો. એમાંથી ૯૦ % નાસ્તો હું પાછો જ લાવવાનો હતો. હવે બસ એ દિવસની રાહ હતી.”

“ અમે સ્ટેશન પર પહોંચ્યા.ટ્રેન સ્ટેશન પણ આવવાની વાર હતી. દોઢ દિવસ પછી હું દેહરાદૂન પહોંચવાનો હતો એટલે મે સ્ટેશન પરથી ‘How to become the most successful student’ બુક લીધી. એટલામાં જ ટ્રેન આવી. ભાઈ બર્થ સુધી આવીને બધો સામાન મૂકી ગયો.સાંભળેલું કે ટ્રેનમાં વિન્ડો સીટ ભાગ્યે જ મળે પણ મને તો વિન્ડો સીટ જ મળેલી. સ્ટેશનના કોલાહલ વચ્ચે એક વિહસલ વાગી અને ટ્રેન શરૂ થઈ.”