Aavu bholpan in Gujarati Classic Stories by Bhavna Bhatt books and stories PDF | આવું ભોળપણ

Featured Books
Categories
Share

આવું ભોળપણ

*આવું ભોળપણ*. ટૂંકીવાર્તા.... ૧૨-૮-૨૦૨૦ બુધવાર...


એક નાનાં શહેરમાં સંયુક્ત કુટુંબમાં મોટો થયો હતો રાજીવ....
રાજીવનાં પિતા ભાનુભાઈ ને પોતાનો ધંધો હતો...
બલ્બ બનાવવાની ફેક્ટરી હતી...
ઘરમાં રાજીવ સૌથી મોટો હતો પછી બે ભાઈઓ...
બીજા નંબરનો કેતન અને નાનો પંકજ...
રાજીવ નાનપણથી જ સીધોસાદો અને એકદમ ભોળો હતો...
એનાં ભોળપણનો લાભ બધાં જ લેતાં હતાં પણ રાજીવ હંમેશા એવું વિચારે હશે મારાં ભાઈઓ છે અને એ પણ મારાંથી નાનાં છે એમ કહીને દરેક વસ્તુ કે વાત હોય કે મજાક એ બધું એ જતું કરતો...
રાજીવ ઘરમાં મોટો હોવાથી ધંધામાં પહોંચી નહોતું વળાતું ભાનુભાઈ એકલાથી અને બીજું કોઈ વિશ્વાસુ માણસ મળતો નહોવાથી રાજીવને ધોરણ દસમાં પાસ થયો પછી ઉઠાડી લીધો અને કહ્યું કે તારાં બે ભાઈઓ ભલે ભણતાં તું ધંધામાં લાગી જા....
રાજીવ પિતાની આજ્ઞા ભોળા ભાવે સ્વીકારી અને ભણવાનું છોડીને ધંધામાં લાગી ગયો....
બે‌ ભાઈઓ ભણતાં અને લહેર કરતાં ત્યારે રાજીવ ધંધામાં ખૂપી ગયો હતો ...
સવારે વહેલો‌ ફેક્ટરીમાં જાય તે રાત્રે દશ વાગે ઘરે આવે...
ઘણી વખત તો એટલો થાકી જાય કે ફેક્ટરીથી ઘરે આવીને... નાહીને સીધો સૂઈ જ જાય....
કંચનબેન ઉઠાડે કે બેટા જમી લે પણ રાજીવ પડખું ફરીને કહીદે મમ્મી મને સૂવા દે બહું ઉંઘ આવે છે....
આમ રાજીવ ને તો જીવન જાણે ઘરથી ધંધો અને ધંધાથી ઘર સિવાય કશું જ રહ્યું નહીં....
રાજીવ વીસ વર્ષનો થયો એટલે અનાથાશ્રમમાં થી આશા નામની છોકરી સાથે લગ્ન કરાવી દીધા ભાનુભાઈ એ....
લગ્ન પછી એક અઠવાડિયું બહારગામ ફરી આવ્યો પછી રાજીવ પાછો ઘાંચી નાં બળદ ની જેમ ધંધામાં જોતરાઈ ગયો...
ઘરમાં આશા જ બધું કામકાજ કરતી...
કંચનબેન હવે બહાર સોફામાં બેસીને ઓર્ડર કરતાં...
આશાએ એક દિવસ રાત્રે રાજીવને કહ્યું તો રાજીવ કહે ...
તું સમજદાર છે... મારી મમ્મી થાકી ગઈ હશે...
તું બે કામ વધું કરીશ તો તું યુવાન છે એટલે તને વાંધો નહીં આવે...
અને હું મારા કામ જાતે કરી લઈશ કાલથી એટલે તારે એટલું કામકાજ ઓછું થાય...
આમ કરતાં સમયનું ચક્ર ફરતું રહ્યું અને આશા અને રાજીવ બે સંતાનો નાં માતા પિતા બન્યા...
એક દિકરી મૈત્રી અને દિકરો આશુતોષ...
