પરાગિની ૨.૦ - ૧૯
રિનીનાં જે ન્યૂઝ રાત્રે ઓનલાઈન આવ્યા હોય છે તે બીજા દિવસે સવારે ન્યૂઝપેપરમાં આવી ગયા હોય છે અને આ ન્યૂઝ દાદા અને આશાબેન વાંચે છે.
દાદા ન્યૂઝ વાંચીને થોડા ઢીલા પડી જાય છે અને આશાબેનને કહે છે, રિની આ વાંચશે તો શું વિતશે એની પર? મેં રિનીને કહ્યું હતું કે તે ફેમીલી નથી સારી... બહુ દુ:ખી થશેએ... મારી વાત ના માની એને... જો હેરાન કરવાનું ચાલુ પણ કરી દીધુ...!
આશાબેન પણ ઢીલા પડી જાય છે. આશાબેન કંઈક વિચારી કપડાં બદલી તેઓ નવીનભાઈનાં ઘરે જાય છે.
દાદી નીચે જ બેઠા હોય છે. દાદી આશાબેનને જોઈ તેમને આવકારે છે અને બેસવાનું કહે છે.
આશાબેન- ના.. હું બેસવા નથી આવી.... ન્યૂઝપેપર જોઈ જ લીધુ હશે તમે.... તમારી વહુએ કંઈ જ કસર નથી છોડી મારી છોકરીને નીચું દેખાડવામાં.. મારી છોકરીએ પૈસા માટે પરાગ સાથે મેરેજ નથી કર્યા... રિની એક સામાન્ય છોકરી છે. તે પેપરમાં જોશે તો શું રિએક્ટ કરશે? મારી છોકરી કેવી રીતે સામનો કરશે? બાપુજીએ સાચું જ કહ્યું હતુ કે તમારા ફેમીલીમાં રિની જશે તો દુ:ખી જ થશે... અને આ વાત સાચી જ પડી રહી છે. મારી છોકરીને કંઈ ના થવું જોઈએ... આજ પછી આવી કોઈ ન્યૂઝ કે કંઈ બીજી બદનામી થશે તો હું સીધી પોલીસ પાસે જઈશ..! જય શ્રી કૃષ્ણ.
આટલું કહી આશાબેન તરત ત્યાંથી નીકળી જાય છે.
દાદી ચિંતામાં આવી જાય છે અને તેઓ પરાગના ઘરે જવા નીકળી જાય છે.
રિની વહેલી તૈયાર થઈ બ્રેકફાસ્ટ રેડી કરી પરાગને કહી ઓફિસ જવા નીકળે છે.
પરાગ- રિની, આપણે સાથે જ જઈએ?
રિની- તમે આરામ કરો કાલે પણ મોડા આવ્યા હતા.. મારે કામ વધારે છે તો હું નીકળું છુ અને જૈનિકા સાથે અમુક ડિઝાઈન પર ચર્ચા કરવાની છે...
પરાગ- બીજી ગાડી છે તે લઈને જજે...
રિની- હા.. ઓકે... બાય
પરાગ- બાય... સાચવીને જજે...
રિની- હા...
રિની ગાડી લઈને ઓફિસ જવા નીકળી જાય છે.
રિની ઓફિસ પહોંચે છે અને દાદી પરાગના ઘરે આવી પહોંચે છે.
ડોરબેલ વાગતા પરાગ દરવાજો ખોલે છે. પરાગ હજી પણ દાદી સાથે સરખી વાત નથી કરતો હોતો પણ વડીલની રીતે તે દાદીને અંદર આવવા કહે છે.
પરાગ- શું થયું દાદી? કંઈ વાત હતી તો આટલા સવારે આવ્યા?
દાદી- રિની છે ઘરે?
પરાગ- ના, આજે એ વહેલી ઓફિસ જતી રહી છે કામ છે એટલે...
દાદી- એની મમ્મી આવી હતી આપણા ઘરે સવારે... તે ન્યૂઝપેપર જોયું?
પરાગ- ના...
દાદી- ન્યૂઝમાં રિની અને એની ફેમીલી વિશે ન્યૂઝ છપાયા છે.... વધારે રિનીને ટાર્ગેટ કરી છે. તેની મમ્મી ઘણી ગુસ્સે હતી... શું કરીશું?
પરાગ- તમે ચિંતા ના કરતા હું મારી રીતે હેન્ડલ કરી લઈશ...
