session of Love in Gujarati Short Stories by ગુલાબ ની કલમ books and stories PDF | પ્રેમ ની મૌસમ

Featured Books
Categories
Share

પ્રેમ ની મૌસમ

પ્રેમ ની કોઈ એક મૌસમ નથી હોતી એ તો જ્યારે થાય ત્યારે મૌસમ બની જાય છે. પ્રેમ એટલે રગ રગ માં વ્યાપેલો એક ઉમદા અહેસાસ , તન મન પર અસર થયેલો એક અનોખો અનુભવ રાગ રાગિણી થી વણાયેલો અને લાગણીઓ માં તાંતણે બંધાયેલો એક અનુરાગ. આ પ્રેમ ને જેટલું જાણીએ એટલું ઓછું એને સમજીએ એટલું ઓછું અને પ્રેમ તો કરીએ એટલો ઓછો...

તો આવો જ એક કિસ્સો એક કહાની આજ ની. જેમાં તે બંને એ પ્રેમ કર્યો અને સાથ નિભાવ્યો પણ ખરા અને સાચા અર્થ માં કહીએ તો પ્રેમ ને જીવ્યો. થોડી પહેલા ની વિચારસરણી અને ઘણી આધુનિકતા સાથે મિલાપ થયેલો આ બંને નો.

વર્ષ ૨૦૨૦ નું એટલે કહેવું તો ના જ પડે કે કોરોના કાળ હતો, એક બાજુ દીકરા ના માં બાપ જોવા આવવાના હતા દીકરી ને અને બધી તૈયારી થઈ ગઈ દીકરી ના ઘરે, બધા મહેમાન આવવાના હતા કુટુંબ પરિવાર ના અને બરાબર ત્યાં જ સમાચાર આવ્યા લોક્ડાઉન થયું અને નીકળી શકાય એમ નથી.

વાત પાછળ જતી રહી થોડો ટાઈમ, અને છોકરી થોડી ખુશ થઈ કે ચાલો થોડો વધારે સમય મળશે આઝાદી નો. છોકરી એટલે નામ એવા જ ગુણ "નિરાલી". કામ કાજ માં ક્યાંય પાછળ ના રહે ભણવા માં પણ હંમેશા અવ્વલ અને કોલેજ ના છેલ્લા વર્ષ માં હતી અને તક નો લાભ લઈ ને લૉકડાઉન માં રસોઈ માં પણ હાથ બેસાડી લીધો. બધી રીતે બોલવા ચાલવા માં હોશિયાર છોકરી પણ આમ થોડી ગભરુ. ગભરાઈ જાય નાની નાની વાત માં, એટલે જ તો ડરતી હતી લગ્ન ના નામ થી, કેમ બધું હું કરી શકીશ આગલું ભવિષ્ય નું, મારું ઘર પરિવાર ની સાથે મારે નોકરી ભણતર પણ આગળ વધારવું છે મારા થી નહિ થાય બસ આ જ વાત ને લીધે લગ્ન થી ગભરાતી હતી...

અને આ બાજુ છોકરો એટલે "જય". એ પણ બધી રીતે હોશિયાર વહેવારિક કામ કાજ હોય તો સૌ થી પહેલા પોતાનું યોગદાન હોય સમાજ માં પણ સારી એવી નામના ઘર ની.
ખાવા પીવા અને ફરવાનો શોખીન એવો છોકરો પણ ભણવા માં બસ થોડી ઢીલ મૂકી દીધી અને હવે છોકરી જોવા જવાની હતી બસ સતત એક જ વિચાર, મને હા કેમ પાડશે હું તો એની સરખામણી માં કઈ ભણ્યો પણ નથી અને આટલું ભણતી હોય છોકરી તો સહજ છે કે પોતાના થી ઓછા ભણતર વાળા પાત્ર ને પસંદ ના જ કરે, અને હજુ પોતે વ્યવસ્થિત સેટલ પણ થયો નહોતો એટલે એને પણ એમ જ વિચાર કર્યો તો કે બને ત્યાં સુધી હમણાં કઈ લગ્ન નું વિચારવું નથી...

ધીમે ધીમે લોકડાઉન ઓછું થયું અને બંને ના ઘર પરિવાર માં ફરી વાત થઈ જોવા આવવાની, ઘરે તો બંને ને હા જ હતી પણ જોવાનું બસ છોકરી છોકરા ને બે ને જ હતું, તો એમ નક્કી થયું કે પેલા બંને મળી લે પછી આગળ વધીએ...

