Kudaratna lekha - jokha - 22 in Gujarati Fiction Stories by Pramod Solanki books and stories PDF | કુદરતના લેખા - જોખા - 22

Featured Books
Categories
Share

કુદરતના લેખા - જોખા - 22

કુદરતના લેખા જોખા - ૨૨
આગળ જોયું કે કેશુભાઈ મીનાક્ષીને મયુર પસંદ છે કે નહિ એ જાણવા તેને ઓફિસમાં બોલાવે છે જેમાં વાતચીત દ્વારા મીનાક્ષીએ જણાવ્યું કે તેને મયુર પસંદ છે. કેશુભાઈના કહેવાથી મીનાક્ષી મયૂરને ઓફિસમાં જવા કહે છે. અઢળક વિચારો કરતો મયુર ઓફિસમાં પહોંચે છે
હવે આગળ..........


* * * * * * * * * * * * *


મયુર પોતાની અંદર એક છૂપા ભય સાથે કેશુભાઇની સામેની ખુરશીમાં બેઠક લે છે. પોતાની અંદર રહેલો ભય બહાર વ્યક્ત ના થાય એ માટે એક કુત્રિમ સ્મિત કેશુભાઈ તરફ રેલાવ્યું. નજરથી કેશુભાઈના ચહેરાને કળવાની પણ કોશિશ કરી જોઈ પણ કેશુભાઈને પોતાના પ્રત્યે કોઈ અણગમો હોય એવું ના લાગ્યું. મયૂરને થોડો હાશકારો થયો.


મયુર :- કેમ મને બોલાવ્યો? મયુર પોતાને સ્વસ્થ કરતા ખોખારો ખાઈને પૂછ્યું.


કેશુભાઈ :- હા એક અંગત કામ માટે તમને બોલાવ્યા છે.


મયુર :- ક્યું અંગત કામ? થોડા આશ્ચર્યથી પૂછ્યું.

કેશુભાઈ કંઈ જવાબ આપે એ પહેલાં અનેક વિચારોથી મયુર ઘેરાયો. માંડ માંડ પોતાના વિચારોને શાંત રાખી કેશુભાઈ આગળ શું કહે તે માટે નજર કેશુભાઈ તરફ સ્થિર કરી.


કેશુભાઈ :- અંગત વાત કહેતા પહેલા મારે તમારો આભાર માનવો છે. તમે આજ ના દિવસે અનાથાશ્રમ ના બાળકોને જે ખુશી આપી છે એ માટે હું આપનો ઋણી રહીશ. આભારવશ થઈ કેશુભાઇએ મયૂરને ઊભા થઈ હાથ જોડ્યા.


મયુર આભો બની કેશુભાઈને જોઈ રહ્યો. અત્યાર સુધી આવતા અનેક વિચારોથી ઉદભવેલી વિભિન્ન પરિસ્થિતિમાં શું કરવું એ થોડીવાર મયૂરને ના સમજાણું. વિચારોને ખંખેરીને મયુરે ઊભા થઈ પ્રણામ કરીને ઉભેલા કેશુભાઈના બંને હાથો પોતાના હાથોમાં લેતા કહ્યું કે "તમે આમ પ્રણામ કરીને મને શરમાવો નહિ. આ તો મારા પિતાના આત્માને શાંતિ મળે એ માટે જ આ કાર્ય કર્યું છે. મને પણ બાળકો સાથે સમય વિતાવવો ગમ્યો. મને એમની સાથે આનંદની અનુભૂતિ થઈ. અને મે એવું નક્કી પણ કરી લીધું છે કે સમયાંતરે તેમને જરૂર સમય આપીશ." આટલું કહેતાં જ મયુરે કેશુભાઇની સીટમાં બેઠવાનો ઈશારો કરતા તે પણ ખુરશી પર બેસ્યો.


કેશુભાઈ :- તમે બાળકોને સમય આપશો તો બાળકો વધુ ઉત્સાહિત રહેશે.


