Yakshi - 22 in Gujarati Fiction Stories by Mittal Shah books and stories PDF | યશ્વી... - 22

Featured Books
  • નિતુ - પ્રકરણ 64

    નિતુ : ૬૪(નવીન)નિતુ મનોમન સહજ ખુશ હતી, કારણ કે તેનો એક ડર ઓછ...

  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

Categories
Share

યશ્વી... - 22

(સોનલે જુની ટુકડી માટેનું ગેટ ટુ ગેધર પાર્ટી રાખે છે. જેમાં યશ્વી અશ્વિન અને ભાવેશ ને જોઈને ખુશ થઈ જાય છે. યશ્વી હવે 'સોહમ ક્રિએશન' જોઈન્ટ કરવાની ના પાડે છે. સોનલ, સાન્વી અને નિશા સમજાવે છે. હવે આગળ...)

સોનલ અને નિશાની આંખોમાં પ્રશ્નો જોઈ, નિરાશા જોઈને સાન્વી બે મિનિટ તો કાંઈ ના બોલી શકે. છતાંય હિંમત કરીને, કંઈક વિચારીને બોલી કે, "રહેવા દો સોનલ અને નિશા, કદાચ સમય જાય અને આ ઘા ભરાય જાય તો જ તે સોહમ ક્રિએશન જોઈન્ટ કરે. અને આપણા ફોર્સ થી તે તૈયાર થઈ જશે ને તો પણ તે બરાબર કામ કે એકસ્ટ્રા વર્ક નહીં જ આપી શકે. પ્લીઝ સમય જવા દો. તે લખવાથી કે તેના આ સપનાંથી જુદી લાબો સમય નહીં રહી શકે. પ્રોમિસ છે મારું કે આપણે સમજાવવા માટે પ્રયત્ન કરીશું, પણ હાલ નહીં. થોડા સમય પછી અને આ ઓફર તો એકસેપ્ટ કરી ને આપણે મેનેજ કરીશું. સોનલ તું કહેતી હતી ને કે અશ્વિન અને યશ્વી જોડે એન્કરીગ કરતો હતો. તો એને સાથે લઈએ. રાઈટ. પણ આપણે યશ્વીના આવે ત્યાં સુધી 'સોહમ ક્રિએશન' તો બંધ નહીં જ કરીએ. રાઈટ."

સોનલ અને નિશાએ સાથ પૂરાવ્યો. અશ્વિન ને ફોન કરી સોનલે એન્કરીગ માટે મનાવી લીધો અને ઓફર સ્વીકારી લીધી.

ઘરે જઈને સાન્વીએ દેવમને ફોન કરી બધી વાત જણાવી તો દેવમે કહ્યું કે, " દીદી અનબીલેવબલ યશ્વી આવું કરશે.. આ ડીસીઝન લેવાનું કારણ જાણીને તેને સમજાવવાનો પ્રયત્ન કરું છું."

સાન્વીએ કહ્યું કે, " ઈટસ ઓકે, યશ્વીને થોડો સમય આપ. દેવમ મેં તને એટલા માટે આ વાત જણાવી કે યશ્વીનું આ રીતે ભાગી જવું તે બરાબર નથી. ભલે તે કામ ના કરે. પણ આ રીતે સોહમના નામથી કે સોહમ રિલેટેડ કોઈ પણ ચીજથી છોડીને આગળ વધવાની વાત કરે છે. પણ આમ તો આગળ ના વધી શકાય. આને તો ભાગવું કહેવાય. હું નથી ઈચ્છતી કે યશ્વી ભાગે. એને સમજાવ અને સ્ટ્રોંગ બનાવ ભઈલુ."

દેવમે ઘરે આવીને યશ્વીને સમજાવા માટે કહ્યું કે, "યશ્વી તું કેમ સોહમ ક્રિએશનમાં કામ કરવાની ના પાડે છે?"

જનકભાઈ અને નમ્રતાબહેને આશ્ચર્ય થી યશ્વી સામે જોયું, એટલે દેવમે સાન્વીનો ફોન પર થયેલી બધી વાત કરી. દેવમે સમજાવાનો પ્રયત્ન કર્યો પણ યશ્વી પોતાની વાતને જ વળગી રહી.

