સજની પાસ બુલાઓના કે દિલ, આજ ટુટા હૈ,આજ ટુટા હૈ.
વરસાદ અંધરાધાર વરસી રહ્યો હતો. તે હજી ચાની ટપરી પર જ હતો. રેડીઓ પર વાગતા ગીત ના શબ્દો ના લીધે તેને કંપારી છૂટી ગય.
ખાન ભાઈ એક ફોર સ્કવેર તેણે કહ્યું. ખાન ભાઈ એ સિગરેટ તેના તરફ લંબાવી.
તેણે પહેલો ઊંડો કસ ખેંચ્યો. તેને યાદ આવી તેની અને કલ્યાણી ની મુલાકાત. કોલેજ ના છેલ્લા બે વર્ષ માં બને સાથે હતા. સિવિલ એન્જિનિયરીંગ કરી રહ્યા હતા.કલ્યાણી ગર્ભશ્રીમંત પરિવાર માં થી આવતી હતી. જ્યારે પ્રતીક એક મિડલ કલાસ કલાસ પરિવાર માં થી આવતો હતો.
કોલેજ ના પહેલા વર્ષ માં તો થોડી ઘણી મુલાકાત થઈ હતી બને ની,પણ ધીરે ધીરે મુલાકાતો વધવા લાગી.
કલ્યાણી હસમુખ, જીદી હતી. જ્યારે પ્રતીક એટલો જ શાંત અને સમજુ.
પ્રતીક ને લેખન નો ખૂબ જ શોખ હતો. તે કોલેજ ના ફેસ્ટિવલ માં નાટકો પણ લખતો. સિવિલ ની સાથે સાથે તેને તેમાં પણ રુચિ હતી.
બને જ્યારે ભેગા થાય ત્યારે એક બીજાના ફ્યુચર ને લઈને પણ ચર્ચા કરી લેતા. તેમના સંબંધ ને આગળ વધારવાના સુખદ સપના બને જોતા.
પ્રતીક તેની વ્યસ્તતાને કારણે હમણાં થોડા સમય થી સાવ ઓછો સમય પસાર કરી શકતો હતો.
જ્યારે હવે કલ્યાણી તેના ફ્રેંડસ સાથે વ્યસ્ત રહેવા લાગી. મૌન ની દિવાર ધીમે ધીમે વધતી જતી હતી. લાસ્ટ સેમેસ્ટર ની પરીક્ષા પણ પુરી થયી,રિઝલ્ટ આવ્યું. પ્રતીક એ ટોપ કર્યું હતું. કોલેજ કેમ્પસ માં પ્લેસમેન્ટ પણ ચાલુ થઈ ગયું હતું.
આજે પ્રતીક એ નકી કર્યું હતું કે તે હવે તેના અને કલ્યાણી ના સંબંધ ને આગળ વધારસે.
તેણે કલ્યાણી ને ફોન કરી ને પાર્ક માં બોલાવી.
છેલ્લા ઘણા સમય બને એકબીજા માટે સમય ફાળવી જ શક્યા ન હતા. થોડી ઘણી ફોન પર વાત ચિત થઈ જતી હતી. તે પણ જ્યારે પ્રતીક ફોન કરે ત્યારે કલ્યાણી બસ હવે જવાબ ટુકમાંજ આપતી. પ્રતીક ને એમ હતું કે કદાચ તે તેનાથી ગુસ્સે હતી એટલે પણ આજે તે તેને માનવીજ લેશે.
કલ્યાણી આઈ એમ સો સોરી યાર. ફાઇનલ સેમ ને પ્લેસમેન્ટ અને બીજા કામ કાજ મા હું એટલો ગુંચવાયો હતો કે આપણા માટે સમય જ કાઢી ન શક્યો. પણ આજે હું બોવજ ખુશ છું. સારી કંપની માં પ્લેસમેન્ટ પણ થઈ ગયું અને સાથે મારી એક બુક પણ પબ્લિશ થવાની છે. આઈ એમ સો હેપી. તે એક ધારો બોલે જ જતો હતો. તેને આજે કલ્યાણી નું મૌન થોડું ખૂંચતુ હતું. કલ્યાણી શું થયું?તું કશું બોલીશ? તેને કહ્યું.
