ભાગ :- 08
મેધા પોતાના હોશ ખોઈ બેસે છે અને તે રોહન ને ગલત માની બેસે છે. તે રોહન આગળ પોતાની સાડી નીચે તરફ ફેંકી દે છે " લો બુઝાવી લો તમારી હવસ, પણ મારું સન્માન કરો." મેધા ની વાત સાંભળી ને રોહન શરમાય જાય છે. તેને પોતાની જાત ઉપર ગુસ્સો આવી રહ્યો હોય છે. તે મનોમન વિચારવા લાગી જાય છે " શું હું આટલો ખરાબ છું કે કોઈ સ્ત્રી નું સન્માન પણ નથી કરી શકતો! મેં એવું તો શું કર્યું છે કે મારી સાથે મેધા આ રીતે વર્તાવ કરી રહી છે." રોહન પોતાની આંખો નીચી કરીને મેધા તરફ આગળ વધે છે. રોહન ને પોતાની તરફ આગળ વધતો જોઈને મેધા ની હાર્ટ બીટ તેજ થઈ રહી હોય છે. મેધા રોહન ને ગલત જ માની બેસે છે. રોહન મેધા પાસે આવીને નીચે નમી મેધા ના પાલવ નો છેડો પકડી લે છે. મેધા ને તો એમ જ લાગતું હતું કે "રોહન હવે તેના કપડા દુર કરીને પોતાની હવસ પૂરી કરી જ લેશે! પણ હું એમને રોકી પણ ન શકું, કેમકે એ તો મારી કિંમત ગુડિયા બાનુ ને ચૂકવી ચૂક્યા છે. હવે મારું કર્તવ્ય બને છે કે હું રોહન ને ખુશી આપુ અને મારે આપવી જ પડે! ભલે હું મારી મરજી થી અહીં નથી પણ હું અહીં આવી ચૂકી છું. હવે મારે મારી સચ્ચાઈ સ્વીકારીને તેમાં આગળ વધવું જ પડશે." મેધા મનોમન વિચાર કર્યા પછી નીચે ઝુકી જાય છે અને રોહન ના ખભા ઉપર હાથ મૂકીને તેને ઉભો કરે છે.
રોહન તરફ મેધા પોતાના હોઠ આગળ કરી રહી હોય છે પણ રોહન તે બંને ના હોઠ ની વચ્ચે હાથ લાવી દે છે. મેધા આ જોઈને થોડી અસમંજસમાં મુકાઇ જાય છે કેમકે મેધા માટે તો રોહન એક મર્દ હતો; જે તેની કિંમત ચૂકવી ચૂક્યો હતો. મેધા પોતાની અત્યાર સુધી ની જિંદગીમાં મર્દ ના લીધે જ બદનામ થઈ ચૂકી હતી તો તેને હવે કોઈ મર્દ થી કંઈ આશા જ ન હતી. મેધા પોતાના જીવનમાં ઘણું બધું સહી ચૂકી હોય છે એટલે હવે તેને આવી કોઈપણ બાબતથી કોઈજ ફરક ન પડતો હતો. રોહન તેની સાડી પકડીને ફરીવાર તેના ખભા ઉપર નાખી દે છે અને મેધા ને કહે છે " મેધા દુનિયા ના મર્દ કેવા હોય છે એની તો મને ખબર નથી પણ મેધા હું બીજા લોકો જેવો નથી, કે સ્ત્રી ને ખાલી એ નજર થી જુએ છે. આજકાલ લોકો પોતાના માતાપિતા નું સન્માન નથી કરી શકતા તો સ્ત્રી ને શું સન્માન આપી શકે! પણ મારી વાત અલગ છે એવું હું નહિ કહું કેમકે જેમ તમે અહીં તમારી મરજી થી નથી એમ હું પણ મારી મરજી થી નથી આવ્યો. એની પાછળ પણ એક મોટું કારણ છે." આટલું કહીને રોહન ચૂપ થઈ જાય છે. તે આગળ કંઈપણ બોલ્યા વગર ખાટલામાં જઈને બેસી જાય છે.
મેધા ને રોહન ની વાતો ઘણી જ અજીબ લાગી હોય છે. થોડા સમય સુધી તો મેધા હાલ્યા કે ચાલ્યા વગર ત્યાં જ ઊભી રહે છે. તે પોતાની ભૂલ ઉપર પસ્તાઈ રહી હોય છે પણ હવે ભૂલ સુધરે કંઈ રીતે! મેધા રોહન ને પણ બીજા મર્દો ની જેમ જ માની ચૂકી હતી પણ રોહન ની વાત અને તેની હરકત એ મેધા ને વિચારવા માટે મજબૂર કરી દીધી હતી. રોહન ખુબજ દુઃખી થઈ રહ્યો હોય છે કેમકે તે જેને બધું જ માનવા લાગ્યો હતો એ જ તેને આમ ગલત સમજી બેઠી હોય છે. રોહન ને મેધા સાથેની આ ત્રણ મુલાકાત તેની નજીક લઈ જઈ રહી હતી પણ મેધા એ કરેલ એક ભૂલ રોહન ને તેનાથી ઘણો દૂર કરી દે છે. મેધા ને પોતાની ભૂલ સમજાય એની પહેલા જ રોહન ઉભો થઈને બહાર નીકળી જાય છે. મેધા તેને રોકવા માગતી હોય છે પણ તે રોકી શકતી નથી.
શું મેધા ની એક ભૂલ તેને હંમેશા માટે રોહનની અલગ કરી દેશે? જ્યારે ગુડિયા બાનુ ને આ વિશે ખબર પડશે ત્યારે શું થશે? જાણવા માટે બન્યા રહો મારી વાર્તા " ગણિકા - શ્રાપ કે શરૂઆત?" માં. દર સોમવારે સવારે નવ વાગે.