જનકભાઈ એ પ્રયત્ન કર્યો પણ છેલ્લે સુજાતાબહેને કહ્યું કે, "કંઈ વાંધો નહીં, ભલે તેને ના કામ કરવું હોય તો ના કરે. રહેવા દો ને, ભલેને યશ્વી આમતો આમ આગળ વધતી. યશ્વીને ચૉઈસ આપોને કે તેને શું કરવું છે કે શું નહીં?"

આમ કહીને સુજાતાબહેને વાત પર પડદો પાડયો.

દેવમ નિરાશ તો થઈ ગયો પણ તેણે વિચારી લીધું હતું કે, 'ગમે તે થાય, પણ તે યશ્વીને આ ગમ માંથી પૂરી રીતે બહાર કાઢીને જ રહેશે. યશ્વીને ગમે તેમ હોય પણ આગળ તો વધવું જ પડશે. સોહમ ક્રિએશન ને આગળ લઈ જવું પડશે. સોહમનું સપનું પૂરું કરવું જ પડશે. અને એ આજથી મારું પણ સપનું છે.' આમ વિચારતો વિચારતો દેવમ બેડરૂમમાં આંટા મારી રહ્યો હતો.

યશ્વી ઘરનું કામ પતાવીને રૂમમાં આવી તો દેવમને ફરતો જોઈને પૂછયું કે, "શું થયું દેવમ? તમારી તબિયત સારી છે ને? પેટમાં ગડબડ હોય કે માથું દુખતું હોય તો દવા લાવું."

દેવમે ના પાડીને યશ્વીનો હાથ પકડીને બેસાડીને કારણ જાણવાનો પ્રયત્ન કર્યો પણ યશ્વીએ કંઈ જવાબ ના આપ્યો.

આખરે દેવમે કહ્યું કે, "કંઈ વાંધો નહીં યશ્વી, પણ તું 'સોહમ ક્રિએશન' જોઈન્ટ કરવા તૈયાર નથી. તું લખવા તો માંગે છે ને?"

યશ્વી એ હા પાડી તો દેવમ વિચારીને બોલ્યો કે, "તો પછી તું મોબાઈલ માં એફબી પર એક વેબસાઈટ કે એપ બનાવી આપું. એમાં તું લખ. જેથી તારું લેખક બનાવાનું સપનું પુરુ થશે અને મારો વાયદો પણ પુરો થશે બરાબર ને ડીયર."

યશ્વી કશું બોલી નહીં પણ હોઠ પર હાસ્ય આવી ગયું. અને આંખના ઈશારે હા પાડીને તે સૂઈ ગઈ. દેવમે એ જ રાત્રે યશ્વીના મોબાઈલ પર તેના નામની વેબસાઈટ બનાવીને આપી.

'સોહમ ક્રિએશન' ની ક્રિએટીવીટી જાણે યશ્વી જોડે જ જતી રહી હતી. સોનલ, નિશા, સાન્વી કે ભાવેશની લખવામાં કોઈ ક્રિએટીવીટી હતી જ નહીં. એક અશ્વિન હતો પણ તે કવિતા જ લખતો હતો. એટલે એન્કરીગ કરી શકતો પણ નાટક લખવા માટે પ્રયત્ન કરવા છતાંય જોઈએ એવા તો નહોતો જ લખી શકતો.

યશ્વીની ખોટ 'સોહમ ક્રિએશન' માટે બહુ મોટી પડી હતી. પણ યશ્વી પાછી જોઈન્ટ કરવા તૈયાર નહોતી.

એટલે 'સોહમ ક્રિએશન' નું વર્ક જેમ તેમ ઈવેન્ટમાં એન્કરીગ કરીને ગાડું ચાલતું હતું. પણ એકસ્ટ્રા વર્કના મળવાથી બીજા નવા ઈવેન્ટ મેનેજમેન્ટ ગ્રુપ ઊભા થઈ ગયા હતા. છતાંય જૂના લોકો તો કહેતા કે 'યશ્વી જેવું નાટક લખવામાં માહિર કોઈ નથી. સોહમ ક્રિએશન નો જીવ હતા યશ્વીના નાટકની થીમ.'

