ધ કોર્પોરેટ એવીલ
પ્રકરણ-66
નીલાંગે ફોન ચાલુ કર્યો. એ નીલાંગી સાથે ભૂગર્ભનાં ઉતરી ગયો હતો. સમાચાર સાંભળીને હસી રહ્યો હતો. રાનડે સરનો ફોન હતો. રાનેડ સર એને કહેતા હતાં કે નીલાંગ તે તો કહ્યું નથી આપણે આવતીકાલે બધાને ઉઘાડા પાડવાનાં છે ? તું અમને જાણ વિનાં જ ?
રાનેડ સર આગળ બોલે પહેલાંજ નીલાંગે કહ્યું "સર તમે કાંબલે સર સાથે વાત કરી ? એમની સાથે હું વાત કરતો હતો અને ફોન કટ થઇ ગયો હતો એમને કોઇ ઇજા પહોચી છે ? પકડાઇ ગયા છે ? મને એવો વ્હેમ છે. ફોન કપાઇ ગયો પછી સ્વીચ ઓફજ આવે છે.
રાનડે સરે કહ્યું ના મારે કોઇ સંપર્ક નથી ફોન સ્વીચ ઓફ આવે છે પણ તારો શું પ્લાન છે ? શું કરવા માંગે છે ? મારી પાછળ મુંબઇ પોલીસ આદુ ખાઇને પડી છે. પ્રેસ બંધ થઇ ગયુ છે આપણાં માણસોને પકડ્યાં છે મને આપણાં માણસો અને પ્રેસની ચિંતા છે. હું પકડાઇ ગયો તો બાજી બગડશે. એ લોકોને બ્લેકમેઇલ કરશે.
નીલાંગે કહ્યું "સર તમે સાંજ સુધી સાચવી લો. હું તમને ફાઇનલ થયે જાણ કરીશ. પ્રેસની અને માણસોની ચિંતા ના કરો કશું નથી થવાનું બસ એક રાત નીકળી જાય.
રાનડે સરે કહ્યું તું આટલા કોન્ફેડન્સથી વાતો કરે છે એટલે તારાં મનમાં કોઇ પ્લાન પાકો છે કંઇ નહીં તને યોગ્ય લાગે એમ કરજે મને જણાવજે. હું મારી જીંદગીની આખી મૂડી અને બાજી લગાવી ચૂક્યો છું.
નીલાંગે કહ્યું તમે કાંબલે સરનો સંપર્ક કરજો એ તકલીફમાં લાગે છે હું તમને પછી ફોન કરુ છું એમ કહીને ફોન કાપ્યો.
નીલાંગે નીલાંગીને કહ્યું નીલો રાનડે સર ચિંતામાં છે ગભરાયેલા છે આવી ગભરાહટ એમની મેં ક્યારે જોઇ નથી એમની વાત સાચી છે સાચા ન્યુઝ આપવાની એમની નીતીએ એ આજે તકલીફમાં છે પણ બધી તકલીફ દૂર કરી દઇશ. મારી પાસે પ્રુફ...
નીલાંગને બોલતો અટકાવી નીલાંગીએ કહ્યું તું પ્રુફ પ્રુફ કરે છે પણ આ ડામીસ રાજકારણીઓ પ્રુફને પણ જૂઠા ઠરાવે એમ છે છેલ્લી કક્ષાનાં માણસો સામે આપણે બીડુ ઝડપયુ છે. એક કામ કરીએ ટીવીમાં તમારાં ચહેરાં જાહેર થઇ ગયાં છે તું એમજ સીધો ક્યાંય જઇ નહીં શકે. મારાં મનમાં પ્લાન છે એ પ્રમાણે આપણે છેલ્લો ઘા એવો કરીએ કે એ લોકો ઊંધતા ઝડપાય આપણે આવતીકાલ સવારનો સમય કીધો છે. હવે હું કરું એ જો.
નીલાંગે કહ્યું કેમ તું શું કરવા માંગે છે ? કંઇક બોલ તો સમજાય. નીલાંગીએ હસીને નીલાંગનો ચહેરો પકડીને વ્હાલ કરતાં કહ્યું મારા નીલુ આ ચહેરો લઇને તારાથી બહાર જાહેરમાં નહી નીકળાય આપણે કાલનો સમય આપ્યો છે પણ ખેલ આજે રાત્રે પાડી દઇશું હું થોડીવાર બહાર જઇને આવું છું તું તારાં પ્રુફ વગેરે તૈયાર રાખ આપણે હવે કેવી રીતે બાજી એલોકોની ખૂલ્લી પાડીએ છીએ વિચારી રાખ હું હમણાં કલાકમાં આવું છું.
