The mystery of skeleton lake - 15 in Gujarati Fiction Stories by Parthiv Patel books and stories PDF | ધ મિસ્ટ્રી ઓફ સ્કેલેટન લેક (ભાગ ૧૫ )

Featured Books
Categories
Share

ધ મિસ્ટ્રી ઓફ સ્કેલેટન લેક (ભાગ ૧૫ )

સવારે નક્કી થયેલા સમયે સોમચંદ ,ઓમકાર અને ક્રિષ્ના રેડ્ડી ડૉ.રોયના ઘરે પહોંચ્યા .ત્યાંથી મહેન્દ્રરાયને સાથે લેવાના હતા . સ્વાતિ પણ જીદ કરીને સાથે આવવા માંગતી હતી . અને એની ઈચ્છાને વશ થઈ ડૉ.રાયે એને પણ સાથે લઇ જવા જણાવ્યું હતું . નિર્ધારિત સમયે ગાડી મહેન્દ્રરાયના ગામ જવા નીકળી ગયા . ગઈ કાલે રાતે જ બળવંતરાયને આના વિશે જાણ કરવામાં આવી હતી .
મહેન્દ્રરાયે પોતાની જીપ સાથે લીધી હતી . ખુલ્લી જીપમાં શરૂ થઈ ગયેલા શિયાળાની ઠંડી મહેસુસ થઈ રહી હતી . ઝડપ વધવાની સાથે સ્વાતિને વધુને વધુ ઠંડી અનુભવી રહી હતી . આ જોઈને મહેન્દ્રરાયે પોતાનું પ્રિય લેધર જેકેટ ઉતારીને સ્વાતિને આપ્યું. આ જોઈને કોઈ રોમેન્ટિક નવલકથા કે કોઈ બોલિવૂડના સિનેમાની યાદ આવ્યા વગર રહે જ નહીં ....!! આ દ્રશ્ય પાછળ બેઠેલા સોમચંદ , ઓમકાર અને ક્રિષ્ના નિહાળી રહ્યા હતા અને એકબીજા સામે મલકાઈ રહ્યા હતા . પ્રેમ પ્રસરતો સૌ કોઈને દેખાય રહ્યો હતો પણ યુવાન હૈયા આનાથી બેખબર હતા , એ નહોતા જાણતા કે આની સાથે એક નવી કહાની શરૂ થઈ રહી હતી . આ ઠંડી હવાના સુસવાત આ નવી શરૂ થનારી કહાણીના સાક્ષી બની રહ્યા હતા . સ્વાતિના લહેરાતા વાળ કોઈવાર મહેન્દ્રરાયના ચહેરા પર સ્પર્શતા હતા અને પ્રેમની નવી ઊર્મિઓ જગાવતા હતા . એવીજ રીતે સ્વાતિ પણ મહેન્દ્રરાયના જેકેટને એવીરીતે જકડીને બેઠી હતી જાણે આ ક્ષણોને પોતાની સ્મૃતિપટમાં કંડારી લેવા માંગતી હોય . બે કુમળા હ્રદયો એકબીજાની નજીક જઇ રહ્યા હતા ....!!
આવાજ માહોલમાં ગાડી કોઈ ગામના સીમાડેમાં પ્રવેશી . ડૉ.રોયના ઘેરથી ખૂબ વહેલા નીકળ્યા હતા , તેથી હજી પણ વાતાવરણમાં સંપૂર્ણ અજવાળું ફેલાયેલું નહોતું . પક્ષીઓ પ્રભાતે ઉઠીને પ્રભાતિયાં ગાઈ રહ્યા હતા .ખોરાકની શોધમાં બહાર નીકળી રહ્યા હોય અને એમના કૂપણ જેવા કુમળા બાળકો એમને પોતાનાથી દૂર જવા દેવા માંગતા ન હોય એવું લાગતું હતું , છતાં ' ખૂબ ઝડપથી મળીશું ' એવા આશ્વાસન આપી પક્ષીઓ લાલ આકાશમાં રેખાબંધ નીકળી પડ્યા હતા . ખેડૂતો બળદ ક્યાંતો ટ્રેકટર્સ લઈને નીકળી પડ્યા હતા . માલધારી પોતાના પશુના ધણને ચરાવવા ગોચરમાં લઈ જઇ રહ્યા હતા અને પાછળ છાણ રૂપે એની નિશાની છોડતા જતા હતા . ક્યાંય ક્યાંય પનિહારી બેડાઓ લઈને પાણી ભરતી પણ દેખાતી હતી . દૂર મંદિરોમાં રામધૂન નો સુર રેલાઈ રહ્યો હતો . આવા સુંદર માહોલમાં બે નવશીખીયા પંખીડાઓ એકબીજાંમાં મોહી રહ્યા હતા. બસ આવાજ આહલાદક માહોલમાં મહેન્દ્રરાયનું ગામ આભાપર ક્યારે આવી ગયું એ ખબર ના પડી . ગાડી મુખી બળવંતરાયના ઘર પાસે આવીને ઉભી રહી . હસુકાકા મુખીના કહેવા અનુસાર એમની રાહ જોઈ રહ્યા હતા .
" આવો આવો નાના શેઠજી , જય શ્રી કૃષ્ણ....તમારી સૌની જ રાહ જોઈ રહ્યો હતો ." હસુકાકા એ સૌનું સ્વાગત કર્યું . હજી સવારની પહોર હતો . બળવંતરાય પોતાના ગામના પૌરાણિક શિવમંદિર દર્શનાર્થે ગયા હતા . તેથી તે આવે ત્યાં સુધી ચા-પાણી સૌએ પતાવી દેવાનું યોગ્ય સમજ્યું .હજી ચા પી રહ્યા હતા એટલી વારમાં મુખી પ્રવેશ્યા
" આવો..પધારો ... જય શ્રી કૃષ્ણ સૌને .... અહીંયા આવવામાં કંઈ તકલીફતો નથી પડીને....!!?" મુખીએ પૂછ્યું . અહીં બળવંતરાયની જગ્યાએ મુખીનું સંબોધન જ યોગ્ય હતું . કારણકે ગામમાં બળવંતરાયને નહીં પણ સૌ કોઈ મુખીને ઓળખતા , એમને જ આદર સમ્માન આપતા .
" જય શ્રી કૃષ્ણ ...." સૌ એ ઝીલી લીધું
" આટલી સવાર સવારમાં ક્યાં જય આવ્યા મુખીજી...!!?" સોમચંદે અચાનક પ્રશ્ન કર્યો . આ જોઈ બધા અચંબિત થઈ ગયા કારણ કે થોડી વાર પેલા જ હસુકાકાએ કહ્યું હતું કે તેઓ પૌરાણિક શિવમંદિર ગયા છે .
" અઅઅઅ.... ટપ..." આટલું બોલીને અટકી ગયા અને બીજી જ સેકન્ડે શિવમંદિર...હા..શિવમંદિર ગયો હતો ." મુખી બોલ્યા
" બરાબર ..." આટલું કહીને સોમચંદે એક શાંત સ્મિત આપ્યું . પણ એમના ભેજાબાજ દિમાગે નોંધ્યું કે "બોસ કૈકતો ગડબડ છે .... એમના પર ધ્યાન રાખવું પડશે "
બળવંતરાય સ્વચ્છ હોવાનો દેખાવો કરી રહ્યા હતા . લાગતું હતું તેઓ આ બધાને જેમ બને એમ દૂર કરવા માંગતા હતા તેથી એમને થોડીવારમાં જ કહ્યું " તો હવે આપડે બધા નીકળીએ ....!!?"
" જી હા , ચાલો .... જેમ બને એમ જલ્દી એ સ્થળ પર પહોંચીએ ..."
બધા ત્યાં જ જંગલોમાં આવેલા પેલા જુના મંદિરો જોવા નીકળ્યા જ્યાં એ રાત્રે ક્રિષ્ના અને બાબુડો મળી આવ્યા હતા . હાલ વરસાદ ના હોવાથી જીપ સહેલાઇથી અંદર સરકી શકે એમ હતું .જેમ બને એમ જલ્દી કોઈની નજરે આવ્યા વગર ત્યાં પહોંચવાનું હતું. ત્યાં દિવસે આદિવાસી માણસો અને ક્યાંક ક્યાંક ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટના માણસો નજરે ચડતા . એમના નજરથી બચીને અંદર પ્રવેશ કરવો અઘરું કામ હતું . તેથી થોડે દૂર જીપ પાર્ક કરી તેઓ અંદર ચાલતા થયા. લીલાછમ ઝાડવા વીતેલી વર્ષાની દેન હતી . થોડી જ વારમાં એ જગ્યાએ પહોંચ્યા જ્યાં પેલો અકસ્માત થયો હતો- જ્યાં એ રહસ્યમય રાત્રીએ કૈક બન્યું હતું . જેના પરિણામે ક્રિષ્ના અને બાબુડાની આવી સ્થિતિ કરી હતી .
