મારી કવિતા ... 01
01. મારી વહાલી બહેનાને ... !!
ડગમગ ડગમગ ડગલાં ભરતી નાની મારી બહેન,
તરસ લાગી તો કેરોસીન પી ગઈ મારી એ બહેન.
ઈશ્વર ના ઉપકાર વશ બચી નાની મારી બહેન,
જોત જોતામાં મોટી થઈ ગઈ મારી એ બહેન.
મારા હાથે જ શ્રેણી 8માં ફેલ નાની મારી બહેન,
આ જ ધક્કાથી કર્વેની સ્નાતક મારી એ બહેન.
નામ છે એનું સ્મૃતિ, સ્મૃતિ રાખે નાની મારી બહેન,
ભૂલ થયાના અહેસાસે માફી યાચે મારી એ બહેન.
રસોઈમાં એ હર વ્યંજને રસભરે નાની મારી બહેન
હરકોઈને સ્વાદ માણતાં તન્મય કરે મારી એ બહેન.
ત્રણે ભાઈએ અતિશય વહાલી નાની મારી બહેન,
'મૃદુ'ને રોજ યાદ કરતા ફોન કરે મારી એ બહેન.
💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐
02. મારી સખી મારી ભીતરની બળભેરું ... !!
આજ સણોલી સંધ્યાએ હેતના હિડોળે મન હિંચતુતું
જી-વનના સમરાંગણના ખેલે ભીતર મન ખોવાતુતું.
આંબા ડાળે, સરોવર પાળે એ ઘેલુ બાળપણ રમતુતું,
સંધ્યા ટાણે સખીઓ સંઘે એ મધુર સંતાકૂકડી ખેલતુતું
અનેરી ઉત્સુક નજરે એક સખીભાવથી મન સતાવતુંતું,
ના હોય અહીં એ, છતાં તેનીહાજરીના હેતે તે પકડાતુતું.
સખીના એ પકડદાવથી 'મૃદુ' મન તરંગી પ્રીતે સચવાતુતું,
જાગ્યો ત્યાં તો નવાબી સખીના સ્પર્શે આ દિલ હરખાતુતું.
💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐
03. મનડાનો ફાગણ ફાલ્યો ... !!
આંખમાં ઉમંગ છે ચાલમાં દમામ છે,
ઉઘડતા યૌવનનો ગુલાબી ખ્વાબ છે.
રંજ નથી વરતાતો બચપણ ખોવાયાનો
ઉરથી તો આનંદ છે મુગ્ધતાને પામ્યાનો.
ધરતી પણ મ્હોરી છે ફાગણની ફોરમથી,
મનડું પણ મ્હાલે છે વાસંતી વરદાનથી.
'મૃદુ'ના દીલના રણકારમાં વાસંતી વાયરા,
ફાગણમાં યૌવન ખેલશે હોળીના વાયદા.
💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐
04. નારી તારાં નવલાં રૂપ ... !!
દઈ મનનો ભાર જેને હળવું થવાય તે ઈશ્વર કહેવાય,
જે ખોળે માથું મૂકી હળવુ થાવાય તેને તો મા કહેવાય.
આપણા સાદને મળતા પ્રતિસાદને તો પડઘો કહેવાય,
હ્રદયના સાદે આવી ઊભી રહે તેને તો બહેન કહેવાય.
ન રહી જ શકાય જેના વિના તેને તો શ્વાસ કહેવાય,
જેની ગેરહાજરી પળ ન સહેવાય તેને પત્ની કહેવાય.
એક માત્ર ફોનથી હાજર થઈ જાય તે 108 કહેવાય.
ખબર પડતાં જ દોડતી આવે તેને તો દીકરી કહેવાય.
ઘંટારવ થતાં દર્શને ઉતાવળા થવાય તે મંદિર કહેવાય.
રાત પડતાં દિલે ઉતાવળ આવે તેને ઘરમંદિર કહેવાય.
'મૃદુ'ની શબ્દ શૃંખલાએ ચાર દિવાલને મકાન કહેવાય,
નારીના સ્નેહે સજાવેલ મકાન હોય તે તો ઘર કહેવાય.
💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐
05. જીવનને પ્રેમવંદના ... !!
હસુ છું, હસાવું છું, હસતા રહેવું એ આદત છે મારી,
પૂછી રહ્યો છું આપને કે, કુશળ હશે જ તનની યારી?
સંબંધ જે નથી ભાળ્યો આપમાં, છે કોણ કોના પંડના,
છતાં સૌ ભાસે છે અહીં, આ એક જ ધરતી માતના.
હું આપ સૌનો મિત્ર છું, એ હું મારા અહોભાગ્ય ગણું,
પર કાજે માનવ બની સ્નેહ ધરો તેને હું માનવ જાણું.
'મૃદુ'ના શબ્દ થકી આપ સૌ પર રહી છે સ્નેહવંદના,
જીવનમાં આપ સૌ વિના અધૂરી રહેશે એ પ્રેમવંદના.
💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐
06. દિલોદ્યાનનું ગુલાબી ગુલાબ ... !!
મનનાં રંગીન શમણાં સંગે એ હસીન ગુલાબ ભાળ્યું,
રક્તરંગી હોઠ ગુલાબી, હળવું હસતાં ત્યાંથી ભાગ્યું.
દિલમંદિરના રંગભર્યા ગોખે સો સો દીવડા ઝળક્યા,
મન ખેંચાતું વારે વારે, એ નીલ પંખીએ દીલને છેડ્યા.
આંખોની પલકોમાં ઝૂમતું, મનમંદિરના ચોકમાં રમતું,
અલપઝલપ જઈ જાણ્યું, એને સરોવર પાળે ગમતું.
એક સલોણી સંધ્યા સમયે મનમંદિરની એ પાળે બેઠું,
તેના સંગે જઈ બેઠો તો હાથે બતાવ્યું મારા નામે ટેટૂ.
અલકમલકની વાતો કરતાં એ આવી બેઠું ખોળે સીધું,
મારી હેતપ્રીત મનમાં જાગીને કપાળે એક ચુંબન કીધું.
'મૃદુ' ઝંખના પૂરી ભાળે ત્યાં તો તેને દીધો એક ટહૂકો,
જાગીને જોયું, માનુનીનો એજ અનેરો ચહેરો ઢબૂક્યો.
💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐
મહેન્દ્ર રમણભાઈ અમીન, 'મૃદુ'.
સુરત (વીરસદ/આણંદ).
💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐માત્ર વૉટસ ઍપ (No Phone) : 87804 20985.