નીલાંગે કહ્યું અરે તું ક્યાં જાય છે ? મને કહે તો ખરી શું વિચારી રહી છે ? હું બધી તૈયારી કરીનેજ બેઠો છું હવે સીધો હુમલોજ કરવાનો છે નીલાંગીએ હસીને કહ્યું નીલુ આપણે મધ્યમવર્ગનાં માણસો થોડુ સુખ જોઇને ખુશ થઇ જઇએ દુઃખ આવે ભાંગી પડીએ પણ એ સ્થિતિ આપણને અસર નહીં કરે કારણ કે જયારે બહાદુરી બતાવવાની હોય ત્યારે પાછા પણ ના પડીએ. હું આવું છું ડાર્લીગ રાહ જો તને સસ્પેન્સ આવીને ખુલ્લુ પાડું વધારે મજા આવશે. પ્લીઝ નીલું.
નીલાંગી લવ યુ કહીને ત્યાંથી નીકળી ગઇ જતાં જતાં બોલી મને હજી કોઇ ઓળખતુ નથી હું આવું મારો નીલાંગ અને એ નીકળી ગઇ. નીલાંગ એને જતી જોઇ રહ્યો.
નીલાંગીનાં ગયાં પછી નીલાંગે લેપટોપમાં બધાં જ પુરાવા ચેક કરી લીધાં. નીલાંગીનો પ્લાન એને ગમ્યો. એમણે આવીતી કાલ ગુરુવાર સાવરની વાત કહી છે પણ રાત્રેજ બધો ભાંડો ફુટી જાય તો બધાં ઊંધતા ઝડપાય પણ કશુંજ સરળ નથી.
બધી તૈયારી કર્યા પછી એ નીલાંગીની રાહ જોવા લાગ્યો. લગભગ કલાક જેવું થયુ અને નીલાંગી હાથમાં મોટી થેલીઓ ઉંચકીને આવી. નીલાંગે આશ્ચર્ય સાથે પૂછ્યું કેમ ? આમાં શુ છે ? આટલુ બધુ શું લઇ આવી ? ક્યાં ગઇ હતી ?
નીલાંગીએ થેલીઓ બાજુમાં મૂકીને કહ્યું નીલુ તું બહુ ઉતાવળો આપણાં પ્લાન માટેજ ગઇ હતી એમ બોલતી બોતલી થેલીઓમાંથી વીગ, પાઘડી, ચશ્મા, કપડાં બધુ બહાર કાઢ્યુ એક કડુ બધુ બહાર કાઢીને પછી નીલાંગને પૂછ્યું સમજ્યો હવે ?
નીલાગે પાઘડી કાઢી વાળ વીગ બધુ જોઇને બોલ્યો ઓહો એમ વાત છે. નીલાંગીએ કહ્યું નીલુ તારે સરદારજીનો સ્વાંગ રચવાનો છે. પછી તને કોઇ ઓળખી નહીં શકે. હું મારાં માટે પણ વીગ અને કપડાં લાવી છું પહેલાં હું તને તૈયાર કરુ છું પછી હું તૈયાર થઉ અને આપણે આપણાં મિશન માટે અહીથી નીકળી જઇએ છીએ. નીલાંગીએ નીલાંગના બધાંજ વસ્ત્રો હટાવી દીધાં. નીલાંગ હવે માત્ર નીકીમાંજ હતો. નીલાંગીએ નીલાંગની સામે જોઇ કહ્યું "વાહ મારાં નીલુ કેવો સેક્ષી લાગે છે એમ કહીને નીલાંગનાં હોઠ ચૂમી લીધાં.
નીલાંગ પણ નિર્વસ્ત્ર અવસ્થામાં નીલાંગીની હરકતથી ઉત્તેજીત થઇ ગયો. એણે નીલાંગીનાં હોઠ પર હોઠ મૂકી દીધાં. બંન્ને જણાં બધાં સામાન અને કપડાંની થેલીઓ વચ્ચે નિર્વસ્ત્ર થઇને પ્રેમ કરવા માંડ્યા. નીલાંગી નીલાંગને બધે ચૂમી રહી હતી નીલાંગીનાં હાથ નીલાંગના શરીર પર ફરી રહ્યાં હતાં.
નીલાંગનાં હાથ નીલાંગીનાં તનમાં બધી ચોક્કસ જગ્યાએ ફેરવી પ્રેમ કરી રહેલો. અને નીલાંગીનો હાથ નીલાંગી કેડ નીચે ગયો એની નીકી પણ કાઢી નાંખી બંન્ને જણા ખૂબ ઉત્તેજીત થઇ ગયાં હતાં. બંન્ને જણાં એકબીજાને વળગીને મૈથુન કરી રહેલાં નીલાંગી નીલાંગને ચૂસ્ત પકડીને એને સહકાર આપી રહી હતી.
તન થી તન ચોંટી ગયાં ઉત્તેજીત અવસ્થાની પરાકષ્ઠા આવી અને પછી સંતોષનો શ્વાસ લીધો બંન્ને શિથિલ થયાં. નીલાંગે કહ્યું નીલો તું આટલી ગરમી - ભેજવાળાં વાતાવરણાં ઠંડી ઠંડી કેમ છે ? તારુ તન તો જાણે ઠંડુજ લાગે શું વાત છે ?