કેતન અને પંકજ નાં લગ્ન નાતમાં કરાવ્યા ભાનુભાઈએ...
રાજીવ તો ભોળપણ માં જાનમાં ખુબ જ ડાન્સ કરતો રહ્યો..
કેતન અને પંકજ નાં લગ્ન પછી એ બંન્ને ને ભાનુભાઈ એ ફેક્ટરીમાં આવવાં કહ્યું...
આમ સમય જતાં ભાનુભાઈ ને એટેક આવ્યો...
દવાખાનામાં દાખલ કરવામાં આવ્યા...
સારું થયું એટલે ઘરે લાવ્યા...
ભાનુભાઈ એ હવે ફેક્ટરી જવાનું બંધ કર્યું અને ઘરમાં આરામ કરતાં અને વાંચન અને જૂના ગીતો સાંભળીને પોતાનો શોખ પૂરો કરતાં...
આમ કરતાં છ મહિના પસાર થયાં એટલે ફેક્ટરીમાં કોણ સંચાલન કરે એ માટે ઝઘડો કર્યો કેતન અને પંકજે...
એટલે ભાનુભાઈ એ રાજીવને વાત કરી કે આજ રાત્રે ધંધાનાં ભાગલા પાડી દઈએ...
એટલે રાજીવે આશા ને બેડરૂમમાં જ બેસી રેહવા કહ્યું...
કે અમારાં ભાઈઓ નાં મામલામાં તું કંઈ બોલે એ મને નહીં ગમે...
આશા બેડરૂમમાં ગઈ બે‌ બાળકો ને લઈને એટલે રાજીવે બહારથી દરવાજો બંધ કરી દીધો...
ભાનુભાઈ નાં રૂમમાં મિટિંગ થઈ...
ભાનુભાઈ એ સીધી એમજ વાત કરી કે તું મોટો છું તને હું બીજે ધંધો કરી આપીશ...
આ ચાલું ધંધો આ બે ભાઈઓ ને ભાગમાં આપી દે..
ભોળા ભાવે રાજીવે કહ્યું મારા ભાઈઓ ધંધો સંભાળે એનો મને આનંદ છે અને હું રાજીખુશીથી આ ધંધામાં થી નિકળી જવું છું....
બન્ને ભાઈઓ ધંધો સંભાળતા એટલે રાજીવને હવે ફેક્ટરી નહીં જવાનું...
આ બધું જોઈ આશા ખુબ દુઃખી થતી...
બન્ને ભાઈઓ એ ભાનુભાઈ ને રાજીવ ની વિરુદ્ધ ચાડી ભરી..
ભાનુભાઈ એ રાજીવને ઘરમાં થી પણ જુદો કર્યો...
રાજીવ ચૂપચાપ ઘરમાંથી નિકળી ગયો...
ભાડે મકાન રાખ્યું...
બન્ને પતિ-પત્ની એ નોકરી કરીને ઓઈલ નો ધંધો ચાલુ કર્યો...
મૈત્રી અને આશુતોષ ને ભણાવી ગણાવીને નાતમાં પરણાવ્યા...
રાજીવે એક બંગલો ખરીદ્યો અને ગાડી ખરીદી...
બન્ને ભાઈઓ ની પડતી થઈ...
ભાનુભાઈ રાજીવને લાગણી ભર્યા શબ્દો કહીને રૂપિયા, ચીજવસ્તુઓ મંગાવે...
રાજીવ ભોળાભાવે આપી આવે...
આશા ટકોર કરે..
પણ રાજીવ ભોળપણ છોડી શકતો નહીં...
એ એમ જ કહે એ મારાં માતા-પિતા અને ભાઈઓ જ છે ને....
હશે તું જીવ ટૂંકો નાં કર આપણે ક્યાં કોઈ કમી છે...
આશુતોષ અને સ્નેહા પણ કહેતાં પપ્પા હવે ભોળપણ છોડો એ તમારો ખોટો લાભ લે છે તમારી લાગણીઓ નો દૂર ઉપયોગ કરે છે...
પણ રાજીવ હસીને વાત ટાળી દેતો અને કંઈ ને કંઈ વસ્તુઓ આપવા ભાનુભાઈ ને ત્યાં દોડી જતો....
ભાવના ભટ્ટ અમદાવાદ......