મયુર :- હા જરૂર થી આપીશ. તમે કંઇક વાત કહેવાના હતા? કેશુભાઈને યાદ અપાવતા મયુરે કહ્યું. સાથે એણે થોથવાતી જીભે ઉમેરીને હિંમત સાથે એ પણ કહી દીધું કે "મારે પણ તમને એક દિલની વાત કહેવી છે ."


કેશુભાઈ :- ચાલો તો પહેલા તમારા દિલની વાત કહો પછી હું મારી અંગત વાત કરું તમને.


મયુર :- ના પહેલા તમારી અંગત વાત કહો. મક્કમતાથી કહ્યું.


કેશુભાઈ :- મીનાક્ષી વિશે તમને વાત કરવી છે.


મયુર :- શું?


કેશુભાઈ :- મે એને લાડ પ્યારથી મોટી કરી છે. અત્યાર સુધીમાં જેટલા બાળકો અહી હતા એમાંથી સૌથી વધારે મે એને લાડ લડાવ્યા છે. હવે મારી ઉંમર પણ પાકતી જાય છે એટલે મારી એક છેલ્લી ઈચ્છા છે. આટલું બોલતા હાંફી ગયા કેશુભાઈ. શ્વાસ લેવા થોડીવાર થંભી ગયા.


મયુર આગળની વાત જાણવા અનિમેષ નજરે કેશુભાઈ સામે જોઈ રહ્યો.


કેશુભાઈ :- મારી છેલ્લી ઈચ્છા છે કે એના લગ્નનું કન્યાદાન મારા હાથે થાય.


મયુર થોડીવાર મુંજાય ગયો. એને હવે પસ્તાવો થવા લાગ્યો કે પોતાના દિલની વાત તેણે પહેલા કરી દીધી હોત તો સારું થાત. કેશુભાઈ કોઈ બીજા સાથે જ મીનાક્ષી ના લગ્નની હમણાં વાત કરશે તેવું તેને લાગ્યું. ઓફિસમાં પંખો ચાલતો હોવા છતાં મયુરના ચહેરા પર પરસેવાના ટીપા બાજી ગયા. છતાં મયુરે હિંમત કરીને કેશુભાઈને પૂછી લીધું કે "નક્કી થઈ ગયા મીનાક્ષી ના લગ્ન કે" જવાબની રાહમાં એકીટશે કેશુભાઈને જોય રહ્યો.


કેશુભાઈ :- અરે ના, હજુ તો એની સગાઈ પણ નથી થઈ.


મયૂરને જવાબ સાંભળી રાહત થઈ.


કેશુભાઈ :- તમારા ધ્યાનમાં કોઈ છોકરો છે મીનાક્ષીને લાયક? કેશુભાઈને સીધા મયૂરને લગ્ન વિશે પૂછવાની હિંમત ના ચાલી એટલે વાતને ફેરવીને પૂછ્યું.


વિચારમાં પડી ગયો મયુર કે શું જવાબ આપવો. અંદરથી એક અવાજ આવતો કે આજ સારો મોકો છે કેશુભાઈને કહી દેવાનો. થોડી વારે એમ થતું કે અનાથાશ્રમ માં આપેલ દાન ના ઉપકારના ભાગ રૂપે હું મીનાક્ષી ની માંગણી ના કરી શકું. પણ ના! આ તો પ્રેમનો સવાલ છે! હું પોતે પણ ક્યાં મીનાક્ષી વગર રહી શકવાનો! મારે આ વાત કેશુભાઈને કહી જ દેવી જોઈએ.


કેશુભાઈ :- કેમ શું થયું? મયૂરને વિચારોમાં અટવાયેલો જોતા કહ્યું.


મયુર :- જુઓ તમને ખોટું ના લાગે તો એક વાત કહું. થોથવાતા જીવે મયુરે કહ્યું.


કેશુભાઈ :- અરે તમારી વાતનું ખોટું લાગતું હશે કાંઈ! બેઝિઝક કહો.


મયુર :- મારા માતા પિતા હવે આ દુનિયામાં નથી. કાશ! એ લોકો આજે હોત તો હું જે વાત કરવા જઈ રહ્યો છું એ વાત કરવા માટે તે લોકોને જ આપની પાસે મોકલ્યા હોત! પરંતુ એ હયાત નથી એટલે આ વાત મારે જ કરવી પડશે. મયુર થોડીવાર અટક્યો.


