The Author Charmi Joshi Mehta Follow Current Read પંચતત્ત્વ - અંતિમ ભાગ By Charmi Joshi Mehta Gujarati Fiction Stories Share Facebook Twitter Whatsapp Featured Books नफ़रत-ए-इश्क - 21 तपस्या विराट के यादों में खोई हुई रिमोट उठा कर म्यूजिक सिस्ट... मेरी गुड़िया सयानी हो गई ..... 'तेरी मेरी बने नहीं और तेरे बिना कटे नहीं' कुछ ऐसा ह... सर्द हवाएं लेख-सर्द हवाएं*******"" यूं तो सर्दियों के मौसम में जब... इश्क दा मारा - 45 यूवी गीतिका का हाथ पकड़ कर ले जा रहा होता है तभी गीतिका बोलत... लल्लन जी की अद्भुत नौकरी गाँव के एक छोटे से कस्बे में रहते थे लल्लन जी। उनका नाम ही उ... Categories Short Stories Spiritual Stories Fiction Stories Motivational Stories Classic Stories Children Stories Comedy stories Magazine Poems Travel stories Women Focused Drama Love Stories Detective stories Moral Stories Adventure Stories Human Science Philosophy Health Biography Cooking Recipe Letter Horror Stories Film Reviews Mythological Stories Book Reviews Thriller Science-Fiction Business Sports Animals Astrology Science Anything Crime Stories Novel by Charmi Joshi Mehta in Gujarati Fiction Stories Total Episodes : 6 Share પંચતત્ત્વ - અંતિમ ભાગ (6) 1.2k 3k 1 ઉર્વી હવે પંચતત્ત્વોયુક્ત સંપૂર્ણ પરિપક્વ થઈ ગઈ હતી. તેના ચહેરા પર એક અનોખું તેજ ચમકી રહ્યું હતું. પાર્ટી ના બીજે દિવસે જ ઉર્વી એ તેના હાથ નીચે કામ કરતાં માણસોને પોતાના હાઇસ્કૂલના એ જોષી સર કે જેણે તે સમયે શાળામાં વિશેષ લેક્ચર દ્વારા પંચ તત્ત્વો જાગૃત કરી શકાય તેની સમજ આપી હતી તેના વિશે માહિતી મેળવી લાવવા કહ્યું.સાંજ પડ્યે જ જોષી સર વિશે માહિતી મળી ગઈ. હાલ તે નિવૃત્ત જીવન જીવતા હતા. તેના શહેરમાં જ હજુ પણ રહેતાં હતા. અક્ષિત ને જાણ કરી મળેલા ઘરના સરનામે તે સાંજે જ ઉર્વી જોષી સરને મળવા પહોંચી ગઈ. ઉર્વીને જોઈને જોષી સર તરત તેને ઓળખી ન શક્યા. ઉર્વીએ પોતાની શાળા સમયની જૂની યાદો સર ને તાજી કરાવી ત્યારબાદ જોષી સર તેને ઓળખ્યા. જોષી સર: કેમ બેટા આટલાં વર્ષે મને યાદ કર્યો??? ઉર્વી: સર હું તમારી માફી માગવા ઇચ્છુ છું અને તમને ધન્યવાદ કહેવા પણ.... જોષી સર: હું કંઈ સમજ્યો નહિ બેટા.... ઉર્વી: સર, અમે ભણતાં ત્યારે તમે પંચતત્ત્વ વિષય પર એક વિશેષ લેક્ચર નું આયોજન કરેલું. તેમાં તમે સમજાવ્યું હતું કે પંચતત્ત્વો આપણી અંદર સમાયેલા છે. તેને આપણે જાગૃત કરી શકીએ... ત્યારે એ વાત ને મે હસી કાઢેલી અને તમારી મજાક બનાવી હતી. ત્યાંરે મને તેટલી વિશેષ સમજણ ના હતી. તેથી તમારી માફી માગુ છું. પરંતુ આપે વિદ્યાર્થીઓને યોગ્ય માર્ગદર્શન આપી પ્રકૃતિની નજીક લાવ્યા.