સંતાકૂકડી....એક યાદગાર સબંધની...
થપ્પો એક મૌનલાગણીનો,
"દિશાન્ત વાત તો કર...કામ છે."
"ચાલ બાય ઘરે જવું છે" કહીને દિશાન્ત ચાલ્યો...👏👏
મૃગા વિચારતી રહી હાથમાં ફોન પકડીને..સામેના છેડેથી ફોન કપાઈ ગયો હતો.
રોજનું હતું મૃગા માટે...દિશાન્તની આ વ્યસ્તતાની આદતથી માહિતગાર હતી.
વ્યસ્ત તો મૃગા પણ રહેતી.. સવારથી લઈને સાંજ સુધી એનું શિડ્યુલ પણ વ્યસ્ત જ રહેતું હતું..કદાચ પોતાને માટે જીવવાનો પણ એને સમય ન હતો..છતાં જીવનના અમુક સંબંધો માટે એ હંમેશા દિલથી હાજર રહેતી.
દિશાન્ત ખૂબ જ નજીકનો દોસ્ત હતો મૃગાનો..જેને અત્યારના યંગસ્ટર bestiii કહે છે ને?? એવો..જ કંઈક હતો એ.હંમેશા મૃગાની મદદ માટે તૈયાર જ હોય..એની આ ખાસિયાતથી જ મૃગા એના દરેક ઇગનોરન્સ કે રુડનેસ સહન કરતી.પરંતુ દિશાન્ત એની વ્યસ્તતામાંથી બહાર જ નહોતો આવતો.
ઘણી વખત એને પૂછવાનું મન થતું "દિશાન્ત આ દોસ્તીનું આયુષ્ય કેટલું?"
"મને આદત છે તારી દોસ્તીની.જરૂરિયાત છે તારી વફાદારીની
જે દિવસે આ જરૂરિયાત નહીં રહે એ દિવસે શુ?તને તો હું યાદ આવતી જ નથી ને??શું કામ વગર વાત ન થાય?? થતી જ હતી ને દિશાન્ત...
માન્યું કે
" તમે વ્યસતાના વ્યસ્ત છો
અમે સ્વયંની ફુરસદ માં "
યાદ કર દીશાન્ત મારી સાથે વાત કર્યા વગર તને ચાલતું નહીં..બે મિનીટ મોડી પડું તો તારી question બેંક ચાલુ થઈ જતી.
મેં શુ ખાધું??હું ક્યાં ગઈ, શુ પહેર્યું??દવા લીધી કે નહીં?ક્યારે ઓફીસ પહોંચીશ?આજે શું બનાવીશ?"કેટલાં સવાલો હોય તારા દિશાન્ત.
અરે ઘણી વખત તો મૃગા કહી દેતી, " દીશાન્ત હું એક કલાકથી જમવાની થાળી લઈને ઉભી છું..જમી લઉં હવે?.
પણ હવે શું દીશાન્ત...કેમ અચાનક આવું..
અરે એક મિત્ર તરીકેની બધી જ વફાદારી તે પુરી કરી.પણ સામા પક્ષે દિશાન્ત હું પણ ઊણી નથી ઉતરી. તારી તબિયત ખરાબ હોય કે બિઝનેસનું ટેંશન હોય કે પછી તારા ફેમિલી પ્રોબ્લેમ હોય માંરી પ્રાર્થનાના બે હાથ જોડાઈ જ ગયા હોય.ઈશ્વર પાસે કદાચ તારા નામનું એક એકાઉન્ટ ખોલાવ્યું હતુ.
"મારા આસું સાથેના હાસ્યનું કારણ હતો તું..માનું છું ખૂબ વ્યસ્ત છું તું અને કેમ ના હોય.??.દુઆ અમે પણ ઓછી નથી કરી.....આ સફળતા માટે.હું ખુશ છું તારી આ વ્યસ્તતાથી.
તો પછી શું દિશાન્ત"???
દિલમાંથી ચીસ પાડી ને સવાલ ઉઠતો..અને આટલી બધી વાતો આંખો બંધ કરીને મૃગા સ્વતઃ બોલી ઉઠતી
પણ ક્યારેય દિશાન્તને ના કહી શકી.દિશાન્ત ના ગુસ્સાવાળા સ્વભાવને લીધે એની હિંમત જ ચાલી નહીં.છતાં પણ દિશાન્તની દોસ્તીના સંબંધમાં બધી જ શરતો સ્વીકાર્ય હતી.
કલાકો સુધી વાત કર્યા પછી પણ વાત અધૂરી લાગે એ સંબંધ આજે વાત કરવાનો વિષય શોધવા લાગ્યા.
ફોન મુક્યા પછી મૃગા ઘણા સમય સુધી ફોન જોતી રહી
દિશાન્ત online હતો...'મોડું થાય છે" કહી ને ફોન કાપી નાખનાર દિશાન્ત એ પછી કીટલી પર એક કલાક બેઠો હતો..
