Unbelievable love story in Gujarati Love Stories by Anurag Basu books and stories PDF | અનંત,અધૂરો છતાં અનહદ અને અદભૂત પ્રેમ...

Featured Books
Categories
Share

અનંત,અધૂરો છતાં અનહદ અને અદભૂત પ્રેમ...

અનિકા અને અનુજ એક જ કોલેજમાં અભ્યાસ કરતા હતા...
અનિકા ખૂબ જ સુંદર..અને અનુજ એકદમ હેન્ડસમ....
બંને એકબીજાને પહેલી નજરમાં જ પ્રેમ કરી લીધો હતો...
પણ અનુજ થોડોક શરમાળ...અનિકા એકદમ બિન્દાસ....
અનુજ જાણતો હતો કે.. માતા-પિતા, જ્ઞાતિ બહાર ની છોકરી ને નહીં જ સ્વીકારે... એટલે તે અનિકા સામે પ્રેમ નો ઈઝહાર કરી શકતો નહીં...
પણ અનિકા તેની આંખો ને વાંચી લેતી...
તેણી એ સામે થી જ અનુજ ને પૃપોઝ કરી દીધું..
અનુજે સ્વીકાર તો કર્યો...પણ તે માતા-પિતા ને કેમ સમજાવશે..એની અસમંજસ માં હતો...
અનુજે,અનિકા પાસે.. કેરિયર બનાવવા સુધી રાહ જોવા માટે કહ્યું...તેમ જ ત્યાં સુધી, વાત મનમાં જ રાખવા કહ્યું..
પછી સારી જોબ મેળવ્યા પછી,અનુજ જ માતા-પિતા ને મનાવી લેશે...એમ કહ્યું...
અનિકા એ ત્યાં સુધી, વાત મન માં જ રાખવા નું વચન આપ્યું...
હવે કોલેજ પૂરી થઈ ગઈ હતી...અનુજ આગળ ના ભણતર માટે બીજા શહેરમાં જવાનો હતો...
અનિકા ને રોજ મોબાઇલ પર વાત કરવાનું વચન આપી, તે ગયો...
હવે અનુજ પોતાના ભણતર માં અને કેરિયર બનાવવા માં ખૂબ જ
બિઝી થઈ ગયો...
ક્યારેક અનિકા કોલ કરે તો એ સ્ટડી કરતો હોય કે લેક્ચર માં હોય ત્યારે કોલ કટ કરી દેતો..
પણ અનિકા જરા પણ ધીરજ ખોયા વગર ,અનુજ ના કોલ બેક ની રાહ જોતી...
અનુજ તેને ટાઈમ મળે ત્યારે કોલ કરતો...પણ બિઝી શિડયુઅલ ના કારણે, ક્યારેક જવાબ ના આપી શકતો..
એ પાગલ અનિકા.... રોજ અનુજ ને જોવા માટે તરસે.... request કરે.....
પણ અનુજ :અનિકા પાગલ છે...તુ તો..અનિકા ,😣ઉદાસ થઈ જાય..પણ હંમેશા ખુશ રહે.... કોઈ ને મન ની હાલત કળવા ના દે...અનુજ ને આપેલું વચન સાચવે...
અનુજ એને સમજાવે.".... ના જોવાય રોજ.". પણ ...એ પાગલ સમજે જ નહિ... કેમેય😔
એક ઝલક જોવા માટે તરસે.... request કર્યા જ કરે..
હવે એક દિવસ.. પહેલી વખત એવું બન્યું કે....ના અનિકા નો કોઈ ‌મેસેજ આવ્યો..ના કોલ....
અનુજ ને.. થયું... શાન્તિ🙏🏻.....
હું ક્યાં નવરો છું....
૨ દિવસે 👨🏻 વિચાર્યું... આજે પણ નહીં..😟..જવા દે ને.."મારે બહુ કામ છે... એવું બધું વિચારવાનો ટાઈમ કોની પાસે છે?"પહેલાં કેરિયર બનાવી લઉ.... પછી તો કોઇ પ્રોબ્લેમ નહીં...
