Yakshi - 29 in Gujarati Fiction Stories by Mittal Shah books and stories PDF | યશ્વી... - 29

Featured Books
  • You Are My Choice - 41

    श्रेया अपने दोनो हाथों से आकाश का हाथ कसके पकड़कर सो रही थी।...

  • Podcast mein Comedy

    1.       Carryminati podcastकैरी     तो कैसे है आप लोग चलो श...

  • जिंदगी के रंग हजार - 16

    कोई न कोई ऐसा ही कारनामा करता रहता था।और अटक लड़ाई मोल लेना उ...

  • I Hate Love - 7

     जानवी की भी अब उठ कर वहां से जाने की हिम्मत नहीं हो रही थी,...

  • मोमल : डायरी की गहराई - 48

    पिछले भाग में हम ने देखा कि लूना के कातिल पिता का किसी ने बह...

Categories
Share

યશ્વી... - 29

(યશ્વી 'વાંઢા મંડળ' પ્લે પુરેપુરુ લખી નાખે છે. હવે આગળ....)

યશ્વીએ નાટક લખ્યા પછી વારંવાર વાંચીને મઠારી ને પ્રેઝન્ટ કરવા તૈયાર થઈ ગયું. એક બાજુ પ્લેની પ્રેક્ટિસ ફૂલ ચાલી રહી હતી, દરેક કેરેક્ટરને ડાયલોગ ડિલવરી વખતના એક્સપ્રેશન, જેથી ડાયલોગને કોમેડી રીતે પ્રેઝન્ટ થાય. એમને લટકમટક ચાલતા પણ શીખવાડમાં આવી રહ્યું હતું.
જેથી ઓડિયન્સ હસીને લોટપોટ થઈ જાય અને નાટક ની પ્રેઝન્ટેશન પણ કોમેડી લાગે.

જયારે બીજી બાજુ બ્રેકગ્રાઉન્ડનું ડેકોરેશન પ્લે અનુરૂપ તૈયાર કરવામાં આવ્યું. જેમાં સિમ્પલ ઓફિસ લુક, સ્ટેજ લુક અને એકસપેન્સિવ ઓફિસ લુકનો ગેટઅપ તૈયાર થઈ ગયો. આમને આમ તૈયારી પૂરજોશમાં ચાલી રહી હતી.

યશ્વીએ પણ એન્કરીંગ ની સ્ક્રીપ્ટ તૈયારી કરી લીધી હતી. જેમજેમ દિવસો નજીક આવી રહ્યા હતા, તેમતેમ યશ્વીનું ટેન્શન વધી રહ્યું હતું. અને યશ્વી જ કેમ... સોનલ, નિશા, સાન્વી, અશ્વિન અને ભાવેશ ના પણ એ જ હાલ હતા. તેઓ ઘડીકમાં મનને શાંત કરતાં તો ઘડીકમાં તેમના મનમાં ઉચાટ ચાલુ થઈ જતો.

15મી એ બધા જ કેરેક્ટર કે ગ્રુપ ના સભ્યો માટે રજા રાખી અને રિલેક્સ થવા આપી દીધો.

'શું થશે?' એ ઉપર જ દેવમ અને રજત સિવાય બધાં જ ચિંતાતુર હતા. સોનલ, નિશા, સાન્વી, અશ્વિન અને ભાવેશ મનને સમજાવતાં કે, "ડોન્ટ વરી, પ્લે સુપર રીતે પ્રેઝન્ટ થશે. બહુ ચિંતા નહીં કરવાની, રિલેક્સ."

જયારે દેવમ અને રજત એટલા જ રિલેક્સ હતા કે જે થશે તે બરાબર જ હશે.

અને યશ્વીના મનમાં ખતરનાક યુદ્ધ ચાલતું હતું કે, "જો નાટક નહીં સારું પ્રેઝન્ટ થાય તો, સકસેસ નહીં જાય તો, લોકોને નહીં ગમે તો 'સોહમ ક્રિએશન' નું ભવિષ્ય શું હશે? શું કરવું કે શું ના કરવું? એક કામ કરું પ્લે પ્રોડયુસ કરવાનું રહેવા દઈએ તો. ના...ના...એમ ના કરાય. સ્પોન્સર અને એડવર્ટાઈઝર ના પૈસા રોકાયેલા છે તેનું શું? વળી, એડવર્ટાઈઝ થઈ ગઈ છે, એમાં ચેન્જ ના કરાય. શું કરું?

અને એન્કરીંગ તો મારાથી નહીં જ થાય, એક કામ કરું હું એન્કરીંગ તો સાન્વી દીદી ને કરવા કહી દઉં. તે બરાબર રીતે કરી લેશે."