એને ખબર નહોતી..કે સામેથી મૃગા આ બધું જ જોતી હતી
ખૂબ જ નજીકથી વાત સાંભળતી હતી..એના જ શહેરમાં હતી મૃગા.. સરપ્રાઇઝ આપવી હતી દિશાન્તને....અફસોસ કે
ખુદ સરપ્રાઇઝ થઈને આવી.પણ આ નવું નહોતું.કોઈ વ્યક્તિ તમને નજર સામે ઇગ્નોર કરે કે બ્લોક કરે છતાં પણ માત્ર અને માત્ર લાગણીઓના બંધન દ્વારા જો તમે જોડાયેલા રહો તો તમારા જેવું ઇમોશનલ ફૂલ બીજું કોઈ નથી.આપણી મૃગા કદાચ આવી જ ઇમોશનલ ફૂલ હતી.
એ પછી બે દિવસ રોકાઈ હતી મૃગા દીશાન્તના શહેરમાં પણ એને કહ્યું જ નહીં દિશાન્તને કે હું આવી હતી તારા શહેરમાં...કેટલી ઉત્સુક હતી તને મળવા દિશાન્ત....
ना रुस्वा करेंगे तुजे अब जमानेमें
तेरे शहरसे आज बाइज़्ज़त जो निकले है,
थाम ही लेंगे तुजे अब तन्हाइयोमे ए दोस्त,
तेरे शहरकी भीड़ से हम गुज़रके निकले है।
बसा लेंगे एक नया आशियाँ तेरी यादोंका
तेरे शहरकी हर गली से तन्हा होके गुज़रे है।
આ વાત ને ઘણો સમય થઇ ગયો પણ મૃગાના વર્તન અને વફાદારીમાં કોઈ જ પ્રકારનો બદલાવ નહોતો..હજુ પણ એને પોતાના દોસ્ત પર ગર્વ હતો.જ્યારે પણ દિશાન્ત hurt કરતો ત્યારે એ બોલી જતી.."જવા દે ને યાર એ છે જ આવો... નવરો પડશે એટલે સામેથી ફોન કરશે" એની ફ્રેન્ડ ઈશાની કે જે દિશાન્તના શહેરમાં રહેતી એ કાયમ કહેતી "મૃગા તારો હીરો શાંતિથી બાઇક પર બેસીને ખપાવે છે..તારી સાથે વાત કરે છે?
મૃગા હસી પડી અને બોલી "નો ડિયર... એ તો બિઝી છે...ફ્રી પડશે એટલે આવશે જ ફોન.તું મને એંની સાથે ઝગડાવાનું બંધ કર.મને એની પર આંધળો વિશ્વાસ છે."
"મોક્ષા તું એક દિવસ પસ્તાવો કરીશ.એ માણસ તને ગમે ત્યારે ફોન કરે અને તું કાયમ જ ફોન ઉપાડે છે..પણ તું એની મરજી વગર એને ડિસ્ટર્બ પણ ના કરી શકે કેમ આવું? એના માટે કેટલા લોકો સાથે ઝગડી છું અરે તારા ફેમિલીનો ક્વોલિટી ટાઈમ પણ તે એને આપ્યો અને એ તને ફ્રી પડશે ત્યારે કૉલ કરશે એમ??"
પરંતુ દિવસોના દિવસો વીતી જતા પણ મૃગાના મોબાઈલમાં રિંગ વાગતી જ નહીં.દિશાન્ત ત્યારે જ ફોન કરતો જ્યારે એને ફુરસદ હોય અને એની ફુરસદ વખતે મૃગા એના બધા જ કામ પડતા મૂકીને વાતો કરવા ફ્રી થઈ જતી.
માણસ માણસ સાથે કરે એવું વર્તન કર
દિમાગને મુક બાજુ પર દિલથી થોડી વાત કર.
ફ્રેંડસ...એક લેખક કે વાર્તાકાર તરીકે એક મંતવ્ય જરૂરથી આપીશ..આવા સંબંધો માટે,
"wi-fi અને રીપ્લાય જ્યારે ધીમા પડી જાયને તો સમજી જવાનું કે કનેકટેડ વિથ other device હોય અને હોય જ.
મૃગા એ ડિવાઇસથી ક્યારની પરિચિત હતી.બધું જ જાણી ગઈ હતી પરંતુ....છતાં પણ દોસ્તીની આડે બધું જ કુરબાન...
મિત્રો, સબંધોના આવા થપ્પા સાથે એ જીવવા માંગતી હતી
જીવનની સંતાકૂકડી રમતા રમતા ક્યારેક ખોટી જગ્યા એ થપ્પો થઈ જાય તો શું????આ વાતનો એક જ જવાબ હતો મૃગા પાસે.
નથી ખબર કે શું ચાલે છે દિલોના બઝારમાં.
અમે તો ચલણમાં વફાદારી વટાવી છે.
નફાની બહુ આશા નથી અમોને વ્હાલમ,
નુકશાનથી બચવા નાની છટકબારી રાખી છે...
રોકાણ કર્યા છે લાગણીઓના અહીં
વ્યાજ છૂટે તો ભલે....સન્માનની મૂડી અકબંધ રાખી છે...
Urmi bhatt