પરાગ પહેલાની જેમ દાદી સાથે વાત નહોતો કરતો... અત્યારે પણ કોઈ પણ હાવભાવ વગર જ વાત કરતો હતો...
દાદી- બેટા.. તું હજી મારાથી નારાજ છે? મને માફ કરી દે...
પરાગ- દાદી આ બાબતે ફરી ક્યારેક વાત કરીશું...
દાદી રડી પડે છે.... પરાગ તેમને શાંત પાડે છે અને કહે છે, દાદી તમે કંઈ વાતની ચિંતા ના કરશો... મને થોડો સમય લાગશે આ બધી વાત માંથી બહાર આવતા... તમે તમારું ધ્યાન રાખજો...
પરાગ ડ્રાઈવરને બોલાવી દાદીને ઘરે મૂકી આવવા કહે છે અને પરાગ ન્હાવા જતો રહે છે.
રિની ઓફિસ પહોંચે છે તે તેના ડેસ્ક પર બેસવા જતી હતી કે સિયા તેની પાસે આવે છે. સિયાને એવું હતું કે રિનીએ કદાચ કાલની ન્યૂઝ વાંચી હશે તો આજે ઓફિસ નહીં આવે એમ... તેથી સિયા રિનીને પૂછે છે, તમે કેમ આજે આવ્યા?
રિની- હેં? કેમ નહોતું આવવાનું મારે? કંઈ થયું છે?
સિયા સમજી જાય છે કે રિનીએ હજી એ ન્યૂઝ નથી વાંચ્યા..!
સિયા- એવું નહીં.... પરાગ સરે તમારી કેબિન તૈયાર કરવાની કહી હતી પણ હજી થઈ નથી એટલે પૂછ્યું..!
રિની- ઓહ... મારી કેબિન ના તૈયાર કરતાં હું મારા જ ડેસ્ક પર બેસીશ અને પરાગ ના કહેશો તો હું મારી રીતે એમની સાથે વાત કરી લઈશ... એ બધુ છોડ જૈનિકા મેમ આવી ગયા છે?
સિયા- હા, તેઓ ઉપર એમની જગ્યા એ જ છે.
સમર જૈનિકાને તેના આઈપેડમાં રિનીનાં જે ન્યૂઝ છપાયા હોય છે તે બતાવે છે. ન્યૂઝ વાંચી જૈનિકાની આંખો પહોળી થઈ જાય છે.
જૈનિકા- સમર... આ ન્યૂઝ કોણે છપાયા હશે? પરંતુ જેણે પણ આ ન્યૂઝ છપાયા હશે તેને ફાયદો જરૂર થયો હશે... અથવા તો બદલો લેવા માટે પણ કર્યુ હોય...! મુખ્ય વાત એ છે કે આમાં ફાયદો કદાચ તારી મોમને થશે..
સમર- મારી મોમ?
જૈનિકા- હા....
સમર- મારી મોમનો શું ફાયદો થવાનો?? એટલે તું એવું કહે છે કે મારી મોમએ આ કર્યુ એમ? તમે બધા મારી મોમને જ કેમ બ્લેમ કરો છો?
જૈનિકા- મેં એવું નથી કહ્યું કે તારી મોમએ કર્યું છે... ફક્ત એવુ કહુ છું કે ફાયદો તારી મોમને થશે... અને આ બાબતે તું શાંતિથી વિચારજે... તો તું સમજીશ...
સમર- મને કંઈ ખબર નથી પડતી કે એમને ફાયદો કેવી રીતે થશે એમ..?
જૈનિકા- તું જ વિચાર કે આ ન્યૂઝ અત્યારે કેમ છપાયા? કેમ ફેમીલી મીટિંગના તરત બીજા દિવસે નહીં? ફોટો તો ફેમીલી મીટિંગ વખતનો જ છેને?
એટલામાં રિની ત્યાં આવે છે અને તે ન્યૂઝનું કંઈક સાંભળે છે. રિનીને જોતા જૈનિકા ચૂપ થઈ જાય છે.
રિની- તમે શેની વાત કરો છો? ક્યાં ન્યૂઝની? શું વાત છે?
જૈનિકા અને સમર બંને કંઈ જ બોલતા નથી રિનીને જોઈ રહે છે.
રિની- કોઈ કહેશે કે શું વાત છે?