૩ દિવસ: અનુજે વિચાર્યું..🤔..કહેતી હતી ને કે "મને જોયા વગર જમતી નથી😏.... જુઠી હશે🤨
૪ દિવસ: હવે અનુજ થી પણ જમી શકાયું નહિ..લાવ ને...એક મેસેજ કરી જોઉં... કદાચ reply આપે😟
કોલ પણ કર્યા..પણ અનિકા નો મોબાઈલ સ્વીચ ઓફ... બતાવે...
આખો દિવસ મેસેજ બોક્ષ ..ચેક કર્યું...પણ મેસેજ રિડ થયેલો પણ ના બતાવે...
હવે ૫ દિવસ...અનુજ ને ખરેખર ચિંતા થવા લાગી...થયુ.... ઘરે જઈને જ જોઈ આવું....અનુજ ,અનિકા ના ધરે ગયો.. જોયું...આખો રુમ ભરેલો હતો... ડ્રોઈંગ રૂમમાં સોફા ની જગ્યા એ.. ઘણા બધા લોકો બેઠા હતા..
એક ટેબલ પર અનિકા
હતી..પણ હાર લગાડેલા ફોટા માં..
આજે પણ ફોટા માંથી પણ અનિકા ના ચહેરા પર ચમક હતી...અનુજ ને જોઈને હોંઠ પર હસી રાખી હતી.. એણે..
પણ આંખો નિસ્તેજ હતી..જે
હોઠ ...લવ યુ લવ યુ કરતા થાકતાં નહોતા એ આજે બોલતા નહોતા.. હવે એ હોઠ ખામોશ થઈ ગયા હતા... કાયમ માટે... છતાં પણ અનુજ ને ત્યાં અનિકા ના શબ્દો "લવ યુ સો મચ, હેન્ડસમ.."સંભળાઇ રહ્યા હતા....તે હવા માં ઓગળી ને પણ અનુજ ની જ રાહ જોતી હતી..
જે વિશાળ હ્દય માં એને સૌને સમાવ્યા હતા...એ હ્દય....ખાખ થઈ ને , રાખ બની ને.. જેને સાગર જેવડા અનુજ ના હ્દય માં પણ જગ્યા નહોતી મળી..એ માત્ર નાનકડી ગાગર માં સમાઈ ગયું હતું..હવે એ તરસતી આંખો માત્ર ફોટા માંથી..અનુજ ને નિરખી રહી હતી....અનુજ મન માં અનિકા ને કહી રહ્યો હતો..... કહેતી હતી ને...તુ તો.. હવે આવશે તો... જવા નહીં દઉ. લે આવી ગયો.....પણ હવે તો અનિકા..ચૂપ જ થઈ ગઈ હતી... કદાચ તું જૂઠુ જ બોલતી હશે😣.... હવે અનિકા ને ક્યાં
...અનુજ ને જોવા માટે તડપ થવાની હતી.........હવે અનુજ બોલે તો પણ અનિકા ના કાન....જે સાંભળવા..આખી જિંદગી તરસતા રહ્યા....એ ક્યાં કંઈ સાંભળી શકવાના હતા...

આજે પણ ફોટા માંથી પણ અનિકા , અનુજ ને જ નિરખી રહી હતી....એજ પ્રેમ થી...


હવે અનુજ ને અનિકા ના અનહદ પ્રેમ નો અહેસાસ થયો હતો...પણ બહુ મોડું થઇ ગયું હતું...
અનુજ ,અનિકા ને નિરખી રહ્યો હતો..
એમ જ આંખોમાં,અનિકા ને સમાવી ને,"અનિકા".. બોલી ને , ખુલ્લી આંખો એ જ એનું પણ હ્દય ત્યાં જ બંધ પડી ગયું..
જે સમાજ ના ડર થી અનુજ ,અનિકા ને અપનાવી નહોતો શક્યો...
કદાચ હવે તે બંને એક થઈ શકશે...
હવે બંને એ દુનિયા માં હતા , જ્યાં તેમને સમાજ ના કોઈ જ બંધન બાંધી શકવાના નથી..