પ્રતીક આઈ એમ સોરી.કલ્યાણી એ નિષ્ઠુર ભાવે કહ્યું.
પણ વાત તો કર શું થયું. અને સોરી સા માટે કહે છે?
ઇટ્સ ઓવર પ્રતીક તેણે કહ્યું.
વ્હોટ? તેને ઝટકો લાગ્યો. કલ્યાણી શું લેવાને મજાક કરે છે યાર.
ના હું મજાક નથી કરતી છેલ્લા ઘણા સમય થી આપડા રિલેશન કેવા રહ્યા તેની તને ખબર જ છે. તારી પાસે મારા માટે સમય જ ન હતો. મારે બીજી કશી ચોખવટ પાડવાની જરૂર નથી. હું અત્યારે બીજા કોઈ સાથે રિલેશન માં છું તો પ્લીઝ હવે તું અમારી વચ્ચે ના આવતો. આપડી વચ્ચે જે હતું એ ક્યારનું પૂરું થય ગયું. તે કહી ને જતી રહી.
તેને હજી વિશ્વાજ ન તો આવતો. શું ખાલી સમય ન ફાળવી શકવા નો એટલો મોટો ગુનો છે કે સંબંધ જ પૂરો. આ બધું તે તે બંને ના સિક્યોર ફ્યુચર માટે જ તો કરતો હતો, છતાં પણ તેને જ દગો મળ્યો તે ત્યાંજ બેન્ચ પર ફસડાઈ પડ્યો.
જેને એક નજર જોવા માંજ દિલ ધબકારો ચુકી જતું હતું, શું તે પણ મહજ એક આકર્ષણ જ હતું!
છેલ્લા એક વર્ષ થી તેનું આજ રૂટીન હતું. તેણે નોકરી તો ત્યારથી જ છોડી દીધી હતી,અને રાઇટિંગ ને જ પ્રોફેશન અને પોતાની પેશન ગણી તેમાં આગળ વધતો જતો હતો.
જેવો તે કારમાં બેસવા ગયો,ગાડી ની પાછળ એક સ્કૂતી ભટકાણી. તેના અવાજ થી તે ફરી પાછો ગાડી ની બારે નીકળ્યો. તે હજી ગુસ્સા માં જ હતો.
સ્કૂતી નીચે પડેલી હતી અને તે ચલાવનાર છોકરી પણ નીચે ગારા પર પડી હતી.
નાના બાળક જેટલી માસુમ લાગતી હતી તે. થોડીવાર તો તે તેને જોતો જ રહ્યો. પણ પછી ગુસ્સા થી કહ્યું are you blind? રસ્તા પર પાર્ક કરેલી ગાડી દેખાતી નથી.
એક તો વરસાદના કારણે રસ્તો સાવ ગારા ગારા ભરેલો હતો. જેના કારણે સ્કૂતી સ્લીપ થયું. તેને રડવું આવી ગયું. તેને રડતા રડતા જ કહ્યું આઈ એમ સોરી. આ વરસાદને કારણે સલીપ થઈ ગયું. મારો કશો વાંક નથી. આઈ એમ સોરી. તેના આંખ માંથી આંશુ વહી રહ્યા હતા.
ઓહ ઓકે નો પ્રોબ્લેમ,આઈ એમ સોરી અને તેણે સ્કૂતી ઉભી કરી. તેની તરફ હાથ લંબાવી તેને ઉભી કરવા કોશિશ કરી પણ તેના પગમાં થોડી મોચ પણ આવી હતી જેના કારણે તેના થી ઉભું થવાતું ન હતું. પહેલા હાથ પગ માં પણ થોડું ઘણું વાગેલું હતું.
પહેલા તો તેણે ગાડી માંથી પાણી નો સિસો કાઢી તેને સાફ કરી. અને ફટાફટ ફર્સ્ટ એડ બોક્સ કાઢી તેને દવા લગાડવા મંડ્યો.
છોકરી હજી પણ રડતી હતી.
