Aapi swatrta in Gujarati Short Stories by Bhavna Bhatt books and stories PDF | આપી સ્વતંત્રતા

Featured Books
Categories
Share

આપી સ્વતંત્રતા

*આપી સ્વતંત્રતા*. લઘુકથા... ૧૫-૮-૨૦૨૦ શનિવાર...

આ શું છે આવે છે ટીવીમાં પપ્પા ???
એકાએક નાનકડાં જયે જિજ્ઞાસા વૃત્તિ થી પ્રશ્ન કર્યો...
પિનાકિન ભાઈ બેટા...
એ પરેડ છે... આજે આપણો દેશ અંગ્રેજોની હકુમતમાં થી આઝાદ થયો હતો એટલે રાષ્ટ્ર ધ્વજ ફરકાવવામાં આવે છે અને " સ્વતંત્રતા દિવસ " તરીકે ઉજવવામાં આવે છે...
પણ પપ્પા આ સ્વતંત્રતા ( આઝાદી )એટલે શું???
બેટા આઝાદી અને સ્વતંત્રતા એને કહેવાય કે જે ગુલામી પ્રથામાં થી આઝાદી મળે અને સ્વતંત્રતા થી જીવન જીવવાનો દરેકને અધિકાર મળે એ સ્વતંત્રતા...
તો પપ્પા આપણાં ઘરમાં મમ્મી ને કેમ સ્વતંત્રતા નથી મળતી....!!!
દાદા અને તમે કંઈ પણ વાત હોય ત્યારે એમ કહો છો મમ્મી ને કે તું સ્ત્રી છું તને પુરુષોની વાતોમાં સમજણ નાં પડે....
તારી બુદ્ધિ નાં બહારની વાતમાં પડ્યાં વગર રસોઈઘરમાં જા અને કામ કર એમ કહો છો...!
અને મમ્મી શાક લેવા ગઈ હોય અને આવતાં સહેજ મોડું થાય તો પણ બોલો છો ક્યાં હતી અત્યાર સુધી ???.
કેમ આટલું મોડું થયું???
જવાબ આપ... મોં માં મગ ભર્યા છે...
અને તમે ઓફિસથી મોડાં આવો તો કોઈ તમને પૂછે નહીં એમ કેમ...!!!
દાદા પણ મંદિરે જાય અને જમવાના સમય પછી આવે તોય કોઈ નાં પૂછે અને મમ્મી એ વેળા કવેળાએ બધાંને જમવાનું આપવાનું અને ચૂપ રહેવાનું એમ કેમ ???
આને સ્વતંત્રતા કહેવાય પપ્પા???
આ સાંભળીને પિનાકીન હલબલી ગયો...
રમણલાલ પણ સોફામાં છાપું વાંચતા વાંચતા સાંભળતા હતા...
એમણે એક નજર જય સામે નાંખી અને છાપામાં મોં સંતાડી દીધું.....
જય આંગળી પકડીને ઓસરીમાં લટકાવેલા લવ બર્ડનાં પિંજરા પાસે લઈ ગયો અને કહ્યું કે આ કેમ આઝાદ નથી???
શા માટે પપ્પા તમારાં શોખ માટે એમની સ્વતંત્રતા છીનવી લીધી...???
પિનાકિન તો એક પછી એક પૂછેલા દિકરાના સવાલો સામે નતમસ્તક અને નિરૂતર થઈ ગયો...
એણે હળવેકથી પિંજરું ખોલ્યું અને લવ બર્ડને આકાશમાં ઉડાડયા...
લવ બર્ડ પાંખો ફફડાવી ને ઉડ્યા અને આઝાદી નો આનંદ માણી રહ્યા...
આ જોઈ ને જયે તાળીઓ પાડી...
આ દ્રશ્ય જોઈને રમણલાલે સોફામાં બેઠાં બેઠાં રસોઈઘર બાજું મોં કરીને બૂમ પાડી...
અનિતા બેટા બહાર આવો...
અનિતા ડરતાં ડરતાં બહાર આવી..
રમણલાલ સોફામાં થી ઉભા થયા અને અનિતા નાં માથે હાથ મૂકીને કહ્યું કે બેટા તમે આ ઘરનાં લક્ષ્મી છો...
અમારી ભૂલ કે તમને આ ઘરમાં પૂરાં અધિકારો આપ્યા નહીં પણ હવે એવું નહીં થાય...
હવે ઘરનાં દરેક નિર્ણયમાં તારી સહમતી પૂછવામાં આવશે...
હવે બેટા આ ઘર તારું છે તું તારી રીતે સ્વતંત્રતા થી જીવ..
અમારી જૂની પૂરાણી વિચાર સરણીને આજે જયે બદલી નાંખી..
બેટા આજે તમારું ભાવતું ભોજન બનાવો સાથે બેસીને જમીશું એમ કહીને આશિર્વાદ આપ્યા...
આ જોઈને જય બોલ્યો આજથી આ ઘરમાં હવે બધાં સ્વતંત્રતા થી જીવશે હે ને પપ્પા???
પિનાકિન અને રમણલાલ હા બેટા..
આ ઘરમાં આજે સ્વતંત્રતા દિવસ ઉજવવામાં આવશે...
ભાવના ભટ્ટ અમદાવાદ....

૨) *મા નો પ્રેમ* માઈક્રો ફિક્શન.. ૨૦-૨-૨૦૨૦

એક દુર્ઘટનામાં રઘુ પગ ગુમાવી ચુક્યો હતો. ઘરમાં દારુણ પરિસ્થિતિ હતી. ચંપા ત્રણ દિવસથી ભૂખ્યા ટળવળતા બાળકો ને જોઈને નિસાસો નાંખતી હતી.
કામકાજ માટે બંગલા વાળા પાસે જઈને આવી પણ કોઈ કામ નાં મળતાં નિરાશ થઈ પાછી વળી ત્યાં નજીક માં આવેલ ( મકાન ચણતર ) સાઈડમાં કામ માટે ખૂબ કરગરી.
મુકાદમે કામ પર રાખી પણ બાળકો સાથે લઈને આવી હતી તો ઘડી ઘડી દિકરો અને દિકરી ભૂખથી રડતાં આ જોઈ મા નો પ્રેમ તરફડી ઉઠતો.
સાંજે કામ પતાવીને મુકાદમ પાસે આજની મજૂરી લેવા ગઈ તો મુકાદમે કહ્યું કે તારું ધ્યાન કામ પર નહોતું અને પુરું કામ નથી કર્યું તો અડધી મજૂરી મળશે અને જો વધું રૂપિયા જોઈતાં હોય તો પાછળ રૂમમાં આવી જા તારા બાળકો ભૂખ્યા નહીં રહે..
હાથમાં પકડેલા રૂપિયા અને બાળકો સામે જોઈ ચંપા વિચારો માં પડી.
આખરે બાળકો માટે નો પ્રેમ જીતી ગયો....
ભાવના ભટ્ટ અમદાવાદ...