આમને આમ દિવસો વીતી રહ્યા હતા.
જયારે યશ્વી આ બાજુ પોતાની વેબસાઈટ પર લખવાનું શરૂ કર્યું. તેણે 'પ્રેરણા, પડયું પાનું જેવી નાની નાની વાર્તાઓ લખી. પછી ધીમે ધીમે પકડ આવતા 'સિકસ્થ સેન્સ' નામની નવલકથા પણ લખી રહી હતી પોતાની વેબસાઈટ પર.

તે નવલકથા અને વાર્તાઓ ને મળતી લાઈકસ, કોમેન્ટ થી વધારે ને વધારે લખવા માટે ઈન્સ્પાયર થઈ રહી હતી.

એવામાં પરીની સ્કુલમાં થી પરીએ એક પ્લે લખવાની જવાબદારી સોંપવામાં આવી. અને તે પહોંચી સીધી મામી જોડે અને કહેવા લાગી કે, "મામી પ્લીઝ, મને આ વખતે એક મ્યુઝિકલ નાટક લખી આપોને. અને જેનું બેસ્ટ પ્લે હશે તે નાટક પર એન્યુઅલ ફંક્શનમાં પર્ફોમ થશે. વળી, તે પ્લે છેક સ્ટેજ લેવલ સુધી આગળ પણ જશે. તો પ્લીઝ મામી ના ન પાડતા."

યશ્વીએ ખિન્ન અવાજે કહ્યું કે, "પણ.. પરી બેટા... હું નાટક તો લખવાનું બંધ કરી દીધું..."

પરી ઉદાસ થઈ જાય છે. યશ્વી કંઈ કહે તે પહેલાં જ...

"પણ આ કયાં 'સોહમ ક્રિએશન' માટે લખવાનું છે. તે ના પાડી તો મારી પરી ઉદાસ થઈ ગઈ જો. તું તારા માટે ના લખ પણ આ તો મારી પરી માટે છે તો લખ. તારા મગજમાં થી એક નવો હટકે આઈડિયા કાઢ અને પછી લખી નાખ એક નવા અખતરા વાળું નાટક."
દેવમે પરીના માથે હાથ ફેરવતા કહ્યું.

દેવમની વાતો સાંભળીને અને પરીનો ઉદાસ ચહેરો જોઈને યશ્વી હસી પડી અને પરીના ગાલ પર વહાલ કરતી બોલી કે, "સારું બાબા, બસ લખીશ તારા માટે પણ તું મને થીમ તો કહે અને લખવા માટે કેટલો સમય આપીશ."

પરી આ સાંભળીને ખુશ થઈ ગઈ અને કહ્યું કે, "થેન્ક યુ મામી, પાંચ દિવસ છે આપણી પાસે પ્લે સબમિટ કરવામાં. અને થીમ તો તમને ગમે તે, પણ મેં મારા મનથી ઘરડાં માતા પિતા ની આજે પરિસ્થિતિ છે તેના પર લખવાનું વિચાર્યું છે."

યશ્વીએ કહ્યું કે, "વિચાર્યું છે... ઓકે બેટા, આ થીમ જ બેસ્ટ છે. હું સરસ નાટક લખી આપીશ."

યશ્વીએ બે-ત્રણ દિવસમાં જ નાટક લખી આપ્યું અને પરીની સ્કુલમાં તે પર્ફોમન્સ માટે સિલેક્ટ પણ થઈ ગયું. અને આજે એ સ્ટેજ પર પર્ફોમ થવાનું હતું. એટલે એ નાટક જોવા બધા પરીની સ્કુલમાં આવ્યા હતા.

(યશ્વી હવે કયારેય 'સોહમ ક્રિએશન' જોઈન્ટ નહીં કરે? 'સોહમ ક્રિએશન' બંધ થઈ જશે કે પાછું જીવંત થશે? યશ્વીએ લખેલું મ્યુઝિકલ પ્લે કેવું હશે? તે પ્લે સ્ટેજ લેવલ સુધી જશે અને જીતશે ખરું?
જાણવા માટે જુઓ આગળનો ભાગ...)