પાછી ઘડીકમાં મનને સમજાવે કે, "ના...ના... મેં કેટલાય સરસ નાટક આગળ લખ્યા જ છે ને, અને એ કેટલા સરસ રીતે રજૂ થયા હતા. વાહ...વાહી પણ મળી હતી. મારે ચિંતા કરવાની જરૂર જ નથી. કાલે સરસ રીતે પ્લે રજૂ જ થશે. હું એન્કરીંગ પણ સરસ કરી શકીશ. રિલેક્સ..."

આમ, યશ્વીની રાત તેના મનમાં ચાલતી અવઢવ સાથે સાથે રાત પણ પૂરી થઈ ગઈ.

16મી એ સવાર પડી. યશ્વી મનને રિલેક્સ અને ચીલ કરવા માટે તે વૉક પર નીકળી. ગાર્ડનમાં તેણે પહેલાં પ્રાણાયામ કર્યા, પછી તે વૉક કરવા લાગી અને વૉક પત્યા પછી તે એક બાંકડા પર બેઠી.

ત્યાં જ એ વખતે અચાનક એક બહેનને ચક્કર આવતાં જ યશ્વીએ તેમનો હાથ પકડીને સહારો આપ્યો. પોતાની જોડે બાંકડા પર બેસાડયા, અને પોતાની જોડે રહેલું પાણી આપીને તેમના શ્વાસોચ્છવાસ નોર્મલ થયા ત્યાં સુધી પીઠ પર હાથ ફેરવીને તેમને આરામ આપવાનો પ્રયત્ન કર્યો.

તેમના શ્વાસોચ્છવાસ નોર્મલ થયા પછી યશ્વીએ કહ્યું કે, "મારું નામ યશ્વી છે. આન્ટી, હું તમને તમારા ઘરે મૂકી જાવ. ચાલો...."

આન્ટીએ કહ્યું કે, "થેન્ક યુ બેટા, અને તકલીફ લેવાની જરૂર નથી. હું મારી રીતે જતી રહીશ."

યશ્વીએ સમજાવટના સૂરમાં કહ્યું કે, "પણ આન્ટી, તમને હાલ ચક્કર આવતા હતા અને ઘરે તમારી જાતે કેવી રીતે જવા દેવાય? રસ્તામાં ચક્કર આવે કે કંઈ થાય તો..."

આન્ટી નિરાશા ભર્યા સૂર સાથે બોલ્યા કે, "બેટા, સારું ને કંઈ થઈ જાય તો કયાં સુધી ભગવાન આ દુઃખિયારીને દુઃખ આપશે. કંઈ થઈ જાય તો આ દુઃખો માંથી છૂટકારો મળી જાય ને મને."

યશ્વીએ કહ્યું કે, "શું વાત છે, આન્ટી? કોઈ વાંધો ના હોય તો મને તમારો પ્રોબ્લેમ કહો."

આન્ટીએ કહ્યું કે, "બેટા, મારી તકલીફો નો પાર નથી અને મને એમાંથી કોઈ છૂટકારો નહીં આપી શકે. તને કહીને શું થશે?"

યશ્વીએ સમજાવતાં બોલી કે, "આન્ટી મદદ કરી શકું કે ના પણ કરી શકું. પણ તમારું મન તો વાત કરવાથી હળવું તો થશે જ ને."

આન્ટી યશ્વી સામે ઘડીક જોઈ રહ્યા અને પછી કંઈક વિચારીને બોલ્યા કે, "બેટા, ભગવાને મારા નસીબમાંજ દુઃખનો ટોપલો જ લખ્યો છે.

જો ને મારા મા-બાપને હું જવાબદારી લાગી એટલે ભણાવવાની જગ્યાએ પરણાવી દીધી. મારા પતિને હું બોજ લાગી તો મને હડધૂત કરવા લાગ્યો અને.... ફરિયાદ કરી તો સાસુ-સસરાને અપશુકનિયાળ લાગી અને 'પડયું પાનું' નિભાવવાનું કહી દીધું.

છોકરો પિતાના રસ્તા પર ચાલવા લાગ્યો તો ઠપકો આપવા ગઈ તો સામે જવાબ આપ્યો કે પહેલાં પપ્પાનું ચલાવ્યું હતું તો હવે આ પણ નિભાવ. બસ, આ જ મારી દુઃખયારી ની વાત છે. શું કામ હું જ નિભાવું?...શું મારે જ પડયું પાનું નિભાવવાનું?....'

તે આન્ટી આટલું બોલતાં બોલતાં જ રોઈ પડયા અને પોતાની દર્દભરી વાર્તા કહી.