ત્યાં પહોંચીને બે ટીમ પાડવામાં આવી . પહેલી ટિમ કે જેમાં મહેન્દ્રરાય , સોમચંદ અને સ્વાતિ હતા તેઓ આજુબાજુના મંદિરોની તપાસ કરી રહ્યા હતા અને બીજી ટીમ કે જેમાં ક્રિષ્ના , ઓમકાર અને બળવંતરાય હતા જેઓ એ જગ્યાએ ફરી-તપાસી રહ્યા હતા જ્યાં બાબુડો અને ક્રિષ્ના મળેલા , બેહોશ હાલતમાં....!!
થોડીવારમાં સોમચંદને શુ સુજ્યું કે અચાનક પેલા મંદિર માંથી નીકળીને બહાર ગયા જ્યાં બીજી ટીમમાં બળવંતરાય ક્રિષ્નાને પેલા સ્થળ બતાવી રહ્યા હતા અને એ રહસ્યમય રાતની માહિતી ક્રિષ્નાને આપી રહ્યા હતા કે તેની સાથે શુ થયું હતું કેવી રીતે ભાનમાં લાવવામાં આવ્યો , વગેરે ત્યાં આવી સોમચંદે ઓમકારને વિનંતીના શ્વરમાં કહ્યું
" ક્યાં આપ અંદર જા શકતે હો ...પ્લીઝ ....!!?" તે અવાજ માં વિનંતીથી વધારે આદેશ હોય એવું લાગ્યું .
" જી ...જુરૂર...." બસ ઓમકાર એટલુંજ બોલી અંદર જવા નીકળ્યા . સોમચંદની આંખો મુખી પર જ મંડરાઈ રહી હતી , જેમ ગીધની નજર પોતાના શિકાર પર હોય એમજ...! આ જોઈને મુખી કંઈજ જાણતા ના હોય એમ પોતાની વાત આગળ વધારી રહ્યા હતા અને ક્રિષ્ના સાથે વાતચીત કરી રહ્યા હતા
" વહાં.... ઉસ ઝાડના નીચે તું મિલા થા , બેહોશ થા .... પાણી ડાલતા જ તું ખડા હો ગયા ઔર જોરથી હસને લાગ્યા " આવું ગુજરાતી મિશ્રણ વાળુ હિન્દી બોલતા હતા . અને ક્રિષ્ના આ બધું સાંભળી બસ એક જ વાતનું રતન કરતો હતો " મુજે કુછ યાદ નહિ...." હજી સોમચંદ તીરછી નજરે મુખીને જોઈ રહ્યા હતા .
" શુ કંઈ તકલીફ છે ...!?? " ના છૂટકે મુખીએપૂછી લીધું
" ના ..ના ,હું તો મારુ કામ કરી રહ્યો છુ "
" મારી સામે જોવાનું કામ ...!!? ખૂબ સરસ ....સારી રીતે કરી રહ્યા છો.....તમારું કામ " મુખીએ ભાર આપતા કહ્યું
" હા , મુખોટાં પાછળનો ચહેરો ઉઘાડો પાડવો એજ મારુ કામ છે ...."
" આશા રાખું છુ કે તમે તમારું કામ સારી રીતે કરશો .." આટલું કહીને પોતાની અધૂરી વાત ક્રિષ્નાને કહેવાની શરૂવાત કરી . સોમચંદ ખબર નહોતી પડતી કે મુખી સાચું બોલી રહ્યા છે કે ખોટું . આનો મતલબ એ હતો કે મુખી ક્યાંતો એકદમ સીધા ,સરળ અને દયાળુ માણસ છે અથવા ખૂબ મોટી ગેમ રમી રહ્યા છે . પરંતુ હાલ કશું તારણ કાઢવું યોગ્ય નહોતું .

