Chapter 16 (ભાગી નીકળી હું)
આગળ નું.......
ભૂખ બોવ લાગી રહી હતી. કાલે નિ પાર્ટી મા પણ કઈ ખાસ ખાધું નાં હતું અને દારૂ પણ પીધું હતું એટલે પેટ માં આગ સળગતી હોય એમ પેટ મા બલી રહ્યું હતું. આશરે દોઢ કલાક નાં ઇન્તજાર પછી કોઈ આવી રહ્યું હોય એવું લાગી રહ્યું હતું.
પાચેક મિનિટ પછી દરવાજો ખુલ્યો . બોડી બિલ્ડર ટાઈપ નો છ સાત ફૂટ ઊંચો અને કમ્મર પર ગન અને પાછલ નાં ભાગ પર ચાકુ હતું. મને જોઈ ને એને એક કોલ કર્યો. સામે નિ તરફ થી કોલ રીસિવ થયો એટલે જે માણસ મારી સામે ઊભો હતો એને કહ્યું કે બોસ અનુષ્કા" જી જોશ મે આ ગઈ હે. અબ ક્યા કરના હે". સામેની તરફ થી શું જવાબ આવ્યો એ સંભળાયું નહિ પણ પેલા માણસે કોલ મૂકી ને મારી તરફ આવ્યો . અને માટલા માંથી પાણી લઈ ને મને આપ્યું ને પૂછ્યું. મેમ આપકો કૂછ ચાહીએ....
Continue .....
મેમ આપકો કૂછ ચાહીએ..
મે જવાબ મા કહ્યું કે હા મારે ખાવું છે . મને બોવ જ ભૂખ લાગી છે. તો બોડી ગાર્ડ જે હતો એને જવાબ મા કહ્યું કે ઠીક હે મે લેકે આતા હું.
થોડી વાર પછી બોડી ગાર્ડ ત્યાં થી ઓરડી નું બારણું બંધ કરી ને નાસ્તો લેવા માટે ચાલ્યો ગયો. થોડી વાર પછી હું ફરી ઓરડી ને જોવા લાગી ક્યાંય થી ભાગી શકાય એવું હોય તો નીકળી જવાય . એટલા માટે હું ઓરડી નિ એકે એક ખૂણા અને દીવાલો ને ધ્યાન થી જોવા લાગી .
અડધી કલાક જેવું હું ઓરડી ને ચકાસ્તી રહી પણ એવું કશું જ ન મળ્યું કે જ્યાં થી ભાગી સકાય બસ એક દરવાજા ને છોડતા. કોઈ બીજો રસ્તો ન મળતાં હું નિરાશ થઈ ને બેસી ગઈ. મેં શાંત અને સ્થિર થઈ ગયું કોઈ રસ્તો ન મળવા ન લીધે અને થોડીવાર માટે એમ જ બેસી રહી .
અચાનક મારા મગજ મા ઓરડી માં મે જે કંઈ જોયેલું એ બધી વસ્તુ નું સ્મરણ થવા લાગ્યું જેમ કે , પાણી નું માટલું, મચ્છરદાની , ફાટેલા કપડા , ખિલીઓ , નાળિયેરી ના છાલ માંથી બનાવેલી દોરી , ખરાબ થઈ ગયેલ વાયર અને વિચાર આવ્યો કે આમાંથી જ કંઈ બનાવવું પડશે જેના થી ભાગી શકાય.
હજુ હું વિચારો મા જ હતી ત્યાં દરવાજો ખુલવા નો અવાજ આવ્યો. અને હું વિચારો માંથી બહાર આવી ગઈ.
બોડી ગાર્ડ મારા માટે ખાવા નું લઈ ને આવી ગયો હતો . મારા મગજ મા જે ખૂટતાં આઈડિયા આવ્યો હતો એને અમલ કરવા માટે મારે સમય નિ જરૂર હતી . એટલે પેહલા મે ખાઈ લીધું. એ મારી સામે જ બેસી રહ્યો હતો . હું વિચારી રહી હતી કે આને બહાર કઈ રીતે મોકલવો. ત્યાં જ મને વિચાર આવ્યો કે કેમ છોકરી નો પ્રોબ્લેમ છે એવું કંઈ ને બહાર મોકલી શકાય છે.
મે તરત જ બોડી ગાર્ડ ને બોલાવ્યો અને કહ્યું કે હું પીરીયડ મા થવા નિ છું મારે સેનેટ્રી પેડ જોઈ એ છે મને લાવી આપો અને કપડા પણ જોઈ એ છે.
મારી વાત સાંભળી ને બોડી ગાર્ડ મૌન રહ્યો પછી એક કોલ કર્યો , અને બધી વાત કરી સામે થી જવાબ મા શું મળ્યું એ ખબર નઈ. પણ બોડી ગાર્ડ ઊભો થયો અને કહ્યું કે ઠીક હે મેમ સાબ મે લેકે આતા હું.
જેવો બોડી ગાર્ડ ગયો એવી જ મે તૈયારી શરૂ કરી દીધી.
મચ્છરદાની હાથ મા લીધી એને દોરી સાથે બાંધી ને દરવાજા ઉપર e રીતે ગોઠવી કે જેવો દરવાજો ખોળે કે તરત એની નીચે જે ઉભુ હોય એના પર પડે. દરવાજા નિ સીધાં મા નીચે ફાટેલા કપડા મા ખીલી ઓ પરોવી ને કપડા ને પથરી દીધું અને એ કપડા ને વાયર સાથે જોડી ને વાયર ને સ્વિચ બોર્ડ મા લગાવી દીધો. આખી યોજનાં ભાગવા માટે નિ તૈયાર થઈ ગઈ હતી.
આશરે એકાદ કલાક પછી ઓરડી નિ બહાર કોઈ અવાજ આવી રહ્યો હોય એવું લાગ્યું એટલે યોજનાં પરમાણે સ્વીચ ચાલુ કરી દીધી . અને એજ મિનિટે એ દરવાજો ખૂલ્યો અને જેવો દરવાજા ને ધક્કો માર્યો કે મચ્છરદાની સીધી બોડી ગાર્ડ પર પડી. મચ્છરદાની ને હટાવવા માટે જેવો આગળ પાછળ થયો કે ખીલી ઓ એના પગ મા વાગી અને એની સાથે જ કરન્ટ લાગ્યો અને એ બેહોશ થઈ ને પડી ગયો. કદાચ ફેકટરી ના મોટા પાવર ને લીધે જલ્દી બેહોશ થઈ ગયો અને એના લીધે મારી કામ પણ આસન થઈ ગયું.
હું જલ્દી થી બોડી ગાર્ડ ને રૂમ મા બંધ કરી ને ત્યાંથી છુપાઈ છુપાઈને નીકળી ગઇ ફેકટરી નિ બહાર આવતા જોયું તો સીટી થી બોવ જ દૂર હોય એવું લાગ્યું એટલે ત્યાં થી બોડીગાર્ડ નિ ગાડી લઈ ને હાઇવે સુધી પોહચી ને ત્યાંથી ટેક્સી બુક કરી ને ઘરે પોહચી ગઈ.
(પ્રાઇવેટ નંબર પર થી કોલ અને મેસેજ .......... Continue next part)