[આ વાર્તા ના બધા પાત્રો કલ્પીનિક છે કોઇ પણ વ્યક્તિ જગ્યા કે વસ્તુ સાથે લાગતું વળગતું નથી]
અધૂરો પ્રેમ
હું એક મધ્યમ વર્ગ નો છોકરો હતો પણ મારી બધી જરૂરિયાત સારી રીતે પૂરી થતી હતી મારા પાપા એક ફોરેસ્ટ ઓફિસર હતા. હું એક માધ્યમ વર્ગ ના પરિવાર માથી હોવાથી થોડા ઘણા ઉતારચઢાવ અવ્યા કરતા આવી રીતે મેં મારું 1 થી 9 ધોરણ નું ભણતર વાદોડરા મા પૂરું કર્યું. લાઇફ સારી એવી ચાલતી હતી ત્યારે મારા પિતા નું પોસ્ટિંગ ભાવનગર માં થયું એટલે અમારે વડોદરા શહેર છોડવું પડયું. એટલે અમારો પરિવાર ભાવનગર શિફ્ટ થયા આ શહેર અમારા માટે અજાણ હતું . પાછો હું ભણવામાં પણ એટલો સારો નહતો એટલે 9 ધોરણ માં મારા ટકા ઓછા અવ્યા એટલે મને સારી શાળા મા એડમિશન મળવું મુશ્કેલ હતું તો પણ મારા પિતાના સાહેબ ની ઓળખાણ ને લીધે સારી શાળા મા એડમિશન મળી ગ્યું.
17/6/2012 ના દિવસે આ મારો પેહલો દિવસ હતો મારું આ શાળા મા નવું એડમિશન હોવાથી મને કોઈ ઓળખતું ન હતું કે હું કોઈને નતો ઓળખાતો. તે દિવસે મારો દિવસ ખૂબ ખરાબ રહ્યો હું થોડોક સરમાળ હોવાથી કોઈની સાથે વાત ના કરી અને શાળા ની બેસવાની સિસ્ટમ પણ છોકરા છોકરી વાળી હતી. એટલે વધારે સંકોચ અનુભવ્યો તો પણ દિવસ પૂરો થયો આવી રીતે દિવાસો વીતવા લાગ્યા અને હવે મારે પણ થોડા ઘણા દોસ્તો બની ગયા હતા અને પાછી લાઇફ પાટા પર ચડી ગઈ હવે હું પણ કોઈ સંકોચ અનુભવ્યા વગર શાળા મા મસ્તી મજાક કરતો ક્યારેક માર પણ ખાવો પડતો ટીચર નો દિવાસો વીતતાં હતાં. પણ મને એક વાત ની સમજ પડતી નહાતી મારી 2 બેંચ આગળ એક છોકરી બેસતી હતી એ નાં તો કોઈની સાથે વાત કરતી
કે રિસેસ માં પણ કોઈ હાથે ની બેસતી. મને રહેવાયું નહીં એટલે મેં એક દિવસ મારા દોસ્ત દિવ્ય ને પૂછ્યું એના વિશે તો દિવ્ય એ ક્હ્યું એ અજીબ છોકરી છે કોઈની સાથે વાત નથી કરતી.
આમ પણ મેં કોઈ છોકરી સાથે વધારે વાત ની કરતો પણ આના વીસે ખબર ની કેમ મેં મારા દોસ્ત ને પૂછ્યું તો પણ કાંઈ ફરક ની પાડયો.
એ પછી મેં અને મારો દોસ્ત બંને એ એના વીસે વાત ના કરી પણ એક દિવસ અમે pt ના પિરિયડ માં મેદાન પર રમતા હતા ત્યારે અચાનક અમે રમતા હતા તે બૉલ એને જઈને પગ પર વાગ્યો ત્યારે હું એની પાસે બૉલ લેવા ગ્યો એને કઈ બોલ્યા વગર મને બૉલ અપી દીધો હું અને મારા દોસ્તો પાછા રમવા લાગ્યા પણ
એ દિવસે મને કઈ અલગ ફીલિંગ આવી મને તે દિવસે રાત્રે ઊંઘ માં પણ એનાજ વિચાર અવયા એટલે મેં બીજા દિવસે પાછું મારા દોસ્ત ને પૂછ્યું તો એને મારી વાત મજાક માં લીધી પણ એને ક્હ્યું તારે વાત કરવી હોય તો કર એ રોજ ચાલતા ઘરે જતી હતી એટલે મેં પણ હવે ચાલતા જવાનું ચાલુ કર્યું. તે દિવસે હું એની સાથે ચાલતો ઘરે જવા નીકળ્યો મેં એની સાથે વાત વાત કરવાનો પ્રયત્ન કર્યો......
પણ મને ધબકારા વધતા જતા હતા અને એ વિચારતો હતો કે સૂ પૂછી ને વાત ચાલુ કરું......!!!!!!!!
કઈ વાત કરવી એ સમજ ની પાડતાં મેં નામ ખબર હતી છતાં નામ પૂછવાનો નિર્ણય કર્યો
અને પૂછ્યું...
તારું નામ??????
વધુ અવતા ભાગે.........
આ વાર્તા ને લગતી કોઈ પણ સવાલ કે કઈ ભૂલ હોય તમારી નજરે તો કોમેટ કરો જેથી આગળ અવનારા ભાગ માં સુધારી શકું અને તમને તકલીફ નહીં પડે🙏🙏