તમારી સૌ સમક્ષ એપ્રીલ ફુલ ઉપર બે અલગ અલગ કવિતા, હોળી ના રંગ અને કળયુગ કોરોના વેક્સિન એવી કવિતા મારો કાવ્ય ઝરૂખો 21 સ્વરૂપે રજૂ કરું છું આશા રાખું કે મારા બીજા કાવ્યો ની જેમ આં3 પણ તમે લોકો એટલો જ મીઠો આવકાર આપશો....
કાવ્ય 01
એપ્રીલ ફુલ... હા.. હા...હા..
વાયદા ઓ આપી નેતાઓ જનતા ને
બનાવે આખું વર્ષ એપ્રીલ ફુલ
અદાલત માં ગીતા ઉપર હાથ મુકી
દરરોજ બોલાઈ જૂઠું બનીએ એપ્રીલ ફુલ
મોટી મોટી કંપની ઓ ભ્રામક જાહેરાત
દ્રારા બનાવે લોકો ને એપ્રીલ ફુલ
પેસ્ટીસાઈડસ અને કાર્બન વાળા
ખોરાક થી બની એ આપણે એપ્રીલ ફુલ
ન્યૂઝ ચેનલો પૈસા લઈ આપે
ખોટાં સમાચાર બનાવે જનતા ને એપ્રીલ ફુલ
કુદરતી સંપત્તિ નો દાટ વાળી
માનવ જાત કુદરત ને બનાવે એપ્રીલ ફુલ...
છેતરાતા રહીએ છીએ ક્યાક ને ક્યાક
બનતા રહીએ દરરોજ અજાણતાં એપ્રીલ ફુલ
આમાં કયા જરૂર છે આજે
બીજાં ને એપ્રિલ ફૂલ બનાવવા ની...
કાવ્ય 02
એપ્રિલફૂલ...
જોવાતી રાહ એક તહેવાર ની જેમ
પહેલી એપ્રિલે એપ્રિલફૂલ બનાવવા ની
ગોતી રાખતા નિર્દોષ નવા નવા નુસખા
મીત્રો અને અગંત ને અપ્રિલફૂલ બનાવવા ના
જાણી જોઇ ખોટું બોલી કરતા હેરાન
બનાવતા ઉલ્લુ ને કહેતા અપ્રિલફૂલ
શરીફ ને સીધા માણસો નો પડતો વારો
એપ્રિલફૂલ બનાવી આવતી મજા ખૂબ હસવા ની
લોકો પણ મજાક ને લેતાં હળવાશ થી
અપ્રિલફૂલ બની ને પણ લેતાં આનંદ મન મૂકી
આવ્યો ભાગદોડ ને હરીફાઈ નો છે જમાનો
ઉલાજાયો છે દરેક માણસ કઈક ઉલજણ માં
મોટા થયા મકાનો ને ટૂંકા થતા ગયા મન
જોડે મૂંગા થતાં ગયા સંબંધો
લોકો જોડે ક્યાં છે આજે સમય
નાની વાતો માં કારણ વગર હસવાનો
તો ક્યાંથી ગોતવા ના નવા નવા નુસખા
બીજાં ને એપ્રિલ ફૂલ બનાવવાં નાં...
કાવ્ય 03
હોળી ના રંગ..
રંગે પીળો કેસુડો ચડે જયારે તન ઉપર
જાણે ઓઢ્યું હોઈ કૃષ્ણ તણું પીતાંબર
લાલ ગુલાબી રંગ લાગે ગાલ ઉપર
ચડે નશો પ્રીત નો મન ઉપર
વાદળી રંગ છે સ્થિરતા ને સ્વાસ્થ્ય નો
રહે કાયમ સૌના તન ઉપર
જાંબુડીયો કલર છે ઉમદા શકતી નુ પ્રતિક
રહે સૌ કોઈ તાકાતવર
લીલો રંગ ચડે તન ઉપર
તાજગી રહે જીવનભર
સફેદ રંગ વગર અધૂરી છે હોળી
શાંતિ ટકી રહે જીવનભર
મેઘધનુષ નાં સાત રંગો જેવું
રહે સૌનું જીવન રંગ બેરંગી સપ્તરંગી...
કાવ્ય 04
કળયુગ...
સીતાજીને આપવી પડે અગ્નિપરીક્ષા
અને સમાવું પડે ધરતી માં
તે યુગ કળયુગ નહી તો બીજુ શું ??
પેટ નો ખાડો પુરવા મૂંગા ઢોર ને
મોત ને ઘાટ ઉતારે હેવાન બની માનવી
તે યુગ કળયુગ નહી તો બીજુ શું ??
અસલી ફુલો નો થાય બગાડ ને
નકલી ફૂલો નો થાય શણગાર
તે યુગ કળયુગ નહી તો બીજુ શું ??
ગુલાબ ની સુગંધ પડતી મુકી
કસ્તૂરી માટે પ્રાણીઓ ને હણાય
તે યુગ કળયુગ નહી તો બીજુ શું ??
મનુષ્ય પોતાનાં મહેલો સજાવવા
જંગલો કાપી ઊઝાડે પશુ પંખી ના માળા
તે યુગ કળયુગ નહી તો બીજુ શું ??
સાચા સાધુ ભૂખ્યા મરે ને
શૈતાન સાધુ ના વેશ માં
શરીફ બની મોજ કરતા ફરે
તે યુગ કળયુગ નહી તો બીજુ શું ??
સાચા ને આપવી પડે કસોટી
અને ખોટા નો થાય જય જયકાર
તે યુગ કળયુગ નહી તો બીજુ શું ??
કાવ્ય 05
વેક્સિન... કોરોના રસી
કોરોના રૂપી આવી હતી રાક્ષશી મહામારી
નહોતો જડતો કોઈ તોડ કોરોના નો
મચાવ્યો હતો મોત નો તાંડવ દુનિયા ઉપર
લોકો એ આખરી મીટ માંડી વૈજ્ઞાનિકો ઉપર
રાતદિવસ એક કરી વૈજ્ઞાનીકો એ
પાત્રતા સાબિત કરી શોધી કાઢી રસી કોરોના ની
રસી છે કોરોના ને માત આપવા નો રામબાણ ઈલાજ
મેં પણ લઇ લીધી છે રસી વિશ્વાસ રાખી
માનજો આપ સૌ મારી વાત
રસીની નથી બીજી કોઈ આડઅસર
આવે જ્યારે રસી લેવાનો વારો તમારો
ત્યારે લઈ લેજો રસી તમે પણ ડર્યા વગર
ડર્યા ઘણુ આપણે સૌ કોરોના થી
હવે ડરવા નો વારો આવ્યો છે કોરોના નો...
હિરેન વોરા......