Dandiyatra in Gujarati Motivational Stories by joshi jigna s. books and stories PDF | દાંડીયાત્રા

Featured Books
Categories
Share

દાંડીયાત્રા

દાંડીયાત્રા
(12 માર્ચ-6 એપ્રિલ 1930)
દાંડી સત્યાગ્રહ એ મહાત્મા ગાંધીના નેતૃત્વમાં અંગ્રેજ શાસન સામે કરવામાં આવેલ અહિંસક સવિનય કાનૂનભંગની ચળવળ હતી. 12 માર્ચ થી 6 એપ્રિલ 1930 દરમિયાન 24 દિવસ સુધી ચાલેલી આ લડતમાં અંગ્રેજ સરકારના મીઠા પરના એકાધિકાર તેમજ મીઠા પર લગાડવામાં આવેલા કર વિરુધ્ધ અહિંસક પ્રતિરોધ દ્વારા પ્રત્યક્ષ કાર્યવાહીનું અભિયાન શરૂ કરવામાં આવ્યુ. આ વર્ષે દાંડી યાત્રાના 91 વર્ષ પૂરા થયા છે. આઝાદીના 75 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે. એવામાં આ પ્રસંગે વધુ ખાસ થઈ જાય છે. આ કારણથી ભારત સરકાર તરફથી આઝાદીનો અમૃત મહોત્સવ શરૂ કરવામાં આવ્યો.
મહાત્મા ગાંધીએ પોતાના 80 સ્વંયસેવકો સાથેઆ સત્યાગ્રહની શરૂઆત કરી.24 દિવસ સુધી પ્રતિદિન 10 માઈલ અંતર કાપતી આ કૂચ સાબરમતી આશ્રમથી શરૂ થઈ નવસારી નજીક દરિયાકિનારે આવેલા દાંડી ગામે પૂરીકરવામાં આવી.માર્ગમાં હજારો ભારતીયો આ કૂચમાં જોડાતા ગયા.6 અપ્રિલનાં રોજ સવારે 6:30 કલાકે ગાંધીજીએ મીઠાનો કાયદો તોડી નાખ્યો જેના પરિણામે સમગ્ર દેશમાં આવા અહિંસક સવિનય કાનૂનભંગ આંદોલન શરૂ થયા. દાંડીમાં કાનૂનભંગ બાદ ગાંધીજી દક્ષિણના દરિયાકિનારા તરફ આગળ વધ્યા અને મીઠાનો કાયદો તોડવાની સાથે માર્ગમાં સભાઓને સંબોધિત કરતા રહ્યા. દાંડીની દક્ષિણે 25 માઈલ દૂર આવેલા ધરાસણા ખાતે સત્યાગ્રહ કરવાની યોજના બનાવી પરંતુ આ યોજના અમલમાં આવે તે પહેલા 4 મેની મધ્યરાત્રીએ ગાંધીજીની ધડપકડ કરવામાં આવી. મીઠાનાં સત્યાગ્રહ દરમિયાન 60,000 જેટલાં ભારતીયોને જેલમાં પૂરીદેવામાં આવ્યા.
ભારતીય, યુરોપીયન તથા અમેરીકન સમાચારપત્રોના સંવાદદાતાઓ અને ફિલ્મ કંપનીઓઆ સમગ્ર ધટનાક્રમના દસ્તાવેજી અહેવાલ માટે તૈયાર રહ્યા. કૂચ આટે ગાંધીજી કડક શિસ્ત અને અહિંસાના હિમાયતી હતા. આ કારણોસર જ તેમણે કૂચ માટે પોતાના આશ્રમનાં સ્વયંસેવકો પરા પસંદગી ઊતારી હતી. 8 જીલ્લા, 48 ગામોને આવરી લેતી 24 દિવસની કૂચ દરમિયાન રાત્રિ રોકાણ, સંપર્કો અને સમય આયોજન સાથેની યોજના તૈયાર કરવામાં આવી. કૂચ પહેલા ગાંધીજીએ પત્યેક ગામમાં પોતાના સ્વયંસેવકો મોકલ્યા જેથી તે સ્થાનિકો સાથે મળીને રાત્રિ રોકાણની વ્યવસ્થા કરી શકે. 2 માર્ચ 1930ના રોજ ગાંધીજીએ વાઈસરોય ઈરવીન સમક્ષએક પ્રસ્તાવ રજૂ કર્યો જે અંર્તગત જો વાએઆસરોય મહેસૂલ આકારણીમાં રાહત, સૈન્ય ખર્ચમાં ધટાડો, વીદેશી કપડાં પર કરા વધારો અને મીઠાનો કર સમાપ્ત કરવા સહિતની અગિયાર માંગણીઓ સ્વીકારવા તૈયાર હોય તો કૂચ રોકવાનો પ્રસ્તાવ મોકલ્યો. વાઈસરોયે ગાંધીજીને મળવાનો ઈન્કાર કર્યો જેથી કૂચની તૈયારીઓ વધુ તેજ બની.