આ બાજુ છોકરો જોવા આવે છે અને છોકરી તૈયાર થાય છે. પહેલી વાર કોઈ માટે તૈયાર થઇ ગુલાબી સાડી પહેરી સાગર ચોટલો વળ્યો અને કમર સુધી લાંબો કાળો ચોટલો મોઢા માં બસ ખાસ કઈ મેકઅપ નહિ પણ આંખ માં સુરમો અને એક નાનો એવો ચાંલ્લો, સહેજ આછી એવી લિપસ્ટિક થી શોભી ઉઠે એવું તો રૂપ એનું. હાથ માં બે બે બંગડી અને સાથે પગ માં જાંજરી સાથે છન છન કરતી ચાલતી હતી. મન માં ગભરાહટ અને મુખ પર હાસ્ય.

છોકરો આવ્યો અને બસ મન માં વસી ગયો. એક મસ્ત બ્લુ શર્ટ અને જીન્સ નું આછું દુધિયા કલર નું પેન્ટ જોઈ ને છોકરી ના તો દિલ માં વસી ગયો પહેલી નજર નો પ્રેમ જ કહી શકાય બસ, અને આમ પણ કહેવાય ને ફર્સ્ટ ઇમ્પ્રેસોન ઇઝ લાસ્ટ ઇમ્પ્રેસોન. છોકરી તો ઇમ્પ્રેસ થઈ ગઈ, અને થોડી વાર માં બંને ને વાત કરવા કહ્યું. વાત ચીત માં એક બીજા ને મન મેળ થયો અને હા પાડી.

એક બીજા નો પરિચય થયો, અને ઓળખાણ વધતી ગઈ. બે થી ત્રણ મહિના માં તો બંને એક બીજા ના પૂરક બની ગયા. ઘરેથી પણ બધી જ રીતે હરવા ફરવા ની છૂટ છાટ એટલે થોડા થોડા દિવસે ક્યાંક ને ક્યાંક પ્લાન બનાવેલો જ હોય. બંને એક બીજા સાથે ખૂબ જ ખુશ હતા. એક બીજા ના મન ની સમજણ પડવા લાગી, કહેતા પહેલા જ સમજી જાય, અને ભાવિ પતિ પત્ની કરતાં બંને વચ્ચે એક ખાસ સંબંધ સ્થપાઈ ગયો હતો અને એ છે મિત્રતા નો. પહેલા તો બંને એક સારા મિત્ર બન્યા અને પછી પ્રેમ માં સતત ભરતી આવતી ગઈ બંને બાજુ થી અને કહેવાય ને કાળજાનો કટકો બની ગયા.

પ્રેમ ને વ્યક્ત કરવો નથી પડતો એ તો આપો આપ સામેની વ્યક્તિ ને દેખાઈ જાય છે. મહેસૂસ થાય છે. તો આ પ્રેમ ને મહેસૂસ કરતાં કરતા બંને ના લગ્ન થયાં, અને એક સુખી સંસાર માણવા લાગ્યા. સમય જતાં ઘરે એક પરી જેવી દીકરી નો જન્મ થયો અને નામ રાખ્યું "શ્રી". શ્રી નામ ની જેમ જ જન્મ થતાં જ બધે થી શુભ સમાચાર આવવા લાગ્યા. જય નો બિઝનેસ આગળ વધ્યો એકા એક અને ઘરે બધી રીતે શુભ ફળ મળ્યું હોય એવી રીતે સફળતા ના શિખરો પાર થવા લાગ્યા.

સુખી લગ્નજીવન નો સંસાર માણતા માણતા ક્યારે જીવન દોર ની સંધ્યા આવી ગઈ ખબર ના પાડી. જીવન જીવી જાણ્યું બસ બંને એ જીવન માં ઘડપણ ની લાકડી બની ને એક બીજા ને ટેકો આપ્યો અને જે પ્રેમ ને દુનિયા નામ થી જાણે છે એ પ્રેમ ને આ બંને ને જીવી જાણ્યો. નિભાવી જાણ્યો. અને ખરા અર્થ માં પ્રેમ ની મૌસમ જિંદગી ભર હોય એ બતાવી દીધું ના કે થોડા સમય પુરતી હોય કે ના તો અમુક અંશ પુરતી હોય પણ પ્રેમ ની મૌસમ તો જીવો ત્યાં સુધી તમને પાનખર ના આવવા દે તમારા પ્રેમ ને પાનખર ના મહેસૂસ થવા દે. એ મૌસમ તો હંમેશા તમને લાગણીઓ ના વરસાદ માં ભીંજવતી જ રહેશે.... ❤️