My Poems - Part 5 in Gujarati Poems by Tr. Mrs. Snehal Jani books and stories PDF | મારા કાવ્યો - ભાગ 5

Featured Books
  • इश्क दा मारा - 25

    राजीव की हालत देख कर उसे डैड घबरा जाते हैं और बोलते हैं, "तु...

  • द्वारावती - 71

    71संध्या आरती सम्पन्न कर जब गुल लौटी तो उत्सव आ चुका था। गुल...

  • आई कैन सी यू - 39

    अब तक हम ने पढ़ा की सुहागरात को कमेला तो नही आई थी लेकिन जब...

  • आखेट महल - 4

    चारगौरांबर को आज तीसरा दिन था इसी तरह से भटकते हुए। वह रात क...

  • जंगल - भाग 8

                      अंजली कभी माधुरी, लिखने मे गलती माफ़ होंगी,...

Categories
Share

મારા કાવ્યો - ભાગ 5


લેખનો પ્રકાર:- કાવ્ય
કાવ્યના રચયિતા:- શ્રીમતી સ્નેહલ રાજન જાની

આપ સૌનાં સહકારથી કાવ્યોનો વધુ એક ભાગ રજુ કરી રહી છું. અગાઉનાં ભાગો પસંદ કરવા બદલ આભાર.

કવિતા

સૂરોની લે છે પરીક્ષા કવિતા,
સંગીતની મોહતાજ છે કવિતા,
ન કહેવાનું ઘણુ કહી દે છે કવિતા,
ક્યારેક ઊંઘતાને જગાડે છે કવિતા.

ભૂતકાળની માહિતી આપે છે કવિતા,
નથી મળતો યોગ્ય પ્રતિસાદ એને.
સાહિત્યકારોની વ્હાલી છે કવિતા,
વાર્તાઓમાં પણ મેળવે છે સ્થાન કવિતા.

સંસ્કૃતિનું વર્ણન છે કવિતા,
દેશની ઓળખ છે કવિતા,
વારસાની રક્ષક છે કવિતા,
કવિઓની ઓળખ છે કવિતા.

બાળકોને ગાવી ગમે કવિતા,
વડીલોને સાંભળવી ગમે કવિતા,
શબ્દોનો આકાર છે કવિતા,
વિચારોની વાચા છે કવિતા!

હાસ્ય

જોયા ઘણાં મેં જેમની પાસે હતું ઘણું,
જોયા એ જ લોકોને હંમેશા રડતાં ને રડતાં,
કારણ માત્ર એ જ હતું કે ઘણું બધું ભેગું
કરતાં કરતાં ભૂલ્યા એ હસવાનું.
દવા છે હાસ્ય સર્વ રોગોની,
શરૂઆત છે હાસ્ય એકમેક સાથેનાં સંબંધો વિકસાવવાની,
જુઓ બાળકને એનાં નિર્દોષ હાસ્ય સાથે,
ભૂલી જશો તમામ તકલીફો થોડા સમય માટે.
શીખો એ જ બાળક પાસે,
કેવી રીતે જીવવું નિર્દોષ હાસ્ય સાથે.

ને પછી.......

મળ્યા આપણે એકબીજાને,
ને પછી શરૂઆત થઈ ઓળખાણની.
પરિચય વધ્યો વારંવાર મળ્યા પછી,
ને પછી પાંગર્યો પ્રેમ.
આપ્યાં વચન એકબીજાને સાથે રહેવાના,
ને પછી શરૂઆત થઈ જીવનની.
શરુ કર્યું જીવન આપણે એકબીજા સાથે,
ને પછી શરૂઆત થઈ વધુ નિકટતાની.
બસ, ઈચ્છા રાખીએ કે આમ જ જીવીએ,
ને પછી શરૂઆત થશે બે જીવ એક આત્મા થવાની.

આંસું

અશ્રુ સર્યું આંખમાંથી,
કોણ કળી શકે એને,
છે ખુશીનું કે દુઃખનું?
જે બિંદુ સર્યું આંખમાંથી,
એ તો રહી જશે કોરી,
થોડા સમય પછી.
કોણ સમજાવશે આ મનને,
જે ભીનું થયું છે લાગણીઓના
બિંદુઓથી અને વહે છે
અશ્રુ બની આંખોથી?
ન કળી શકે કોઈ એ
ચહેરાનું હાસ્ય, જે બન્યું
છે રોકીને બિંદુઓ આંખોનાં!

પ્રેમ સંગીત

વાગી એક ધૂન અને સરવા થયાં કાન,
દોડ્યું ગૌ ધન, અને થયું ઘેલું ગામ,
ભાન ભૂલી ગોપીઓ અને બળ્યું ઘરનું ધાન.
દોટ મૂકી સહુ કોઈએ ન જોયું આસપાસ.
પહોંચ્યા સૌ ત્યાં હતો કાનુડો બેઠો જયાં.
બંધ આંખે રેલાતા એ સુર,
વાંસળી પણ જાણે ભૂલી ભાન.
સૌ કોઈ ખોવાયા, ભૂલ્યા ભાન,
જ્યારે જ્યારે રેલાતું એ પ્રેમ સંગીત,
હાથમાં રહેલી વાંસળીમાં કાનુડાની
આંગળી અને ફૂંકથી.
જય શ્રીકૃષ્ણ🙏

રમત

અડકો દડકો રમતા'તા,
આંબલી પીપળી ચડતા'તા.
થયાં મોટા રમતાં રમતાં,
વિખૂટા પડ્યા સૌ મિત્રો.
રમ્યા બધી રમત શિયાળાની,
દોડ, દોરી, કબડ્ડી,
બેડમિન્ટન તો સૌની પ્રિય.
સવાર વ્હાલી રજાઈમાં,
ઊઠીને બેસતાં ચૂલાનાં તાપણે.
પુરું થયું બાળપણ, આવી
બધી જવાબદારીઓ, ભૂલ્યા એ
બધી રમતો, થઈ દૂરી મિત્રોથી.
ક્યારે મળશે એ બધાં મિત્રો,
જમાવીશું મહેફિલ ફરીથી એ જ
શિયાળાની રમતો સાથે.
યાદ કરીશું અમારું બાળપણ,
કોને ખબર જોઈ અમારું બાળપણ,
બાળકો અમારાં સમજે મહત્ત્વ રમતોનું,
છોડે મોબાઈલ અને રમે એ શિયાળાની
રમત અને કરે ઘણી કસરત.

પગલા

આવશે મુસીબત ડગલે ને પગલે,
ન જોશો રાહ મદદની,
કરો મદદ પોતે જ પોતાને.
સ્વાર્થી થઈ છે દુનિયા,
નથી કોઈ કોઈનું અહીંયા.
સાથ હશે કોઈનો તોય,
કર્મનું ફ્ળ તો મળશે એકલાને.
આવ્યાં આ દુનિયામાં એકલા,
જઈશું એકલા જ આ દુનિયા છોડીને,
તો શાને છે આ મોહમાયા?
એકલા ચાલો રે!
શોધો પ્રભુને પોતાનામાં,
એકલા ચાલો રે!
શોધો એ નિરાકારને,
મળશે ઘણાં સાથ આપવા માટે,
પણ અંતે તો રહેશો એકલા જ,
માટે જ એ અંતરાત્મા, જો ન રાહ કોઈની,
એકલા ચાલો રે!


કાવ્યો પસંદ કરવા બદલ આભાર🙏

જય શ્રી કૃષ્ણ.

સ્નેહલ જાની