કૂચની પુર્વસંધ્યાએ હજારો ભારતીયો ગાંધીજીના પ્રાર્થનાસભાના ભાષણને સાંભળવા સાબરમતી આશ્રમે ઉમટી પડયા. કૂચમાં જોડાયેલા 80 સ્વંયસેવકમાં મોટા ભાગનાં 20 થી 30 વર્ષની ઉંમરનાં હતા. 12 માર્ચ 1930ના રોજ મહાત્મા ગાંધીએ મીઠા પર ટેકસલગાવવાના અંગ્રેજોના નિર્ણય સામે અમદાવાદના સાબરમતી આશ્રમથી મીઠાના સત્યાગ્રહની શરૂઆત કરી હતી. આ એક એવો સમય હતો જ્યારે દેશ આઝાદી માટે લડાઈ લડી રહ્યુહતુ. એક બાજુ ભગત સિંહ જેવા નેતીઓએ અંગ્રેજોના પરેશાન કરી દીધા હતા તો બીજી બાજુ મહાત્મા ગાંધી અહિંસાત્મક આંદોલન દ્વારા અંગેજોના મીઠાનો કાયદો તોડવા નીકળી પડયા.
અમદાવાદમાં સાબરમતી આશ્રમથી મીઠાના સ્ત્યાગ્રહની શરૂઆત કરી તે અંર્તગત સમુદ્ર કિનારે વસેલા એક ગામ દાંડી સુધી 24 દિવસની યાત્રા કરવામાં આવી. ત્યા પહોચીને ગાંધીજીના નેતૃત્વમાં હજારો લોકોએ અંગ્રેજોના મીઠાના કાયદાને તોડી નાંખ્યો. ગાંધીજી દરરોજ આ યાત્રામાં 16 કિલોમીટર ચાલતા હતા. ગાંધીજી પોતાના 80 સ્વંયસેવકો સાથે 240 માઈલ એટલે 386 કિલોમીટર લાંબી યાત્રા કરી નવસારીના એક નાના ગામ દાંડી પહોચ્યા જયા તેમણે મીઠાનાં કાયદાનો ભંગ કર્યો. ગાંધીજી દ્વારા જાતે બનાવાયેલા મીઠાની ચપટી 1600 રૂપિયામાં ત્યારે વેચાઈ હતી. તેના પ્રતિધાત રૂપે અંગ્રેજ સરકારે તે મહિનાના અંત સુધી 60,000 લોકોને અટકાયતમાં લીધા. આ સાથે બ્રિટિશ માલ અને કાપડનોપણ બહિષ્કાર કરવામાંઆવ્યો.
ગાંધીજીએ દાંડીયાત્રા કરી ત્યારે સી. રાજગોપાલાચારીએ તેને સમાંતર એવી યાત્રા પૂર્વ કિનારે કરી હતી.તેમેની યાત્રા મદ્રાસ પ્રેસીડેંસીના તીરુચિરાપલ્લીથી શરૂ થઈને વેદંર્યામ નામના ગામ સુધી ચાલી હતી. ત્યા તેમણે કાયદેસર મીઠું બનાવ્યુ હતું અને તેમની ધડપકડ થઈ હતી. સી. રાજગોપાલાચારી સ્વતંત્ર ભારતના સર્વ પ્રથમ ગર્વનર જનરલ બન્યા હતા. 1930ના સવિનય કાનૂન ભંગની ચળવળ દરમિયાન સ્ત્રીઓએ સર્વ પ્રથમ વખત મોટા પ્રમાણમાં ભાગ લીધો. ગામડા અને શેહેરોની હજારો સ્ત્રીઓએ આ સત્યાગ્રહમાં ભાગ લીધો. અંગ્રેજોનાં સરકારી અહેવાલ મુજબ બ્રિટિશ સરકાર આ સત્યાગ્રહથી હચમચી ગઈ હતી. આ ચળવળઅહિંસક હોવાને કારણે ગાંધીજીને કારાવાસમાં મોકલવા કે નહિં તે મુદે અંગ્રેજ સરકાર મૂંઝવણમાં હતી.