Rape of Karan's Career - 1 in Gujarati Love Stories by गौरांग प्रजापति ”चाह" books and stories PDF | કરણ નું ભવિષ્ય હરણ - ભાગ ૧

Featured Books
Categories
Share

કરણ નું ભવિષ્ય હરણ - ભાગ ૧

એ દિવસ કરણ ખૂબ ખુશ હતો, એના માસીના છોકરાનુ લગ્ન હતું ને.. અને સાથે સાથે વેલેન્ટાઈન ડે તો ખરો જ. આમ તો કરણને અને વેલેન્ટાઈન ડેને કઈ લાગે વળગે નઈ હો, મધ્યમ વર્ગ પરિવારના કરણનું ધ્યાન આખો દિવસ ભણતર અને પોતાના ભવિષ્યને ઉજાગર કરવામાં જ રહેતું, પિતા ખૂબ મહેનત કરી ભણાવતા એટલે બીજા છોકરાઓ જેમ રખડવાનુ કે કોઈ વ્યસન જેવું ના મળે, આમતો એ સાયન્સ નો વિદ્યાર્થી, પણ શરમાળ પ્રકૃતિનો, નિશાળમાં પણ કોઈ દિવસ છોકરી સાથે વાત કરેલી નહી અને પ્રેમની પાઠશાળા તો સ્વપ્ન માય નો આવે..
જીવનમાં આવનારા નવા વળાંકથી બિલકુલ અજાણ એવો કરણ લગ્નમાં બિંદાસ ફરતો હતો, એક તરફ વાજા વાળા નો કાનના પડદા ફાડી કાઢે એવો અવાજ તો એક તરફ ઘોડા વાળા કાકાએ ઘોડાને જાણે તાજમહેલ પર પૂનમની ચાંદની નો તેજ હોય તેવો તૈયાર કરેલો અને લગભગ સાંજના ૮ વાગ્યા હશે, બસ હવે વરઘોડો નીકળવાની તૈયારી અને આકાશમાં આતિશ્બાજી શરૂ થઈ ગઈ, લોકો ગુજરાતના નંબર વન બેન્ડ ના તાલ સાથે વરરાજા ને વધાવી રહ્યા હતા, સૌ ઘોડાનું નૃત્ય જોવા માટે ઘોડાની આસપાસ વર્તુળાકારે ગોઠવાઈ ગયા હતા, એમાંથી એક એટલે આપડો કરણ.
બસ, હવે વરરાજા ઘરની બહાર આવી ગયા અને બરાબર ઘોડા પર બેસવા પગ ઊંચો કર્યો અને અહીંયા કરણ નીચે બેસી ગયો. પાછળથી એક છોકરી ઉત્સાહમાં ને ઉત્સાહમાં કરણ ના ખભા ઉપર હાથ મૂકી ઊંચી થઈને જોવાનો પ્રયાસ કરી રહી હતી. હવે નીચે પડેલા કરણ એ હાથની ધૂળ સાફ કરતા કરતા ઊભો થયો અને જાણે કોઈ ગામડાના માણસને એફિલ ટાવર સામે ઉભો રાખી આંખની પટ્ટી ખોલી હોઈ તેમ નીચેથી ઉપર ધીરે ધીરે નિહાળતો રહ્યો, એના લાલ કલરના સેન્ડલ થી અડધી ઉખડી ગયેલી એ બિંદી, જાણે કપાળરૂપી આકાશમાં બીજનો એ ચાંદ, આખે આખો ચહેરો કરણના દિલ - દિમાગમાં છપાઈ ગયો. આજથી અગાઉ પહેલા કોઈ દિ' આવો અનુભવ થયેલો નહી.
લોકોની વચ્ચે ધૈર્ય રાખી કરણ ત્યાંથી નીકળી ગયો અને ભીડની બહાર જઈ કપડાં સાફ કરવા લાગ્યો, હજી તો એ આહલાદક અનુભવ નું રમણીય દ્રશ્ય આંખથી હટતું જ નહોતું, એના એ નાના એવા હાથનો સ્પર્શ અને જાણે સવારમાં ખીલેલા તાજા ગુલાબ જેવું હાસ્ય કરણને પ્રેમની પાઠશાળામાં જાણે પ્રવેશપત્રમાં સહી કરવી રહ્યું હતું. પહેલા કદી છોકરીની સામે પણ ના જતું એ દિલ આજે કરણને ધક્કા મારી રહ્યું હતું, પગમાં થોડી ધ્રુજારી અને મગજમાં નીચે પડ્યાની શરમ, પણ દિલના એ ધક્કા આગળ શરીરના તમામ અંગ નાપાસ હતા. બસ હવે તો જાણે શરમાળ પ્રકૃતિના દરિયામાં પ્રેમ ના મોજા જોર જોરથી ઉછળી રહ્યા હતા, ભણતરનું વહાણ તો જાણે આભમાં તારો, અને પેલી સ્વપ્ન સુંદરી ને મળવા ફરીથી કરણ એ ભીડમાં પગ માંડ્યા.
વર્તુળાકાર ભીડમાં કરણ એ છોકરી સામે જઈ ઉભો રહ્યો, હવે તો બસ આખા વરઘોડામાં એ એને જ જોતો રહ્યો અને જાણે એને એ છોકરી વિશે બધુ જ જાણવું હતું, નામ, ગામ, કામ, બધુ જ.. પણ કઈ રીતે ! કોની પાસે ! આવા અનેક સવાલ વચ્ચે જાણે કુદરત પણ એની સાથે હોઈ, એક બીજી છોકરીએ પેલી સુંદરીને બૂમ પાડી. "ઓ... પૂજા, તારા પપ્પા તને બોલાવે છે.. ઘરે જવાનું છે રામપુર"... હવે શું ! કારણ ને નામ અને ગામ બંને મળી ગયા હતા, પણ વસવસો કે પૂજા હવે વરઘોડા માંથી જતી રહી હતી..



શું થયું આગળ જાણવા માટે જલદી આવી રહ્યો છે "કરણ નું ભવિષ્ય હરણ : ભાગ ૨*

✍🏻 ચાહ" ગૌરાંગ પ્રજાપતિ.
( મહીસાગર )