ભાગ :- 11
મેધા રોહનની ઓફિસમાં નોકરી કરવા જ ન માગતી હતી, તે ગહેના બાનુ ને સાફ સાફ ના કહી ચૂકી હોય છે. મેધા ની વાત સાંભળીને ગહેના તેને પૂછી લે છે " કેમ શું થયું? તું આ નોકરીને કેમ ઠોકર મારે છે? તું ભૂલી ગઇ કે આપડે અનાથ આશ્રમ અને વૃદ્ધાશ્રમ પણ ચલાવીએ છીએ! એનું પણ આપડે ભરપોષણ કરવું પડે છે. મેધા દીકરા તું સમજી કેમ નથી શકતી કે અહીં આ એરિયામાં નોકરી મળવી કેટલી મુશ્કિલ છે. મેધા દીકરા તું સમજ અને આ નોકરી કરી લે હું અને એ બધા લોકો જેની જરૂરિયાત પૂરી કરવામાં તારો સાથે હશે એ બધા તારા આભારી રહીશું! મેધા હું આશા રાખું છું કે તું અમને સમજીશ!"
ગહેના ની વાત સાંભળીને મેધા પહેલા તો થોડા સમય માટે ઊંડા વિચારમાં પડી જાય છે. મેધા સમજી જ ન શકતી હતી કે તેને શું કરવું જોઈએ અને શું નહીં! એક બાજુ રોહન હતો તો બીજી બાજુ એ બધા જરૂરિયાત મંદ લોકો જેમને ખરેખરમાં મેધાની મદદની ખૂબ જ જરૂર હોય છે. મેધા અત્યારે સુધી બસ દરેક માટે બલિદાન જ કરતી આવી હોય છે તો આગળ પણ એ દરેક માટે બલિદાન કરવા તૈયાર જ હશે! મેધા આ વાત ને પોતાનું કર્તવ્ય સમજીને તેને નિભાવવા માટે તૈયાર થઈ જાય છે " થીક છે ગહેના જી હું આ નોકરી કરવા માટે તૈયાર છું પણ ક્યાંક મને મિસ્ટર અનંત નોકરી નહિ આપે તો હું શું કરીશ?"
ગહેના મેધા ની વાત સાંભળીને થોડો વિચલિત થઈ જાય છે પણ પછી એ બોલી ઊઠે છે " અરે મારી મેધા કોઈથી કમ થોડી છે કે તેને મિસ્ટર અનંત રિજેક્ટ કરી દેશે! મને વિશ્વાસ છે કે મારી મેધા આ નોકરી લઈને જ પાછી ફરશે! તું દીકરા કોઈ વાતની ચિંતા ન કર મા દુર્ગા બધું જ સારું કરશે! બસ તું એમની ઉપર તારો અનહદ વિશ્વાસ બનાવી રાખ, અને તારો કાનો પણ તારી સાથે જ છે તો તારે ડરવાની જરાય પણ જરૂર નથી."
મેધા ગહેના બાનુ દ્વારા અપાયેલ વિશ્વાસ સાથે પોતાનો વિશ્વાસ જોડી લે છે. તે પોતાની ઉપર વિશ્વાસ કરીને મિસ્ટર અનંત ની ઓફીસમાં ઇન્ટરવ્યુ માટે જવા તૈયાર થઈ જાય છે. તે ગહેના બાનુ ના પગે લાગી તેમના આશીર્વાદ લે છે. ગહેના આ જોઈને હીબકે બરાઈ જાય છે પણ મેધા આગળ તે એકદમ નોર્મલ થવાની કોશિશમાં લાગી જાય છે. " ઠીક છે ગહેના જી, હું જઈ રહી છું એ દરેક લોકો માટે જેને ખરેખરમાં આપડી જરૂર છે અને હા હું તમારી માટે પણ આ નોકરી કરવા માગું છું. હું તમને પણ મદદ કરી આ તમારી બંને અલગ અલગ જિંદગી ને હંમેશા માટે માન સન્માન ભરી નજરથી જોવા માટે સમાજને તૈયાર કરવા માગુ છું." મેધા ની વાત ગહેના નું દિલ જીતી લે છે પણ અત્યારે ઇન્ટરવ્યુ માટેનો સમય થઈ ગયો હોવાથી તે મેધા ને કંઇપણ કહ્યા વગર બસ એના ગાલ ઉપર ચુંબન કરીને તેને ઇન્ટરવ્યુ માટે અનંત ફાઇનાન્સ માં મોકલી દે છે.
મેધા ધીરે ધીરે ઓફિસ ની સીડી ચડી રહી હોય છે, તેના પગ અચાનક રોકાઈ જતા તો બીજા પળે તે હિંમત કરીને આગળ વધવા લાગતી! તેના મનમાં બસ એક જ વિચાર ચાલ્યા કરતો હતો કે " રોહન મારાથી ખૂબ નારાજ છે અને મને ખાતરી છે કે એ મને ક્યારેય પણ આ નોકરી નહિ આપે! પણ મારી કોઈ ભૂલ નથી, ભલે મારી અંદર એમના આગળ જવાની હિમ્મત નથી પણ હું કોશિશ તો જરૂર કરીશ! રોહન મને નોકરી આપે કે ન આપે એનાથી મને કોઈ મતલબ નથી બસ હું આ પ્રયાસ કરવા માગું છું." મેધા બોલતાં બોલતાં સીડીઓ ચડી રહી હતી તેને જોઈને જતા આવતા લોકો હસી રહ્યા હતા.
મેધા ઓફિસની અંદર આવીને waiting એરિયામાં બેઠી હોય છે. થોડા સમય પછી તેનું નામ ત્યાં announce થાય છે એટલે મેધા ઊભી થઈને રોહન ના કેબિન તરફ જાય છે. તે કેબિન નો દરવાજો ખટખટાવે છે, ત્યારે અંદર થી અવાજ આવે છે "પ્લીઝ કમ ઇન." મેધા દરવાજો ખોલીને અંદર જાય છે.
શું રોહન મેધા નું ઇન્ટરવ્યુ લેવા માટે તૈયાર થશે? શું મેધા ને આ નોકરી મળશે? જાણવા માટે બન્યા રહો મારી સાથે દરેક રવિવાર સવારે નવ વાગે ગણિકા - શ્રાપ કે શરૂઆત? માં.