Sakaratmak vichardhara - 24 in Gujarati Motivational Stories by Mahek Parwani books and stories PDF | સકારાત્મક વિચારધારા - 24

Featured Books
Categories
Share

સકારાત્મક વિચારધારા - 24

સકારાત્મક વિચારધારા 24


દસ વર્ષીય રચના માતા પિતા ની એક માત્ર સંતાન.અત્યારે કોરાના કાળ માં શિક્ષણકાર્ય ઓનલાઇન થઈ ગયું હોવાથી દરેક વિદ્યાર્થીઓ જેઓ રોજ રજાની રાહ જોતા હતા.તેઓ પણ હવે કહે છે, "ક્યારે જશે આ કોરોના અને ક્યારે બધું રાબેતા મુજબ થશે?" આવા સમયમાં રચના પોતાની મમ્મીને કહે છે,"મમ્મી પહેલા દરરોજ નિશાળે બે ચોટલી કરીને જતી હતી.હવે કેટલા સમયથી મેં બે ચોટલી નથી કરી.આજે તો મારી બે ચોટલી જ કરજો હું બે ચોટલી કરીને જ રમવા જઈશ.રચના તેની મમ્મી પાસે થી બે ચોટલી કરાવીને પોતાને થોડી વાર અરીસામાં નિહાળવા લાગી.ત્યારબાદ મમ્મી નો ફોન લઈને સેલ્ફી લેવા લાગી.પોતાને જોઈને ખૂબ ખુશ થઈ ગઈ.દાદા _દાદી ને દેખાડવા ગઈ."દાદી હું કેવી લાગુ છું?"
દાદી કહ્યું, "સરસ".

રચના તેના મિત્રો સાથે રમવા ગઈ પણ જેવી નીચે ગઈ તો બધા તેને છે ચીઢવવા લાગ્યા."મીંદડી મીંદડી કહીને બોલાવવા લાગ્યા અને રચના રોતી રોતી ઘરે આવી. દાદીએ પૂછ્યું "શું થયું બેટા?"ત્યારે રચના રોતા રોતા કહેવા લાગી,દાદી બધા મને મીંદડી કહે છે."ત્યારે દાદીએ રચના ને કહ્યું," આવ મારી પાસે બેસ હું તને એક સરસ વાર્તા સંભળાવું.એક દિવસ એક પિતા અને પુત્ર એક ગધેડાને લઈને ચાલતાં ચાલતાં જઇ રહ્યા હતા.લોકો તેમને જોતા જતા હતા અને તેમને કહેતા જતા હતા કેવો બાપ છે ગધેડો છે તોય છોકરાને ચલાવે છે. આ સાંભળીને બાપે છોકરાને ગધેડાં ઉપર બેસાડી દીધો પછી પિતા ચાલતો ગયો થોડું આગળ ચાલ્યા ફરી લોકો જોવા લાગ્યા અને કહેવા લાગ્યા કેવો પિતા છે.પુત્રને એકલો ગધેડાં પર બેસાડી દીધો.ત્યારબાદ વળી, થોડું આગળ ચાલ્યા તો પિતા અને પુત્ર બંને ગધેડાં ઉપર બેસી ગયા, ફરી લોકો જોવા લાગ્યા અને કહેવા લાગ્યા કેવા લોકો છે જરાય શરમ જેવું કંઈ છે જ નહી.મૂંગા જીવ પર થોડીક દયા કરવી જોઈએ.બે બે જણા ગધેડાં ઉપર બેસીને જાય છે અને આ રીતે બેટા પિતા અને પુત્ર ગમે તે કરે આ દુનિયા તેના ઉપર હસતી જ રહેતી.જે લોકો ચીઢવવા વાળાનું વધુ સાંભળે છે તે મૂર્ખ ગણાય છે અને જે લોકો ખીજાય છે તેમને લોકો વધુ ખીજવે છે.આ દુનિયાનું કડવું સત્ય છે કે ,આ દુનીયામાં રડનાર ને લોકો વધુ રડાવે છે.જેને ખુશ રહેવું હોય તો આ દુનિયાને વધુ સાંભળવાનું નહી.લોકોનું કામ છે કઈક કહેતી રહેવાની.પેલું ગીત સાંભળ્યું છે.,
"કુછ તો લોગ કહેગે,
લોગ કા કામ હૈ કહેના.
છોડો બેકાર કી બાતો કો,
કહી બીત ના જાય રૈના."


બસ,પછી તો રચના બે ચોટલી કરીને જ નીચે ગઈ.મિત્રો એ કહ્યું"એ આવી મીંદડી" પણ રચના તો કંઈ પણ પ્રતિસાદ આપ્યા વિના પોતાની રમત જ રમવા માંડી.મિત્રો એ ચીઢવવાનું નું છોડી દીધું.બે દિવસ પછી રચનાને તેની મિત્રએ કહ્યું કે,તું બે ચોટલી માં ઢીંગલી જેવી લાગતી હતી. કાલ હું પણ બે ચોટલી મારી મમ્મીને કહીશ બનાવી આપે.આ એ જ મિત્ર હતી જે બે દિવસ પહેલા મીંદડી કહીને બોલાવતી હતી.


આ માત્ર રચના માટે નથી પણ નાના હોય કે મોટા આવું ક્યાંક ને ક્યાંક આપણા બધા સાથે બનતું જ હોય છે અને આ દુનિયા આપણી પર પોતાના ટેગ લગાડવા તૈયાર બેઠી છે.જે સ્વીકાર કરે છે તેના પર જ લોકો લગાડીને જાય છે.જે લોકોના ટેગ ને અનુસરે છે તે ક્યારેય પોતાના લક્ષ્ય પર નથી પહોંચી શકતા પણ જે લોકો કંઇ પણ પ્રતિક્રિયા આપ્યા વગર આગળ વધે છે તે લોકો જ બ્રાન્ડ બનાવી શકે છે.આથી, તો કહે છે કે,
"કુછ તો લોગ કહેજે....."

મહેક પરવાની