કેશુભાઈ મયુરની આંખોની ભીનાશને જોય રહ્યા. આ સમયે કંઇ બોલવું ઉચિત નહિ લાગતા આગળ મયુર શું કહે છે એ સાંભળવા સ્થિર થયા.


મયુર :- મને મીનાક્ષી પસંદ છે. જો તમને કંઈ વાંધો ના હોય તો હું તેની સાથે લગ્ન કરવા તૈયાર છું. મક્કમતાથી કહ્યું.


કેશુભાઈ :- અરે વાહ એ તો બહુ ખુશીની વાત છે. (કેશુભાઈને દોડવું હતું ને ઢાળ મળી ગયો.) મીનાક્ષી માટે હું આખું અમદાવાદ રખડી લવ છતાં તમારા જેવો છોકરો મળવો મુશ્કેલ છે. મને તમારા બંનેના લગ્ન માટે કોઈ સમસ્યા નથી.


મયુર :- પણ તમે મીનાક્ષી સાથે આ બાબતે એક વાર વાત કરી લો તો સારું રેશે. મીનાક્ષી બાબતે શંકા વ્યક્ત કરતા કહ્યું.


કેશુભાઈ :- એની સાથે આ વિશે મે હમણાં જ વાત કરી. એને પણ આ લગ્ન મંજૂર છે. મયુરની શંકાનું સમાધાન કરતાં કહ્યું.


મયુર :- થોડીવાર પહેલાં આ બાબતે જ તમે મીનાક્ષીને ઓફિસમાં બોલાવી હતી એમને?


કેશુભાઈ :- હા. સ્મિત આપતા કહ્યું.
હું મીનાક્ષીને અહી મોકલું છું. તમે બંને આ વિશે વાતચીત કરી લો એટલે આજે જ સગાઈ કરી નાખીએ. ખુરશી પરથી ઉભા થતા કહ્યું.


મયુર :- હા મોકલો. શરમાતા કહ્યું.


મયૂરને સ્વપ્ને પણ આવો વિચાર નહોતો આવ્યો કે આટલી સરળ રીતે એની સગાઈ નક્કી થઈ શકશે. એ મનોમન ખુશ હતો. એનું પોતાનું સ્વપ્ન પણ મીનાક્ષીને મેળવવાનું હતું. કેશુભાઇની વાત પરથી તો એ સ્વપ્ન પૂર્ણ થઈ ગયા બરોબર જ હતું. છતાં મીનાક્ષી શું વાત કરશે એ જોવાનું હતું. ઓફિસ બહાર કોઈના પગરવના અવાજ સાંભળતા મયુર સમજી ગયો કે મીનાક્ષી જ હોવી જોઈએ.


મીનાક્ષી મયુર સામે સ્મિત રેલાવી કેશુભાઈ વાળી ખુરશીમાં સ્થાન લે છે. સામે મયુરે પણ સ્મિત આપ્યું. આવી પરિસ્થિતિમાં વાતની શરૂઆત કેવી રીતે કરવી એ બંને માંથી કોઈ ને ના સમજાણું. થોડીવાર ઓફિસમાં સન્નાટો છવાઈ ગયો.


બાળકોને તમારી સાથે સારો એવો લગાવ છે. વાતની શરૂઆત કરવાના હેતુથી મયુરે કહ્યું.


મીનાક્ષી :- હા, હું અહી જ મોટી થઈ છું એટલે દરેક બાળકોને હું સારી રીતે સમજી શકું છું કદાચ એટલે જ એ લોકોને મારા પ્રત્યે વધુ લાગણી છે.


ક્રમશઃ

પ્રમોદ સોલંકી


મયુર કેવા પ્રશ્નો પૂછશે?
શું મીનાક્ષી લગ્ન માટે સહમતી દર્શાવશે?


જાણવા માટે વાંચતા રહો "કુદરતના લેખા - જોખા"


વધુ આવતા અંકે........


આપનો કિંમતી પ્રતિભાવ આપવાનું ચૂકશો નહિ
આભાર🙏🙏🙏