આજ આટલાં વર્ષો પછી મને અહેસાસ થયો કે તમે શત પ્રતિશત સાચા હતા. હું આટલી નાની ઉંમર માં જ મારા પંચતત્ત્વો જાગૃત કરી શકી છું. મારા પરિવાર અને મિત્રો માં જ મને પંચતત્ત્વોના દર્શન થયાં. માતા - જળ તત્ત્વ પિતા - પૃથ્વી તત્ત્વ ભાઈ - અગ્નિ તત્ત્વ મિત્ર - આકાશ તત્ત્વ પતિ - વાયુ તત્ત્વ ઉર્વીએ પોતાના જીવનની સમગ્ર કહાની કહી સંભળાવી.પોતાની આસપાસ રહેલ કુદરતના એ પંચતત્ત્વો પોતાના માટે આંતરિક અને બાહ્ય રીતે સતત કાર્ય કરી રહ્યા હતા તે હવે તેને સમજાયું હતું. આ પંચતત્વો વગર તેનું જીવન અધુરુ છે. કદાચ શક્ય જ નથી. સારા કર્મોથી કુદરત આંતરિક અને બાહ્ય રીતે સતત મદદે આવે છે, તે વાતનું તેને જ્ઞાન થયેલું. ઉર્વીની આવી સમજણ અને ઊંડાણપૂર્વકના જ્ઞાન વિશે જાણી જોષી સર ભાવવિભોર બન્યા. ઉર્વીમાં આવેલ પરિવર્તન અને તેના મુખ પરની અવિરત શાંતિને તેઓ નિહાળી રહ્યા. ઉર્વી એ જોષી સરનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો. જોષી સરના પગ ધોઈ, ચાંદલો કરી, તેમને ભેટ આપીને ગુરૂપૂજન કર્યું. ગુરુના આશીર્વાદ થી ઉર્વીનું જીવન સફળ બન્યું. જોષી સરે પણ આવા વિદ્યાર્થી મળ્યા બદલ મનોમન પ્રભુનો આભાર વ્યક્ત કર્યો. પોતાનું શિક્ષક તરીકેનું જીવન સફળ થયાનો સંતોષ મેળવ્યો. 💦"ગુરુવર તમને વંદન હું ઓરસિયો પથ્થરનો ને તમે ઘસાતું ચંદન આંખો આપી, પાંખો આપી ને આપ્યું આકાશ ચકલીમાંથી ગરુડ થવાનો જન્માવ્યો વિશ્વાસ વ્હેમ, ભીરુતા, આળસ, અડચણ કાપ્યાં સઘળાં બંધન ગુરુવર તમને વંદન અહમ્ પરમના છેડા સાંધ્યા, તાણી બાંધ્યા તાર મને તુંબડામાંથી દીધો તંબૂરાનો અવતાર રોમરોમથી નાદ બ્રહ્મનું ગૂંજ્યું રણઝણ ગુંજન ગુરુવર તમને વંદન"💦 – કિશોર બારોટ 💦💦💦💦💦💦💦💦💦💦💦💦💦💦💦 વાંચક મિત્રો જોગ: પ્રિય વાંચક મિત્રો.... આશા છે કે આપને આ નવલિકા પસંદ પડી હશે. આપે મારી આ નવલિકા ને ખૂબ પ્રેમ આપ્યો તે બદલ આપ સૌની ખરા હૃદય થી આભારી છું. આપ સૌ આપનો પ્રેમ કૉમેન્ટ અને સ્ટાર દ્વારા દર્શાવી પ્રોત્સાહન આપતાં રહો તેવી અભ્યર્થના... આપનું પ્રોત્સાહન જ લખવા માટે પ્રેરે છે. આભાર....🙏 ‹ Previous Chapterપંચતત્ત્વ - (5) - વાયુ Download Our App