રાહુલ ને હતું કે આ સાંભળતાની સાથે ટોમી બધું કાઢી હોસ્પિટલ દૌડસે પરંતુ ટોમી કશું જ બોલ્યા વગર શાંતીથી જ્યુસ માંગ્યો.
જ્યુસ પિધાની સાથે ટોમી ચાદર હટાવી ધીમે ધીમે બેઠો થયો.
' અરે ....ટોમી શું કરે છે? હજુ ઘાવ એવાજ છે ડૉક્ટર હજુ ઓછામાં ઓછો એક મહિનો આરામ કરવા કીધું છે. ' રાહુલે આમ ટોમી ને સલાહ આપતા કહ્યું.
' એ.. એ.. તું ગાડી કાઢ R.R હોસ્પિટલ જઈશ અને જેનેલિયાના બાજુવાળા બેડ પર 1 મહિનો આરામ કરીશ. '
આ બોલતા જ ટોમી અને રાહુલ હસવા લાગ્યા અને રાહુલે ટોમીનો હાથ પકડી તેને ઉભો કર્યો અને ધીરે ધીરે તેને દાદરથી નીચે ઉતારી ગાડી તરફ લઈ ગયો.
' આભાર ડૉક્ટર સાહેબ.. તમારે જે પણ જરૂરત હોય ઘરમાં મને કહેજો બાકી આની ફી અને બાકીનાં અલગ પૈસા તો આપીશ ચિંતા ના કરો.' ટોમી એ જતા જતા ડૉક્ટર ને કહેતા કહ્યું.
બીજા દસ માણસોના કાફલા સાથે રાહુલ ટોમી ને શાંતીપૂર્વક R.R હોસ્પિટલ લઈ ગયો અને બંને જેનેલિયા ના રૂમ તરફ જઈ રહ્યા હતા.
હોસ્પિટલમાં બધા લોકો ટોમીની આવી હાલત જોતા આશ્ચર્યમાં મુકાયા કારણ કે હજુ ટોમી માત્ર 28 વર્ષનો હતો પરંતુ કોઈનામાં દમ ન હતું કે તેને કોઈ આંગળી પણ અડાવી શકે.
' જેનેલિયા ના બાજુવાળા બેડમાં જે હોય તેને ઉભો કરી દેજે ' ટોમી એ ધીમે ધીમે પગ ઘસેડતા ચાલતા ચાલતા કહ્યું.
' અરે શાંતી રાખ ને મારા ભાઈ... મેં પહેલાં જ ફોન કરીને 2 બેડ મુકાવી દીધા છે.' રાહુલે ટોમી ને શાંત કરાવતા કહ્યું.
' બે કેમ...? હું જ આરામ કરવાનો ને બાજુમાં... ? ' ટોમી એ ફરીથી ધીમા અવાજે પૂછ્યું .
રાહુલ : મને ગોળી વાગી જાય તો મને પણ કોઈ જોઈએ ને બાજુમાં!
' ના...ના...તું સૌથી છેલ્લે જઈશ ...અને એટલે કઉ છું તારા લગ્ન કરાવી દઉં એટલે તારા બાજુમાં પણ કોઈ હોય... ' ટોમી એ પણ ધીરે ધીરે હસતાં જવાબ આપતા કહ્યું.
બંને જેનેલિયા ના રૂમ સુધી પહોંચી ગયા અને તેના રૂમ ના દરવાજા આગળ એક કોન્સ્ટેબલ અને એક નર્સ બેઠી હતી.
' તમે કોણ...? આ રૂમમાં કેમ? ' કોન્સ્ટેબલે ઊભા થઈને રાહુલ ને રોકતા પૂછ્યું.
આ સાંભળતા ની સાથે જ ટોમી એ તેનું નીચે ઝૂકાવેલું મોઢું કોન્સ્ટેબલ તરફ ઉપર કર્યું.
કોન્સ્ટેબલ : ' અરે... અઅઅઅ... ટોમી સાહેબ માફ કરજો મેં તમને ઓળખ્યા નહીં. જેનેલિયા મેડમ આજ રૂમમાં છે.
રાહુલ : ' હવે ...દરવાજો ખોલો ઝડપ થી...'
કોન્સ્ટેબલે દરવાજો ખોલી બંને ને અંદર જવા માટે રસ્તો કરી આપ્યો.
ટોમી જેવો દરવાજાની અંદર ગયો ત્યાંજ સામે બેડ પર ઓક્સિજન માસ્ક,વિગો ની સાથેસાથે પાટાપિંડી કરેલી જેનેલિયા ને સૂતા જોઈ.
તેની નજર એકાએક જેનેલિયાની આંખો પર અટકી ગઈ...જ્યારે જેનેલિયાની આંખો પણ ટોમીની ભૂરી આંખો ઉપર અટકી પડી...
બંને થોડી વાર સુધી તો એકબીજાને એવી રીતે જોઈ રહ્યા જાણે બે ભૂલા પડેલા સિંહ અને સિંહણ જંગલમાં વર્ષો પછી એકબીજાને પાછા મળ્યા હોય...
રાહુલ ટોમીને જેનેલિયા ના બાજુવાળા બેડ પર સુવડાવી બહાર જતો રહ્યો.
જેનેલિયાની આવી હાલત જોઈ ટોમી થોડો ઢીલો તો પડ્યો પરંતુ કાઠા થઈને તેણે આંસુ રોક્યા...
ટોમી ને ખ્યાલ હતો કે જેનેલિયા હાલ બોલી શકે તેમ નથી તેથી તેને ખાલી તેની વાતો સાંભળવા કહ્યું.
' શું મેડમ ...તમને કીધું હતું એકલા હોટેલમાં ના જાઓ અને જવું હોય તો સાથે કોઈને લઈ જાઓ..પણ ના મારી ફ્રેન્ડ મારી ફ્રેન્ડ...! ' ટોમી એ સૂતા સૂતા જેનેલિયા ની સામે જોતા કહ્યું.
જેનેલિયા એ પ્રેમાળ રીતે તેની સામેથી મોં ફેરવી દીધું.
હવે આમજો ... મારે પણ વોર્ન રહેવાની જરૂર હતી તે હંમેશા કીધું હતું... બાબા થી સાચવીને રહેજો...!સામ-સામે સરખું થઈ ગયું.' ટોમી એ જેનેલિયા નો ડાબો હાથ પકડતા એક મીઠા અવાજે કીધું.
બંને એકબીજાની સામે જોઇને ધીમી ધારે હસ્યા.
' આ એક સાંપ સીડી વાળી લાઈન છે. કયો સાંપ ક્યારે કરડીને તમને નીચે ફેંકી દેશે કશું જ નક્કી નથી.
હવે આ 4 શહેરો થી કશું નઈ થાય... આખા ગુજરાતમાં મારા નામની ગર્જના ગુંજશે...'
ટોમી એ ઉપર જોતા જોતા એક સંકલ્પ સાથે તેનો જમણા હાથ નો અંગુઠો જેનેલિયાના ડાબા હાથ પર પ્રેમાળ રીતે ફેરવતા કહ્યું જાણે ગુજરાત નામનાં જંગલનો તે એકલો રાજા બનશે...
(ક્રમશ:)
- Urvil Gor