આ વાત સાંભળીને યશ્વીએ કહ્યું કે, "આન્ટી, મારાથી તમને જેટલી મદદ થઈ શકશે એટલી કરવા પ્રયત્ન જરૂર કરીશ જ. પણ એ પહેલાં સમાજની સ્ત્રીઓ ને આ અત્યાચાર સહન કરે છે ને કે 'પડયું પાનું નિભાવી લેવાનું' તેના પર સ્ત્રીઓને જ જાગૃત કરવા માટે હું નાટક જરૂર લખીશ. હું એક નાટક લખનારી લેખિકા છું."

આન્ટીએ કહ્યું કે, "હા બેટા, જરૂર લખજે. જેથી મારા જેવી બીજી કોઈને પણ આ શબ્દો નો ભાર સહન ના કરવો પડે."

આમ વાતો કરીને યશ્વી અને તે આન્ટી એકબીજાને ફોન નંબર આપી છૂટા પડ્યા.

યશ્વી હવે મનથી રિલેક્સ જ નહીં પણ તરોતાજા થઈ ગઈ હતી. હવે તે પોતાના વાર્તા અને પ્લેને લઈને કોઈ જ અવઢવમાં નહોતી.

વળી, તેને નેકસ્ટ પ્લે માટેનો સબ્જેક્ટ મળી ગયો હતો. તેનો નેક્સ્ટ પ્લે એક સોશ્યલ પ્લે જ લખશે. એવો જે હંમેશા 'સમાજમાં ખૂણેખાંચરે ધરબાયેલો છે. જે બે શબ્દો થી સ્ત્રી પર વગર મારે, વગર કંકાસે તેના મનને કચોટવા માટે, સ્ત્રી પર થતા અત્યાચારમાં 'પુરુષ કંઈપણ કરી શકે' એ સાબિત કરવા માટે કારગત તો છે જ. એ શબ્દોને દરેક સ્ત્રી નફરત પણ કરે છે, છતાંય તે જ શબ્દ બીજાને કહેતાં વાર પણ નથી લગાડતી.'

યશ્વી ઘરે આવીને સૌથી પહેલાં 'પડયું પાનું' સ્ક્રીપ્ટના પોઈંટ લખી લીધા.

યશ્વીને લખતી જોઈને, રિલેક્સ જોઈને તો દેવમને આશ્ચર્ય થયું કે કાલ રાતે જે સૂઈ શકી નહોતી, એ અત્યારે આટલી રિલેક્સ...પણ તેણે કોઈ ચર્ચા ના કરી કે ના કંઈ પૂછયું. અને પોતાના કામે લાગી ગયો.

યશ્વીએ પોઈંટ લખ્યા પછી તે 'વાંઢા મંડળ' પ્લેની ફાઈનલી તૈયારી કરવા માટે ' સોહમ ક્રિએશન'ની ઓફિસે ગઈ. સાંજે સાત વાગ્યે પ્લે રજૂ થવાનો હોવાથી બધાં પોતપોતાના કામે વળગ્યાં હતાં.

રજત અને દેવમ પણ તૈયારીઓ માં મદદ કરવા માટે ઓફિસમાં થી અડધી રજા લઈને ત્રણ વાગ્યે આવી જવાના હતા.

ચાર વાગ્યે એક બાજુ યશ્વી નાટકના બ્રેકગ્રાઉન્ડમાં કરવામાં આવતા ચેઈન્જસ કરવાનો સમય બ્રેક ટાઈમિંગ સાથે સેટ કરી રહી હતી.

બીજી બાજુ કેરેક્ટર તેમના ગેટઅપ માં રેડી થઈ રહ્યા હતા.

અશ્વિને યશ્વી જોડે આવ્યો અને પૂછ્યું કે, "ઓલ સેટ એન્ડ રેડી યશ્વી. પ્લે અને તારું એન્કરીંગ પણ."

યશ્વીએ જવાબ આપતાં કહ્યું કે, "હા, અને મારો ટ્રસ્ટ કર 'વાંઢા મંડળ' પ્લે સકસેસફૂલી જ થશે."

તાળીઓ પડતાં યશ્વી અને અશ્વિને પાછળ વળીને જોયું તો બધાં ભેગા થઈ ગયા હતા. સમય થઈ ગયો હતો એટલે બધાએ જ એકબીજાને બેસ્ટ ઓફ લક કહ્યા.

(યશ્વી નું એન્કરીંગ અને પ્લે સકસેસફૂલી જશે ને? 'વાંઢા મંડળ' પ્લેના પ્રેઝન્ટેશનમાં કોઈ ગરબડ નહીંથાય ને? શું યશ્વી બીજું નાટક એનાઉન્સ કરશે ખરી? યશ્વી તે આન્ટીને મદદ કેવીરીતે કરશે?
જાણવા માટે જુઓ આગળનો ભાગ......)