નીલાંગીએ કહ્યું તને આ બધુ કરતાં પણ વિચારો આવે છે ? પરસેવો થાયં પછી ઠંડકજ લાગે છે જો ને તું બારણું પણ બંધ કરવાનું ભૂલ્યો કેવો ઠંડો ઠંડો દરિયાઇ પવન આવે છે પછી તન ઠડુંજ લાગે ને ? ચાલ વધારે વિચારો ના કર હું તને તૈયાર કરુ એમ કહીને નીલાંગને પ્રેમથી ચૂમી નીકી પાછી પહેરાવી દીધી અને હસવા લાગી.
એણે શીખો પહેરે એવાં વસ્ત્રો લઇ આવી હતી એણે કેસરી રંગનો રેશમી ઝભ્ભો નીચે સુરવાલ અને હાથમાં કડુ પહેરાવી દીધુ પછી દાઢી મૂછ એવાં કળાથી લગાવી આપ્યાં જાણે અસલજ લાગે પછી એની ઉપર વીગ અને વીગ ઉપર પાઘડી પહેરાવી દીધી પછી કહ્યું એ મીરરમાં તું તારી જાતને નહીં ઓળખી શકે એમ પગમાં આ મોજડી પહેરી લે પછી આ ગોગલ્સ ચશમા.
નીલાંગીએ કહ્યું એમ નીલાંગ તૈયાર થઇ ગયો અને પોતાની જાતને સાચેજ ના ઓળખી શક્યો એણે નીલાંગીને કહ્યું તને સરસ આઇડીયા આવ્યો હવે હું બહાર નીકળું તો પણ કોઇ ઓળખી નહીં શકે. નીલાંગીએ કહ્યું હું બાથરૂમમાં જઇને કપડાં ચેઇન્જ કરી આવું પછી આપણે નીકળીએ.
નીલાંગે કહ્યું હાં તુ બદલી લે હવે હું તને બદલાવી નહીં શકું મેં બધુ આ પહેર્યા પછી કશું થશે નહીં એમ કહીને હસવા લાગ્યો. નીલાંગી કપડાં લઇને બાથરૂમમાં ઘૂસી અને થોડીજવારમાં તૈયાર થઇને બહાર નીકળી નીલાંગ, એને જોતોજ રહી ગયો અરે તું તો અસલ શીખડી લાગે છે કોઇ કહે નહીં તું મરાઠી છે.
નીલાંગી નવી પરણેલી શીખ સ્ત્રી હોય એવી તૈયાર થઇને બહાર આવી હતી કાનમાં ઝૂલતી બુટ્ટીઓ કપાળે મોટો ચાંદલો મેકઅપ, નાકમાં ચૂની, શીખ સ્ત્રીનો ડ્રેસ હાથમાં કાચની રંગબેરંગી બંગડીઓ સાવ રૂપજ જાણે બદલાઇ ગયું હતું.
નીલાંગ એ જોતોજ રહી ગયો. નીલાંગીએ કહ્યું નીલુ ચાલ હવે આપણાં જૂનાં કપડાં કોઇ થેલીમાં ભરી દઇએ અને એ રસ્તામાં ક્યાંક નાંખી દઇશું અને હું તને લઇ જઊં ત્યાં જઇએ હું જેવી રીતે લઇ જઊં એમ જવાનું છે તું નિશ્ચિત રહે જે મારાં થી કોઇ ભૂલ નહીં થાય.
નીલાંગે બાકીના કપડાં નીલાગીં લાવી હતી એજ થેલીમાં ભરી દીધાં. અને લેપટોપ બેગ લઇ લીધી. એ લોકો બહાર નીકળવા તૈયારી કરતાં હતાં અને નીલાંગીએ નીલાંગની સામે જોઇને કહ્યું નીલાંગ હવે આપણે જાણે યુધ્ધનાં રણમેદાનમાં જવા નીકળ્યાં હોય એમ નીકળીએ છીએ. મારાં નીલુ અહીંથી નીકળ્યાં પછી મને ખબર નથી કે શું થવાનું છે ? આપણે પાછાં મળીશું કે નહીં ? મને અંદરથી ખૂબ ડર લાગે છે નીલું....
અત્યાર સુધી બહાદુરીથી વાત કરી રહેલી નીલાંગી ઢીલી થઇ ગઇ એનાં આંખમાંથી આંસુ વહી ગયાં. એ બોલી આપણે જઇએ પછી પાછા મળીશું ? શું થશે મારું ?
નીલાંગ નીલાંગીને આશ્ચર્યથી જોઇ રહ્યો સાંભળી રહ્યો એણે કહ્યું કેમ આવુ બોલે છે ? આપણે સાથેજ છીએ સાથેજ જઇએ છીએ સાથેજ રહીશું શુ થવાનું ? કોઇ કંઇ નહીં કરી શકે. સાથે જીવશું સાથેજ મરશું. અને નીલાંગી.....
વધુ આવતા અંકે ---- પ્રકરણ-67