બીજી તરફ ઓમકાર , સ્વાતિ અને મહેન્દ્રરાય મંદિરમાં તપાસ કરી રહ્યા હતા . દસમી સદીમાં બંધાયેલા બધા મંદિરોમાં અને હિન્દુ ધર્મના ૫૦૦૦ વર્ષના ઇતિહાસમાં માત્ર એક એવું મંદિર છે જ્યાં જૈન મંદિર અને શ્રી કૃષ્ણનું મંદિર એક સાથે એક જ ગુંબજની નીચે છે .....એનું નામ છે લાખા મંદિર ....... પોળોમાં રહેલા અસંખ્ય મંદિરો માનુજ એક ... જ્યાં હાલ સ્વાતિ , મહેન્દ્રરાય અને ઓમકાર ઉભા હતા અને આજુબાજુનો એક એક ખૂણો તપાસી રહ્યા હતા . અજવાળું થઈ ગયું હતું પરંતુ વહેલી સવાર હોવાથી કોઈ પ્રવાસીઓ દેખાતા નહોતા . વિશાળ નળાકાર ખુલ્લા ભાગની નીચે ત્રણેય ઉભા હતા . અને આજુબાજુ તપાસી રહ્યા હતા . લગભગ ૧૨મી ૧૩મી સદીમાં અલાઉદ્દીન ખીલજીએ આ મંદિરોમાં લૂંટફાટ કરેલી , સોના-ચાંદીના અમૂલ્ય આભૂસણો અને રત્નો જડિત મૂર્તિઓ લૂંટી મંદિરોને ખંડિત કરી દીધા હતા . છતાં એ ખંડિત મંદિરો આજે ૭૦૦-૮૦૦ વર્ષ પણ અડીખમ ઉભા છે , વરસાદ , તડકો અને ટાઢ ઝીલવા છતાં પણ.....!! બસ યોગ્ય દેખરેખ ના અભાવે એ સુંદર નયનરમ્ય મંદિરો પર આજે લીલ વળી જતા કાળા પડી ગયા છે . હજી એને સાફ કરીને સમારકામ કરીએ તો હજી ઝળહળી ઉઠેએ વાતમાં કોઈ શંકા નહોતી . બધા કાળા પડી ગયેલા પથ્થરો ,એના પર સુકાઈ ગયેલી લીલ , ખંડિત થઈ ગયેલા ભાગો બસ આના શિવાય કંઈજ નવું દેખાતું નહોતું એ મંદિરોમાં .એકે એક ખૂણો , નાનામાં નાનો ભાગ ફિન્દી વળ્યાં પણ ક્યાંય કશુજ મળ્યું નહીં . હવે કોઈજ આશા રહી નહોતી , કદાચ અહીંયા આવવું એ નિર્ણય જ ખોટો હતો , સમયની બરબાદી થઈ એવું લાગતું હતું .
"હવે શુ કરીશું ...!!" સ્વાતિએ હળવેકથી પૂછ્યું.
" અહીંયા તો કશુજ મળ્યું નથી જેનાથી કોઈ જાણકારી મળી રહે , તેથી સવાર થાય અને કોઈ આવે એ પહેલા અહીંથી નીકળવું પડશે " નિસાસો નાખતાં મહેન્દ્રરાયે કહ્યું તેઓ નીકળવાની તૈયારી કરતા હતા ત્યાં સ્વાતિનો હાથ તેના ગળામાં પહેરેલા આભૂસણ પર પડ્યો એની સાથે જ એના મગજમાં વીજળીથી પણ ઝડપી તણખો થયો
" એક મિનિટ....એક મિનિટ ....આપડે કદાચ હજી નિષ્ફળ નથી ગયા " એમ કહીને એ ચેન જેવા દેખાતા એ આભૂસણ માંથી સિક્કા જેવું એક પેન્ડલ કાઢ્યું અને મહેન્દ્રરાય ના હાથમાં મુક્યુ
" આ શુ છે ....!!?"
" જ્યારે અમદાવાદ આવવા ટ્રેનની રાહ જોઈ બેઠી હતી ત્યારે એક ભિખારી મારી પાસે આવ્યો અને કૈક ખાવા માટે માંગ્યું . હું રસ્તામાં ખાવા માટે થેપલા બનાવી લાવી હતી એ એને આપી દીધા . એને મને આ ઘસાઈ ગયેલો સિક્કો આપ્યો અને કહ્યું ' સમય આવ્યે તને મદદરૂપ થશે મેં એમને કહ્યું ' મારે આની શુ જરૂર તમે....' "
" ઉગતે સુરજ કા પીછા કરો ..... ફિર વો કરતા હૈ વૈસા કામ કરો .... ફિર ઢલતે સૂરજ જૈસે દિખને વાલે કો દેદેના ..." એ ભિખારીએ મારી વાત કાપતાં કહ્યું
" પછી...?? પછી શુ થયું ...??"
" ત્યાં કોઈકે મને બોલાવી હોય મને એવો આભાસ થયો , હું પાછળ ફરી તો કોઈ નહોતું . આગળ ફરું અને પેલા ભિખારી સાથે કંઈ વાત કરું એ પહેલા તો એ અદ્રશ્ય થઈ ગયો .." સ્વાતિએ કહ્યું


(ક્રમશ)

તમારા મતે આ પહેલી શુ કેવા માંગે છે ...!?? તમે એના વિશે કોઈ પૂર્વધારણા બાંધી શકો છો...!? તો અવશ્ય કોમેન્ટમાં લખો .

તો કેવી ચાલી રહી છે તમારી સફર ...!!?? આ લાઇન વાંચી રહ્યા છો મતલબ તમને મારી વાર્તા પસંદ આવી રહી છે એ મારા સદનશીબ છે .

આગળની વાર્તા ઓર મજેદાર રહેવાની છે એની તમને ગેરંટી છે .