એક ઊંડો શ્વાસ લો થોડું રિલેક્સ ફિલ થશે,પ્રતીક એ કહ્યું.
અને ધીમે ધીમે ફરી દવા લગાડવા મંડ્યો. બને ની આંખો પહેલી વાર મળી જાણે કશું શોધતી હોય. બને એક બીજા માં ખોવાયેલા જ હતા.
હોસ્પિટલ જઈએ પ્રતીક એ કહ્યું.
છોકરી એ પણ હા પાડી.
તેને સ્કૂતી પર થી ઉભી કરી પોતાના મજબૂત હાથો પર તેને ઉપાડી લીધી. બને ના શ્વાસ નોર્મલ કરતા વધારે ચાલતા હતા. પાછલી સીટ નો દરવાજો ખોલી તેને ત્યાંજ સુવાડી દીધી અને હોસ્પિટલ તરફ ગાડી જવા દીધી.
તેણે પાછળ ફરી જોયું તે ખૂબ જ હેબતાઈ ગયી હતી જેના કારણે બેહોશ થઈ ગય. તેણે હોસ્પિટલ પહોંચી તેનો પરિચય આપ્યો અને તેના નામ નંબર લખાવી સ્ટાફ ને સૂચના આપી તેની ફેમિલી ને પણ જાણ કરવા નું કહી દીધું. ત્યાર બાદ તે ત્યાંથી નીકળી ગયો.
ગાડી માં બેસી તેનું ધ્યાન પાછળ ની સીટ પર ગયું. જ્યાં તે છોકરી ની પાયલ પડી હતી. તે પાયલ તેના બ્લેઝર ના ખીચા માં નાખી તે ઓફિસ તરફ નીકળી ગયો.
બને હજી એક બીજાના નામ થી અજાણ હતા.
રાતે અગિયાર વાગ્યાં આસપાસ તે ઓફિસ થી ઘર આવી જમીને પોતાના રૂમ માં ગયો. સિગરેટ સળગાવી ઊંડો કસ લેતા લેતા આજના દિવસ નો ઘટના ક્રમ ફરી પાછો તેના મગજ માં ચાલવા લાગ્યો. ફોન ની રિંગ થી અચાનક તેની તંદ્રા તૂટી. અજાણીયો નંબર હતો. તેણે કોલ ઉપાડી શાલીનતાથી કહ્યું. હાઈ હું પ્રતીક વાત કરું છું, તમે કોણ?
થોડી વાર તો સામે છેડે થી કસો અવાજ જ ના આવ્યો. તેણે ફરી પાછું કહ્યું હેલો. સામે છેડે થી પણ ખૂબ જ મધુર અને શાલીનતા પૂર્વક અવાજ આવ્યો. હાઈ હું નેહા છું જેને આજ સવારે તમે હેલ્પ કરી હતી અને ખીજાણા પણ હતા. તેને થોડું હસતા હસતા કહ્યું.
તેની વાતો ના લીધે મને પણ હસવું આવી ગયું. વર્ષો પછી આમ નિખાલસ રીતે હસ્યો હતો હું.
વાત કરતા કરતા બે કલાક ક્યાં નીકળી ગઈ ખબર જ ન પડી.તે નોનસ્ટોપ બોલે જ જતી હતી અને મને પણ સાંભળે જવું ગમતું હતું. મેં ધીમે થી કહ્યું નેહા કાલે મળીયે સ્ટાર બક્સ પર 10 વાગે તારી પાયલ મારી પાસે રહી ગઈ હતી તો તે પણ આપી દવ.
નેહા ની ઈચ્છા પણ હતી જ તેણે પણ તરતજ હા પાડી દીધી.
બને એ એક બીજા ને ગુડ બાય અને ટેક કેર કહી ફોન મુક્યો.
ઘણા સમય પછી ફરી પાછી તેના દિલની ધડકન એક ધબકારો ચુકી ગય.
તેણે સિગરેટ ના પેકેટ ને ગેલેરી પર થી ઘા કરી ધીમા અવાજે કહ્યું.
''હવે તારી જરૂર નહીં પડે.''