આ મનુષ્યજીવન શું છે? ક્ષણભંગુર જે ક્ષણે એમ થાય કે ચાલો બસ હવે બહુ થયું હવે આપણી મરજીથી જીવીએ અને બની શકે કે તે જ ક્ષણ છેલ્લી હોઈ તો ચાલોને દરેક ક્ષણ ને જીવી લઈએ ,
માણી લઈએ, શ્વસી લઇએ આપણા શ્વાસ સમાન સ્વજન અને પ્રિયજનની સાથે...
🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷
' નિસર્ગ' દુનિયાથી અલિપ્ત પોતાની વ્યસ્તતાની નાનકડી દુનિયા બનાવીને તેમાં મસ્ત રહેતો વિક્રમ સારાભાઈ ઈન્સ્ટીટયૂટમાં કામ કરતો પરફેક્ટ હસબન્ડ..
' ખુશી' એટલે આખી દુનિયાને પોતાની દુનિયામાં સમાવીને હંમેશા મસ્ત જિંદગી જીવતી અને કલ્પતી નિસર્ગની અર્ધાંગિની.. અને 'પલક' બંનેના વ્યક્તિત્વની પ્રતિકૃતિ..
ખુશી:. નિસર્ગ.... નિસર્ગ આજે થોડા
વહેલા આવી જશો?
નિસર્ગ:. કેમ?
ખુશી:. હંમેશા કેમ એમ પ્રશ્ન ન પૂછો તો ન ચાલે?
નિસર્ગ:. ચાલે dear ચાલે પણ આજે ન ચાલે આજે ખાસ કામ છે. ઘણું બધુ કામ બાકી છે.તું તો સમજે છે.
ખુશી. હું સમજવા નથી માંગતી. ક્યાં સુધી નિસર્ગ મારો અને પલકનો સમય તમે કામમાં ખર્ચી નાખશો?
નિસર્ગ: બસ થોડો સમય આપણે થોડા વધુ સેટ થઈ જઈએ પછી હું તું અં પલક અને સનસેટ પોઇન્ટ બસ ખુશ? મારી ખુશી🙂
સાંજે ખુશી પલકને નઈ નજીકના બગીચામાં ગઈ અને રાત્રે નિસર્ગની રાહ જોવામાં ક્યારે ઊંઘ આવી ગઈ ખબર જ ન પડી. નિસર્ગ આવીને પ્રેમાળ નજરે ખુશી અને પલક નિહાળી રહ્યો.
વહેલી સવારે boss નો ફોન આવી જતા નિસર્ગ તૈયાર થઈ ગયો.
ખુશી ખુશી જલ્દી ઉઠ યાર હું જાવ છું
નિસર્ગ આજે રવિવાર છે.
તારે તો રોજ રવિવાર જ હોય છે .થોડીવાર જઈ આવું ....
નિસર્ગ સવારમાં પાછો નીકળી ગયો ખુશી જોઈ રહી હવે આ રોજીંદુ થઈ ગયું હતું ખુશી માટે.
આમને આમ 6 મહિના વીતી ગયા ખુશી અને પલક ની પ્રતીક્ષામાં અને નિસર્ગની વ્યસ્તતામાં. નિસર્ગ અને તેના સહકાર્યકરો કાંઈક મોટી ચિંતામાં હતા. સમગ્ર પૃથ્વી પર સંકટના એંધાણ હતા અને તેના વિકલ્પ તરીકે બીજું શું વિચારી શકાય તેના જ સંશોધનમાં અડધું વિશ્વ ચિંતિત હતું આખરે છ મહિના પછી અન્ય વિકલ્પ તરીકે બીજા ગ્રહ પર જવાનું થયું મોટા મોટા spaceship અનુક્રમે પૃથ્વીથી દૂર જતા હતા.
માનવીની વ્યસ્તતા ત્યાં ને ત્યાં જ હતી માનવ પહેલા પૃથ્વી પર ભવિષ્યની નિશ્ચિતતા માટે વર્તમાનમાં વ્યસ્ત રહેતો હતો અને હવે અન્ય ગ્રહમાં સ્થિરતાની ચિંતામાં અસ્થિર હતો.
પલક ખુશી અને નિસર્ગ આજે સાંજે અન્ય ગ્રહ પર જવાના હતા બધી જ તૈયારીઓ થઈ ગઈ હતી નિસર્ગ માટે તો ઘર જ ઓફિસ બની ગઈ હતી. બધી જ તૈયારીઓ થઈ ગઈ હતી.બધા નીકળવાના જ હતા .
ત્યાં અચાનક નિસર્ગે ખુશી ની સામે જોયું અને ખુશીની આંખોની કીકીઓમા પોતાનું સઘળું સ્વપ્ન તરતું હોય તેઓ ભાસ થયો. અને તે જ ક્ષણે નિર્ણય કર્યો .
આપણે નથી જતા ખુશી.
કેમ?
આજે કેમ એમ પ્રશ્ન ન પૂછ તો ન ચાલે?
જે ક્ષણો ને જીવવા માટે આટલી મહેનત કરી તે બધી જ ક્ષણો જો વેરાઈ જાય તો શું ફાયદો?
પણ નિસર્ગ આપણું ભવિષ્ય?
ભવિષ્ય જે હોય તે પહેલા વર્તમાનને તો જીવી લઈએ.....
ચાલ ખુશી એ વેરાયેલ ક્ષણોને સંકેલીને પૃથ્વી તરફ ,પ્રકૃતિ તરફ પાછા વળીએ તો કેમ?
ક્ષણ ક્ષણ માં જિંદગી,
ક્ષણ ક્ષણ ની સંવેદના,
ક્ષણ ક્ષણ થી શરુ થઇ
ક્ષણ ક્ષણ માં વિસ્તરી,
ક્ષણ ક્ષણ ની આપણી તરસ,
ક્ષણ ક્ષણ ની સંકલના ને સાથે
ક્ષણ ક્ષણ ના સંસ્મરણો…..
તો ચાલોને પરપોટા જેવી ક્ષણો ની સુંદરતા ને આપણા હૃદય અને આસપાસના વાતાવરણ માં મઢી ચિર પરિચિત સુખની ચાવીથી સાચવી લઇએ…