જૈનિકા રિનીને આઈપેડ આપી તે ન્યૂઝ બતાવે છે. ન્યૂઝ વાંચી અને ફોટો જોઈ રિની રડવા જેવી થઈ જાય છે...
રિની- જેનો મને ડર છે તે જ થાય છે... દાદા આ ન્યૂઝ વાંચશે તો શું થશે? હે ભગવાન....
રિની ટેન્શનમાં આવી જાય છે. જૈનિકા રિનીને શાંત રહેવા કહે છે.
રિની તરત સમર પાસે જઈ કહે છે, આ કામ બીજુ કોઈ નહીં પણ તારી મમ્મીએ જ કર્યું છે... એમના સિવાય આવું કામ કોઈ ના કરી શકે...
સમર- મારી મોમ આવું શું કરવા કરવાની? તમે બધા મારી મોમ પાછળ કેમ પડ્યા છો?
રિની- સમર તારી આંખ ખોલ.... બધાને ખબર છે કે તારી મમ્મી કેવી છે?
સમર- રિની તું તારી લિમિટ ક્રોસ કરે છે...
રિની- હા, તો શું પ્રોબ્લમ છે તારી મમ્મીને મારાથી?
બંને લડવાનુ શરૂ કરી દે છે પણ જૈનિકા વચ્ચે આવી તેમને શાંત પાડે છે. જૈનિકા સમરને કહે છે, સમર, રિની હવે તારી ભાભી થાય... અને રિની... સમર તારો દેવર થાય... તમે બંને આમ લડશો નહીં....
રિની- તો શું કરું? વગર કામની હું ફસાતી જાવ છુ....
પરાગ ઘરેથી નીકળે છે.. તે તેની ગાડીમાં બેસવા જતો હતો કે ગાડીના બોનેટ ઉપર તેને એક ચિઠ્ઠી મળે છે. પરાગ ચિઠ્ઠી ખોલે છે જેમાં એક નંબર લખ્યો હોય છે અને બીજુ લખ્યું હોય છે કે આ નંબર પર તરત ફોન કરવો..! પરાગ તે નંબર તેના મેબાઈલમાં ડાયલ કરે છે. સામેથી ફોન ઉપાડતા તરત પરાગ કહે છે, હા, કોણ બોલો તમે? અને શું કામ છે?
સામેથી જવાબ મળે છે કે પરાગ... હું પરિતા બોલું છું...
પરાગ- હા, બોલો શું કામ છો?
પરિતા- એક અરજન્ટ વાત કરવી છે.. કોઈ કેફેમાં મળી શકીએ છે?
પરાગ- સોરી પણ હું તમને ઓળખતો નથી તો કેમનો મળવા આવુ..?
પરિતા- એવું સમજી લો કે તમે તમારી બહેનને મળવા જાઓ છો.. પ્લીઝ...
પરાગ- ઠીક છે.. ક્યાં મળવાનું છે?
પરિતા એક કેફેનું નામ કહે છે. પરાગ ગાડી લઈ સીધો ત્યાં જ પહોંચે છે. આ કેફે એશાનાં ઓફિસ નજીક જ હોય છે.
પરાગ અને પરિતા બેઠા હોય છે. એશા તેના ક્લાયન્ટને મળવા તે જ કેફેમાં આવી હોય છે. ક્લાયન્ટ તેને અંદર બોલાવે છે. એશા તેમને હેલ્લો કહી તેમની સામે બેસે છે. બરાબર તેની સામે જ પરાગ અને એ છોકરી બેઠા હોય છે. એશા પરાગને તે છોકરી એટલે કે પરિતા સાથે જોઈ જાય છે. એશા વિચારે છે કે પરાગ આ છોકરી સાથે શું કરતો હશે? એશા જોઈ છે કે તે છોકરી રડી રહી છે... એશા ફટાફટ તેનો ફોન કાઢી બંનેના ફોટો પાડી લે છે.
આ બાજુ દાદા ગુસ્સામાં પરાગની ઓફિસ પર પહોંચે છે.
પરાગ અને પરિતાનું શું નવું ચેપ્ટર હશે? દાદા હવે નવું શું નાટક કરશે? એશા રિનીને તે ફોટો બતાવશે કે નહીં?
જાણવા માટે વાંચતા રહો આગળનો ભાગ પરાગિની ૨.૦ - ૨૦